Book Title: Ansh Vachnano Sara Dvadashangino 2
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 4
________________ અંશ વાચનાનો સાર બાદશાણીનો શૈ.વ. ૫ થી ચૈ.વ. ક્રિ. ૭ વિ. સં. ૨૦૧૭ વાચનાપ્રદાતા પ.પૂ.આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુપ્ત સૂ.મ. નવસારી, ૨.ઇ. આરાધના ભવન અનન્તોપકારી શ્રી અરિહન્ત પરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા મહાપુરુષો જ્યારે જ્યારે પણ મુમુક્ષુજનોને ઉપદેશ આપે છે ત્યારે તેમનો ઈરાદો એક જ હોય છે કે- અનાદિકાળથી આ સંસારમાં પરિભ્રમણ કરી રહેલા જીવોને આ સંસારથી પાર પામવા માટેનો રાજમાર્ગ બતાવવો અને એ રાજમાર્ગની પ્રાપ્તિમાં તેમ જ એ રાજમાર્ગે પ્રયાણ કરવામાં આવતા અવરોધોને દૂર કરી ઈષ્ટસ્થાનની પ્રાપ્તિનો ઉપાય બતાવવો. પરમોપકારી સૂરિપુરંદર શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રી ષોડશકપ્રકરણના ચૌદમા ષોડશકમાં યોગપ્રાપ્તિમાં અવરોધ કરનારા આઠ પ્રકારના દોષોનું વર્ણન ક્યું છે. એ દોષોનું સ્વરૂપ અને તેને દૂર કરવાનો ઉપાય આ ચાર દિવસમાં આપણે સમજી લેવો છે. આપણે સારા માણસ છીએ, મોક્ષમાં જવા નીકળ્યા છીએ-એમ સમજીને ગ્રંથકારશ્રીએ મોક્ષમાર્ગના અવરોધો બતાવવાનું કામ ચૌદમા ષોડશમાં કર્યું છે, જ્યારે આપણી હાલત તો એવી છે કે- મોક્ષે જવાનું મન છે કે નહિ, એ ય વિચારવું પડે મોક્ષે જવાનું મન એ સાધનામાર્ગની સૌથી પહેલી યોગ્યતા છે. આજના મોટા ભાગના ધર્મ ગણાતા વર્ગને આ સંસારમાંથી વહેલામાં વહેલી તકે ભાગી છૂટવાનું અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 146