Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
હિંસા નામના પ્રથમ પાપસ્થાનકની સજ્ઝાય
૭. માન-અહંકાર-મોટાઈ
૮. માયા-છળ-કપટ ૯. લોભ-આસક્તિ
૧૬, પરપરિવાદ-પારકાની નિંદા કરવી ૧૭. માયામૃષાવાદ-કપટપૂર્વક જીઠુંબોલવું ૧૮. મિથ્યાત્વશલ્ય-મિથ્યાબુદ્ધિ રાખવી
આ અઢાર પાપસ્થાનક છે. તેમાં સૌથી પ્રથમ હિંસા નામનું પાપસ્થાનક છે. તેને પ્રાણાતિપાત પણ કહેવાય છે પ્રાણોનો અતિપાતનાશ કરવો તે પ્રાણાતિપાત, હિંસા નામનું આ પાપ સ્થાનક દુરંત છે. ભયંકર છે અર્થાત્ જીવનમાંથી કાઢવું ઘણું દુષ્કર છે. જગતમાં સ્વતંત્રપણે હરતાં-ફરતાં જીવોને જે મારે છે, હણે છે, ઘાત કરે છે. તે જીવો પોતે અનંતવાર મરણ પામે છે જે બીજાને મારે છે તે પોતે અનંતી વાર મરણ (જન્મ-મરણની જંજાળ) પામે છે. અનંત ભવ રખડે છે.
આ સંસારમાં આપણને જેમ આપણો જીવ વહાલો છે. તેમ સૌ કોઈને પોતાનો જીવ વ્હાલો છે તો પરના પ્રાણો કેમ છીનવી લેવાય ? જેમ દરેકને પોતપોતાનું ધન ઘણું વ્હાલું છે. જીવનની જરૂરિયાતરૂપ છે. આજીવિકાના સાધન સ્વરૂપ છે. તેથી કોઈનું પણ ધન છીનવી લઈએ પડાવી લઈએ તો તે જીવને ઘણું-ઘણું દુ:ખ થાય છે તેવી જ રીતે શરીર-ઈન્દ્રિયો શ્વાસોશ્વાસ ઈત્યાદિરૂપ પોતાનું જે જીવન છે તે ધનથી પણ ઘણું વ્હાલું છે તો કોઈનું પણ જીવન કેમ છીનવી લેવાય ?
ધન તો આત્માથી ભિન્ન દ્રવ્ય છે પરિવાર પણ ભિન્ન દ્રવ્ય છે. છતાં જો કોઈ ધન લૂંટી જાય અથવા પરિવારનું અપહરણ કરે તો પારાવાર દુઃખ થાય છે તો આયુષ્ય આદિ પ્રાણો તો આત્માની સાથે ઓતપ્રોત દ્રવ્ય છે. તે કોઈના પણ કેમ છીનવી લેવાય ? પ્રાણોની સાથે તો દરેકનો આત્મા એકમેક થયેલો છે. ભિન્નને લેવામાં જો તે જીવને દુઃખ થાય છે તો અભિન્નને લેવામાં તો જીવને ઘણું જ ઘણું દુ:ખ થાય છે. માટે કોઈ પણ જીવની હિંસા ન કરવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org