Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહામહોપાધ્યાય પરમ પૂજ્ય શ્રી યશોવિજયજી ગણિ વિરચિત
અઢાર પાપસ્થાનકની સઝાય
અનાદિ કાલીન મોહરાજા દ્વારા કરાયેલી મલીનતાના કારણે સંસારી સર્વે જીવો હિંસા-જુઠ-ચોરી વગેરે જુદા જુદા પ્રકારનાં અનેક પાપસ્થાનો સેવે છે. “જેનાથી આત્માને પાપો(પાપકર્મો) લાગે તેવાં સ્થાનો (કાર્યો) તેને પાપસ્થાનક કહેવાય છે.” આવાં પાપ સ્થાનકો અસંખ્ય પ્રકારનાં હોય છે. જ્ઞાની મહર્ષિ પુરુષોએ તે સર્વે પાપસ્થાનકોનો ૧૮માં સમાવેશ કર્યો છે. આ અઢારે પાપસ્થાનકો હેય છે. છોડવા જેવાં છે. વર્તમાન જીવનને બરબાદ કરનારાં છે અને ભાવિમાં પણ નરક-નિગોદની અવસ્થાનાં સર્જક છે. તેથી બરાબર ઓળખીને-જાણીને જીવનમાંથી દૂર કરવા જેવાં છે.
સાપ કરડે તો મરી જઈએ એમ ખબર છે એટલે સાપ પાસે કોઈ જતું નથી. સિંહ હિંસક છે એમ ખબર છે એટલે કોઈ સિંહ પાસે જતું નથી. એમ અઢાર પાપસ્થાનક આત્માના શુદ્ધસ્વરૂપના ઘાતક છે. મારક છે. આમ જો ખબર હોય તો કોઈ આત્માર્થી જીવ તેની પાસે જાય નહીં તે માટે છોડવા લાયક વસ્તુને પણ સર્પાદિની જેમ બરાબર જાણી લેવી જોઈએ.
જેમ સારા સંસ્કારો અને ગુણો લાવવા માટે સારી સોબત કરવા સારૂં સજ્જનને ઓળખીએ, તેમ દુર્ગુણો ન આવી જાય, કોઈની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org