________________
કહું તો ખોટું નથી ને ? સિદ્ધાન્તક્યા લગભગ કરવી નહિ અને ભવવ્યથાને વધારનાર વિથા કર્યા વગર રહેવું નહિ-એવી જ દશા આજે જોવા મળે ને ? વિકથા કરવા માટે ગમે તેનો સંગ ચાલે, સિદ્ધાન્તસ્થા કરવી હોય તેને સત્સંગની જરૂર પડે. સિદ્ધાન્તકથા અને સત્સંગ માટે ગુરુવિનય કરવો પડે. જે અવિનયી હોય તેને ગુરુભગવન્ત ભણાવે પણ નહિ અને પાસે પણ ન રાખે. આથી સિદ્ધાન્તકથા માટે ગુરુવિનયથી શરૂઆત કરવાની. ગુરુભગવન્તોનો વિનય કરવા દ્વારા તેઓશ્રીના સત્સંગે સિધાન્તકથાનું શ્રવણ કરવાથી સંસારના સ્વરૂપનું ભાન થાય છે. જેને સંસારનું સ્વરૂપ સમજાઈ જાય તે સંસારથી છૂટવા માટે મૃત્યુનું પરિભાવન અને સ્વકૃતપુણ્ય પાપનું આલોચન ક્ય વગર ન રહે. પહેલા ત્રણ ઉપાયોનું સેવન ઉપાશ્રયાદિ ધર્મસ્થાનમાં કરે અને બાકીના છેલ્લા બે ઉપાયો ધર્મસ્થાનમાંથી નીકળ્યા બાદ સંસારનાં કાર્યોમાં પરોવાય ત્યારે પણ સેવ્યા કરે તેને સંસાર પ્રત્યે નફરત અને મોક્ષ પ્રત્યે રુચિ પ્રગટ્યા વિના ન રહે. પરંતુ આજે તકલીફ એ છે કે ધર્મસ્થાનમાંય વિકથાનું સામ્રાજ્ય ફેલાવા માંડ્યું છે. દુનિયાના બીજા કોઈ પણ ક્ષેત્રમાંધંધાના ક્ષેત્રમાં, રમતગમતના ક્ષેત્રમાં કે સંગીત વગેરેના ક્ષેત્રમાં-કોઈ ઠેકાણે એવું નહિ હોય કે જ્યાં અન્ય ક્ષેત્રની વાતો કરનારા મળે ! આ ધર્મનું ક્ષેત્ર જ એવું છે કે જ્યાં વિકથા(સંસારની વાતો) શરૂ થવાથી સિદ્ધાન્તકથા નાશ પામવા માંડી છે. વિકથાના સંયોગોથી છૂટવા માટે જ્યાં જવાનું હતું ત્યાં પણ વિસ્થાના સંયોગો ઊભા કરે; “શાસ્ત્રમાં શું કહ્યું છે ?' એની ક્યા કરવાના બદલે કોણ શું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org