Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
८
પરવશ થવાથી, જે હુઆ - જે થયા, રૌદ્ર ધ્યાન પ્રમત્ત - રૌદ્ર ધ્યાન કરનારા થયા અને તેના કારણે ઘણા પ્રમાદી થયા. નરક અતિથિ નરકના મહેમાન, તે નૃપ હુઆ - તે રાજાઓ થયા. ॥ ૫ ॥
અઢાર પાપસ્થાનક
ગાથાર્થ - હિંસા નામના પાપસ્થાનકને પરવશ થવાથી, જે રાજાઓ રૌદ્રધ્યાનવાળા અને પ્રમાદી થયા તેથી તે રાજાઓ નરકના અતિથિ બન્યા. જેમ કે રાજા સુભૂમ અને બ્રહ્મદત્ત. I॥ ૫ ॥
વિવેચન - ભૂતકાળમાં જે જે રાજાઓ, ચક્રવર્તી હતા અથવા વાસુદેવ હતા, અથવા તેમના જેવા સમર્થ હતા. છતાં હિંસાને પરવશ થયા. ક્રોધને છોડયો નહિં. પરંતુ કષાયોના આવેશને પરવશ થયા છતા હિંસાના પરિણામથી ધમધમેલા રૌદ્રધ્યાનવાળા બન્યા. ભયંકર લડાઈઓ કરી, અનેક જીવોની હત્યા કરી. કષાયોની આધીનતારૂપ તીવ્ર પ્રમાદવાળા બન્યા. તેવા જીવો ભારે કર્મો કરી મરીને નરકના અતિથિ બન્યા. અર્થાત્ નરકમાં જનારા બન્યા. જેમકે સુભૂમ ચક્રવર્તી અને બ્રહ્મદત્ત ચક્રવર્તી. આ બન્નેની કથા સંક્ષેપમાં આ પ્રમાણે છે
અરનાથ પ્રભુના શાસનમાં સુભૂમ નામના આઠમા ચક્રવર્તી થયા. હસ્તિનાપુર નગરમાં અનંતવીર્ય રાજાના પુત્ર કૃતવીર્ય અને તેમનાં પત્ની તારાદેવીની કુક્ષિએ તાપસોના આશ્રમમાં ભોંયરામાં જેનો જન્મ અને ઉછેર થયો તે સૂભુમ ચક્રવર્તી આઠમા જાણવા. પરશુરામના હાથે અનંતવીર્ય મરાયા. ત્યારબાદ પ્રધાન પુરુષોએ બાલ હોવા છતાં તેના પુત્ર કૃતવીર્યને રાજા બનાવ્યો. જ્યારે કૃતવીર્ય મોટા થયા ત્યારે પોતાની માતા પાસેથી જાણ્યું કે પરશુરામે પોતાના પિતા અનંતવીર્યની હત્યા કરી છે ત્યારે ક્રોધાયમાન થયેલા કૃતવીર્ય પરશુરામના પિતા જગદગ્નિની હત્યા કરી તેથી ગુસ્સે ભરાયેલા પરશુરામે હસ્તિનાપુર ઉપર ચઢાઈ કરી કૃતવીર્યને હણ્યો અને રાજ્ય લઈ લીધું. તેનાથી ભયભીત થયેલી કૃતવીર્યની પત્ની તારા જે સગર્ભા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org