Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
અઢાર પાપસ્થાનક
જોઈએ. કોઈ પણ ધર્મોમાં હિંસા આચરવાની કહી નથી. પરંતુ તજવાની જ કહી છે.
આવા પ્રકારના ઉત્તમભાવો વાળી જિનેશ્વર પરમાત્માની વાણી હે પ્રાણીઓ ! તમે હૈયામાં ધારણ કરો. // ૧ / માતપિતાને અનંતનાં રે, પામે વિયોગ તે મંદ | દારિદ્રય દોહગ નવિ ટલે રે, મિલે ન વલ્લભવૃંદ રે.
પ્રાણી ! જિનવાણી ધરો ચિત્ત. |ર || શબ્દાર્થ - તે મંદ - પાપના ઉદયવાળો હોવાથી મંદબુદ્ધિવાળો એવો તે, દારિદ્રય - નિર્ધનદશા, દોહગ - દૌર્ભાગ્ય દશા, વલ્લભવૃંદ - વ્હાલા પરિવારાદિનો સમૂહ. I ૨ ||
ગાથાર્થ - હિંસા કરનારો મંદબુદ્ધિવાળો તે જીવ પોતાનાં માતા-પિતાદિ સ્વજનપાત્રોનો અનંતવાર વિયોગ પામે છે. ભવોભવમાં નિર્ધનદશા અને દૌભાંગ્યદશા પામે છે. તથા પોતાનાં હાલાં પની આદિ પાત્રોનો સમૂહ પ્રાપ્ત ન થાય તેવી દશા પામે છે / ૨ /
વિવેચન - હિંસા કેવી બૂરી ચીજ છે તે ઉપર સમજાવે છે કે હિંસામાં લયલીન રહેનારા જીવો એટલે કે તજવાલાયક પાપને જ આદરવા લાયક માનીને અવળી બુદ્ધિવાળા બન્યા છે એટલે જ મંદ છે અર્થાત્ પાપકારિણી મતિવાળા છે. તે જીવો હિંસા કરીને એવાં એવાં પાપકર્મો બાંધે છે કે જ્યારે જ્યારે તે પાપકર્મોનો ઉદય થાય છે ત્યારે ભવોભવમાં બાલ્યવયથી જ માતાનો વિયોગ, પિતાનો વિયોગ વગેરે કુટુંબીઓનો વિયોગ પામે છે. એકવાર નહીં, બે વાર નહીં પણ અનંતીવાર વિયોગ પામે છે. જો આપણે કોઈ જીવની હિંસા કરીને તે જીવને તેના પરિવારથી છુટો પાડીએ તો ભવાન્તરોમાં આપણો આત્મા પણ આપણા પરિવારથી વિયોગ પામે જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org