________________
મોક્ષે પહોંચી જવાનું મન થતું નથી : એ જ મોટામાં મોટો અવરોધ છે. આ અવરોધને દૂર કરવા માટે સૌથી પહેલાં પ્રયત્ન કરવાની જરૂર છે. જેને મુસાફરીએ જવું જ ન હોય તેને જવા માટેનું સાધન કેમ નથી મળતું-તેની ચિંતા થતી નથી, એ જ રીતે જેને આ સંસારનો ત્યાગ કરી મોક્ષે જવું નથી તેને યોગપ્રાપ્તિના અવરોધોની ચિંતા કરવાની રહેતી નથી. વરસોથી ધર્મ કરનારાને મોક્ષે જવાનું અને સંસાર છોડવાનું મન ન થાય તો તેની ચિંતા થાય ને ? જ્ઞાનીઓ સંસારને ભયંકર અને મોક્ષને રમણીય કહે છે, છતાં આપણને એવું ન લાગતું હોય તો તેનું કારણ વિચારવું પડે ને ? સંસારના અને મોક્ષના વાસ્તવિક સ્વરૂપને સમજવા માટે અને સંસારનો ત્યાગ કરી મોક્ષે જવાની ઈચ્છા પેદા કરવા માટે ગ્રંથકારપરમર્ષિએ તેરમા ષોડશકની છેલ્લી બે-ત્રણ ગાથાઓથી પાંચ પ્રકારના ઉપાયો વર્ણવ્યા છે. ૧. સિદ્ધાન્તકથા ૨. સત્સંગ ૩. ગુવિનય ૪. મૃત્યુનું પરિભાવના છે. સ્વતપુણયપાપનું આલોચન. યોગમાર્ગના પ્રારંભથી માંડીને યોગમાર્ગની પૂર્ણતા સુધીનાં પરમ કારણ સ્વરૂપ આ સિદ્ધાન્તસ્થાદિ છે.
સિદ્ધાન્ત એટલે આગમ. જેનાથી હેયોપાદેયનું જ્ઞાન થાય, - એવા આપ્તપુરુષના વચનને આગમ કહેવાય છે. એ આગમનું
અધ્યયન, શ્રવણ, ચિંતન કરવું તેનું નામ સિધાન્તકથા. સંસારને છોડવાનો સંકલ્પ કરવા માટે આ સિદ્ધાન્તકથા ખૂબ જરૂરી છે. શાસ્ત્રમાં કહ્યું છે કે સિદ્ધાન્તની કથા ભવની વ્યથાને હરનારી છે. ભવની પીડા દૂર કરનાર સિધાન્તકથામાં આજે દેવાળું છે. એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org