Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આપવામાં આવેલી વસ્તુ વડે જ નિર્વાહ ચલાવવો પડે છે. આ પ્રકારને યાચનાપરીષહ પણ તેમને માટે દુસ્સહ થઈ પડે છે. જેનામાં આત્મબળ ઓછું હોય છે એવાં સાધુ ઓ મહામુશ્કેલીએ આ પરીષહ સહન કરે છે. આ પરીષહ અસહ્ય બનવાથી કઈ કઈ કમજોર સાધુઓ સંયમને પરિત્યાગ પણ કરી દે છે. ભિક્ષાવૃત્તિ કેટલી કષ્ટજનક હોય છે તે નીચેના લેકમાં બતાવવામાં આવ્યું છે. “તિરો મુલે સૈન્ય' ઇત્યાદિ– મૃત્યુના સમયે જે ચિહે પ્રગટ થાય છે તે ચિહ્ન યાચકમાં પણ દેખાય છે. તેની ગતિ અટકી જાય છે, મુખ પર દીનતા છવાઈ જાય છે અને ચહેરો તેજહીન થઈ જાય છે.”
જ્યાં સુધી માણસ કેઇની પાસે કઈ વસ્તુની યાચના કરતું નથી, ત્યાં સુધી જ તેનું ગૌરવ ટકે છે. તેથી જ યાચના પરીષહને અત્યંત દુસ્સહ માન. વામાં આવે છે. દૃઢ મનોબળવાળો પુરુષ જ યાચના પરીષહને સહન કરીને જ્ઞાનાદિની વૃદ્ધિ કરવા માટે મહાપુરુષે દ્વારા સેવિત માર્ગે આગળ વધે છે.
ગાથાના ઉત્તરાર્ધમાં આક્રોશ પરીષહને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. સાધુઓને જોઈને સામાન્ય લે કે આ પ્રમાણે કહે છે-“આ સાધુઓનું શરીર ગં છે, તેમણે દેશનું લંચન કરીને માથે મુંડો કર્યો છે અને તેઓ ક્ષુધાની પીડા સહન કરે છે. તે બિચારા તેમના પૂર્વોપાર્જિત કર્મોનું ફળ ભેગવી રહ્યા છે. અથવા તેઓ કમત છે.” આ વાકયને અર્થ આ પ્રમાણે પણ કરી શકાય –તેઓ ખેતી આદિ કર્મ કરવાને અસમર્થ છે, તે કારણે જ તેઓ સાધુ બન્યા છે. તેઓ દુર્ભાગી છે, કારણ કે પુત્ર, પત્ની આદિ સૌએ તેમનો પરિત્યાગ કર્યો છે. કોઈ પણ જગ્યાએ આશ્રય નહી મળવાથી તેઓ દીક્ષા લઈને સાધુ બની ગયા છે.' ગાથા દા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨