________________
પામવાની સાથે લોકોના હૈયામાં પણ પરિણમે એ ભાવે ખર્ચે અને સાંભળનાર સંસારના સુખ ઉપરનો રાગ અને દુઃખ ઉપરનો ઠેષ દૂર કરવાનો ઉપાય શોધવા માટે સાંભળે તો એ ખર્ચેલું અને એ સાંભળેલું લેખે લાગે.
યોગમાર્ગની યોગ્યતા મેળવવા માટે સિદ્ધાન્તકળ્યા પછી સત્સંગ જણાવ્યો છે. યોગમાર્ગે પગ ઉપાડવા પહેલાં મન ચલાવવું પડશે. મન ચલાવવા માટે પરાણે પણ સારાં નિમિત્તો વચ્ચે રહેતાં થઈ જવું. ગૃહસ્થપણામાં જેટલો પણ સમય મળે તે સત્સંગમાં જ ગાળવો, બે દિવસ રજા મળે તોય સત્સંગ કરવા માટે નીકળી પડવું. સિધાન્તકથા માટે સત્સંગ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ગૃહસ્થપણામાં જેનો સંગ થાય છે તે કરવા જેવો નથી અને જેનો સંગ કરવા જેવો છે તે ગૃહસ્થપણામાં રહીને થઈ શકે એવો નથી માટે સાધુપણું લેવું છે : આ રીતે સત્સંગનો પરિણામ પણ સાધુપણા સુધી પહોંચાડે છે. સાધુપણું પામ્યા પછી સાધુપણાના નિર્મળ પાલન માટે પણ સત્સંગ એટલો જ જરૂરી છે. સાધુપણામાં આવેલાને સત્સંગ ન ગમે તો સ્વછંદતા આવ્યા વિના ન રહે. માત્ર જ્ઞાની ગુરુનો સંગ કરવો એ સત્સંગ નથી. ગૃહસ્થો સિદ્ધાન્તકથા માટે ગુરો સંગ કરે અને સાધુભગવન્તો ગુરુભગવનની આજ્ઞા ઝીલવા માટે સંગ કરે તો તે તેમના માટે સત્સંગ. વિકથા કરવા માટે કે ઈચ્છા મુજબ જીવવા માટે ગુરુનો સંગ કરે તે સત્સંગ નથી. સિદ્ધાન્તથા ગમતી ન હોય અને આજ્ઞા માનતાં જોર આવતું હોય-એવા આગળ સત્સંગની વાત
Jain Education International
For Private & Personal Use Only
.. www.jainelibrary.org