________________
વિસ્થામાં રચ્યાપચ્યા રહે-તે કેમ ચાલે ? અષ્ટમી ચતુર્દશી વગેરે પર્વતિથિએ ઉપવાસનું વિધાન પણ સિદ્ધાન્તકથા માટે કરવામાં આવ્યું છે. તેથી જ માત્ર ઉપવાસ ન કહેતાં પૌષધોપવાસ કરવાનું ફરમાવ્યું છે. સિધાન્તકથા અપ્રમત્તપણે અવિરતપણે થઈ શકે એ માટે પૌષધ કરવાનો અને પૌષધમાં ઉપવાસ કરવાનો. ભગવાનના શાસનમાં અભ્યન્તરતપને અનુકૂળ એવો બાહ્યતપ કરવાનું વિધાન છે. બાહ્યતાના કારણે મનવચનકાયા ઉપર નિયંત્રણ આવવાથી સ્વાધ્યાયાદિ કરવાનું સરળ બને છે. તેથી સ્વાધ્યાયાદિ અભ્યન્તરતા માટે અનશનાદિ બાહ્યતાનું વિધાન છે. જ્યારે આજે મોટે ભાગે એવી દશા જોવા મળે કે બાહ્યતાના કારણે જ અભ્યન્તરતપ સિદાય ! વર્તમાનમાં આપણો ધર્મ, શાસ્ત્રાજ્ઞા ભૂસવા માટે અને ઈચ્છા મુજબ જીવવા માટે જ જાણે સર્જાયો હોય, એવું લાગે છે. ધર્મ સમજવા કે ધર્મ પામવા માટે મહેનત કરવાને બદલે ધર્મ કરવાની ઉતાવળ કરવાના કારણે આ સ્થિતિ સર્જાતી જાય છે. ધર્મ કરવો-એ મહત્ત્વનું નથી, ધર્મ શા માટે કરો છો એ મહત્ત્વનું છે. તમે મોક્ષે જવા માટે ધર્મ કરો છો કે સંસાર સારો રહે તે માટે ધર્મ કરો છો ?
સ0 અમે તો ધર્મ મોક્ષ માટે કરીએ છીએ.
મોક્ષે જવા માટે જે ધર્મ ભગવાને બતાવ્યો છે તે ધર્મ કરો છો-એની ના નથી, પરંતુ એ ધર્મ તમે મોક્ષ માટે જ કરો છો એવું પ્રામાણિકપણે કહી શકશો ખરા? જો ધર્મ મોક્ષ માટે કરતા હો તો મોક્ષને અપાવનાર યોગમાર્ગની પ્રાપ્તિના ઉપાય રૂપ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org