Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવદ્ ! રાહુ કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે. તે આ ધ્રુવરાહુ અને પૂર્વરાહુ. તેમાં જે તે ધ્રુવરાહુ છે, તે કૃષ્ણ પક્ષની એકમથી પંદર ભાગથી ચંદ્રની લશ્યાના પંદરમા ભાગને આવરતો આવરતો રહે છે. તે આ રીતે - એકમે પહેલો ભાગ, બીજે બીજો ભાગ યાવત્ પંદરમે દિને પંદરમો ભાગ, ચરમ સમયે ચંદ્ર સર્વથા આવૃત્ત થઈ જાય છે, બાકીના સમયે ચંદ્ર આવૃત્ત અને અનાવૃત્ત હોય છે. તે જ પ્રમાણે શુક્લ પક્ષમાં ચંદ્રમાને ખુલ્લો કરતો-કરતો રહે છે, પ્રથમાએ પ્રથમ ભાગ યાવત્ પંદરમા દિવસે પંદરમો ભાગ ખુલ્લો કરે છે. છેલ્લે સમયે ચંદ્ર સંપૂર્ણ અનાવૃત્ત થાય છે, બાકીના સમયમાં ચંદ્ર આવૃત્ત કે અનાવૃત્ત હોય છે. તેમાં જે પૂર્વરાહુ છે, તે જઘન્યથી છ માસમાં, ઉત્કૃષ્ટથી ૪૨-માસમાં ચંદ્રને અને 48 વર્ષે સૂર્યને ઢાંકે છે. સૂત્ર-પ૪૭, પ૪૮ પ૪૭. ભગવદ્ ! એમ કેમ કહે છે - ચંદ્ર, શશિ છે ? ગૌતમ ! જ્યોતિષેન્દ્ર, જ્યોતિષ રાજ ચંદ્રના મૃગાંક વિમાનમાં કાંતદેવ, કાંતા દેવીઓ છે, સુંદર આસન, શયન, સ્તંભ, ભાંડ, માત્ર, ઉપકરણો છે. જ્યોતિષેન્દ્ર જ્યોતિષ રાજ ચંદ્ર પોતે પણ સૌમ્ય, કાંત, શુભગ, પ્રિયદર્શન, સુરૂપ છે, તેથી ચંદ્રને શશી (સશ્રી)કહે છે. 548. ભગવન્! એમ કેમ કહ્યું કે સૂર્ય આદિત્ય' છે ? ગૌતમ ! સૂર્યની આદિથી સમય, આવલિકા, યાવત્ ઉત્સર્પિણી, અવસર્પિણી ગણાય છે, તેથી કહેવાય છે યાવત્ આદિત્ય છે. સૂત્ર-પ૯ ભગવદ્ ! જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્રની કેટલી અગ્રમહિષીઓ છે ? દશમા શતકમાં કહ્યા અનુસાર જાણવું તેને ચાર અગ્રમહિષી છે યાવત્ ચંદ્ર સુધર્માસભામા મૈથુનનિમિત્ત ભોગ ન ભોગવે. સૂર્યનું પણ તેમજ જાણવુ. - જ્યોતિષેન્દ્ર જ્યોતિષ રાજાઓ ચંદ્ર અને સૂર્ય કેવા પ્રકારના કામભોગો અનુભવતા વિચરે છે ? ગૌતમ ! જેમ કોઈ પુરુષ પ્રથમ યૌવનમાં ઉત્થાન બલસ્થ, પ્રથમ યૌવન ઉત્થાન બલસ્થ ભાર્યા સાથે નવો જ વિવાહ કરીને, અર્થોપાર્જન કરવાને 16 વર્ષ સુધી વિદેશમાં વસે, તે ત્યારપછી ધન પ્રાપ્ત કરી, કાર્ય સંપન્ન કરી, નિર્વિઘ્ન રૂપે, ફરી પોતાના ઘેર પાછો આવે, બલિકર્મ કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી, સર્વાલંકાર વિભૂષિત થઈને, મનોજ્ઞ, સ્થાલિપાક શુદ્ધ 18 વ્યંજનયુક્ત ભોજન કર્યા પછી તે, તેવા પ્રકારના વાસગૃહમાં - (મહાબલકુમારના વાસગૃહનું વર્ણન જાણવુ) યાવત્ શયનોપચાર યુક્ત થઈ, તેવા તેવા પ્રકારના શૃંગારના ગૃહ જેવી, સુંદર વેશવાળી યાવત્ લલિતકલાયુક્ત, અનુરક્ત, અવિરક્ત, મનોનુકૂલ પત્ની સાથે ઇષ્ટ શબ્દ, સ્પર્શ યાવતું પંચવિધ માનુષી કામભોગને અનુભવતો વિચરે. હે ગૌતમ ! તે પુરુષ વેદ ઉપશમનના સમયે કેવા પ્રકારના સાતા સૌખ્ય અનુભવે? ભગવન ! તે ઉદાર સુખને અનુભવે છે. હે ગૌતમ ! તે પુરુષના આ કામભોગોથી વાણમંતર દેવોના કામભોગો અનંતગુણ વિશિષ્ઠતર કામભોગથી છે, વાણમંતર દેવોના કામભોગોથી અસુરેન્દ્ર સિવાયના ભવનવાસી દેવોના કામભોગો આનાથી વિશિષ્ઠતર છે. અસુરકુમાર દેવોના કામભોગો આનાથી વિશિષ્ઠતર અનંતગુણથી છે, તેનાથી ગ્રહ-ગણ-નક્ષત્ર-તારારૂપ જ્યોતિષ્ક -દેવોના આનાથી અનંતગુણ વિશિષ્ઠતર કામભોગ છે તેના કામભોગોથી જ્યોતિષ્કના જ્યોતિષ રાજ ચંદ્ર-સૂર્યના કામભોગ આનાથી અનંતગુણ વિશિષ્ટતર છે. હે ગૌતમ ! જ્યોતિષેન્દ્ર, જ્યોતિષ રાજ ચંદ્ર-સૂર્ય આવા પ્રકારના કામભોગને અનુભવતા વિચરે છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે યાવત્ ગૌતમ વિચરે છે. શતક-૧૨, ઉદ્દેશા-૬નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૨, ઉદ્દેશો-૭ ‘લોક' સૂત્ર-પપ૦ તે કાળે, તે સમયે યાવત્ આમ કહ્યું - ભગવન્! લોક કેટલો મોટો છે ? ગૌતમ ! અતિ મહાન છે. પૂર્વમાં મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 19