Book Title: Ansh Vachnano Sara Dvadashangino 2
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 13
________________ બાળવયને લીધે તેમની માતાએ તેમને પૂછયું હતું કે તું દીક્ષામાં શું સમજે ?' તે વખતે અઈમુત્તામુનિએ માતાને જણાવ્યું હતું કે જે જાણું તે નવિ જાણું, જે નવિ જાણું તે જાણું . જે જાણું તે નવિ જાણું એટલે મૃત્યુ આવવાનું છે તે જાણું છું પરંતુ ક્યારે આવવાનું છે તે નથી જાણતો. અને જે નવિ જાણું તે જાણું એટલે જીવો ક્યા કર્મના કારણે સંસારમાં ભમે છે - એ નથી જાણતો પણ પોતાના કર્મના કારણે જીવ સંસારમાં ભમે છે-તે જાણું છું તેથી મારે દીક્ષા લેવી છે. આ સાંભળીને માતાએ સહર્ષ દિક્ષાની અનુમતિ આપી. આને મૃત્યુનું પરિભાવન કહેવાય. મૃત્યુનું પરિભાવન કરે તો સંસારનો સ્વાદ ઊડી જાય. મૃત્યુનું પરિભાવન આ ભવના મૃત્યુને કે મરણાન્ત રોગોને દૂર કરવા માટે નથી કરવાનું, મૃત્યુના કારણરૂપ જન્મનો અને જન્મના કારણરૂપ સંસારનો ઉચ્છેદ કરવા માટે મૃત્યુનું પરિભાવન કરવાનું છે. અનાથીમુનિએ પણ, પોતાની અસહ્મવેદનામાંથી બચાવનાર કોઈ નથી એવું લાગ્યું તો તરત શું વિચાર્યું છે જો આ વેદના એક વાર પણ શાંત થઈ જાય તો જન્મજરામૃત્યુરોગાદિના કારણરૂપ સંસારનો ઉચ્છેદ કરનારી દીક્ષા ગ્રહણ કરું ! આ ભવના મૃત્યુનો ભય સાધનામાં અસ્થિર બનાવે, ભવાન્તરના મૃત્યુનો ભય સાધનામાં સ્થિર બનાવે છે. આ ભવના મૃત્યુને ઠેલવાના ઉપચાર સેવવાના બદલે અમરણ અવસ્થા મેળવવાના ઉપાય સેવવા તે મૃત્યુનું પરિભાવન. સભય તો અસ્થિર બનાવે, મૃત્યુના ભયે સાધનામાં સ્થિરતા કઈ રીતે આવે ? Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 146