________________
જાતિસ્મૃતિ (જાતિસ્મરણજ્ઞાન) થાય છે, પણ બીજા કોઈ જીવને તેની પ્રતીતિ થવા માટે તો નિયમિતપણું નથી. કવચિત અમુક દેશમાં અમુક ગામ અમુક ઘેર પૂર્વે દેહ ધારણ કર્યો હોય, અને તેનાં ચિહ્ન બીજા જીવને જણાવવાથી તે દેશાદિનું અથવા તેના નિશાનાદિનું કંઈ પણ વિદ્યમાનપણું હોય તે બીજા જીવને પણ પ્રતીતિનો હેતુ થવો સંભવે; અથવા જાતિસ્મૃતિજ્ઞાનવાન કરતાં વિશેષ જ્ઞાન છે તે જાણે. તેમજ જેને જાતિસ્મૃતિજ્ઞાન છે, તેની પ્રકૃત્યાદિને જાણતો એવો કઈ વિચારવાન પુરુષ પણ જાણે કે આ પુરુષને તેવાં કંઈ જ્ઞાનને સંભવ છે, અથવા જાતિસ્મૃતિ હેવી સંભવે છે, અથવા જેને જાતિસ્મૃતિ જ્ઞાન છે, તે પુરુષના સંબંધમાં કોઇ જીવ પૂર્વ ભવે આવ્યા છે, વિશેષ કરીને આવ્યો છે, તેને તે સંબંધ જણાવતાં કંઈ પણ સ્મૃતિ થાય તો તેવા જીવને પણ પ્રતીતિ આવે.–શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૨૯.
અને એટલે જ શ્રીમદના ગ્રંથમાં પણ આ બા-ની વિશેષ સ્પષ્ટતા દેખવામાં આવતી નથી. પોતાની લખેલી આત્મકથાના પ્રારંભમાત્રરૂ૫ સમુચ્ચયવયચર્યામાં પણ તેને નિદેશ સુદ્ધાં નથી, એ બા. મૌન છે; છતાં આ આત્મકથાનો ઉપક્રમ કરતા પ્રસ્તાવનારૂપ પારિગ્રાફમાં કરેલ સામાન્ય નિર્દેશ પરથી એટલું સમજાય છે કે આ આત્મકથા જે લંબાવાને અવકાશ કે પ્રસંગ બને તો આ બા. કદાચ વિશેષ લખવાની તેમની ધારણું હેય. ત્યાં તેમણે કરેલું સામાન્ય સૂચન આ પ્રકારે છે–-૪ ૪ યદિ હું એમ સમજી શકું છું કે તે વયચર્યા જનસમૂહને ઉપયોગી, પુનઃ પુનઃ મનન કરવા યોગ્ય અને પરિણામે તેઓ ભણીથી મને શ્રેયની પ્રાપ્તિ થાય તેવી છે. પણ મારી સ્મૃતિએ તે પરિશ્રમ લેવાની મને ચિકખી ના કહી હતી; એટલે નિરુપાયતાથી ક્ષમા ઈચ્છી લઉં છઉં. પરિણામિક વિચારથી તે સ્મૃતિની ઈચ્છાને દબાવી તે જ સ્મૃતિને સમજાવી તે વયચર્યા ધીરે ધીરે બનશે તો અવશ્ય ધવળપત્ર પર મૂકીશ.” ફટિક સમા સ્વચ્છ હૃદયના શ્રીમનો આ ૨૨ વર્ષ પૂર્વેની વયચર્યા આલેખવા સંબંધી આત્મકથા અંગેને સામાન્ય નિર્દેશ છે. તેમજ સામાન્યપણે શ્રીમદન કેટલાક પત્રોમાં કરવામાં આવેલા અનુભવજન્ય ઉદ્દગારોમાં પણ એમનું પૂર્વજન્મનું જ્ઞાન કીઉં કરી જાય છે, અને તે પરથી તેમના તથારૂપ અનુભૂત સુવિનિશ્ચિત જ્ઞાનની ઝાંખી થાય છે, એટલું જ નહિં પણ સુવિચક્ષણ જનને સુવિનિશ્ચિત સુપ્રતીતિ ઉપજે છે. દાખલા તરિકે--“પુનર્જન્મ છે,–જરૂર છે, એ માટે અનુભવથી હા કહેવામાં હું અચળ છું. ૪ પુનર્જન્મ છે,–જરૂર છે, એ માટે હું અનુભવથી હા કહેવામાં અચળ છું,-એ વાક્ય પૂર્વ ભવના કઈ જગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. જેને પુનર્જન્માદિ ભાવ કર્યા છે, તે પદાર્થને કોઈ પ્રકારે જાણીને તે વાક્ય લખાયું છે.” (શ્રીમદ્ રાજચંદ્ર અં. ૪૨૪)
અને જાણે વર્તમાનમાં સાક્ષાત્ કરી રહ્યા હોય એમ પૂર્વ જન્મના અનુભૂત ભાવનું પરમ રોમાંચિત ભક્તિભાવે સ્મરણ કરતા શ્રીમદૃના આ પરમ વિરલ–પરમ ધન્ય અસાધારણ સ્વયંભૂ અનુભવગાર તે શ્રીમદૂની અસાધારણ પૂર્વજન્મસ્મૃતિની
* વ્યાખ્યાનસાર –ર, અં. ૬ પૃ ૦૬૭ માં પણ શ્રીમદ્જીએ જાતિસ્મરણ અંગે વિશેષ મીમાંસા કરી છે. અ-૪