Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬
અઢાર પાપસ્થાનક
કર્યા હોય તો ૧૦૦ ગણા 1000 ગણા અને ક્રોડગણાં ફળને આપનારાં પણ તે પાપો બને છે.
યશોધર રાજાએ પોતાની માતાને આવેલા દુઃસ્વપ્નને નિવારવા તેની માતાના સંતોષ ખાતર અનિચ્છાએ લોટના બનાવેલા કુકડાની હત્યા કરીને હોમ(યજ્ઞ) કરેલો. તેના ફળરૂપે ભવોભવમાં કપાવાપણું, અગ્નિમાં રંધાવાપણું, અંગ-ઉપાંગોનું છેદાવાપણું તે જીવ પામ્યો છે આવા તો અનેક ઉદાહરણો શાસ્ત્રોમાં છે. માટે હે જીવ ! હિંસા નામનું આ પાપ સ્થાનક જીવનમાંથી વર્જવા જેવું છે / ૩ / “મર” કહેતાં પણ દુઃખ હુવે રે, મારે કિમ નહિ હોય ! હિંસા ભગિની અતિ બુરી રે, વૈશ્વાનરની જોય રે / ૪ /
પ્રાણી ! જિનવાણી ધરો ચિત્ત. શબ્દાર્થ - મરમરી જા, મારે-મારતાં, ભગિની - બહેનપણી, અતિભુરી - ઘણી ભયંકર, વૈશ્વાનર - અગ્રિની-આગની. II 8 ||
ગાથાર્થ - “તું મરી ” આવો અપશબ્દ બોલવા માત્રથી જો સામેના જીવને દુઃખ થાય છે તો વાસ્તવિકરૂપે માર મારતાં અથવા મારી નાખતાં દુ:ખ કેમ ન થાય ! “હિંસા” એ ખરેખર આગની બહેનપણી છે અને તે અતિશય ભયંકર છે | ૪ |
વિવેચન - કોઈ માણસ કોઈના ઉપર ગુસ્સામાં આવે અને મારપીટ કર્યા વિના, તેના શરીરને સ્પર્યા વિના દૂર રહ્યા છતા વચનમાત્રથી આવા પ્રકારના હલકા શબ્દો બોલે કે (૧) જા, સાલા મર, (૨) તું મારી પાસેથી દૂર ખસ, (૩) તારૂ મોઢું મને ન દેખાડ, (૪) આના કરતાં તું મરી ગયો હોત તો સારું હતું. આવા પ્રકારનાં બિભત્સ શબ્દપ્રયોગવાળાં વાક્યો માત્રનું ઉચ્ચારણ જો કરે, તો તે ઉચ્ચારણ પણ અન્ય જીવને ઘણા જ દુઃખનું કારણ બને છે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org