________________
આચારાંગ સૂત્ર પ્રસ્તાવના.
પૂર્વે સાધુને વડી દીક્ષા આપતાં પહેલાં તેને જીવસ્વરૂપ જાણ કરવામાં આવે અને જીવને બચાવવાથી પિતાને ભવિષ્યમાં દુઃખ ન થાય; તેવા હેતુથી આચારાંગ સૂત્રનું પહેલું અધ્યયનશસ્ત્ર પરિજ્ઞા” નામનું શિષ્યને શિખવવામાં આવતું. જો કે, હાલ તેને ભલે દશ વિકાલિક સૂત્રનાં પ્રથમનાં ચાર અધ્યયન શીખવે છે. ત્યારપછી વડીદીક્ષા અપાય છે, પણ આચારાંગ સૂત્રનું આ અધ્યયન ઘણુંજ ઉપચોગી હોવાથી; તથા સાધુને જીનું સ્વરૂપ યોગ્ય રીતે જાણવામાં આવે, અને એવું વર્તન રાખે કે જેથી, બીજા જીવોને કોઈપણ રીતે પીડા ન થાય; તેમજ સાધુને આચાર શું છે, તે જે શ્રાવક જાણતા હોય તે, પ્રમાદી સાધુ આચાર પ્રમાણે પાલન ન કરી હોય તેવાને છત શત્રુ રાજાની માફક શ્રાવક ઠેકાણે પણ લાવે. એ હેતુથી મૂળસૂત્ર, તથા નિયુક્તિ કાયમ રાખી શીલાંકાચાકૃત ટીકાના આધારે આ ભાષાન્તર કરવામાં આવ્યું છે. ગંધસ્તિ આચાર્યકત પૂર્વે હતી; તેવું ટીકાકારે લખ્યું છે, પણ તે સમજવી કઠણ હોવાથી તેમણે સરળ ટીકા કરી; પણ મારા જેવા બુદ્ધિવાળાને એ સરળ ટીકા પણ ઘણું કઠણ લાગે છે. માટે વધારે સરળ થાય; તેવા હેતુથી મેં ભાષાંતર કરવા બનતે પ્રયત્ન કર્યો છે, તે પણ સંસ્કૃત જાણનારે ટીકાને સાથે રાખીને વાંચવું તે વધારે સારું છે-શબ્દના અર્થરૂપ