________________
સિદ્ધાન્તકથા વગેરે માટે તમે કેટલી મહેનત કરી ? સંસારના સુખનાં સાધનો માટે જેટલો ભોગ આપો છો એટલો, અથવા એનાથી અડધો પણ ભોગ મોક્ષનાં સાધનો માટે આપો છો ? આજે સિદ્ધાન્તકથા તો ધર્માત્માના જીવનમાંથી લગભગ વિદાય પામી, સત્સંગ ગમતો નથી, એના કારણે ગુરુવિનયનો પ્રસંગ નથી આવતો, મૃત્યુનું પરિભાવન કરવાનો સમય નથી મળતો અને સ્વકૃતપુણ્યપાપના આલોચનને બદલે બીજાના આલોચનમાં જિંદગી વીતી ગઈ.... આવી હાલતમાં સંસારને છોડવાની અને મોક્ષે જવાની ઈચ્છા પણ ક્યાંથી પેદા થાય ? વર્તમાનનું આપણું ધર્મજીવન ખોટા પાયા ઉપર મંડાયેલું છે-એમ કહું તો લગભગ ખોટું નથી. જ્યાં સુધી આ મંડાણ તૂટી નહિ પડે ત્યાં સુધી આપણો નિસ્તાર નહિ થાય. આજ સુધી ધર્મ કરીને આપણે લોકોને, આપણા ગુરુભગવન્તને, તીર્થંકરપરમાત્માને અને છેવટે આપણી જાતને પણ છેતરવાનું કામ કર્યું છે. આ અવસ્થામાંથી બહાર નીકળવું હોય તો ગંભીરતાપૂર્વક વિચાર્યા વગર નહિ ચાલે. લાખોના ખરચે આવાં (વાચનાશ્રેણીનાં) આયોજનો કરાય છે તે માનસન્માન મેળવવા માટે કે મોટી સંખ્યામાં લોકને ભેગું કરવા માટે નથી કરાતાં. લોકો પોતાની જાતને ઓળખે અને ભગવાનનું શાસન લોકોના હૈયા સુધી પહોંચે એ માટેનો આ પ્રયાસ છે. ખરચનાર જો માનસન્માનની લાલચે ખર્ચે અને સાંભળનાર સંસારનું સુખ કેમ મળે અને દુ:ખ કેમ ટળે એ માટે સાંભળે તો બેમાંથી એકેયને લાભ ન થાય. ખરચનાર ભગવાનનું શાસન પોતાના હૈયામાં પરિણામ
Jain Education International
૬
For Private & Personal Use Only
www.jainelibrary.org