Book Title: Navpadna Pravachano
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/004565/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો - આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિમહારાજ Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયદેવસૂરિ ગ્રન્થમાળા - ગ્રંથાંક: ૧૮ નવપદનાં પ્રવચનો : પ્રવચનકાર : પૂજયપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પરમપૂજય આચાર્ય મહારાજ શ્રી વિજય હેમચન્દ્રસૂરિજી મહારાજના શિષ્ય આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ ': અવતરણકાર : ગણી શ્રી રાજહંસવિજયજી : પ્રકાશક : શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક જીતુભાઈ કાપડિયા C/o. અજન્તા પ્રિન્ટર્સ લાભ ચેમ્બર્સ, - ૧૨/બી સત્તર તાલુકા સોસાયટી, પોસ્ટ : નવજીવન, અમદાવાદ - ૩૮૦ ૦૧૪. ફોન : ૭૫૪૫૫૫૭ : મુલ્ય: પચીસ રૂપિયા પ્રથમ આવૃત્તિ વિ.સં. ૨૦૪૮ વસંત પંચમી પુનર્મુદ્રણ વિ.સં. ૨૦૫૬ વૈશાખી પૂર્ણિમા 'પ્રાન્સિસ્થાન, દાઠા જૈન મિત્ર મંડળ જીતુભાઈ કાપડિયા C/o. ૪૧, કાપડિઆ ચેમ્બર્સ, C/o. અજન્તા પ્રિન્ટર્સ ચોથે માળે, ૫૧, દેવજી રતનશી માર્ગ, લાભ ચેમ્બર્સ, કોનાર્ક બંદર, ૧૨બ સત્તર તાલુકા સોસાયટી, મુંબઈ -૪00 006 પોસ્ટ : નવજીવન, અમદાવાદ – ૧૪ ફોન : ૫૧૧૩૦૩૭ ફોન : ૭૫૪૫૫૫૭ હસમુખભાઈ ધીરજલાલ મહેતા ) ક, આસોપાલવ, વર્ધમાનનગર રાજકોટ - ૩૬૦ ૦૦૧ શરદભાઈ ઘોઘાવાળા બી-૧, વી.ટી. બિલ્ડીંગ, કાળાનાળા, ભાવનગર - ૩૬૪ ૦૦૧ * ફોન : ૪૨૬૭૯૭ મુદ્રક : લા ક્રિએટા – રાજકોટ - ફોન : ૪૬૫૦૭૮ Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વરપાર્શ્વનાથાય નમઃ પુરો વચનમ્ આ જગતમાં દરેક જીવો શરીર દ્વારા સંયોગ જન્ય સુખ-દુઃખનો અનુભવ કરે છે, તે શરીર જયારે સર્વપ્રકારે છૂટી જાય છે ત્યારે આત્મા સ્વતંત્ર બની પોતાનું સ્વભાવ જન્ય શાશ્વત સુખ પામે છે, અનુભવે છે. એ જ તેની મુકિત-મોક્ષ છે. જેમ તાવ ઊતરી ગયા પછી શરીરમાં શાતા અનુભવે છે, તેમ કર્મ અને તજજન્ય સંયોગો છૂટી જાય છે ત્યારે આત્મા પોતાના સ્વરૂપનું સ્વભાવજન્ય અનંતુ સુખ ભોગવે છે. આ કારણે જ જૈનદર્શનમાં કર્મો અને શરીર - જન્મ મરણ વિગેરેથી મુકત થવા શ્રી નવપદની આરાધના કરવા જણાવ્યું છે. માટે પહેલાં આત્મા અને તેનાં સુખ-દુ:ખ વગેરે શું છે ? તે સમજીએ. સમજયા વિનાની ક્રિયા અલ્પફળવાળી બને છે, શાસ્ત્રોમાં પણ જ્ઞાનપૂર્વકની ક્રિયાથી મોક્ષ મળે એમ કહ્યું છે. લોકવ્યવહારમાં પણ તે જ પ્રમાણે છે. ભીખ માગનારે પણ તે માટે નમ્રતા, પ્રાર્થના વગેરે શીખવું પડે છે. એ માટે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ યોગશાસ્ત્રમાં કહ્યું છે કે, દર્શન-શાન અને ચારિત્ર એ જ આત્મા છે અથવા તે ગુણવાળો સંત-સાધુના શરીરમાં રહેલો જીવ તે જ આત્મા છે. આ જ્ઞાનાદિનું સ્વરૂપ જણાવતાં પણ કહ્યું છે કે અનાદિકાળથી દરેક જીવોની સાથે ખી૨-નીરની જેમ મળેલા મોહનો ત્યાગ કરવાથી આત્મા પોતે પોતાની મેળે પોતાનું દર્શન કરે છે. સ્વસ્વરૂપને જુવે છે, જાણે છે, તે જ તેનાં દર્શન-જ્ઞાન અને ચારિત્ર છે. સંસાર અને મોક્ષનું સ્વરૂપ જણાવતાં પણ કહ્યું છે – કે કષાયો અને વિષયોથી પરવશ બનેલો જીવ, તે જ સંસાર છે અને તેનો વિજય મેળવી શુદ્ધ-સ્વતંત્ર બનેલો આત્મા એ જ મોક્ષ છે. આ રીતે આત્માનું સ્વરૂપ જાણ્યા પછી સમજાશે કે શાસ્ત્રમાં જે દેવ-ગુરુ અને ધર્મની આરાધના કરવા કહ્યું છે, તે તત્ત્વથી આત્માની જ આરાધના છે. એ રીતે કે કર્મમુકત પરમોચ્ચપદને પામેલો આત્મા એ જ તત્ત્વથી દેવ છે, તેને પ્રગટેલું કેવળ જ્ઞાન એ જ ગુરુ છે અને તેનું શુદ્ધ સ્વરૂપ એ જ ધર્મ છે. જ આ રીતે જેમ મુકત આત્મા દેવ-ગુરુ અને ધર્મ રૂપ છે તેમ સંસારવર્તી દરેક જીવો પણ પોતાના મૂળ શુદ્ધસ્વરૂપથી દેવ-ગુરુ અને ધર્મ સ્વરૂપ છે અને તેથી જ તે કર્માદિ બંધનનો નાશ કરીને મુકત બની શકે છે. જો જીવનું સ્વરૂપ આવું શુદ્ધ હોય જ નહિ, તો તે કેવી રીતે પ્રગટી શકે ? આ કર્મોથી અનાદિ કાળથી ઢંકાઇ ગયેલા પોતાના મૂળ (સત્તાગત) સ્વરૂપને પ્રગટાવવા માટે શાસ્ત્રમાં નવપદની આરાધના કરવા કહ્યું Page #5 -------------------------------------------------------------------------- ________________ છે. નવપદોમાં અરિહંત અને સિદ્ધ એ બે દેવ છે, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ ગુરુ છે અને દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચાર ઘર્મરૂપ છે. આ નવપદની બાહ્ય-વ્યવહાર આરાધનાથી અત્યંતર પોતાનાં નવપદો, અથવા પોતાનું દેવ, ગુરુ અને ધર્મ સ્વરૂપ પ્રગટે છે. આ રીતે નવપદની આરાધના-સાધના કરવા માટે શાસ્ત્રોમાં નવપદનું ચક્ર બનાવવા સૂચવ્યું છે. તે જ મહામંત્ર રૂપ શ્રી સિદ્ધચક્ર યંત્ર છે, તેનું વિશદ વર્ણન શ્રી ઋષિમંડળ સ્તોત્રાદિમાં જણાવ્યું છે. આટલું જાણ્યા પછી એ સમજાય કે હું આત્મા સ્વરૂપે નવપદરૂપ – અથવા દેવ-ગુરુ અને ધર્મ સ્વરૂપ છું, શાશ્વત, શુદ્ધ અને અનંત સુખમય છું, એ જ મારું સાચું સુખ છે, માટે મારે નવપદની આરાધના કરીને તે સુખ પ્રગટાવવું જોઈએ. હવે નવપદોનો પરસ્પર સંબંધ અને તેની આરાધના માટેનો વિધિ એક રૂપકથી આ રીતે સમજી શકાય. માનો કે એક વિદ્યાપીઠ, પાઠશાળા (ક કોલેજ છે), તો તેનો સ્થાપક હોય જ. તેમ અહીં મુકિત માટે શાસનરૂપી વિદ્યાપીઠના સ્થાપક પોતપોતાના કાળમાં શ્રી જિનેશ્વરો હોય છે, તે અહીં અરિહંત દેવ પહેલા પદે છે. બીજા પદમાં એ શાસનમાં સાધના કરીને પૂર્ણ બનેલા. ઉત્તીર્ણ (પાસ) થયેલા શુદ્ધ આત્માઓ તે સિદ્ધ ભગવંતો છે, ત્રીજા પદમાં એ સંસ્થા (શાસન)ની સંભાળ, સંચાલન કરનારા તે કાળના આચાર્ય ભગવંતો છે. ચોથા પદમાં તે સંસ્થામાં વિશિષ્ટ જ્ઞાન મેળવીને ભણાવનારા પાઠકો તે પૂ. ઉપાધ્યાય ભગવંતો છે અને પાંચમા પદમાં આ શાસન રૂપી. પાઠશાળામાં દાખલ થઈને ભણનારા તે પૂજય સાધુ ભગવંતો છે. એમ આ પાંચ પદો ગુણી છે, દેવ અને ગુરુ સ્થાને છે. તે પાંચને પરમેષ્ઠિ ભગવંતો કહ્યા છે. તે પછી ત્રીજા ધર્મતત્ત્વમાં સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તારૂપ ગુણો છે. તેમાં છઠ્ઠા પદે – “આ શાસન - પાઠશાળા - વિદ્યાપીઠ એજ મારા હિતસ્વી છે, તેની આરાધના એજ સાચા સુખનો ઉપાય છે અને તેમાં જે જ્ઞાન મળે છે તે જ મારું સાચું ધન છે. આ શાસન સિવાય જગતમાં મારું કોઈ નથી” માટે મારે એનો પક્ષ કરીને તેમાં પ્રવેશ કરવો જ જોઈએ. એવી શ્રદ્ધા તે સમ્યગદર્શન છે, પછી હું સ્વરૂપે શુદ્ધ-સુખમય છું પણ જડ કમદિના બંધનથી હું દુ:ખી છું, એવું આત્મજ્ઞાન, રાગ-દ્વેષ વિષયો-કષાયો એ બધા મારા દોષો-રોગો છે, દુઃખી કરી રહ્યા છે, માટે મારે એ દોષોનો ત્યાગ કરવો જોઇએ, એવી સમજપૂર્વક, સ્વરૂપ પ્રગટાવવાના અને તે દોષોને ટાળવાના ઉપાયોને જાણવા, એ સાતમાં પદે સમ્યગૂ જ્ઞાન છે. તે પછી એ સાધના માટે આ શાસનરૂપી શાળામાં દાખલ થઈ તેના સર્વ નિયમોના પાલનપૂર્વક ભણવું, પ્રાણાંત કષ્ટ પણ, તેનાં નિયમોને પાળવા, ઉપાધ્યાયો, આચાર્ય ભગવંતો Page #6 -------------------------------------------------------------------------- ________________ અને સાથે ભણનારા સાધુઓ વગેરેની સેવા કરવી. તે સમ્યગું ચારિત્રરૂપ સર્વવિરતિ છે. આ ચારિત્ર સ્વીકારીને ત્યાંના નિયમો પાળવા, સુખનો રોગ અને દુઃખનો દ્વેષ છોડી સમતાની સાધના કરવી, તે સમ્યમ્ તપ છે. આ તપ કષ્ટ નથી પણ સ્વભાવરમણતારૂપ આનંદ છે. જેમ પારકાં પોટલાં ઉપાડનાર મજુરને કષ્ટ છતાં દુઃખ નથી પણ ધન મેળવવાનો હર્ષ હોય છે, જેમ રોગીને દર્દથી બચવા ઔષધ ઉપકારી લાગે છે, તેમ તપસ્વીને રાગ-દ્વેષાદિ દોષોને દૂર કરવા કરાતું તપ એક આનંદ રૂપ હોય છે. એ તપરૂપ નવમું પદ છે. ઉપસંહાર - તપ અને ચારિત્રપૂર્વક સમ્યગુજ્ઞાન મેળવવાં શ્રદ્ધાપૂર્વક સાધુ બની વિશિષ્ટ જ્ઞાન ભણી, બીજાને ભણાવવારૂપ ઉપાધ્યાય બની, સર્વજીવોની દયા, કરુણા કરતો, સર્વજીવો સાથે આત્મીયતા પૂર્વક આ શાસનનું સંચાલન કરતા આચાર્ય બની વિશિષ્ટ આરાધના કરતો ઘાતી કર્મોનો ઘાત કરીને અનંત જ્ઞાન-દર્શન અને ચારિત્ર પામી અરિહંત બને, ત્યારે કોઈ તથાભવ્યત્ત્વના બળે તીર્થંકર પણ બને, અને છેલ્લે અઘાતી કર્મોનો ઘાત કરી સિદ્ધ બને છે. એમ નવપદની આરાધનાથી જીવ ક્રમશઃ વિકાસ સાધતો સિદ્ધ બને છે. માટે જૈન શાસનમાં એક વર્ષમાં ચૈત્ર અને આસો માસમાં નવ નવ દિવસો નવપદની આરાધના માટે નિયત છે, આજે પણ ભવ્ય જીવો શકિત પ્રમાણે તે દિવસોમાં નવપદની આરાધના વિશિષ્ટ રીતે કરે છે. આ પુસ્તકનો ઉદ્ભવ પણ એ રીતે થયો છે, વિ.સં. ૨૦૪૫ ના વર્ષે પંન્યાસજી શ્રી પ્રદ્યુમ્નવિજયજીગણીએ દાઠા ગામે ચૈત્રની નવપદજીની સામુદાયિક ઓળીના નવ દિવસમાં નવપદનાં વ્યાખ્યાન આપેલાં એ નવ વ્યાખ્યાનોનો સાર એ જ આ પુસ્તકરૂપે પ્રગટ થાય છે. પંન્યાસજી શ્રી પ્રદ્યુમ્નવિજયજી વિરાગી, જ્ઞાની અને પરોપકારી છે, તેથી તેમની વાણી સુમધુર છે. તેઓએ આ ગ્રન્થમાં નવપદનું તાત્વિકસ્વરૂપ, વિવિધ દૃષ્ટાન્તો, ઐતિહાસિક પ્રસંગો વડે, વૈરાગ્ય પ્રેરક રીતે સુંદર કર્યું છે. ભવ્ય જીવો તેનું પઠન-પાઠન કરી સ્વાર કલ્યાણ સાધે એ જ અભિલાષા. લી. તપાગચ્છીય પૂ. દાદાશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજીના પ્રશિષ્ય પટ્ટધર પૂ. ગુરુજી વિજયમનોહરસૂરિ શિષ્ય ભદ્રકરવિજયજી. વિ.સં. ૨૦૪૮ માગશર સુદિ ૧. અમદાવાદ, Page #7 -------------------------------------------------------------------------- ________________ દીવા દાંડીરૂપ ગ્રંથ - પૂજય આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વર શિષ્ય વિજયહેમચન્દ્રસૂરિ. લીંબડી લોકોત્તર શ્રી જિનશાસનમાં સર્વાતિશાયી પ્રભાવસંપન્ન નવપદમય શ્રી સિધ્ધચક્ર ભગવંત અનેકાનેક ઉપાસ્ય તત્ત્વોમાં સર્વોપરિ પરમવિશુધ્ધ ઉપાસ્ય તત્ત્વ છે. ગમે તે મત-દર્શન કે સંપ્રદાયને માનનાર સાધક આત્મા માટે આત્માનો ક્રમિક વિકાસ સાધતાં સાધતાં છેલ્લે પરમપદપ્રાપ્તિ સ્વરૂપ ચરમ વિકાસ સાધવા માટે સર્વોચ્ચ કોટિનું આ આલંબન આવશ્યક જ નહિ પણ અનિવાર્ય છે. એ નવે પદોના પરિચય માટે જે નવ નામો દર્શાવવામાં આવ્યા છે તેમાં કોઈ ધર્મ કે સંપ્રદાયનો અણસાર નહિ, ગુણનિષ્પન્ન અન્વર્થતા જ જોવા મળે છે. એનો મહિમા જ નહિ પણ એનું સ્વરૂપ પણ અપરંપાર છે. જેનાં ગુણોની ઊંચાઇનો વિચાર કરતાં પેલાં હિમગિરિના ગગનોતુંગ શિખરો કે સુરગિરિ મેરુમહાશૈલની પેલી અતિ ઉન્નત ચૂલાઓ પણ વામણી લાગે. વળી જેનાં વિસ્તાર કે ઊંડાણને અવલોકતાં સૌથી વધુમાં વધુ વિસ્તાર અને ઊંડાણવાળો સ્વયંભૂરમણ સમુદ્ર પણ નાનો દીસે. તેમજ જેની તેજસ્વિતા, * સૌમ્યતા અને નિર્મળતાની સામે નજર કરતાં તેજોરાશિ સૂર્ય, પરમાલાદક, ચન્દ્ર કે પરમ સ્વચ્છ સ્ફટિકની સાથે સરખામણી કરવામાં પણ અન્યાય થઈ જવાનો ડર રહે. એવા આ નવપદોની ઉન્નતતા, ગહનતા, તેજસ્વિતા, સૌમ્યતા અને નિર્મળતાનો જેમ જેમ વિચાર કરીશું તેમ તેમ તેની અલૌકિકતાની ઝાંખી થયા વગર રહેતી નથી. આ નવમાં ગુણી તરીકે ગણાતા આગળના અરિહંતાદિ પાંચ પદો – જેને પંચપરમેષ્ઠી તરીકે કે વિભાગરૂપે વિચારતાં દેવ અને ગુરુ તરીકે દર્શાવવામાં આવે છે. તેઓમાં અનેકાનેક અદ્ભુત ગુણો હોવા છતાં એક એકના ક્રમશઃ માગદશકતા, અવિનાશિતા, આચારનિષ્ઠતા, વિનયનકારિતા તથા સહાયકારિતા આ પ્રમાણે પાંચ એઓની સાચી ઓળખાણ માટેના આગવા ગુણો Page #8 -------------------------------------------------------------------------- ________________ બતાવવામાં આવ્યા છે. આ પાંચને પ્રત્યેક સાધક આત્મા પોતાના વિકાસનો આદર્શ કે નકશો માને તો કાંઈ ખોટું નથી. ઊંડી નદીમાં ડૂબકી મારનારની જેમ આ નવપદની આરાધનામાં એકાગ્ર બનનાર એટલે કે તેમાં ખોવાઈ જનાર સાધક દુનિયાભરની આધિ-વ્યાધિ અને ઉપાધિઓનો ભોગ બનતો બચી જાય છે જ ઉપરાંત અનિર્વચનીય પરમાનન્દ રસાસ્વાદનો અચૂક ભોકતા બને છે. પ્રત્યેક જીજીવિષ પ્રાણીને હવા, પાણી અને ખોરાકની જેમ પ્રત્યેક મુમુક્ષુ આત્માને આ નવપદાન્તર્ગત દેવ, ગુરુ અને ધર્મ આ તત્ત્વત્રયીની આરાધનાની અનિવાર્ય આવશ્યકતા છે. આની ઉપાસના સિવાય આરાધક આત્માના આરાધનારૂપ ભાવપ્રાણ ટકવા મુશ્કેલ છે. ઉપર વર્ણવ્યા પ્રમાણે ગહનાતિગહન એવા આ નવપદનું સ્વરૂપ કે મહિમાનો તો કોઈ પાર આવે એવો નથી. અનેક જ્ઞાની પુરુષોએ આવા મહિમાને અનેક રીતે ગાયો છે છતાં જેટલો ગાયો છે તેના કરતાં અનેકગણો ગાવાનો બાકીને બાકી જ રહ્યો છે. એ નવે પદોનો દયંગમ ચિતાર પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી ગણીએ દાઠામાં ચૈત્રી ઓળીના સામુદાયિક ભવ્ય આરાધના પ્રસંગે રજૂ કર્યો હતો. તે બહુવિધ પ્રયત્ન બાદ આજે ગ્રંથસ્થ બની આત્માર્થી જનોના કરકમલમાં આવી રહ્યો છે તે ઘણા જ આનન્દનો જ નહિ પણ પરમતૃમિનો પણ વિષય છે. આજે જયારે સાચી સાધુતાનાં દર્શન દોહ્યલાં થતાં જતાં હોય અને શાસનહિતૈષી આત્માઓને ઘેરી ચિન્તા ઉપજાવે તેવું આચારશૈથિલ્ય કેટલાક વર્ગમાં પેકેલું જ નહિ પણ વકરતું જતું દેખાયું હોય ત્યારે સાધુતાના આદર્શની અનેક મનનીય વાતોને પ્રાચીન દાખલા-દલિલ અને દૃષ્ટાન્તો દ્વારા સમજાવતું આ પુસ્તક અવશ્ય દીવાદાંડી રૂપ બની રહેશે. એજ. Page #9 -------------------------------------------------------------------------- ________________ ॥ नमो नमः श्री जिनशासनाय॥ ઓળીનો અર્થ થાય છે પંકિત-શ્રેણિ. આપણને આજે આ શબ્દ નવો લાગે છે પણ ગુજરાતમાં ૧૦૦ વર્ષ પહેલા આ પ્રચલિત હતો. આજે પણ અમદાવાદમાં માણેકચોક પાસે કંદોઈની દુકાનોની શ્રેણિ જયાં છે તેને કંદોઈઓળ અને શૃંગારનાશણગારના સાધનોની દુકાનની જયાં હાર છે તેને ચાંલ્લાઓળ કહેવાય છે. આ ઓળ તેજ ઓળી. નવપદની આરાધનાના દિવસોની શ્રેણિ તે નવપદની ઓળી. આરાધકોને મન એ ઓળીના દિવસો એટલે ઉત્સવના દિવસો. શ્રીપાળ અને મયણાં તે એના આદર્શ આરાધકો. એ દિવસોનો પણ એક અનેરો, તપથી શોભતો, ભકિતથી ભીંજાવતો માહોલ હોય છે. એવા માહોલનો અનુભવ વિ.સં. ૨૦૪૫ ના ચૈત્રી ઓળીના દિવસોમાં અનુભવ્યો. કાઠીયાવાડનું દાઠા જેવું ગામડું ગામ, શહેરના ઘોંઘાટ અને ધમાલથી મુકત આ ગામ, શ્રી શાંતિનાથ પરમાત્માની શીતળ સુખદ છાયા, દાઠા જૈન મહાજનનો ઉલ્લાસ, આરાધકોનો તરવરાટ, આ બધાની છાલક અમને પણ લાગી. અને એક સુંદર, સ્મરણીય વાતાવરણ રચાઈ ગયું. દિવસો યાદગાર બની ગયા. વાગોળવા ગમે તેવા વીત્યા, યાદ કરીએ તો સુરખી છવાઈ જાય તેવા માણ્યા. સહજ રીતે જ એ દિવસોમાં આરાધકોને પ્રવચન દ્વારા પ્રેરણા પામવાની ઉત્સુકતા રહે અને એ ૪૦૦-૪૫૦ શ્રોતાની હાજરીમાં જે કહેવાયું તે સ્મૃતિ કોષમાં સાચવવું ગમે તેવું બધાને લાગ્યું. એ શ્રોતાઓમાંથી જ માંગણી થઈ "આ વ્યાખ્યાનોનું પુસ્તક પ્રગટ કરો જ કરો.” દાઠા જૈન મહાજનના વહીવટદારોએ - સામુદાયિક ઓળીના આયોજકોએ આ વાક્ય પકડી લીધું અને પછી તો તેઓ વારંવાર આની પઠાણી ઉઘરાણી કરવા લાગ્યા. મને આમે આળસ ઘણી. હું ટાળતો રહ્યો. તેઓ ઉઘરાણી કરતા રહ્યા અને તેઓએ લીધી વાત મૂકી નહીં. "ઘાણી અને ઉઘરાણી આંટે પતે” એ કહેવત મુજબ તેઓની ધીરજે મારી આળસ ઉડાડી, મુનિશ્રી રાજહંસવિજયજીએ પરિશ્રમથી ઉતારેલા એ વ્યાખ્યાનને છપાવવા યોગ્ય બનાવવા માટે રૂપ, રંગ, ઓપ આપવાનું શરૂ કર્યું. અનેક પ્રક્રિયામાંથી પસાર થયા પછી જે પરિણામ આવ્યું તે તમારા હાથમાં છે. આમાં જે કાંઈ ઉત્તમ છે તે પૂર્વપુરુષોના વચનની નીપજ છે અને જે ઉણપ છે તે મારી પોતાની ઉપજ છે. પૂર્વ પુરુષોના એ વચનો જેઓના ચરણે બેસીને પ્રાપ્ત થયાં તે પૂજયચરણ આચાર્ય મહારાજ શ્રી વિજય ધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજનું પુણ્ય સ્મરણ સતત થતું રહ્યું છે. તેઓને માટે પેલા રાસની પંક્તિ સાર્થક થતી જોઈ છે. જ્ઞાન ધ્યાનમાં મગ્ન રહે જે સમતા રસ ભંડારો, જિણે ગુરુને નયણે નિરખ્યાં, ધન તેહનો અવતારો તેઓની પરિણતિમાં જ્ઞાનનો પરિપાક થતો જોયો છે. મારા જીવનના ઉત્તમ અંશોનું પ્રકટીકરણ તેઓના સાનિધ્યમાં થયું છે. તેઓના સહવાસ દરમિયાન Page #10 -------------------------------------------------------------------------- ________________ અનુભવેલી સચ્ચાઇ અને પવિત્રતા એ મારા જીવનની મૂડી બની છે. પંડિત રૂપવિજયજી મહારાજ કહે છે તે બહુ સાચું છે - ‘જ્ઞાન જ્ઞાનીની સેવા કરતાં ચિરસંચિત અઘ જાય, પુણ્ય મહોદય કમળા વિમળા ઘટમાં પરગટ થાય.’ આવા કાળમાં આવા પુરુષોનું અવલંબન એ કવચ છે. એ જ પ્રમાણે પરોપકારી પૂજય આચાર્ય મહારાજશ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજ તથા પરમોપકારી પૂજય આચાર્ય મહારાજ શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજનો ઉપકાર અને કૃપા મને સતત હૂંફ અને હામ આપતા રહ્યા છે. તેઓનું કૃપાછત્ર તે મારું સૌભાગ્ય છે. આ પુસ્તકમાં તેઓશ્રીના પણ કૃપાપ્રસાદરૂપ બે શબ્દ સાંપડયા છે અને વર્તમાન સંધમાં જે પારમાર્થિક ચિંતકો છે તેમાં જેઓનું સ્થાન આગલી હરોળમાં છે તે વયોવૃધ્ધ, પર્યાયવૃધ્ધ અને જ્ઞાનવૃધ્ધ, આચાર્ય મ. શ્રી વિજયભદ્રંકરસૂરિજી મહારાજના નવપદ વિષયક મૌલિક ચિંતનનો લાભ પણ પુસ્તકને મળ્યો છે તેથી ચોપડી વધુ રળીયાત બની છે. મારા વિચાર જગતમાં કેન્દ્રસ્થાને શાસનની પ્રીતિ રહી છે. લેખન વકતવ્યમાં મારો એક મુદ્રાલેખ રહ્યો છે. બોલીયા બોલ તે હું ગણુ, સફળ, છે જો તુજ સાખ રે. પ્રભુવચનની સાથે અનન્તર કે પરમ્પર પણ જેના મૂળ અડતાં હોય તે જ બોલવું લખવું ગમે છે. તે વિચાર, લેખન કે વકતવ્યનું પ્રેરક પ્રારંભબિન્દુ પૂજયપાદ ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજના પ્રવત્તના સુખોપાય' એ ટંકશાળી વચન છે. પુણ્યશ્લોક શ્રી ઉમાસ્વાતિજી મહારાજના પણ વચન પ્રાણ પૂરક છે ! “सर्वसुख मूलबीजं, सर्वार्थविनिश्चयप्रकाशकरम् । सर्वगुणसिद्धिसाधन - घनमर्हच्छासनं जयति" ।। મારા મુખમાંથી પણ સહજ ઉદ્ગાર સરે છે - ધન ધન શાસન જિન તણું, લળી લળી નમું નિતમેવ જેથી ઇહ ભવ ઊજળો, પરભવ સુખ સ્વયમેવ’ ‘આવું અલૌકિક પ્રભુનું શાસન મને ગમ્યું, તેવું બધાને ગમી જાય, રૂચી જાય, બધા આત્મા શાસન પ્રેમના રંગથી રંગાઇ જાય તો કેવું સારૂં ?' આવા ભાવથી હૈયું નિરંતર રમમાણ રહે છે. અને અંતે રસકવિ શ્રી ઉદયરત્નજી મહારાજની કડી થોડા ફેરફાર સાથે લખી તેની નીચે સહી કરીને વિરમીશ. નવપદ સરસ સબંધ મનોહર, વ્યાખ્યાન અંહિ સુણાયા ચતુરતણે કર ચઢસ્યું એ તવ લહસ્ય મૂલ્ય સવાયા.’ લીંબડી માગસર વિંદ બીજ –સં. ૨૦૪૮ પં. પ્રદ્યુમ્નવિજય ગણી. Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક તરફથી બે શબ્દ શ્રી વિજયદેવસૂરિગ્રન્થમાળાનો આ અઢારમો ગ્રન્થ છે. જોતજોતામાં અમારી પ્રકાશન પ્રવૃત્તિ આગળ ધપતી ગઈ તેના અમને ખૂબ આનંદ છે. .. આ નવપદનાં પ્રવચનોનું પુસ્તક નવી જ ભાતનું છે. અમને ખાત્રી જ નહીં વિશ્વાસ છે કે આ પુસ્તકને શ્રી સંઘ ખૂબજ ઉમળકાથી આવકારશે. `પુણ્યપાપની બારી પુસ્તકની બીજી આવૃત્તિ પ્રકટ કરવી પડી છે. આ પુસ્તક પણ જલ્દી ભવ્ય જીવોના કરકમલને શોભાવી હ્દયકમલને દીપાવી જીવનને જલકમલ બનાવે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ. પૂજયશ્રીના વ્યાખ્યાનનાં સંગ્રહો આજ રીતે પ્રકટ થતા ૨હે તેવી શુભેચ્છા સાથે. પુનર્મુદ્રણ પ્રસંગે આ પુસ્તકની ઘણી માંગને કારણે આનું પુનર્મુદ્રણ કરવામાં આવ્યું છે. તેને પહેલી આવૃત્તિની જેમ આવકાર સાંપડશે તેવી ખાત્રી છે. લિ. પ્રકાશક Page #12 -------------------------------------------------------------------------- ________________ (પહેલી આવૃત્તિમાંથી) અનન્તલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામિને નમઃ નમો નમઃ શ્રી ગુરુનેમિસૂરયે શ્રી શાન્તિનાથાય નમઃ સમરતાં સુખ ઉપજે, આનંદ અંગ ન માય (દાઠા જૈન મહાજનનું નિવેદન) આજે અમારી ત્રણ-ત્રણ વરસની ભાવના ફળીભૂત થઈ છે. તેનો અમને ખૂબ ખૂબ આનંદ છે. પૂજય પંન્યાસજી શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજના પ્રવચનોનું પુસ્તક નવપદનાં પ્રવચનો' પ્રગટ કરતા અમે આનંદ અનુભવીએ છીએ. તેમાં પણ અમારા ખ્યાલ મુજબ પ્રાયઃ પૂજયશ્રીના પ્રવચનોનું આ પ્રથમ જ પુસ્તક છે તેથી અમે વિશેષ ગૌરવ અનુભવીએ છીએ. છેલ્લા ઘણા વર્ષોથી પૂજયશ્રીના ભકતો અને શ્રોતાઓ આ માટે માંગણી અને વિનંતી કરતા રહ્યા હતા પણ એક યા બીજા કારણોસર એ વાત ઠેલાતી રહેતી હતી. તે આટલા વર્ષે પ્રગટ થાય છે અને તેમાં અમે નિમિત્ત બની શકયા તેનો અનેરો આનંદ છે. જે રીતે સામુદાયિક ઓળી અને તેના પ્રવચનો થયા તેથી અમારા ગામના ઘણા ભાવિકોને ભાવના થઈ. તે માટે પોતાને ભાવતી વસ્તુ અરે ! રોજીંદી વપરાશની ભાત કે દાળ જેવી ચીજો તેમણે છોડી દીધી. એના કારણે જ આજે આ શક્ય બન્યું છે. જેના નિમિત્તે આ પુસ્તક તમારા કરકમળોમાં આવી શકયું છે તેની પૂર્વભૂમિકા જણાવવી જોઇએ. અમારા ગામમાં બિરાજમાન, અમારા શિરચ્છત્ર સમાન, વિશ્વશાંતિકારક શ્રી શાંતિનાથ ભગવાનની ૧૪૩ મી સાલગીરી મહા. સુદ- ૧૩ ને દિવસે દર વરસની જેમ ઉજવાઈ. પણ તેમાં વિશેષ પૂજય પંન્યાસજી મહારાજ સાહેબના માર્ગદર્શન અને પ્રેરણા મુજબ વિધિપૂર્વક સર્વ ઔષધિથી ૧૮ અભિષેક કર્યા. એ અભિષેક એવા શાસ્ત્રોકત રીતે થયા કે સંઘના દરેક ભાઈઓને તે વખતે ભાવના થઈ કે આ વખતે શાશ્વતી ઓળી આપણા ગામમાં સામુદાયિક કરાવીએ. તે માટે કોઈક યોગ્ય મહાપુરુષની નિશ્રા હોય તો પ્રસંગ દીપી ઊઠે. એવા વિચારથી શ્રી ચીમનભાઈ, શશિકાન્તભાઇ, શાંતિભાઈ શાહ, ભગતભાઈ વિ. પાલિતાણા કેશરિયાજી નગરમાં બિરાજમાન પૂજય પંન્યાસજી મહારાજને સામાન્ય વાત જણાવવા ગયા. તે પછી મહા વદ-પાંચમે દાઠા મહાજન વિનંતિ કરવા ગયું અને પૂજયશ્રીએ એકદમ સરળતાથી હા પાડી, આ અમારા ભવ્યપ્રસંગની શુભ શરૂઆત થઈ. પૂજયશ્રીએ જેવી સરળતાથી * પધારવાની હા પાડી એવી સરળતાથી જ આખો પ્રસંગ પાર પડયો. Page #13 -------------------------------------------------------------------------- ________________ દાઠા જેવા ગામ માટે આ એક પડકારરૂપ કાર્ય હતું. ટાંચા સાધનો, જોઈતી ચીજ વસ્તુઓ મેળવવાની મુશ્કેલી. નાનું ગામ-આવા કામનો કોઈ ખાસ અનુભવ નહિ, પણ શ્રી શાંતિનાથદાદાની અલૌકિક કૃપા, પૂજયશ્રીનું સચોટ માર્ગદર્શન અને નિશ્રાથી એક-એક કામ પાર પડતા ગયા. સમય ઓછો હતો. એટલે તે પછી રોજ મુંબઈ અને દાઠા ખાતે મિટીંગો ચાલે અને કામ સરાડે ચઢતું જાય. પૂજય આચાર્યશ્રી મેરુપ્રભસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં શ્રી નવપદ ઉપાસક મંડળ જે દરસાલ ઓળી કરાવતા હતા તેમની બધી જ શક્ય સામગ્રીઓ પાલિતાણાથી સદ્દભાવપૂર્વક આપી. ઓળીના આયંબિલના રસોડાની મહત્ત્વની અને ખૂબજ કઠણ જવાબદારીઓ વલસાડવાળા શ્રી કપૂરચંદભાઈ ટાણાવાળા, શ્રી ભદ્રકાન્તભાઈ પરમાણંદદાસ અને શ્રી નગીનભાઈ નરોત્તમદાસે સંભાળવાનું વચન આપ્યું તેથી અમે નિશ્ચિત્ત બન્યા અને એ કાર્ય તેઓએ એવી રીતે જ સંભાળ્યું કે અમારે માથે એ સબંધી કોઈ ચિંતા ન રહે. દિવસો નજીક આવતા ગયા. બધે આમંત્રણ મોકલાઈ ગયા. પૂજય પંન્યાસ શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ તથા પૂજય મુનિશ્રી રાજહંસવિજયજી મહારાજ આદિ તથા પૂજય સાધ્વીજી શ્રી રાજેન્દ્રપ્રભાશ્રીજી, પૂજય સાધ્વીજી શ્રી પદ્મલતાશ્રીજી, પૂજય સાધ્વીજી શ્રી જયપૂર્ણાશ્રીજી આદિઠાણા - ૨૨ નો ચૈત્ર સુદ-૧ ના દિવસે દાઠામાં ભવ્ય નગરપ્રવેશ થયો. તે દિવસે સંઘજમણ કર્યું. તે દિવસથી જ પૂજયશ્રીના પ્રેરણામય પ્રવચનો નિત્ય શરુ થઇ ગયા. ગામના અને સંઘના લોકોના મનમાં “આવી રીતે ઓળી કરીશું અને આવી રીતે કરાવીશું”ના મનોરથો થવા લાગ્યા. ચૈત્ર સુદ-૩ ને રવિવારે મુંબઈવાળા કાર્યકરભાઇઓ આવી ગયા. ચૈત્ર સુદ-૭ ને સવારથી જ ધારણા બહાર આરાધકોનો પ્રવાહ ચાલુ થઈ ગયો. સમ્મતિપત્ર પ્રમાણે અને તે સિવાયના અનેક આરાધકો આવવા લાગ્યા. બપોર સુધીમાં તો બહારગામના લગભગ ૪૫ ગામોના ૩૦૦ આરાધકો આવી ગયા. એ બધાને ઉતારા માટેની મુશ્કેલી છતાં શેઠ શ્રી ત્રિભોવનદાસ ભીમજી ઝવેરીનો બંગલો વિ. ગામના જ ૮૯ મકાનો મળી ગયા તેથી એ પ્રશ્ન ઉકલી ગયો. સાંજે અત્તરવાયણામાં ૩૬૬ આરાધકોએ લાભ લીધો. અત્તરવાયણા સારા થયા. અત્તરવાયણા-પારણા અને નવે આયંબિલના આદેશ મૂળ દાઠાના વતનીઓને જ આપ્યા હતા. આ દિવસે દાઠાના જૈનોએ પોતાની દુકાનો સ્વેચ્છાએ બંધ રાખી. આ સિવાય શ્રી મહાવીર જન્મ કલ્યાણક અને પારણાના દિવસે પણ સંપૂર્ણ બંધ રાખી હતી અને નવે દિવસ બપોર બે વાગ્યા સુધી દુકાનો બંધ રાખી. જે ગામના સ્થાનિક લોકોનો ઉત્સાહ-ઉમંગ સૂચવે છે. બીજે દિવસે સવારે દરેક આરાધકો પ્રતિક્રમણ, પડિલેહણ વિ. નિત્યક્રિયા વહેલાસર કરીને સાડાપાંચ વાગતાં તો દેરાસરની ગલી કે જેને “શાસન સમ્રાટનગર' નામ આપવામાં આવેલ હતું તે ગાજવા લાગે. ૬ વાગે જિનાલયમાં બહેનો મધુર કંઠે પ્રભાતીયા ગાવા લાગે. દરમ્યાનમાં શરણાઈની મધુર સૂરાવલિ શરૂ થઈ જાય. જે અર્ધો-પોણો કલાક સાંભળવા મળે. આરાધકો દર્શન-વંદન કરી ૬-૩૦ વાગે તો નવા ઉપાશ્રયના હોલમાં ભેગા થવા માંડે. ૬-૪૫ તો હોલ આખો ખીચોખીચ ભરાઈ Page #14 -------------------------------------------------------------------------- ________________ જાય. પૂજય મહારાજ સાહેબ અને સાધ્વીજી મહારાજ પધારે અને સામુદાયિક આરાધનાનો પ્રારંભ થાય. સુગંધી ધૂપથી મઘમઘતાં દિવ્ય વાતાવરણમાં સામુદાયિક ચૈત્યવંદન થાય. ગવૈયા વાસુદેવભાઇ સ્તવન વિ. માં સાથ પૂરાવે. તે પછી ભકતામ૨ રાગ-રાગિણી સાથે બોલવામાં આવે. એ પૂર્ણ થતાં ભાવિક ભકત શ્રી શાંતિનાથ દાદાની છડી પોકારે. પછી ક્રિયાના ખમાસમણા કાઉસ્સગ્ગ અને તે પછી સામૂહિક ગુરુવંદન અને પચ્ચક્ખાણ. બધી ક્રિયા દરેક જણા સામુદાયિક જ કરે. ત્યાંથી સીધા જ બધા ઉપર વ્યાખ્યાન હોલમાં આગળ જગ્યા મેળવવા માટે ઉતાવળા થાય. બરાબર નવ વાગે વ્યાખ્યાનનું મંગલાચરણ થાય. ટાંકણી પડે તો ય અવાજ આવે એવી નિરવ શાંતિ. સાહેબજીનો સચોટ, અસ્ખલિત વાણીપ્રવાહ ધોધની જેમ વહેવા લાગે. વીતરાગ પરમાત્માની વાણી આવા સંતપુરુષના મુખે વ્યવહારિક રીતે ગોઠવીને કરે ત્યારે આપણને એમજ લાગે કે આપણા રોજીંદા જીવનમાં જાણે આ બધું બનતું જ હોય, આપણે ચૂકી જતા હોઇએ, ગેરસમજ કરતા હોઇએ, જરા માટે વિધિપૂર્વક ન કરતા હોઇએ, આશાતના-અવિધિ કરતા હોઇએ, દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે અવિનયથી વર્તતા હોઇએ, આવી કેટલીય નાની-મોટી વાતો જેની વર્ષોથી આપણે સમજણ મેળવવાની ઝંખના કરતા હોઇએ તે જાણવા-સમજવા મળે. સાડાદસે વ્યાખ્યાન પૂર્ણ થાય. પાંચ જય બોલાવીને આવતીકાલના કાર્યક્રમની જાહેરાત થાય. સર્વમંગલ પછી સેવાપૂજા, સાથીયા, સ્નાત્ર, નવપદજીની પૂજા વિ. વિધિ. પૂજા માટે પણ બહુ સારી વ્યવસ્થા કરી હતી. વિધિ-ચૈત્યવંદન વિ. માટે અલગ વ્યવસ્થા હતી એટલે પૂજા શાંતિથી થઇ શકે. ૧૨-૩૦ થી ૩-૦૦ વાગ્યા સુધી મહાજનવાડી શાંતિનાથનગરના વિશાળ-સુશોભિત મંડપમાં આયંબિલ કરવા માટેની વ્યવસ્થા હતી. ઓળી માટે મહાજનવાડી આખી સુધારો-વધારો કરી વ્યવસ્થિત કરવામાં આવી હતી. રસોડાની વ્યવસ્થા તો વલસાડવાળા ભાઇઓએ સંભાળેલી હતી અને બીજી મહત્ત્વની કામગીરી પીરસવાની હતી. એમાં ગામના લોકો તો હાજર હતા જ પણ ભાવનગરથી શ્રીમતિ સવિતાબહેનની આગેવાની નીચે શ્રી શાન્તિજીન ભકિત મંડળની ૨૪ બહેનો ભકિત કરવા આવેલ. શાંતિનાથનગરમાં બપોરે ૧૨-૦૦ થી ૩-૦૦ એમનું જ સામ્રાજય રહેતું. એકધાન, અલૂણું, એકદ્રવ્ય વિ. ની ઓળી કરનારની ખાસ જુદી વ્યવસ્થા કરી હતી. બધી બહેનો ત્રણ કલાક ખડેપગે ઊભી રહેતી. કોઇ આરાધકને તકલીફ ન પડે. ઘર કરતાં પણ વિશેષ પ્રેમથી આગ્રહપૂર્વક પીરસતાં. ઓળીના આરાધકોમાં પણ એકધાન, એક દ્રવ્ય, અલુણી, દત્તી વિ. કરનાર વિશિષ્ટ આરાધકો હતા. આઠ અજૈનોએ ઓળી કરી હતી તો જીવનમાં પહેલીવાર જ ઓળી કરનારની સંખ્યા ૯૧ ની હતી. શ્રી બહાદુરભાઇએ દિવસ ને રાત ટેંકરની વ્યવસ્થા કરીને પાણીની તકલીફનો ઉકેલ લાવી દીધો હતો. સરપંચ શ્રી જામભાઇ અને ગ્રામપંચાયતે પણ ખૂબ સારો સહકાર આપ્યો. Page #15 -------------------------------------------------------------------------- ________________ તે પછી બપોરે ૩-૦૦ થી ૪-૩૦ પૂજય સાધ્વીજી મહારાજ શ્રીપાળ રાજાનો રાસ વાંચતા. ત્યાંથી સહુ પોત-પોતાને સ્થાને જઇ 5-00 વાગે તો પાછા દેરાસરે આવી જતાં. સાંજના સમયે જિનાલયનું વાતાવરણ તો કંઇક અનેરું દેવવિમાન જેવું જ લાગતું હતું. દેરાસર-આરાધના ભવન અને ભોજનશાળાના બહારના ભાગોને લાઇટથી સુશોભિત રીતે શણગાર્યા હતા. શરણાઇના મધુર સ્વર વાતાવરણમાં ગૂંજતા હોય. સાંજનું શાંત વાતાવરણ. પ્રભુજીના મંદિરમાં માત્ર ઘીના દીવાનો જ મંદ-મંદ પ્રકાશ પવિત્રતા રેલાવતો હોય. દશાંગ ધૂપ અને અગરબત્તીથી વાતાવરણ મઘમઘાયમાન હોય અને અમદાવાદથી આવેલ ભાઇ રોજ નવ-નવી અંગરચના પ્રભુજીની કરતા જે જોતા જ આંખો પ્રસન્ન થઇ જાય. એવા વખતે દેરાસરમાં જે કોઇ પ્રવેશે એ ત્યાં સ્થિર જ થઇ જાય. ત્યાંથી બહાર નીકળવાનું મન ન થાય. બધુંજ ભૂલી જાય. આરાધકો મધુર-મંદસ્વરે સ્તુતિ-સ્તવન ગાતા હોય તે બસ સાંભળ્યા જ કરીએ. પછી સાતથી આઠ પ્રતિક્રમણ. પ્રભાતીયા, ભકતામર, વ્યાખ્યાન, રાસ અને પ્રતિક્રમણ દરેકમાં રોજ પ્રભાવના થાય. પ્રતિક્રમણ પછી બધા જ સામુદાયિક આરતીમાં હાજર હોય. ત્યાંથી સીધા ભાવનામાં અને ત્યાંથી સીધા જ નિદ્રાદેવીના ખોળે, દરેક ક્રિયા અને કાર્યક્રમમાં સંપૂર્ણ હાજરી હોય. બીજે દિવસ સવારે ૪-૦૦ વાગે જાગીને પાછો એ જ કાર્યક્રમ ચાલુ થઇ જાય. આરાધકોનો સમય બીજા કામમાં ન વેડફાય અને આખો દિવસ આરાધનામય પસાર થાય એટલે કપડા ધોવા માટે ધોબીની વ્યવસ્થા રાખી હતી. આજે કપડા આપે તે બીજે દિવસે સવારે ધોઇ-ઇસ્ત્રી થઇને તેના સ્થાને પહોંચી જાય. હોમગાર્ડસની વ્યવસ્થાથી બધાં નિર્ભયપણે હરી-ફરી શકતા. ગામના ડોકટરો ખડે-પગે સેવા આપતા હતા. ૧૧૨ માણસોનો સ્ટાફ અને સરેરાશ ૩૦ મહેમાનોનું મીઠું રસોડું અને ઉતારો ભોજનશાળામાં રાખેલ. નવે દિવસ મીઠા રસોડામાં લીલોતરી અને બરફનો સંપૂર્ણ ત્યાગહતો. નવ દિવસમાં ત્રણ સાંકળી અઠ્ઠમ થયા. છેલ્લા અઠ્ઠમમાં કુલ ૪ થયા. આમ ને આમ દિવસો ઝડપથી પસાર થવા લાગ્યા. ચૈત્ર સુદ-૧૧ ના શ્રી સિદ્ધચક્ર મહાપૂજન ભણાવાયું. સ્વામીવાત્સલ્ય થયું. ચૈત્ર સુદ-૧૩ ના શ્રી મહાવીર સ્વામિ જન્મકલ્યાણકનો ભવ્ય વરઘોડો નીકળ્યો. સ્વામિવાત્સલ્ય થયું. બહારગામથી ઘણા ભાવિકો પધાર્યા. ચૈત્ર સુદ-૧૫ ના દિવસે સવારે વહેલા શ્રી ગિરિરાજ જુહારવા બગડ નદીના સામે કાંઠે જયાંથી શ્રી શત્રુંજય ગિરિરાજના દર્શન થાય છે ત્યાં ગયા. શ્રી ગિરિરાજની આછેરી ઝલકના દર્શન થતાંવેંત સહુને આહ્લાદ થયો. ત્યારપછી ત્યાંજ ગિરિરાજની સન્મુખ પટ્ટ સામે ગિરિરાજની ભકિતભાવથી વંદના-સ્તુતિ કરી. ત્યાંથી આવીને નવ દિવસ રસના ઇન્દ્રિય ઉપર જેવો સંયમ રાખ્યો તેવો સંયમ પારણા વખતે અને તે પછી પણ રહે, રસલોલુપતા ઘટે તે માટેની પ્રભુજીને પ્રાર્થના કરવા Page #16 -------------------------------------------------------------------------- ________________ વાજતે-ગાજતે નૈવેદ્યના થાળ ભરીને પરમાત્માની નૈવેદ્યપૂજા કરી. બપોરે તપસ્વીઓ આયંબિલ કરવા પધાર્યા ત્યારે દરેક તપસ્વીના દૂધ-પાણીથી પગ ધોઈ, કેસર-બાદલાનું તિલક કરી, તપસ્વીપૂજનનું કવર અને પ્રભાવનાની થેલી અર્પણ કરી. અલગ-અલગ સંઘપૂજનને બદલે ૧૨૫ રૂ. નું સામુદાયિક તપસ્વી પૂજન કર્યું અને શ્રી વિશા શ્રીમાળી જૈન મહાજન-દાઠા તરફથી પ્રભાવનામાં પ્લાસ્ટિકની સુંદર થેલી, કટાસણું, ચરવળો, મુહપત્તિ, સ્થાપનાચાર્ય, નવકારવાળી, પુંજણી, બે ગરણા અને ગિરિવંદના પુસ્તક આપ્યા. આમ નવમો દિવસ પણ આઠે દિવસની જેમ જ કયાં વીતી ગયો ખબર ન પડી. ચૈત્ર સુદ-૧૩ ને દિવસે રાત્રે ભાવના સમયે, ઓળીમાં લાભ લેનાર મહાનુભાવો અને વિશિષ્ટ આરાધકોનો સાદો છતાં ભવ્ય અને સુંદર અનૌપચારિક બહુમાન સમારંભ યોજાયો. માઈકના રાજા શ્રી મનુભાઈ શેઠે સંચાલનની જવાબદારી ખૂબ સારી રીતે બજાવી. પ્રમુખ સ્થાને શ્રેષ્ઠીવર્ય શ્રી બાબુભાઈ પરમાણંદાસ તળાજાવાળાએ શોભાવ્યું. સમારંભમાં ખાસ અનુકરણીય બાબત એ હતી કે દાઠાના કે દાઠાનિવાસી બહારગામના કોઈપણ કાર્યકરનું બહુમાન સમજણપૂર્વક કરવામાં આવ્યું નહોતું. - પારણાનો દિવસ પણ આવી ગયો. સવારે ૬-૦૦ વાગે સામુદાયિક વિધિ રોજની જેમ જ થઈ. તે પછી પ્રભુજીનું સામૂહિક સ્નાત્ર, અને આરાધના નિર્વિઘ્ન પૂર્ણ થઈ તેના આનંદમાં અને અજાણતાં થઈ ગયેલી અવિધિ-અશાતનાના નિવારણ માટે ઠાઠમાઠથી પ્રભુજીની સત્તરભેદી પૂજા ભણાવાઈ. ત્યારપછી ગુરુમહારાજે હિતશિક્ષા આપી અને દરેક આરાધકોએ પોતાની અનુકૂળતા મુજબ એક સુકૃતમાંથી બીજું સુકૃત નીપજવું જોઇએ એ માટે વ્રત-નિયમની ગુરુદક્ષિણા આપી. ત્યાંથી સહુ સેવા-પૂજા કરવા ગયા. ૧૦-૦૦ વાગે વાજતે-ગાજતે ચતુર્વિધ સંઘ સાથે મહાજનવાડીએ ગયા. પૂજય ગુરુમહારાજે માંગલિક સંભળાવ્યું અને તપસ્વીઓએ પચ્ચક્ખાણ પારીને પારણા કર્યા. પૂજય ગુરુમહારાજની અને અમારી એવી ભાવના કે તપસ્વીએ પોરસી પચ્ચક્ખાણે પારણા કરે તો સારું. તપસ્વિનાં પાન જે પરીક્ષા તે મુજબ લોકો એટલી ધીરજ રાખશે કે નહિ એવી આશંકા હતી પણ અમારા સહુના આનંદ અને આશ્ચર્ય વચ્ચે તપસ્વીઓની સમતા અને ધીરજ જોઇને સંતોષ થયો. સૂરતના રસોઇયા સરદારે આયંબિલની જેમજ પારણાની વાનગીઓ પણ એવી સુંદર બનાવી હતી કે સહુએ સંતોષ વ્યકત કર્યો. પારણા સમયે આરાધકોને કંકુનું તિલક કરીને સોનાના ઢોળવાળો ૧ રૂપિયો, રક્ષાપોટલી અને અભિમંત્રિત વાસક્ષેપની પ્રભાવના કરવામાં આવી. વ્યવસ્થાપકોએ હાથ જોડી આરાધકોની ક્ષમા માંગી, તે સમયે વ્યવસ્થાપકો અને આરાધકો બન્નેની આંખોમાંથી આંસુ ટપકતા હતા. એવી આત્મીયતા, મમત્ત્વ અનુભવ્યું કે આજે પણ એનું સ્મરણ થતાં રોમાંચ થાય છે. બપોરે ૧૨-૦૦ થી ૧-૦૦ ના ગાળામાં સહુ આરાધકો પૂજય ગુરુમહારાજની આજ્ઞા લઈને જવા તૈયાર Page #17 -------------------------------------------------------------------------- ________________ થયા. સંઘે તળાજા, મહુવા અને ભાવનગરની બસ અને ટેમ્પાની વ્યવસ્થા કરી હતી તેમાં સહુ પોતપોતાને સ્થાને ગયા. આરાધકોને અને આખા ગામને કાયમ માટે યાદ રહી જાય તેવા પ્રસંગો થયા. પૂજય સાધુમહારાજ અને સાધ્વીજી મહારાજે નવપદ, વ્યાખ્યાન અને દેરાસર સંબંધી લેખિત પરીક્ષા લીધી હતી. તેમાં ઉત્તીર્ણ થયેલાને ઈનામો આપ્યા. એક અગત્યની વાત-ઓળીના નવ દિવસ દાઠા ગામના દરેક જીવોને અભયદાન આપ્યું. નવ દિવસ દરમ્યાન ખાટકીવાડમાં કોઈપણ જીવની હિંસા ન થઈ. રોજ કબૂતરને ચણ, કૂતરાને રોટલા અને ગોંદરે ઘાસ નંખાતું હતું. ગામના અજૈનોને અનાજ, દિવા, પડા, વાસણ વિ.નું અનુકંપાદાન થતું હતું. દાઠા જેવા નાના ગામમાં આવું મહાકાર્ય નિર્વિઘ્ન પાર પાડવું અતિ વિકટ હતું. આવું મુશ્કેલ કાર્ય પણ પરમકૃપાળુ પરમાત્મા શ્રી શાંતિનાથદાદાની સતત વરસતી કરુણા, પૂજય ગુરુવર્યોનો પ્રભાવ અને કૃપા અને આખા ગામનો જે ઉલ્લાસ ભર્યો ઉત્કટ ભાવ તેથી જ અતિ સરળ, અને સહજ બની શકયું. સાહેબજીના શબ્દોમાં કહીએ તો મેઘધનુષ્ય રચાઈ ગયું. તા. ૩૦-૪-૮૯ આસપાસ દરેક આરાધકોની ક્ષમા માંગતો અને તેઓએ અહીં પધારી જે લાભ આપ્યો તે માટે આભાર માનતો “ઋણસ્વીકાર' પત્ર લખ્યો ત્યારે અમારું કાર્ય પૂર્ણ થયું. આવું ભગીરથ કાર્યના આયોજનની સંપૂર્ણ જવાબદારી ગામના સ્થાનિકભાઈઓ તથા મુંબઈના ભાઇઓએ સંભાળીને કાર્યને સાંગોપાંગ પાર પાડ્યું તે માટે તેઓની ભારપૂર્વકની ના છતાં તેઓનો આભાર માનવો યોગ્ય લેખાશે. આ કાર્યના બીજ એવા રોપાયા અને તેને અનુમોદનાના જળથી સીંચન થયું કે એમાંથી જ બીજું વૃક્ષ ઊગ્યું. જેથી પૂજયશ્રીની નિશ્રામાં જ દાઠાથી અજારાતીર્થનો “દરી. પાલિત પદયાત્રા સંઘ નીકળી શક્યો. પરમાત્માને પ્રાર્થના કરીએ કે આવા ને આવા જ બીજા શાસન પ્રભાવનાના કાર્યો અમારા સંઘમાં થયા કરે. આ પુસ્તકના પ્રકાશન માટે પૂજય પંન્યાસજી મહારાજ તથા તેઓના શિષ્ય મુનિશ્રી રાજહંસવિજયજીએ પોતાના અધ્યયન અધ્યાપનાદિ કાર્યોમાં વ્યસ્ત રહેવા. છતાં સમય કાઢીને જે શ્રમ લીધો છે તે બદલ તેઓનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. આ પુસ્તકના પ્રકાશનમાં જે ભાગ્યશાળીઓએ લાભ લીધો છે તેઓનો આભાર માનીએ છીએ. વિ. સં. ૨૦૪૮ માગ. વદિ દશમ. એજ. શ્રી વિશા શ્રીમાળી જૈન મહાજન દાઠા Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર વન્દના भत्तिजुत्ताण सत्ताण - मण कामणं, पूरणे कप्पतरू कामधेणूवमं । दुक्ख दोहग्ग दारिद्दनिन्नासणं सिद्धचक्नं सया संथुणे सासयं ॥ ભકિતભર હૃદયના ઈચ્છિતો પૂરવો કલ્પતરુ કામધેનુ સમું છે જગે દુઃખ દૌર્ભાગ્ય દારિદ્રયને ચૂરતું સિદ્ધચક્ર સદા વંદુ તે શાશ્વતું નવપદ વિપદ હરે. સંપદ સકલ કરે પદપદ જે સમરે શિવપદ તેને વરે નવપદ વિપદ હરે Page #19 -------------------------------------------------------------------------- ________________ 4057 ईबर श्री सिद्ध चक्र यंत्रापनम केन्या केस किया। बसणे नमः नमः निवासी जी मानजी હીરાલાલ ડાઈએ 5 કાવ્યો વર૦રના ગળદો हा શ્રી સિધ્ધચક્ર યંત્ર विका मयणा देश Page #20 -------------------------------------------------------------------------- ________________ |||||| શ્રી સરસ્વતી દેવી કનોડા (જી. મહેસાણા) Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી સરસ્વતી વન્દના (ઝૂલણા છંદ : રાત રહે જાહરે પાછલી ખટઘડી...) માત હે ભગવતિ ! આવ મુજ મન મહિ, | જયોતિ જિમ જગમગે તમસ જાયે ટાળી; કુમંતિમતિ વારિણી કવિમનોહારિણી, જય સદા શારદા સારમતિદાયિની શ્વેતપદ્માસના શ્વેતવસ્ત્રાવૃતા, કુન્દ-શશિ-હિમ સમા ગૌર દેહા સ્ટફિક માળા, વીણા કર વિષે સોહતા, | કમળ પુસ્તકધરા સર્વ જન મોહતા અબુધ પણ કૈક તુજ મહેરને પામીને, ન પામતાં પાર શ્રુતસિધુનો તે; અમ પર આજ તિમ દેવિ ! કરુણા કરો, જેમ લહીએ મતિવિભવ સારો હંસ તુજ સંગના રંગથી ભારતિ ! જિમ થયો ક્ષીરનીરનો વિવેકી; તિમ લહી સાર-નિઃસારના ભેદને, | આત્મહિત સાધું કર મુજ પર મહેરને દેવિ ! તુજ ચરણમાં શિર નમાવી કરી એટલું યાચીએ વિનય ભાવે કરી; યાદ કરીએ તને ભકિતથી જે સમે, જીભ પર વાસ કરજે સદા તે સમે -રચયિતા-પૂજય આચાર્યશ્રી વિજયદેવસૂરીશ્વર શિષ્ય વિજય હેમચન્દ્રસૂરિ. Page #22 -------------------------------------------------------------------------- ________________ Page #23 -------------------------------------------------------------------------- ________________ श्री अर्हत् पद वन्दना ॥१॥ आजम्मंपि हु जेसिं देहे चत्तारि अइसया हुँति । लोगच्छेरयभूया पणिवयामि ॥१॥ जे तिहुनाणसमग्गा खीणं नाऊण भोगफल कम्मं । पडिवज्जति चरित्तं ते अरिहंते पणिवयामि ॥२॥ उवउत्ता अपमत्ता सिअझाणा खवगसेणिहयमोहा । पावंति केवलं जे ते अरिहंते पणिवयामि ॥३॥ - सिरिसिरिवालकहा । Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-૧ ધન ધન શ્રી અરિહંતને.......... ધન ધન શ્રી અરિહંતને રે જેણે ઓળખાવ્યો લોક સલૂણા તે પ્રભુની પૂજા વિના રે જનમ ગમાવ્યો ફોક સલૂણા આપણા અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્મા અને તેઓએ સ્થાપેલ એકાંત હિતકર આ લોકોત્તર જિનશાસનને પ્રાપ્ત કરેલા જીવો અરિહંતનું સ્વરૂપ ઓળખે તો એના પ્રત્યે રાગ પ્રગટયા વિના રહે નહિ અને તેના ફળસ્વરૂપે સંસારપ્રત્યે વૈરાગ્ય પ્રગટ્યા વિના રહે નહિ. જગતમાં તમામે તમામ માણસોને ગુણ પ્રત્યે પક્ષપાત હોય છે. કોઈપણ માણસ ગુણની નિંદા નહિ કરે. તમે કોઈને પણ કહો કે એક માણસે ગરીબને પોતાના વસ્ત્ર અને ભોજન વગેરે આપ્યું. આવો કિસ્સો સાંભળ્યા પછી તેણે કેવું કાર્ય કર્યું? એમ પૂછે તો સારું કર્યું એવો જવાબ મળે છે. "ખરેખર ગુણને સર્વત્ર આવકાર મળે છે. ભલે વ્યક્તિ કોઈપણ હોય, પરંતુ સરળતા - સંતોષ - નિરભિમાનવૃત્તિ અને ઈન્દ્રિયવિજય આ ગુણો જરૂર આવકાર્ય બને છે. આવા બધા સર્વ ગુણો કોઈ એક જ વ્યકિતમાં જોવા હોય તો તે અરિહંત પરમાત્મામાં જ જોવા મળે છે. સકલ ગુણોથી યુકત અને સકલ દોષોથી મુક્ત જો કોઈ હોય તો તે અરિહંત પરમાત્મા છે. એક એક ગુણવાળા જુદા જુદા માણસો મળે છે. પણ સકલ ગુણો એક જ વ્યક્તિમાં સ્થિર થયા હોય તો તે અરિહંત પરમાત્મા છે. તેમના ગુણો ગાતાં ગાતાં જીવન પૂર્ણ થઈ જાય પણ ગુણો પૂર્ણ ન થાય. જિનગુણ અનંત અનંત છે, વાચક્રમ મિત દિહ" વાણી ક્રમવર્તિની છે. કે પછી જ ખ બોલાય છે અને આયુષ્ય પરિમિત છે. વીવઃ મવર્તિત્વાન્ આયુષણાત્વત્ /આવા ગુણની પરાકાષ્ઠાથી જ શકિત પ્રગટે છે અને શકિતનો સ્રોત ગુણ દ્વારા જ મળે છે. ગુણના પ્રભાવે પુણ્ય પણ પરાકાષ્ઠાનું બને છે. બધું જ કરવાનું સામર્થ્ય તે શકિત, અને બધું જ અનુકૂળ બની જાય તે પુણ્ય. આપણને આ શક્તિ અને પુણ્યનું આકર્ષણ છે. પણ તેનું મૂળ કારણ ગુણનું આકર્ષણ નથી. એ શક્તિ અને એ પુણ્યનો મૂળસ્રોત ગુણ છે. અરિહંતોનું લોકોત્તર પુણ્ય છે. એના જેવું પુણ્ય કોઇનું નથી. "જન્મથી વર ચાર, કર્મનાશે અગીયાર. ઓગણીશ નિરધાર, દેવે કીધા ઉદાર. સવિ ચોત્રીસ ધાર, પુણ્યના એ પ્રકાર”. કેવા દિવ્ય અતિશયો, પવન મંદ, શીતળ અને સુગંધી હોય, પગ મૂકે For Prii Page #25 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો ત્યાં સુવર્ણ કમળ હોય, આવું પરમ ઐશ્વર્ય ગુણમાંથી આવે છે. એ ક્યો ગુણ છે? એ ગુણનું નામ પરોપકાર છે. આવો એક ગુણ ઉત્કૃષ્ટ કક્ષાએ કેળવાય તો તેની પાછળ બીજા ઘણાં ગુણો આવી જાય છે. 5 સાય સર્વ સાધ હૈ આ પરોપકાર ગુણ પરમાત્મા તીર્થંકર દેવનો એવો વિકસ્યો હતો કે તેઓના જન્મ-દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણક વખતે "સાતે નરક થયા અજવાળા થાવરને પણ સુખકારી” સાતે નરકમાં ક્રમવાર અજવાળાં પથરાય છે. પહેલી નરકમાં સૂર્ય જેવું અજવાળું, બીજી નરકમાં વાદળ ઢાંકયા સૂર્ય જેવો પ્રકાશ, ત્રીજી નરકમાં શરદ પૂનમના ચંદ્ર જેવું અજવાળું, ચોથી નરકમાં વાદળ ઢાંકયા ચંદ્ર જેવો પ્રકાશ, પાંચમી નરકમાં ગ્રહ જેવું, છઠ્ઠી નરકે નક્ષત્ર જેવું અજવાળું અને સાતમી નરકે તારા જેવું અજવાળું હોય. જયારે અજવાળું થાય ત્યારે નરકનાં જીવો હર્ષ પામે છે. એ બે ઘડી સુધી ક્ષેત્ર વેદના ઉપશમે છે. પરમાધામીની વેદના પણ તેટલો સમય શમી જાય છે. એટલું જ નહિ એ બે ઘડી સુધીના સમયમાં પ્રભુનાં પ્રભાવે કોઈ નારકનો જીવ આયુષ્યનો બંધ પાડે તો તે તિર્યંચ ગતિનું ન પાડે. 'પણ મનુષ્યભવનું આયુ બાંધે. તે જ રીતે તિર્યંચગતિના જીવ આયુ બાંધે તો મનુષ્યનું આયુ બાંધે તેમજ દેવનું આયુષ્ય બાંધે નરક અથવા તિર્યંચનું ન બાંધે. મનુષ્ય જો આયુષ્ય બાંધે તો દેવલોકનું અથવા મનુષ્ય ગતિનું આયુ બાંધે. ટૂંકમાં તમામ જીવો સદ્ગતિનું આયુષ્ય બાંધે દુર્ગતિનું ન બાંધે આવો અરિહંત પરમાત્માનો પ્રભાવ હોય છે. મૂળ તો તેમનો આ પરોપકાર ગુણનો પ્રભાવ છે. પરોપકારથી એવું તો ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે કે જે આત્માને તેઓના જન્મ-કલ્યાણક ઉજવવાનો લાભ મળે તે પોતાની જાતને ધન્ય માને, કૃતકૃત્ય માને. આ અવસર્પિણીના ચોવીસ તીર્થંકર પરમાત્માના જન્મકલ્યાણક મેરુ પર્વત ઉપર ઉજવાયા પણ તેમાં એક ભગવાનનાં જન્મ કલ્યાણક વખતે ઇન્દ્ર મહારાજા અતિ હર્ષવિભોર બન્યા હતા. બોલો તે કયા ભગવાન? સભા : મહાવીરસ્વામિ ભગવાન. ના. અજિતનાથ ભગવાન. કેમ ? ખબર છે ? શ્રી ઋષભદેવ ભગવાન અને શ્રી અજિતનાથ ભગવાનની વચ્ચેનું અંતરું કેટલું? ૫૦ લાખ ક્રોડ સાગરોપમનું. એક ઇન્દ્ર મહારાજાનું આયુષ્ય બે સાગરોપમનું એટલે એટલા કાળમાં ૨૫ લાખ ક્રોડ ઈન્દ્ર થઈ ગયા તે બધાને Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૧ પ્રભુના કલ્યાણકો ઉજવવાનો લ્હાવો મળ્યો હોય પણ જે સૌધર્મેન્દ્રમહારાજા છે તેઓ ભરતક્ષેત્રના અધિપતિ કહેવાય છે. તેઓનાં ક્ષેત્રમાં થયેલા તીર્થંકર ભગવાનના કલ્યાણક ઉજવવાનો લાભ તેમને ન મળ્યો એટલે જયારે અજિતનાથ ભગવાનના જન્મ કલ્યાણક ઉજવવાનો અવસર મળ્યો એટલે એ ઇન્દ્ર મહારાજા હર્ષવિભોર બન્યા. કે હું કેવો ભાગ્યશાળી કે શ્રી અજિતનાથ પ્રભુ જમ્યા ત્યારે જ હું ઇન્દ્ર બન્યો આ લાભ મને મળ્યો. આપણને પણ આવો રોમાંચ-વિસ્મય પ્રભુની ભક્તિ કરતાં થવો જોઈએ. ઈન્દ્રમહારાજા આવી પ્રભુભકિત કરીને સમ્યકત્વને નિર્મળ કરતાં હોય છે. આવું પુણ્ય પરોપકાર નામનાં ગુણથી ઉત્પન્ન થાય છે. આવો પરોપકાર ગુણ અરિહંતો અનેક ભવોથી કેળવતાં આવ્યા છે. ઉમાસ્વાતિજી મહારાજ કહે છે – यः शुभकर्मासेवन-भावितभावो भवेष्वनेकेषु । અનેકભવોથી પરોપકારના ભાવથી આત્માને ભાવિત કરતાં કરતાં તેઓ તીર્થકર થાય છે. તેમને જાતનો વિચાર નથી હોતો જગતનો જ વિચાર આવે છે. ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્રમાં નેમિનાથ ભગવાનના પૂર્વ ભવોનું વર્ણન છે. તેમાં દરેક ભવમાં તેઓ પરોપકારની એક પણ તક જતી નથી કરતાં. આકરામાં આકરા કષ્ટ વેઠીને બીજાને સુખી કરવાં કૂદી પડે છે અને સતત દ્રવ્ય અને ભાવપ્રાણ ઉપર ઉપકાર કરે છે. કોઇની પાસે કપડાં ન હોય અને સારા કપડાં આપે તે એક ઉપકાર અને રોગથી ઘેરાયેલો હોય તેને દવા વગેરે દ્વારા આરોગ્ય અપાવે તો તે બીજો ઉપકાર તેમાં બીજો ચઢી જાય છે. આરોગ્ય સારું ન હોય તો વસ્ત્ર-અલંકાર અકારા લાગે છે.... નકામા જણાય છે. બીજી વ્યકિતએ કપડાં અને દવા બંને આપ્યા તેમાં કપડાં તુરત જ દેખાય છે. કારણ કે સ્થૂલ છે. પણ આરોગ્ય તો એને પોતાને અનુભવ થાય ત્યારે જ માલુમ પડે છે. કારણ કે તે સુક્ષ્મ છે. હવે આરોગ્ય આપ્યા પછી સદ્ગદ્ધિ આપે પછી સધર્મ આપે તો કેટલો મોટો ઉપકાર થયો. બસ, પરમાત્માએ ધર્મ સ્થાપીને જે ઉપકાર કર્યો એ આવો સૂક્ષ્મ છે. સ્થાયી છે અને સુખની પરંપરા સર્જનારો છે. ધર્મને સમર્પિત થયેલાને ધર્મ બધું જ આપે છે. એ આપણને પ્રિય હોય કે નહીં, પણ એને આપણે તો પ્રિય છીએ જ. તેની સાબિતી એ છે કે જે આપણને પ્રિય લાગે તેને આપણે આપણી પ્રિય ચીજ આપી દઈએ. પ્રભુને આપણે પ્રિય છીએ એટલે તેની પ્રિયમાં પ્રિય ચીજ તીર્થંકરપદ તે પણ આપવા તૈયાર છે. જો Page #27 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો આપણા મનમાં તેનો ઉપકાર બરાબર વસી જાય તો આપણે પણ આપણી પ્રિય લાગતી ચીજ તેના ચરણે ધરી દઈએ. તેમણે ધર્મ સ્થાપીને શું નથી આપ્યું? બધું જ આપ્યું ઘણાં જ ઉપકારો કર્યા છે. આ અરિહંતના અનંત ઉપકારનો સ્વીકાર કરવો તે જ સાચી આરાધનાની શરૂઆત છે. આરાધના બે પ્રકારની છે. (૧) દ્રવ્ય આરાધના (૨) ભાવ આરાધના. દ્રવ્ય આરાધનાને ભાવ આરાધનાનું નિમિત્ત બનાવવું જોઈએ. માનવમાં માન કષાય અધિક છે. તેથી તે કોઇનો ઉપકાર માનતા અચકાય છે. એને એમ લાગે છે કે એમાં શું ઉપકાર કર્યો? જો વિચારીએ તો પવન, વૃક્ષો વગેરે દરેકનો પણ આપણા ઉપર ઉપકાર છે. તે રીતે સકલકર્મના ક્ષયનાં માર્ગનું દર્શન અરિહંતે કરાવ્યું અને માર્ગ દર્શાવીને - આ જ્ઞાન - દર્શન - ચારિત્રરૂપ ધર્મ આપીને પ્રભુએ સઘળું આપી દીધું છે. આ સંસારના સકલ પદાર્થ તેના દ્વારા જ મળે છે. જેમ દૂધ મળે તો દહીં - ઘી બધું જ મળે તેમ. અરિહંત ભગવાનના ઉપકારને માનવો તે ભાવ આરાધના. ચંદ્ર, સૂર્ય, તારા, સમુદ્ર અને ઋતુ વગેરેનું સંચાલન સમયસર ચાલે છે તેનું કારણ ધર્મ છે. માટે તેનો પણ ઉપકાર... ! માતા, પિતા, ભાઈ વગેરેનો ઉપકાર અને દેવ, ગુરુ, ધર્મ વગેરેનો ઉપકાર માનતા દૃષ્ટિ તો એવી બની જાય કે ગજસુકુમાલ સ્મશાનમાં માથા ઉપર સગડી મૂકનાર સસરાનો પણ ઉપકાર માને, કે મારા કર્મ ખપાવવામાં આ કેવું સુંદર નિમિત્ત મળ્યું? તે રીતે અંધકમુનિ પોતાની જીવતી ચામડી ઉતરડાવનાર રાજાનો ઉપકાર માને છે, આ રીતે તેઓ અપકારીનો ઉપકાર માને તો, આપણે તો વાસ્તવિક ઉપકાર કરનારાઓનો ઉપકાર માનવાનો છે. કેટલા બધા લોકો તમારા માટે કામ કરી રહ્યા છે. કેટલા લોકોના શ્રમના ભોગે તમારો એક દિવસ સારો જાય છે. “પરસ્પરોપગ્રહો જીવાનામ્” -- જીવોનો પરસ્પર ઉપકાર થતો હોય છે. દૂધ, પાણી, લાઇટ સમયસર મળે. રસોઈ વગેરે કરી આપે, ત્યારે તમારો દિવસ સારો જાય. દેરાસરમાં પણ પાણી લાવી આપે. કેસર ઘસી આપે તો તમે પૂજા કરી શકો છો. કેટલા લોકો તમારી સેવા કરે છે. તેના ઉપકારના સ્વીકારની તૈયારી ખરી ? આવા દેખીતા ઉપકારોનો સ્વીકાર થાય તો પછી પ્રભુના સૂમ ઉપકારનો સ્વીકાર કરી શકાય, ઉપકાર સ્વીકારવાનો અને ઉપકાર કરવાની એક પણ તક જતી નહીં કરવાની, જયું જાણે હું કર લે ભલાઈ, જનમ જનમ સુખ પાવે. અવસર બેર બેર નહિ આવે" Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૧ આ પરોપકાર કરવાની તક વારંવાર નહીં મળે. કારણ કે એક રીતે તો પારકા ઉપર કરેલો ઉપકાર ફળસ્વરૂપે તો પોતાના ઉપર જ થાય છે. એટલે ઉપકાર કરવાની જે તક મળે તેને ઉમળકાથી વધાવી લે. ભૂખ્યાને ભોજન આપે, તરસ્યાને પાણી આપે, થાકયાને વિસામો આપે, માંદાને દવા આપે-ચીંધે. પોતાનાથી બની શકે એટલા સુખ કે સમાધિ જે આપે તેને પણ તેટલા સુખ-સમાધિ મળે. લોકોમાં કહેવત છે કે – બાળ્યા બળશે અને ઠાર્યા ઠરશે.” આવું એકાદ કામ તો આખા દિવસમાં અવશ્ય કરવું જ. અંત સમયે કોઈને નવકાર સંભળાવ્યો હોય તો પણ તેને કેટલો લાભ થાય? પરમાત્માને પણ એ માટે જ પ્રાર્થના કરવામાં આવે છે – જયવીરાય” સૂત્રમાં પદ છે. “પરસ્થ કરણ” - પરાર્થકરણ - પરોપકારનો જ ગુણ પ્રભુ પાસે માંગવાનો છે. તેઓ જન્મ જન્માંતરથી પરાર્થવ્યસની અને પરાર્થરસિક છે. માટે તેઓની કૃપાથી તેઓનો આ ગુણ આપણામાં સંક્રાન્ત થઈ શકે. એટલે આ મનુષ્યભવ પામીને જેટલી શક્તિ, ક્ષણને સંપત્તિ ભલાઈના કામમાં વપરાય તે જ સાર્થક છે. એક કવિએ ગાયું છે ને? “ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે" . - સ્વ પર જીવનને ઉજાળનાર ઉપકાર કરવો હોય તો અહીં કરી શકાય તેમ છે. જાનવરના ભવમાં ઇચ્છા હશે તો પણ નહિ કરી શકો. એક દાનનો જ વિચાર કરો ને? કોઈને દાન આપવું હોય તો કયાં આપી શકાય છે? એ જ રીતે આ મનુષ્યભવ સિવાય કોઈ ભવમાં ઉપકાર નહિ થઈ શકે. નરક – તિર્યંચગતિ તેના માટે ઉપયોગી નથી. તિર્યંચ ઉપકાર કરે તો પણ બિચારાની ગતિ એવી છે એટલે અપકાર કર્યો છે તેમ સમજીને તેને માર પડે. ગધેડો ઉપકાર કરવા ગયો. પણ ધોબીનો ઉપકાર કરવા જતાં ધોબીનો માર ખાવો પડયો, ડફણાં પડયાં. વાત એવી છે કે ધોબીને ત્યાં કૂતરો અને ગધેડો બંને હતા. “ધોબીનો કૂતરો નહિ ઘરનો નહિ ઘાટનો” – એ ન્યાયે કૂતરો એક દિવસ ભૂખ્યો રહ્યો. કોઈએ ખાવાનું આપ્યું નહિ. તેથી રીસે ભરાયો કે આજે તો માલિકનું કામ કરવું જ નથી. તે જ રાત્રે ધોબીના ઘેર ચોર આવ્યો. કપડાં લેવા લાગ્યો. કૂતરો જૂએ છે પણ બોલતો નથી. ગધેડાએ કહ્યું છતાં બોલ્યો નહિ. એટલે ગધેડાના મનમાં લાગણી થઈ અને માલિકને જગાડવા ભૂંકવા લાગ્યો. માલિક ભરઉંઘમાંથી જાગ્યો. ગધેડાનો અવાજ સાંભળીને થયું, “આ.. ગધેડો દિવસે તો ઝપતો નથી પણ રાત્રે પણ ઉંઘવા દેતો નથી. તેમ બોલતો માલિક અર્ધનિદ્રામાં બહાર આવી ગધેડાને Page #29 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો બે-ચાર ડફણાં મારીને પાછો સૂઇ ગયો. આવું છે. માટે ઉપકાર મનુષ્ય ભવમાં જ કરી શકાશે. કોઇએ આપણા ઉપર ઉપકાર કર્યો તેનો બદલો વાળવા આપણે પણ બીજા ઉપર ઉપકાર કરીએ અને આપણને એવો ભાવ થાય કે કોઇકે ઉપકાર કર્યો અને હું સુખી થયો. તો તે રીતે કોઇના સુખમાં હું પણ નિમિત્ત બનું અને કોઇએ મારા ઉપર ઉપકાર તો કર્યો જ છે. તો જેણે કર્યો છે તેના ઉપકારને અને તેને ઉપકારી તરીકે હું સ્વીકારું. જો એ રીતે આ ભવના પ્રત્યક્ષ દેખાતાં દ્રશ્ય વ્યકિતના ઉપકારનો સ્વીકાર કરીએ તો એ જ પગલે પગલે અદ્રશ્ય એવા અરિહંતનો ઉપકાર સ્વીકારી શકીએ. હૃદયથી કોઇનો પણ ઉપકાર સ્વીકારવો આમ તો સહેલો નથી. તેમને આપણા ઉપકારી માનવા દ્વારા એક અનુસંધાન રચાય છે, અને આટલું જેમ મળ્યું છે તે જ રીતે તેઓ દ્વારા હજુ પણ બીજું મળશે. લાઇટનો ગોળો કયારે પ્રકાશે છે ? પાવર હાઉસ સાથે જોડાણ ચાલુ હોય તો, કારણ કે વીજળીરૂપ શકિતનો અખૂટ ભંડાર ત્યાં છે. તેમ અરિહંત પરમાત્મામાં અનંત ગુણ - સુખ - ચારિત્ર્ય અને જે જ્ઞાન છે. તે આપણને જોઇએ છે. તો તે અરિહંતની સાથે અનુરાગ કેળવીને અનુસંધાન રચીએ તો તેમના અનુગ્રહ દ્વારા તે મળશે. તે બધું સંસારમાંથી મળશે નહીં, 'नहि निम्बबीजात् इक्षुयष्टि र्भवितुमर्हति' શેરડીનો સાંઠો લીંબડાના બીજમાંથી થાય નહિ, ‘અમૃત ભરેલા કુંભથી છોને સદાયે સીંચીયે – આંબાતણા મીઠાં ફળો તે લીંબડો ક્યાંથી દીયે”.. !! ‘બાવળીયો વાવીને આંબા કેરી શું રસ ચાખે ?’ જે સંસારમાં કે તેના પદાર્થમાં સુખ – આનંદ અને જ્ઞાન છે જ નિહ. ત્યાં તેને મેળવવા તમે ગમે તેટલી મહેનત કર્યા જ કરો તો ય મળે જ નહિ. તમે પાલિતાણાથી અમદાવાદની ગાડીમાં બેસો અને વલસાડ-વાપીના પાટીયા જોવા માંગો તો તે આવે જ નહિને ? તેમ આ સંસારમાં વાસ્તવિક જ્ઞાન-સુખ વગેરે મળતું જ નથી. ‘અખય અકલંક છે જીવનું જ્ઞાન - આનંદ સ્વરૂપ રે’ આત્મામાં જ આ જ્ઞાન અને આનંદ છે. દર્શન અને ચારિત્રનો અંતર્ભાવ આનંદમાં થાય છે. રમણતા તે ચારિત્ર છે. આ જ્ઞાન અને આનંદ આપણને જોઇએ છે તે અરિહંતની પાસે છે અને તેઓ તે આપવા તૈયાર છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૧ જિમ જિમ અરિહા સેવીએ રે, તિમ તિમ પ્રગટે જ્ઞાન સલુણા'... આવો ભાવ લાવીને અરિહંતની પૂજા કરીએ તો કેવો આનંદ આવે? બસ આવો ભાવ લાવવાનો છે. આવું લોકોત્તર પ્રભુનું શાસન, દેવ-ગુરુ-ધર્મ અને ભગવાનનાં પ્રાચીન પ્રતિમા કેટલાંય કાળથી અને કેટલાય લોકોથી પૂજાયેલા ભગવાન મળ્યા છે. એ દરેકના શુભ ભાવો ત્યાં સૂક્ષ્મ રીતે સ્થિર થયેલ છે. એ બધા જ શુભ ભાવો આપણને તરત અસર કરે છે. શ્રી સિદ્ધિગિરિરાજના આદીશ્વર દાદા પાસે જયારે જઈએ ત્યારે ભૂખ - થાક - તરસ બધું જ ભૂલી જઈએ છીએ. આપણા જેવા પામર પ્રાણીઓ પણ થોડા વખત માટે બધું ભૂલી શકે છે. તે કોનો પ્રભાવ? ત્યાં અનેક ભાવિકોના ઘનીભૂત થયેલા ભાવોનો પ્રભાવ. એટલે જ ધ્યાનમાં બેઠેલાં યોગીઓને ભૂખ-તરસ અને થાક લાગતા નથી. તે વાત સમજી શકાય છે. આપણને પણ આદીશ્વર દાદા પાસે સંસારની કોઈ વાત યાદ આવતી નથી. પૂજય ઉપાધ્યાયજી મહારાજ કહે છે ને - "બિસર ગઈ દુવિધા તન-મનકી અચિરાસુત ગુણગાનમે તેમ યોગીઓ અદ્વૈતભાવને સાધી લે છે. પરમાત્મા સાથે. “તવાઉં... તવૈવાદ... વગેવાઈ – તેનો જ હું છું, તારો જ હું છું અને છેલ્લી ભૂમિકામાં તો તું જ હું છું. આવો ભાવ આવે ત્યારે આનંદનો ઓઘ ઉછળે છે. ત્યારે આંખમાંથી આનંદના આંસુની ધારા ચાલે છે તે જોઈને તરસ્યા પક્ષીઓ ત્યાં તરસ છીપાવવા આવે અને યોગીના ખોળામાં બેસીને તે અશ્રુધારાનું પાન કરે તો પણ યોગીઓને ખબર ન હોય એવા તેઓ લીન હોય છે. "धन्यानां गिरिकन्दरे निवसतां, ज्योतिः परं ध्यायतां, आनंदाश्रुजलं पिबन्ति शकुनाः निशकमकेशयाः । अस्माकं तु मनोरथोपरचितप्रासाद वापी तट -, क्रीडाकानन केलि कौतुक जुषां आयुः परं क्षीयते ।। (અર્થ : ગિરિકંદરામાં વસતાં, આત્મજયોતિનું ધ્યાન કરતાં યોગીઓના નેત્રમાંથી આનન્દના આંસુ ખરે છે અને એને નિર્ભયપણે યોગીના ખોળામાં બેસેલા પક્ષીઓ પાન કરે છે. જયારે અમે તો સંસારના મનોરથોમાં ડૂબેલા, અને મહેલ, વાવડી અને ઉપવનમાં ક્રીડા કરનારનું આયુષ્ય એમને એમ ખૂટી રહ્યું છે.. ભર્તુહરિશતક.) યોગીઓના વગર બોલાવે પક્ષીઓ નિર્ભય થઈને આવે છે. બહાર-અંદર, ઉપર-નીચે, આગળ-પાછળ બધે જ ચોમેર આનંદ.. આનંદ.... છવાયો હોય Page #31 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો તો પક્ષી તેમાંથી બાકાત કેમ રહે? એટલે વિષય-કષાયથી ભરેલા એવા આપણે પણ ભગવાન પાસે જઈએ અને થોડા કલાકો માટે બધું ભૂલી જઈએ છીએ. તો યોગીઓને આવું થાય તેમાં કંઈ નવાઈ નથી. આદીશ્વરદાદા જીવતી જાગતી જયોત છે. કમશાહે અને આચાર્યશ્રી વિદ્યામંડનસૂરિજીએ એની પ્રતિષ્ઠા કરી છે. શ્રી સિદ્ધગિરિરાજ એ ભકિતપીઠ છે. ગિરિરાજ અનંત સિદ્ધોનું સ્થાન છે. એ જ રાયણવૃક્ષ અને એ જ દાદાનું દેરાસર, તે જ જગ્યામાં સમવસરણ અને સિંહાસન રચાયા હશે. ભગવાન ત્યાં પૂર્વનવ્વાણું વાર સમવસર્યા એના પરમાણુ હજુ પણ ત્યાં જ છે. આજે પણ શ્રદ્ધાવાળા એવા આપણને તે પરમાણુઓ પકડી લે છે. શ્રી વીરવિજયજી મહારાજે લખ્યું છે કે – “શ્રદ્ધા વિણ કુણ ઈહાં આવે રે".. એવી શ્રદ્ધાને પ્રણામ કરવાનું મન થાય, એ શ્રદ્ધાને કરેલો પ્રણામ વાસ્તવિક પરમાત્માને કરેલો પ્રણામ છે. આ અરિહંતની શકિત છે, આવા અરિહંત પરમાત્માને નાથ બનાવ્યા છે. હવે કોઈ દિવસ આ અરિહંત પરમાત્મા સિવાય કોઈને નાથ તરીકે સ્વીકારીશ નહીં. ધીંગઘણી માથે કીયો રે, કુણ ગંજે નર ખેટ' क्षेत्रे काले च सर्वस्मिन्नर्हतः समुपास्महे । ભગવાન અરિહંત પણે અત્યારે પણ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામી વિચારી રહ્યા છે. તેઓની કરુણા આપણા ઉપર વર્ષી રહી છે તો આવા અગણિત ઉપકારનો સ્વીકાર કરીએ તે ભાવ આરાધના છે. દ્રવ્ય આરાધનામાં નવ આયંબિલની ઓળી, ૧૨ લોગ. નો કાઉ., ૧૨ ખમાસમણાં, ૧૨ સાથિયા, ૨૦ માળા વગેરે ક્રિયા, પરમાત્માની પૂજા, પ્રતિક્રમણ, સામાયિક, વ્યાખ્યાનશ્રવણ વગેરે કરે. નવ દિવસ પગમાં પગરખાં ન પહેરે. એક ધાન્યની, અલૂણી – એક દ્રવ્યની એમ ઓળી કરે, ઠામ ચોવિહાર, પુરિમડઢ – અવડઢના પચ્ચકખાણે કરે. એમ આયંબિલ ન કરી શકનાર નવ દિવસ લીલોતરી ન વાપરે, રાત્રે ન જમે, ઓળીવાળાની ભકિત કરે. આ બધી દ્રવ્ય આરાધના, ભાવ આરાધના માટે કરે. "અરિહંતપદ બાતો થકો, દવગુણ પજજાય રે ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે”. આવી કરેલી આરાધના ફળ્યા વિના ન રહે, શ્રીપાળે એવી આરાધના કરી કે જેથી પહેલાં જ દિવસે કેવો ચમત્કાર થયો ? ભગવાનની પાસે આરતી Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૧ ઉતારતાં ભગવાનના ખોળામાંથી બીજોરું સીધું હાથમાં આવ્યું. શ્રીપાળનું જીવદળ કેવું ઉત્તમ ! ભૂમિકા સુંદર હોય તો ચિત્રામણ પણ સારું થાય. શ્રીપાળનું જીવદળ ઉત્તમ, એવી જ ઉત્તમ નવપદજીની આરાધના, તે બંનેનો મેળાપ કરાવનાર ઉત્તમપાત્ર મયણા, બાલ્યાવસ્થામાં કેવી નિર્ભયતા? અને શાસન માટેનો કેવો અવિહડ રાગ? મયણા તેના પિતાજીને પણ કહી દે છે કે – પિતાજી મ કરો જૂઠ ગુમાન” જે ચીજનું અભિમાન કરશો એ ચીજ એજ સમયે ખામીવાળી થઇ જશે. પેન માટે મનમાં એવું વિચારો કે આ પેન સારી ચાલે છે. તો તે તરત જ અટકી જશે. એટલે જેનો મદ કર્યો તેને તે ચીજ હીણી મળે છે. આ મયણાનું ગણિત છે. જિન વચન છે. હીનાનિ તત્તે ને ! મયણા ભરી સભામાં સત્વથી કહે છે, પિતાજી ! આ ઉચિત નથી ! ત્યારે આખી સભામાં સન્નાટો છવાઈ ગયો, છતાં પણ મયણા પોતાના વિચારને વળગી રહી. નિષ્ઠાના કારણેજ. આવા જીવન સંસર્ગમાં શ્રીપાળ શ્રીપાળ બની શક્યા. આખા ઘરનો આધાર સ્ત્રી છે. પહેલાનાં લોકો કન્યા જોવા જાય તો રૂપ કે પૈસા નહોતા જોતા, પણ ખાનદાની જોતા હતા. કારણકે આખા ઘરનો આધાર કુલીન સ્ત્રી ઉપર જ હોય છે. ન ગૃ૬ મિત્યુવતં ગૃહિણી કૃE મુચ્યતે ગૃહિણી ધારે તેવું ઘર રચી શકે છે. પિતાજી ! અભિમાન ન કરી મયણા જયારે એવું બોલ્યા તે ક્ષણે આખી સભામાં માતા અને શિક્ષક એ બે જ રાજી થયા. આવું ઉત્તમ શિક્ષણ અને ઉત્તમ સંસ્કાર મયણા પાસે હતા, માટે તેના જીવનનું ઉદ્ઘકરણ થતું જ રહ્યું અને મયણાના સંસર્ગથી શ્રીપાળમાં રહેલી ઉત્તમતા જાગ્રત બની શકી. અધર્મીના ઘરને પણ ઉત્તમ સુલક્ષણી કન્યા સંપૂર્ણ ધાર્મિક બનાવી દે તેવા દાખલા આજે પણ છે. આત્મભોગ દ્વારા આ બની શકે છે. અત્યારે ઘર.. એ ઘર રહ્યા નથી. મકાન જ રહ્યા છે. મકાનને ઘર બનાવનાર ઘર્મના રંગે રંગાયેલી ગૃહિણી જ છે. પૃથ્વીનો છેડો ઘરને કહ્યો છે, મકાનને નહિ. પોતાની જાત કરતાં બીજાનો વિચાર આવે તે માણસ ઉમદા. શ્રીપાળને પ્રથમ મેળાપ વખતે મયણાનો જ વિચાર આવ્યો કે "મુજ સંગે તુજ વિણસશે રે, સોવન સરિખી દેહ”... શ્રીપાળના આવા શબ્દો સાંભળતાંવેંત મયણાને આઘાત લાગ્યો. ભરી સભામાં પિતાજીને કહેતાં જે થડકારો થયો ન હતો તે અડોલ મયણાને તે જ ક્ષણે આંખે આંસુ આવ્યા. www.jainelii Oy.org Page #33 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો અઢળક ઢળક આંસુડા ઢળે રે... વિનવે પ્રણમી પાય" શ્રીપાળને પૂરું બોલવા દીધા વિના તે જ ક્ષણે મયણાએ શ્રીપાળના મોઢે હાથ લગાડીને કહ્યું, "એક વચન કિમ બોલીએ, ઈણ વચને જીવ જાય" કયું સત્વ...? કઈ તાકાત...? એ બન્ને કેવા આદર્શરૂપ છે. શ્રાવક અને દંપતિ બન્ને તરીકેનો આદર્શ આપણને શ્રીપાળ-મયણામાં જોવા મળે છે. એમણે આ ઓળીની આરાધના કરીને ફળ મેળવ્યું, પહેલા જ દિવસે આ ફળ મળ્યું છે. અરિહંત સતત ઉપકાર કરવા તૈયાર છે. આપણે તેનો સ્વીકાર કરવા તૈયાર નથી. અરિહંતે તો દોરડું લંબાવેલું છે. પણ આપણે દોરડું પકડવા જ તૈયાર નથી. સભા:- દોરડું દેખાતું નથી. મોહ અંધાપાના એવા પડલ બાઝયા છે કે જેથી દોરડું દેખાતું નથી. શ્રીપાળ-મયણાની મનોભાવનાને નજર સામે રાખીને એવી ભૂમિકા તૈયાર કરવી છે. તેમના જેવો અરિહંતનો ઉપકાર સ્વીકારી શકીએ તેના માટે દૃશ્ય માતા-પિતા વગેરેના ઉપકારને સ્વીકારવો છે. બીજા દેશોમાં પણ કોઈ પણ માણસ કંઈ પણ કામ કરે તો Thanks You કહે છે. તમારો આભાર) તો જેણે હાડ-ચામ આપ્યા, જેણે રાત-દિવસ આપણી ચિંતા કરી, ભીનામાંથી સૂકામાં સુવરાવ્યાં તેના માતા-પિતાનો ઉપકાર કેટલો ? અને તો પછી અનંતના માતા-પિતારૂપ અરિહંતનો ઉપકાર કેટલો? મા છોકરા ઉપર કેવો ઉપકાર કરે? કેટલી કાળજી રાખે? એના કરતાં અનંતગણો ઉપકાર અરિહંતોએ કર્યો. એમના પ્રભાવે જ અહીં સુધી પહોંચ્યા છીએ, સાત રાજલોક ઉપર આવ્યા છીએ. “પંથ વચ્ચે પ્રભુજી મળ્યા હજુ અરઘે જાવું. “આપણને આજે પણ કોઈ સારો વિચાર આવે છે, સારુ કામ કરવાનું મન થાય છે. તે પણ અરિહંતના પ્રભાવે જ થાય છે એમ વિચારીને આવી આરાધનાના પહેલા દિવસે આજે અરિહંતમય બની જઈએ. તેનું જ નામ, તેનું જ ધ્યાન, તેની જ વાતો, કરીએ. આવતીકાલે સિદ્ધપદનો દિવસ, સિદ્ધ થયા વિના આ રઝળપાટનો અંત આવે તેમ નથી, તે સિદ્ધ થવા માટે શું કરવું? તે શાસ્ત્રકાર સમજાવશે. અગ્રે અધિકાર વર્તમાન. શકિત છતે ભગવંતની ભકિત કરે જે ન્યૂન પુણ્યાનુબંધી પુણ્યના તે ફલ પામે ઊણ. - પં. રૂપવિજયજી મહારાજ ૧૧ Page #34 -------------------------------------------------------------------------- ________________ Page #35 -------------------------------------------------------------------------- ________________ श्री सिद्ध पद वन्दना ॥२॥ जे अ अणंता अपुण - ब्भवाय असरीरया अणाबाधा। दसण नाणुवउत्ता ते सिद्धा दितु मे सिद्धिं ॥१॥ जेऽणतगुणा विगुणा इगतीस गुणा अ अहव अठ्ठ गुणा । सिद्धाणंत चउक्का ते सिद्धा दितु मे सिद्धिं ॥२॥ जे अ अणंतमणुत्तर - मणोवमं सासयं सयाणंद। सिद्धिसुहं संपत्ता ते सिद्धा दितु मे सिद्धिं ॥३॥ - सिरिसिरिवालकहा ॥ Page #36 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો સિદ્ધ ભજો ભગવંત... આજે આરાધનાનો બીજો દિવસ છે. આપણા અનંત ઉપકારી શ્રી અરિહંતોએ સૌથી મોટો ઉપકાર એ કર્યો કે આ જગતમાં કોઈપણ જીવોને પોતાના વાસ્તવિક ઈસુખની ખબર નહોતી તે પહેલી એણે ખબર આપી, ખબર આપ્યા પછી એ ગામ કયા રસ્તે જવાય? વચ્ચે વિટંબણા આવે તેનો પાર કેવી રીતે પમાય? તેના ઉપાયો બતાવ્યા. માર્ગ બતાવ્યો. નકશો દોરી આપ્યો. આ જ મોટો ઉપકાર છે. આજે શ્રી મહાવીરસ્વામી ભગવાનને થયે ૨૫૦૦ વર્ષ થયા છતાં દુનિયાનો ઘણો મોટો ભાગ આ મોક્ષમાર્ગની-સિદ્ધ થવાની-બાબતોમાં ભ્રમણામાં રાચે છે. તેઓ સત્યથી ઘણાં દૂર છે. આજે પણ કેટલાક એવું માને છે કે જે જીવ જે ગતિમાં હોય તે ત્યાંથી મરીને તે જ ગતિમાં ઉત્પન્ન થાય. મનુષ્ય મરીને મનુષ્ય અને તિર્યંચ મરીને તિર્યંચ જ થાય. ખરાબ કામ કરે તો એજ ગતિમાં ખરાબ થાય. રાજા મરીને ભીલ થાય. અને સારા કામ કરે તે સારા થાય. એટલે કે એ જ ગતિમાં ભીલ મરીને રાજા થાય. પણ એ ગતિની બહાર નીકળે નહિ. જન્મમરણના ચક્રમાંથી એનો છૂટકારો જ ન થાય. જયારે ભગવાને તો કેવળજ્ઞાન પામ્યા પછીના પહેલાજ સમવસરણમાં જીવો જે કારણે કર્મ બાંધે છે, કર્મથી મૂકાય છે અને કર્મથી રીબાય છે, તેનું જ નિરૂપણ કર્યું. દુઃખ, રોગ, જરા, અને મરણને દુઃખ ઘણાએ કહ્યું પણ જન્મને દુઃખ કહેનાર જિનશાસન જ છે. એમાંથી છૂટકારો પામી શકાય છે એ વાત પણ ભગવાને જ કરી. બીજા કેટલાંક એમ માને છે કે જેમ કપૂર ઊડી જાય છે, તેમ જીવ પણ આયુષ્ય પૂર્ણ થતાં ઊડી જાય છે તો પ્રશ્ન એ થાય છે એ ઊડીને ગયું કયાં? કયા સ્વરૂપે રૂપાંતર થયું? કપૂરના અભાવની જેમ આત્માનો પણ શું અભાવ થાય છે? મુકત થાય છે તેનો અર્થ કેટલાક એમ કરે છે કે કાષ્ઠની જેમ જડ થઈ જાય અથવા આકાશની જેમ વ્યાપક થઈ જાય. કેટલાક દેવલોકને જ મોક્ષ માને છે. આ બધી માન્યતા ધૂંધળી, અસ્પષ્ટ અને અજ્ઞાનમૂલક છે. જયારે અરિહંત પરમાત્માએ ચોકખો-ચણક અસંદિગ્ધ માર્ગ બતાવ્યો. ગતિ ચાર છે અને તેમાંથી છૂટવાનો માર્ગ છે! હા, એવા કેટલાક જીવો છે જે કોઇકાળે મોક્ષે જવાના નથી. મોક્ષે જવાની યોગ્યતા તેનામાં નથી, માટે તે અભવ્ય કહેવાય છે. અભવ્યનો જીવ અનાદિકાળથી આ સંસારમાં ભટકે છે અને અનંતકાળ સુધી રખડશે. ભવ્ય, અભવ્ય, જાતિભવ્ય, દુર્ભવ્ય આવા Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનઃ ૨ વિભાગો પાડયા છે. તેમાં અભવ્ય ચારગતિમાં રખડયા જ કરશે. જાતિભવ્ય અને અભવ્ય માટે એવું કહેવાય કે જાતિભવ્યમાં યોગ્યતા છે પણ તેને મોક્ષમાર્ગનો યોગ જ નહીં થવાનો, અને અભવ્યને મોક્ષમાર્ગનો યોગ થવાનો પણ તેનામાં યોગ્યતા જ નથી. વ્યવહાર શબ્દપ્રયોગ કરીએ તો એક વિધવા છે અને એક વન્ધ્યા છે. આકાશ મનુષ્ય મરીને મનુષ્ય સાત કે આઠ વાર થાય. નારક મરીને નરકમાં ન જાય. દેવ મરીને દેવમાં ન જાય. આ ચારગતિ બંધનરૂપ છે અને તેમાંથી છૂટવાનો માર્ગ પણ છે. આવી ગંભીર વાત શાસને સાદીરીતે સ્પષ્ટ બતાવી. સત્ય હંમેશા સાદું સરળ હોય છે. કુટિલતા અસત્યની છાયામાં રહેતી હોય છે. હવા-પાણી પ્રકાશ આ બધું સર્વજન સુલભ છે. સરળતાથી મળનારું છે. પ્રભુએ કહ્યું કે ‘પરિભ્રમણનું મૂળ કારણ કર્મની જડ છે. તે કર્મ કાઢો તો ભ્રમણ બંધ થઇ જશે.‘ આવું સાદું સત્ય બતાવ્યું તે જ ભગવાનનો મોટો ઉપકાર છે. આ જગતમાં એવા કેટલાક જીવો છે કે જેમને મોક્ષનો માર્ગ તો દૂર રહ્યો પણ સુખના માર્ગની પણ ખબર નથી. મોક્ષમાં ગયા પછી પાછા ફરવાનું છે નહિ. - — આપણે શ્રદ્ધાથી આ તત્ત્વોનો સ્વીકાર કરવાનો ને મનમાં ભાવિત થવાનું કે આ ભવમાં સમ્યક્ત્વ અને પરંપરાએ મોક્ષ જોઇએ છે. બે ધ્યેય હોય છે, એક અનંતર અને એક પરંપર. અહીંથી મુંબઇ જવું હોય તો બસમાં પહેલા ભાવનગર જવું છે એમ કહેવું પડે પછી ત્યાંથી મુંબઇ જવાય. એટલે આપણું અનન્તર ધ્યેય સમ્યક્ત્વ અને પરંપરધ્યેય મુકિત છે. આ ભવમાં સમ્યગ્ દ્રષ્ટિ-સાચીદ્રષ્ટિ જોઇએ છે. જે દ્રષ્ટિમાં ભ્રાન્તિ-ભ્રમણા ન હોય તે સાચીદ્રષ્ટિ કહેવાય. તેવી દ્રષ્ટિ પ્રાપ્ત કરવાનો ઉપાય દેવ-ગુરુ-ધર્મ ઉ૫૨ શ્રદ્ધા રાખવી તે છે, વીતરાગ પરમાત્મા એજ દેવ, નિર્પ્રન્થ, કંચન-કામિનીના ત્યાગી સાધુ તે ગુરુ અને અરિહંતોએ જગતના જીવોના હિતને સામે રાખીને જે સમ્યગ્-જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ મોક્ષનો માર્ગ કહ્યો છે તે જ ધર્મ છે. આ માનવું તે સમ્યક્ત્વ. આવું સમ્યક્ત્વ આ ભવમાં અમને પ્રાપ્ત થઇ જાય આ અનંતર ધ્યેય છે. પહેલું આ આવે. હવે વિચારો ! આ આપણામાં છે ? બીજા દેવને પણ દેવ માનીએ અને વીતરાગને પણ દેવ માનીએ. આને પણ હું પત્ની માનું છું અને માને પણ પત્ની માનું છું. આવું ચાલે ? ના ચાલે, આ બાબતમાં તમે ચોકકસ છો. તેમાં વિકલ્પ નથી. તેમ ધર્મબાબતની માન્યતા સ્પષ્ટ થઇ જવી જોઇએ. આ ૧૫ Page #38 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો સમજણ સ્પષ્ટ ન હોય તો જૈનધર્મ પામ્યાની ખુમારી પ્રગટતી નથી. કેમકે એકને સંપૂર્ણ સમર્પિત થવાતું નથી. આપણામાં શ્રદ્ધાની કચાશ છે. એ આપણને નડે છે. તે દૂર થાય તો સમ્યકત્વ મળે. અઢાર દેશના માલિક રાજા કુમારપાળનું સંપૂર્ણ ભારત, લંકા અને નેપાળ વિ. પ્રદેશ ઉપર આધિપત્ય હતું. કુમારપાળે ત્રણ-ત્રણ વખત જીવનની બાજી લગાવી દીધી. જીવનને હોડમાં મૂકયું. એક વખત દેવને માટે એક વખત ગુરુને માટે અને એક વખત ધર્મને માટે. કુમારપાળે દેવાધિદેવની આરતિ ઉતારતાં ઉતારતાં પ્રભુજી ઉપર જે પુષ્પો જોયા તે એક જ ઋતુના હતા. તે જોઈને કુમારપાળના મનમાં વિચાર ઝબકયો, હું રાજા હોઉં અને મારા ભગવાનને છ ઋતુના કુલ ન ચઢે ? જયાં સુધી પરમાત્માને છ ઋતુના ફુલ ન ચઢે ત્યાં સુધી મારે ચારે આહારનો ત્યાગ. કેવું પ્રચંડ સત્વ ! અશકય જણાતું કાર્ય પણ સત્યના પ્રભાવે શક્ય બને છે. નજીકમાં રહેલા સમ્યફદ્રષ્ટિ દેવે કુમારપાળની ભકિત-શ્રધ્ધા અને સત્વથી પ્રભાવિત થઈને છએ ઋતુના ફુલ ઉદ્યાનમાં ઉગાડવા. ઉદ્યાનપાલકે આવી વધામણી આપી અને એ ફુલ પ્રભુને ચઢયા. કુમારપાળનો અભિગ્રહ પૂર્ણ થયો. ત્યારથી પરમાત્માને રોજ છ એ ઋતુના ફુલ ચઢવા લાગ્યા. એવો જ બીજો પ્રસંગ છે. કુમારપાળ ગુરુમહારાજને વન્દના કરવા ઉપાશ્રયમમાં ગયા. ત્યારે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના રચેલા ગ્રંથો અને તે સિવાયનાં ગ્રંથોનું લેખનકાર્ય ધમધોકાર કરનારા સાતસો લહીયા એમને એમ નવરા બેઠા હતા. ગપ્પા મારતા હતા અને બગાસા ખાતા હતા. મારા ગુરુમહારાજનાં ગ્રન્થલેખનનું કાર્ય કેમ અટકયું? શું કારણ? પૂછતાં ખબર પડી કે તાડપત્ર ખૂટી ગયા છે. નવા તાડપત્ર હજી આવ્યા નથી. નવા તાડપત્ર કાશ્મીરથી આવે છે. કુમારપાળને યાદ આવ્યું કે ઉદ્યાનમાં પણ સંખ્યાબંધ તાડના વૃક્ષો છે. પોતે જાતે જ ઉદ્યાનમાં ગયા. ઉદ્યાનપાલકને કહ્યું, આ તાડના પત્ર કાઢી આપો. લહીયાનું કામ અટકયું છે. ઉદ્યાનપાલકે કહ્યું, કૃપાળુ ! આ બધા ખરતાડ છે. ગ્રન્થ લખવામાં તો શ્રીતાડ જોઇએ. અને તે તો કાશ્મીરમાં થાય છે. આ સાંભળીને કુમારપાળ ઉદ્યાનમાં ઊભા ઊભા જ સંકલ્પ કર્યો, ગમે ત્યાંથી શ્રીતાડ મળવા જોઇએ. નહિ મળે ત્યાંસુધી ચલિત નહિ થાઉ અને ત્યારે જ હું કાઉસગ્ગ પૂર્ણ કરીશ. इहासने शुष्यतु मे शरीरं त्वगस्थिमांसं विलयं प्रयातु । આવો અખંડ સંકલ્પ તો કલ્પવૃક્ષ છે. તે શું ન આપે? અનન્ય સમર્પિતતા, Page #39 -------------------------------------------------------------------------- ________________ નગદ શ્રદ્ધા અને અખૂટસત્ત્વ ધાર્યું પરિણામ લાવી આપે છે. બધા જ ખરતાડ શ્રીતાડ થયાની ખબર ઉદ્યાનપાલકે આપી એટલે કુમા૨પાળે કાઉસ્સગ્ગ પરિપૂર્ણ કર્યો. પ્રવચનઃ ૨ આ ચમત્કાર છે. દેવ-ગુરુ પ્રત્યેની ભકિતનું આ ફળ છે. શ્રદ્ધાનું સર્જન છે. તેમની ધર્મ પ્રત્યેની નિષ્ઠા પણ એવી જ હતી. તેઓ જન્મજાત ક્ષત્રિય હતા. તેમની કુળદેવી કંટકેશ્વરી હતી. તે પણ તેવા જ પ્રકારની હોય. પ્રત્યેક વર્ષે ભોગ તરીકે તેની પાસે પાડો વધેરવામાં આવતો હતો. કુમારપાળે કેવલી કથિત શુદ્ધ અહિંસામય ધર્મ સ્વીકાર્યો હતો. ગુરુ મહારાજ પાસે સમ્યક્ત્વ મૂલ બારવ્રતો સ્વીકાર્યા હતા. પછી તો આ ન જ થઇ શકે ! કુમારપાળે ભોગ ધરવાની અનિચ્છા દર્શાવી. કુળદેવી નારાજ થઈ. પ્રાણાંત કષ્ટ આપ્યું. પણ કુમારપાળ કોનું નામ ! પ્રાણ અને પ્રતિજ્ઞા બેમાં તેણે પ્રતિજ્ઞાને પ્રિય ગણી. પ્રાણ તો જન્મોજન્મ મળશે પણ પ્રતિજ્ઞાપાલનનો અવસર તો અત્યારે જ મળ્યો છે. દ્રઢ રહ્યા. જે થાય તે ભલે થાય. જોતજોતામાં કોઢે શરીર ભરાઇ ગયું. રુંવાડામાં પણ થડકારો નથી. ધર્મની નિંદા ન થાય તે માટે પ્રાણત્યાગ કરવાની તૈયારી કરી. પણ ગુરુમહારાજ શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજે તેમને એમ કરતાં વાર્યા. તેઓના શુદ્ધ ચારિત્રના પ્રભાવે કંટકેશ્વરી દેવી ઉપાશ્રયની બહારના થાંભલા સાથે જ બંધાઇ ગઇ. થરથરવા લાગી. ફરી આવું નહીં કરું તેવું કહ્યું ત્યારે તેને મુકત કરી. આ પ્રસંગથી કુમારપાળ અને પ્રભુના ધર્મનો જયજયકાર વર્તાયો. આમ કુમારપાળમાં જેમ પ્રભુના ધર્મની અચલશ્રદ્ધા દેખાય છે, તેવી રીતે આપણે પણ સર્વકર્મના ક્ષયનો સર્વદુઃખ-ઉપાધિથી મુક્તિનો જે માર્ગ છે તે માર્ગથી-તે ધર્મથી ચલિત ન થવું જોઇએ. ગમે તે સ્થિતિમાં પણ વીતરાગ એ જ દેવ અને તેનું કહેલું કહેનારા અને તેણે બતાવેલા માર્ગે ચાલનારા ગુરુ તે જ ગુરુ, અને વીતરાગ દેવે કહેલ શુધ્ધ દયામય ધર્મ તે ધર્મ જ અમને માન્ય છે. આવી દ્રઢ શ્રદ્ધા દ્વારા જ એક દિવસ સાચા સુખની અનુભૂતિ થઇ શકે છે. સુખની અનુભૂતિ એ તો સકલ જીવરાશિનું ધ્યેય છે અને આપણું ધ્યેય એનાથી જુદું ન હોઇ શકે. આપણું અનન્તર ધ્યેય સમ્યક્ત્વ-આંશિક સુખ છે. અને પરંપર ધ્યેય સર્વાંશસુખ-મુતિ છે. આ ધ્યેયનું પળવાર પણ વિસ્મરણ ન ૫૨વડે. ધ્યેયનું વિસ્મરણ તો મરણ છે. આવું સાચું સુખ તો ઘરે જ મળે. લોકમાં કહે છે કે પૃથ્વીનો છેડો ઘર. માણસ ગમે ત્યાં જાય, હરે ફરે મોજ મઝા કરે પણ ત્યાંથી કંટાળે એટલે ઘર ૧૭ Page #40 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો સાંભરે. ઘરે કદી કંટાળો ન આવે. હવે વિચારો – અત્યારે જયાં તમે રહો છો તે તમારું ઘર છે? તમારું ઘર ક્યારે કહેવાય ? જયારે તમને તેમાંથી કોઈપણ ક્યારેપણ કાઢી ન શકે. એક ચિત્રકાર હતો. બહુ જ સુંદર ચિત્રો કરતો. તેની પીંછીમાં એવો જાદુ હતો કે કાગળ ઉપર તેનો લસરકો થાય અને માણસ હમણાં બોલશે તેમ લાગે. મોર હમણાં કળા કરશે તેમ લાગે. એની ઘરવખરી બહુ ઓછી. કાગળનો વીંટો-થોડી પીંછી, થોડાં રંગ-ગોદડી અને એક લોટો. કોઈ ઝાડની છાયામાં બેસી મનમોજથી ચિત્રો કરે. ચિત્ર દોરતો હોય ત્યારે રસ્તે જનારા બધા જોવા ટોળે મળી જાય. એકવાર એ ટોળામાં ત્યાંનો રાજા ભળ્યો. તેણે પણ ચિતારાની કળાની પ્રસંશા ખૂબ સાંભળી હતી. એટલે તે ત્યાં જોવા લાગ્યો. જોઈને તેનો કળાપ્રેમ પુલકિત થયો. ચિત્ર પૂરું થયું એટલે રાજાએ પોતાનો પરિચય આપ્યો અને વિનતિ કરીઃ આમ રસ્તાના કાંઠે ઝાડની નીચે ઉભડક રહો છો તેના કરતાં મારા મહેલમાં આવો તમને બધી સગવડ આપું. મઝાથી ખાવાનું – પીવાનું – પહેરવાનું – ઓઢવાનું આપું. હા, એક શરત ખરી – મારા મનમાં આવે તે દિવસે તમને વિદાયગીરી આપું અને તે જ ક્ષણે તમારે ચાલ્યા જવાનું. જોનારા દરેકે પણ દરમ્યાનગીરી કરીને ચિતારાને મહેલમાં રહેવા જવા આગ્રહ કર્યો, અને ચિતારો ગયો. કયારેય ન જોઈ હોય તેવી બધી સગવડો મળે છે. મઝાથી રહે છે. ચિત્રો કરે છે. પણ કયારેક કયારેક ચીતરવાનું ચાલતું હોય અને તેની પીંછી થંભી જતી. તે વિચારે ચઢી જતો. રાજા કાઢી તો નહીં મૂકે ને ! કયાં સુધી રાખશે ! કયારેક તો રાજાના રસોઇયાએ બનાવેલી ષટુ રસ ભોજનની થાળીનો કોળીયો પણ હાથમાં અટકી જતો અને અંતે એકવાર રાત્રે જ પોતે લાવેલો કાગળનો વિટો, પછી ને ગોદડી લઈને તેણે મહેલ છોડી દીધો. તેનું મન સતત ફફડતું. કયારે રાજા કાઢી મૂકશે એ ડર એને મૂંઝવતો હતો. તેથી ખાવા-પીવામાં કે ચિત્ર કરવામાં તેનું મન લાગતું નહીં. એટલે એક રાત્રે તેણે નિશ્ચય કરી લીધો કે રાજા મને કાઢે તે પહેલાં હું જ નીકળી જઉં ! આવું ચંચળ અને અનિશ્ચિત જીવન જીવવામાં મઝા કેમ આવે! બસ ! આવું જ આપણું છે. આ આપણું ઘર નથી એટલે ગમે ત્યારે યમરાજા આપણને અહીંથી કાઢી મૂકે. પછી તમારા પોતાના જ ઘરના માણસો તમે બનાવેલું, તમે જેને તમારું કહો છો તેવા ઘરમાંથી તમને કાઢશે. કાઢો રે ૧૮ Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૨ કાઢો એને સહુ કહે જાણે જનમ્યો જ નો'તો.” એક સિદ્ધ ભગવંતોનું જ સ્થાન એવું છે જયાંથી તેમને કયારેય - કોઈપણ કાઢનાર નથી. બસ સદા માટે સુખ-આનંદ ભોગવ્યા જ કરવાના. આપણે સાધન હોવામાં સુખ માન્યું. જયારે સિદ્ધ ભગવંતોને કાંઈ જ ન હોવામાં સુખ છે. આપણે જેને અને જેમાં સુખ માન્યું તે બધા સુખો દુઃખથી વીંટળાયેલા છે. આધિ-વ્યાધિથી ભરેલા છે. મોજે રોમયે | ભોગમાં રોગનો ભય છે. શુ ભુતિમયા કુળમાં વિચ્છેદનો ભય. વિત્તે તપત્રિાત્મયા ઘન હોય તો રાજાથી ભય. શાત્રે વમય શાસ્ત્રમાં વાદનો ભય. સર્વ વસ્તુ ભયયુકત છે. એક વૈરાગ્ય જ અભય છે. વૈરાગ્ય મેવામય ! આ આધિ-વ્યાધિ મનથી ને તનથી અનુભવાય છે. આ મન અને તને જ ન હોય તો! “ને રહે બાંસ ન બજે બંસરી.” “આધિ-વ્યાધિ તનમનથી લહીએ તસુ અભાવ સુખ ખાસો.” देहमनोवृत्तिभ्यां भवतः शारीर मानसे दुःखे ।। तदभावस्तदभावे सिद्धं सिद्धस्य सिद्धिसुखम् ॥ (प्रशमरति. २९६) સિદ્ધભગવંતના સુખનું વર્ણન કરતાં ધરવ થાય તેમ નથી. સંસાર સુખ લીનો, વગૂ અનંત કીનો,માવે ન એક પ્રદેશમેં સંસારના સઘળા સુખ ભેગા કરીએ, તેમાં દેવલોકના સર્વાર્થસિદ્ધ સુધીના સુખ ભેગા કરીએ તોય શુદ્ધ આત્માના એક પ્રદેશના સુખની સરખામણીમાં ન આવે. આવા, દુઃખના અંશ વિનાના, આવ્યા પછી કદિ પાછા નહિ જનાર અને જેને મેળવ્યા પછી કશું જ મેળવવાની ઇચ્છા ન રહે તેવા સુખમાં સિદ્ધો નિરંતર મહાલનારા હોય છે. માટે જ તેઓ રાતા-માતા છે. સુખી માણસો લાલબુંદ હોય છે ને ! આવા સુખી આપણે બનવાનું છે માટે જ લાલવર્ણનું આયંબિલ કરવાનું અને સિદ્ધભગવન્તોનું રકતવર્ણથી ધ્યાન કરવાનું છે. અરિહંત અને સિદ્ધ એ બે સાધ્યકક્ષાના આરાધ્ય તત્ત્વો છે. નવપદમાં જે દેવ-ગુરુ અને ધર્મ એમ ત્રણ વિભાગ છે તેમાં દેવવિભાગમાં આ બે તત્ત્વ આવે છે. ઉપકારની અપેક્ષાએ અરિહંતનો ઉપકાર છે માટે પહેલું સ્થાન અરિહંતનું અને બીજું સિદ્ધભગવન્તનું. એક નયથી સિદ્ધભગવંતો આઠકર્મથી મુક્ત છે તેથી તેનું સ્થાન પહેલું આવે પણ સિદ્ધને ઓળખાવનારા અરિહંતો છે અને સિદ્ધ થવાનો માર્ગ બતાવનારા પણ અરિહંતો છે તેથી પહેલું સ્થાન એમનું છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો સિદ્ધ ભગવાનનાં ધ્યાનમાં આકર્ષણ શિત છે. લાલવર્ણ આકર્ષણ કરનારો છે. તમારે ધર્મનું આકર્ષણ તમારા ચિત્તમાં કરવું છે ? છ મહિના લાલવર્ણથી સિદ્ધનું ધ્યાન કરો અચૂક ધર્મી બની જશો. આવા સિદ્ધભગવંતોનું ધ્યાન રોજિંદુ બને તે માટે પ્રભુની અગ્રપૂજામાં તેને સ્થાન આપી દીધું. તમે બધા પ્રભુપૂજા કર્યા પછી ચૈત્યવંદન તો કરતાં જ હશો ? અને એ ચૈત્યવંદન પહેલા સરસ મઝાના અખંડ-અદ્ભૂષિત અક્ષતવડે સ્વસ્તિક રચતાં હશો ને ? માત્ર સ્વસ્તિક જ નહીં પણ પ્રભુસમક્ષ અગ્રપૂજામાં અષ્ટમંગલ આલેખવાની પ્રાચીન પ્રણાલિકા હતી. ‘આલેખે મંગળ આઠ’ સભા : અમે પણ રોજ અષ્ટમંગલની પૂજા તો કરીએ જ છીએ. ભાઇ, એ કાંઇ પૂજયદ્રવ્ય નથી પણ પૂજનદ્રવ્ય છે. સભા : એટલે શું ? આ વિશ્વમાં પૂજય-પૂજા કરવા લાયક તો માત્ર પંચપરમેષ્ટિ ભગવન્તો જ છે. સત્કાર - સન્માન કરવા લાયક ઘણાં પણ પંચાંગ પ્રણિપાત તો માત્ર પંચપરમેષ્ટિ ભગવંતોને જ હોય. આ અષ્ટમંગલ પંચપરમેષ્ટિમાં આવે ? ના. સભા અમે તો વર્ષોથી આની પૂજા કરીએ છીએ. દરેક જગ્યાએ બધા જ આમ કરે છે અને શાન્તિસ્નાત્ર પહેલાં તો અષ્ટમંગલનું પૂજન થાય છે જ. એ વાત સાચી પણ તમે એ અષ્ટમંગલપૂજનની મૂળવિધિ જોશો તો તેમાં પૂજન નથી લખ્યું પણ આકૃતિ આલેખીને સત્કાર માટે પુષ્પ વગેરેથી વધાવવાનું લખ્યું છે. આપણે તેને પૂજનમાં લઇ ગયા. વળી સત્તરભેદીપૂજામાં એક પૂજા અષ્ટમંગલવડે કરવાની આવે છે જુઓ વાત આમ છે ઃ શ્રાવકો પ્રભુની પૂજા કરીને સ્વચ્છ તંદુલ-અક્ષતથી અષ્ટમંગલ રચતા હતા. બધાને તો એમ હાથમાં ચોખા લઇને આઠે મંગળની આકૃતિ રચતાં ન આવડે. એટલે વિધિપૂર્વક બધું થાય તે માટે સેવનના લાકડાના પાટલામાં આ આઠે મંગલની આકૃતિ કોતરાવીને રાખે. તેને ચોખાથી પૂરે એટલે આઠે મંગળની આકૃતિ રચાઇ જાય. ચૈત્યવંદન થઈ ગયા પછી તે પાટલો ત્યાંજ રાખે. હવે કોઇ ભકિત અને કિત્તસંપન્ન હોય તેને આ પાટલો ચાંદીનો કે પંચધાતુનો બનાવવાનો ભાવ થયો. તેથી સારી; ધાતુની પાટલી બનાવીને તેના વડે પ્રભુની અગ્રપૂજા કરતાં. પૂજા કર્યા પછી એ પાટલી દેરાસરમાં મૂકી. કોઇકે ૨૦ Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૨ તેને જોઈ – આ તો સોનાની છે એમ માની એ પંચધાતુની પાટલી ઉપાડી. આ રીતે બન્યા પછી એ પાટલી દેરાસરના ગર્ભગૃહ - ગભારામાં રાખવાથી સુરક્ષિત રહેશે એમ લાગવાથી એ પાટલી ગભારામાં મૂકવામાં આવી અને તમારા બધાની તો એવી સમજ ખરીને ! કે જે કાંઈ ગભારામાં હોય તે બધું પૂજા કરવાલાયક અને તે બધાની પૂજા કરવાની. આમ એ પૂજાના ક્રમમાં દાખલ થઈ ગઈ. બાકી તો તે પૂજનદ્રવ્ય જ છે. આજે પણ હાથથી ચોખાના અષ્ટમંગલ આલેખનારા ભાગ્યશાળી છે. હાં.. તો પ્રભુની અગ્રપૂજામાં આ સ્વસ્તિક રચીને ચતુર્ગતિમય સંસારમાંથી છૂટવા માટે દર્શન જ્ઞાનને ચારિત્રરૂપ રત્નત્રયીના પુંજ કરવાના અને એની નિર્મળ નિર્માય આરાધના કરીને લોકાગ્રભાગે સ્થિર થવાનું છે. ત્યાં અનંત સિદ્ધભગવંતો છે. તેઓનું સ્થાન લોકાંતે છે. સિદ્ધશિલા ગુણ ઉજળી, લોકાંતે ભગવંત; વસીયા તેણ કારણ ભવિ; સિદ્ધશિલા પૂર્જત. સિદ્ધના જીવનની શકિત હજીય આગળ જવાની છે. આત્માને પ્રદેશ પ્રદેશ રહેલા અનન્તાનન્ત કર્મો ખરી પડયા એટલે આત્માનું સહજ સ્વરુપે પ્રગટ થયું. તેની શકિત અનંત છે. સાતરાજલોકનું અંતર માત્ર એક સમયમાં ઓળંગીને આત્મા લોકાંતે અટકે છે. આત્મા હજી આગળ જાત પણ લોક પછી આવે અલોક. તે અલોકમાં ઘર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય નથી. ગતિ કરવી હોય તો ધર્માસ્તિકાય જોઇએ અને સ્થિર થવું હોય તો અધર્માસ્તિકાય જોઈએ. અલોકમાં બન્ને નથી એટલે આત્મા ત્યાં અટકી જાય છે. આત્મા જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. જ્ઞાન અને આનંદ એ જયોતિસ્વરૂપ છે. પ્રકાશ સ્વરૂપ છે. એટલે અનંત આત્મામાં શુદ્ધ થયેલો - સિદ્ધ થયેલો આત્મા જયોતિમાં જયોત સમાય તેમ સમાઈ જાય છે. तन्वी मनोज्ञा सुरभि पुण्या परमभास्वरा । प्राग्भार नाम वसुधा लोकमूर्ध्नि व्यवस्थिता ॥१९॥ (ત્તિમોપવેશ રિક્ષા) અર્જુન સુવર્ણ જેવી ઉજ્જવળ-શ્વેત આ શિલા છે. આમ તો આ શિલા સર્વાર્થસિદ્ધ વિમાનથી માત્ર સાડાબારયોજન દૂર છે, પણ ત્યાંથી સીધું ત્યાં પહોંચાતું નથી. ત્યાં જવા માટે મનુષ્યલોકમાં આવવું પડે છે. આ શિલાનો આકાર આઠમના ચન્દ્રમા જેવો છે. તમે બધા સિદ્ધશિલાનો આકાર કેવો કરો છો? * ૨ ૧ Page #44 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો સભા : બીજના ચન્દ્ર જેવો. આવો કેમ કરો છો ? સભા : ચોખા ઓછા વપરાય ને ? ઠીક છે, બાકી સાચો આકાર આવો જોઇએ. એ આકાર પાછળ એક એવી પરિકલ્પના છે કે ઉપરની એક લીટી છે તે લોકનો અન્ત ભાગ, વચ્ચે જે જગ્યા ખાલી છે ત્યાં અજ અવિનાશી અકલ અજરામર કેવલદંસણ નાણી જી, અવ્યાબાધ અનંતુ વીરજ, સિદ્ધ પ્રણમો ગુણખાણી. ‘ આવા અનંત સિદ્ધભગવંતો વિરાજે છે. આ સિદ્ધભગવંતોના આમ તો અનંતગુણ છે પણ આપણે એ અનંતગુણના પ્રતિક સ્વરૂપ આઠ ગુણોને એમના જેવા ગુણી થવા માટે પૂજવાના છે. ભાવપૂજાની વાત આપણે કરીને- "ભાવ અભેદ થવાની ઇહા” પ્રભુની સાથે અભેદભાવ સાધવાનો છે. ધ્યાન-પૂજન-જાપ દ્વારા અભેદતા સાધવાની છે. તપ-જપ દ્વારા ચિત્ત નિર્મળ બને છે. નિર્મળ બનેલું ચિત્ત પ્રભુ સાથે અનુસંધાન સાધવામાં સહાયક બને છે. એટલે તપમાં આયંબિલ પણ તન-મન હળવું બને-૨હે તેવું કરવું જોઇએ. આયંબિલનો રૂક્ષ આહાર પણ અતિ કરવાથી ચિત્ત વિકારવાળું બને છે. આ રીતે સિદ્ધભગવાનની આરાધના કર્યા બાદ ગુરુવર્ગમાં પ્રથમ એવા સૂરિ ભગવન્તોનો શ્રી સંઘ ઉપર કેવો ઉપકાર છે, જિનશાસનમાં તેઓનું શું સ્થાન છે. તે બધી વાતો અને આ આચાર્યપદારૂઢ આચાર્ય શ્રી મુનિચન્દ્રસૂરિજી મહારાજનો શ્રીપાળ અને મયણાના જીવનમાં કેવો મહત્ત્વનો ભાગ છે તે બધી વાતો અવસરે જોઇશું. અગ્રે અધિકાર વર્તમાન. ૨૨ Page #45 -------------------------------------------------------------------------- ________________ Page #46 -------------------------------------------------------------------------- ________________ જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિજી મહારાજ પ્રતિમા : જાલોર (રાજસ્થાન) Page #47 -------------------------------------------------------------------------- ________________ श्री आचार्यपद वन्दना ॥३॥ जे पंचविहायारं, __ आयरमाणा सया पयासंति । लोयाणणुग्गहत्थं, ते आयरिए नमसामि ॥१॥ जे निच्च मप्पमत्ता, विगह विरत्ता कसायपरिचत्ता। धम्मोवएस सत्ता, ते आयरिए नमसामि ॥२॥ अत्थमिए जिणसूरे, केवलि चंदोवि जे पईवुव्व। पयडंति इह पयत्थे, ते आयरिए नमसामि ॥३॥ - सिरिसिरिवालकहा ॥ Page #48 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો આચારજ ત્રીજે પદે, નમીયે જે ગચ્છ ઘોરી રે.... શ્રી સિદ્ધચક્રજીની ઓળીમાં આજે ત્રીજો દિવસ છે. દેવતત્ત્વની આરાધના કરી હવે ગુરુતત્ત્વની આરાધના શરુ થાય છે. તેમાં પહેલી આચાર્યપદની આરાધના આજે કરવાની છે. આચાર્ય છત્રીશ ગુણથી યુકત હોય છે. જિનશાસનમાં આચાર્ય ભગવંતનું સ્થાન પરમાત્માના વિરહકાળમાં બહુ મહત્ત્વનું છે. તિર્થીયર સમી સૂરિ સખ્ત ગો નિણમય પામેરૂં છે શુદ્ધ પ્રરૂપક ગુણ થકી જે જિનવર સમ ભાખ્યા રે પ્રભુના વચનોની વફાદારીપૂર્વક જગતના જીવોના કલ્યાણ કાજે પ્રભુના મૂળમાર્ગનું દર્શન કરાવવું તે જ કાર્ય અગત્યનું છે. દીવો જેમ માર્ગનું દર્શન કરાવે છે તેમ પ્રભુના માર્ગનું દર્શન તેઓ કરાવે છે. દિવાનો વર્ણ પીળો છે. તેથી તેમનું ધ્યાન પીળા વર્ણથી કરવાનું છે. પીળો વર્ણ સ્થિરતાનો દર્શક છે. આચાર્ય મહારાજથી જેઓ ધર્મ પામે છે તેઓ ધર્મમાં સ્થિર થાય છે. આવા ધર્મમાં સ્થિર થયેલા આચાર્ય મહારાજા વડે જ શાસન ચાલ્યું છે – ટકયું છે. પચ્ચીસસો વર્ષ જેટલો લાંબો કાળ અવિચ્છિન્ન રીતે આ શાસન જો ટકયું હોય તો આચાર્ય મહારાજોના કારણે જ. આવા શ્રી સંઘ ઉપર પરમોપકાર કરનાર આચાર્ય ભગવંતો ઘણાં થઈ ગયા. જેમ બગીચામાં એકને સૂંઘીએ ને એકને ભૂલીએ તેવા ઘણા ફૂલ હોય તેમ આ પ્રભુશાસન રૂપી બાગમાં ઘણા સૂરિવરો થયા છે. શ્રીપાળ અને મયણાના જીવનના પથદર્શક પણ આવા જ એક આચાર્ય શ્રી મુનિચંદ્રસૂરિજી મહારાજ થયા હતા. તમે સૌરાષ્ટ્રના છો તેથી આ સૌરાષ્ટ્રની ધરતીને પોતાની અંતિમ અવસ્થા દ્વારા પવિત્ર કરનાર અને સૌરાષ્ટ્રમાં જ કાળધર્મ પામીને આ ભૂમિ તીર્થભૂમિ બનાવનાર મહાપુરુષશ્રીના જીવનના કેટલાક પ્રેરણાદાયી પ્રસંગો જોઈએ - એ મહાપુરુષનું નામ છે જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી મહારાજ. તેઓની જન્મભૂમિ તો પાલનપુર છે. વિહારભૂમિ છે ગુજરાત-રાજસ્થાન દિલ્હી. પણ આ સૌરાષ્ટ્રની ભૂમિના પુણ્ય તપતા હશે કે એ મહાપુરુષે પોતાના છેલ્લા ત્રણ વર્ષ અહીં સૌરાષ્ટ્રના અજારા પાર્શ્વનાથ તીર્થની પાસેના ઉના ગામે વીતાવ્યા. એ ઉનાની પાસે દીવબંદરમાં લાડકીબાઈ નામે શ્રાવિકા. શાસનના પરમરાગી. તેઓની તથા બીજા શ્રાવકોની આગ્રહભરી વિનતિથી આચાર્યમહારાજ ઉના પધાર્યા, રહ્યા અને છેલ્લો શ્વાસ પણ ત્યાં જ લીધો. www.jainen Ery.org Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન: ૩ ઉના સંઘમાં ગુરુતત્ત્વ પ્રત્યેની ભક્તિ કેવી પ્રબળ હશે! પૂજયશ્રીના ત્રણ ચોમાસા ઉનામાં થયા. તેમાં છેલ્લા ચોમાસાની વાત છે. તેઓશ્રી ભાદરવા સુદિ અગ્યારસે કાળધર્મ પામ્યા. આ પ્રસંગ પર્યુષણા પહેલાંનો છે. પૂજયશ્રીને વૃદ્ધાવસ્થાના કારણે પગે સોજા થઈ આવ્યા છે. બીજી પણ નાની-મોટી શારીરિક પીડા છે. વૈદ્યના ઉપચાર ચાલુ છે. દવા અનુપાન સાથે નિયમિત ચાલે છે. એક દિવસની વાત છે. સવારે તેઓના શિષ્ય સોવિજયજી મહારાજ વ્હોરવા જવા નીકળ્યા એટલે પૂજયશ્રીએ કહ્યું કે આજે દવા લેવાની નથી અનુપાન લાવશો નહીં. પૂજયશ્રીને દવા લેવા તેમણે તથા બીજા સાધુઓએ ઘણો આગ્રહ કર્યો પણ પૂજયશ્રી એકના બે ન થયા. એ વાતને થોડા કલાકો વીત્યા હશે અને પૂજયશ્રીએ એક સાધુમહારાજને બોલાવ્યા. પૂછયું, કેમ કાંઈ સ્વાધ્યાયનો અવાજ નથી આવતો. સાધુ તો નિરંતર વાચના-પૃચ્છના - પરાવર્તના વગેરે સ્વાધ્યાયમાં રમમાણ જ હોય. જળ વિના માછલી રહે તો સ્વાધ્યાય વિના સાધુ રહે. સાધુ કહે કે અસજઝાય છે. પૂજયશ્રી કહે આજે શાની અસજઝાય? સાધુ મહારાજ કહે કે બાળકો રડે છે. રડતાં બાળકનો અવાજ આવે ત્યાં સુધી સ્વાધ્યાય ન થાય. પૂજયશ્રીએ કહ્યું, બાળકો કેમ રડે છે? સાધુ કહે, બાળકો ભૂખ્યા છે. કેમ ભૂખ્યા છે ? તો કહે કે માતાઓ તેને સ્તનપાન કરાવતાં નથી. સ્તનપાન કેમ કરાવતા નથી ? આપ ઔષધ લેતા નથી એટલે ! પૂજયશ્રી એકદમ ગળગળા થઈ ગયા અને કહે કે એમ છે? જો એવું હોય તો લાવો.. લાવો દવા લાવો. મારા કારણે ધાવણા બાળકો ભૂખ્યા રહે તે કેમ ચાલે? સાધુમહારાજ અનુપાન વહોરવા નીકળ્યા. સંઘને ખબર પડ્યા કે મહારાજશ્રીએ દવા લેવાની હા કહી. એટલે સકલસંઘમાં આનંદ-આનંદ છવાઈ ગયો. ક્ષણ માટે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ સિંહ અણગાર પાસેથી ઔષધ મંગાવીને વાપર્યું અને રોગ મટયો તેથી સમગ્ર સંઘમાં હકે સે મહાવીરે, તુકે સે મહાવીરે એવો આનંદઘોષ ગૂંજી ઉઠયો.એ પ્રસંગ યાદ આવી ગયો. કહો, શ્રી સંઘને સૂરિજી મહારાજ પ્રત્યે કેવી અનહદ ભક્તિ હશે ! આપણે તો મહારાજશ્રી બિમાર હોય તો વૈદ્ય-ડોકટર લાવીએ. દવા માટે આગ્રહ ૨૭. Page #50 -------------------------------------------------------------------------- ________________ નવપદનાંપ્રવચનો કરીએ, તેઓ લેવાની ના કહે તો પછી તમે શું કરો? સભા અમે કહીએ અને ન લે તો પછી અમે શું કરી શકીએ. કેમ, શ્રી હીરવિજયજીસૂરિજી મહારાજ માટે ઉનાની શ્રાવિકાઓએ શું કર્યું? તમને એવું સૂઝે ? એવું કયારે સૂઝે ! હૃદયના ઊંડાણમાં ભકિત પ્રકટે તો. તેઓનો ઉપકાર સતત આંખ સામે રહે. આમની ભકિતથી આત્માને ઘણો લાભ છે. આવા વિચાર આવે તો ભકિત પ્રકટે. આવી વિનયભરી ભકિતને ભલભલાને વશ થવું પડે. શ્રી હીરવિજયસૂરિજી મહારાજ જેવા મહાપુરુષ એવું માનતા હતા કે આ શરીર હવે કાંઇ કામ આપતું નથી, ચારિત્રધર્મમાં સહાયક બનતું નથી તો તેને શા માટે પોષવું ? શા માટે ઔષધ લેવા. આવા વિચાર સુધી પહોંચી ગયા છતાં આ ભકિતથી ઔષધ લેવા તૈયાર થયા. મહાપુરુષો પોતાની જાત માટે વજ્ર જેવા કઠિન હોય છે. અને જગતને માટે કમળ કરતાં પણ કોમળ હોય છે. वज्रादपि कठोराणि, मृदूनि कुसुमादपि । लोकोत्तराणां चेतांसि को हि विज्ञातु मर्हति ॥ બીજાને દુ:ખ થાય તેવા વચન પણ ન કહે. પોતે વેઠી લે. તેમના જીવનનો એક બીજો પ્રસંગ છે - ક્ષમા ગુણ એવો સહજ કેળવ્યો હતો. સવારે પડિલેહણ ચાલતું હતું. શ્રી સોમવિજયજી પૂજયશ્રીના વસ્ત્રોનું પડિલેહણ કરતા હતા. ચોલપટ્ટાનું પડિલેહણ કરતાં લોહીના ડાઘા દેખાણાં. અને સોમવિજયજી મહારાજ ચમકયા. પૂજયશ્રીને પૂછયું કે આ શું થયું છે ? પૂજયશ્રીએ કહ્યું કે પાછળ પૂંઠે એક ગૂમડું થયું છે. રાત્રે પ્રતિક્રમણ પછી કોઇ શ્રાવક ભકિત કરવા આવ્યો. તેની આંગળીમાં વેઢ હતો તે બરાબર આ ગૂમડાં ઉપર આવ્યો. ગૂમડું સહેજ કાચું હતું એટલે આમ બન્યું હશે ! પછી તો સોમવિજયજી કાંઇ બાકી રાખે. જેટલા લોકો સવારે વંદન કરવા આવ્યા તે બધાની ખબર લઇ નાખી. કોણ કોણ પ્રતિક્રમણમાં હતા ! કોણે ભકિત કરી ! મારા ગુરુમહારાજને કોણે પીડા પહોંચાડી ! કોણ બોલે ? પૂજયશ્રીએ કહ્યું કે આમાં કોઇનો દોષ નથી મારા કર્મનો દોષ છે. કોઇને ઠપકો ન દેવાય. પૂર્વના મુનિવરોને કેવા કેવા કષ્ટ પડયા છે. એમ કહીને બંધકમુનિ, ગજસુકુમાલ મુનિ. મેતારજ મુનિને સંભારે છે. પોતાને વેદના ૨૮ Page #51 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનઃ ૩ થઈ તે જાતે તો કહ્યું જ નહીં. પૂછ્યું ત્યારે કહ્યું, પણ જવાબદાર તો પોતાને જ ગણાવ્યા. આ જ ખૂબી છે. આવા જ ક્ષમાગુણના પ્રભાવે એક આચાર્ય મહારાજ દ્વારા જ આપણને શ્રી ઋષભદેવ ભગવાન મળ્યા. ઠાણાંગ સૂત્રમાં ધર્મના ચાર દ્વાર કહ્યા છે તેમાં પહેલું દ્વાર ક્ષમા કહી છે. વસન્તપુર તરફ જતાં સાર્થની સાથે આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજી મહારાજ પધાર્યા છે. વચ્ચે જ અટવીમાં અનરાધાર વરસાદ આવે છે. સાર્થ રોકાઈ જાય છે. દિવસો વીતતાં લોકો પાસે અનાજ-પાણી ખૂટી જાય છે. સાધુમહારાજને યોગ્ય ગોચરી-પાણી મળતાં નથી. એક દિવસ ધન્ના સાર્થવાહને મુનિઓનું સ્મરણ થયું. એને લાગી આવ્યું કે મારા ભરોસે આવેલાની મેં કાળજી ન લીધી. શરમિંદા બનીને આચાર્ય મહારાજ પાસે ગયા અને અફસોસ જાહેર કર્યો, ત્યારે આચાર્યમહારાજે કહ્યું કે તમે તો અમને ખૂબ સહાયક બન્યા છો. તમે જ અમને સાચવીને લઇ આવ્યા છો. તમારો સાથે છે તો અમારું આ જંગલમાં પણ હિંસક પ્રાણીથી રક્ષણ થાય છે. તમે જ સંભાળ લો છો. છતાં તેઓએ આગ્રહભરી વિનંતિ કરી કે લાભ આપવા પધારો. બે સાધુઓને મોકલ્યા. તેઓને ઘી વ્હોરાવતાં વ્હોરાવતાં મનના નિર્મળ પરિણામની ધારા ચઢી અને તે જ વખતે આ અનાદિના રાગદ્વેષની ગ્રંથિનો ભેદ થયો અને “સમકિત રવિ ઉગ્યો ઝળહળતો ભરમ તિમિર સવિ નાઠો.” સમ્યકત્વની પ્રાપ્તિ થઈ અને તે તેમનો એકડો, પહેલો ભવ એ બન્યો પછી તેરમે ભવે ઋષભદેવ ભગવાન બન્યા. આવા લાભ આ ક્ષમાગુણના અને આચાર્યમહારાજના છે. અકબર જેવા રાજવીને જૈન ધર્મ પ્રત્યે રાગી બનાવે તે ચારિત્ર્યબળ કેટલું ઊંચુ કહેવાય. આવા જ ચારિત્રધર આચાર્યમહારાજ માટે કહેવાયું છે કે આવા સૂરિવરના નામથી વિષ્ણા મંતા સિતિ | વિદ્યા અને મંત્ર પણ સિદ્ધ થાય છે. અરે ! તેઓનું નામ જ મંત્રસ્વરૂપ હોય છે. તેઓના સ્પર્શથી અમૃતનો સંચાર થાય છે. જગદ્ગુરુશ્રીના જીવનનો જ પ્રસંગ છે. એક એવી ઘટના બની છે કે પૂજયશ્રીને કુણગેરથી ગુપ્ત ભોયરા દ્વારા વડાવલી પહોંચવું જરૂરી હતું. સાંજે જ નિર્ણય લીધો અને સંધ્યા સમયે ગામ બહાર આવી ગયા. જયાંથી વડાવલીનું ગુપ્ત ભોંયરું હતું ત્યાં આવ્યા. સાથે શ્રી Page #52 -------------------------------------------------------------------------- ________________ નવપદના પ્રવચનો સોમવિજયજી હતા. ખાડામાં ઉતરીને પથ્થરનું બારણું ખોલીને સુરંગમાં જવાનું હતું. ખાડાની જગ્યા અવાવરુ-ઝાડા-ઝાંખરાવાળી હતી. જયાં બારણા પાસે ગયા ત્યાં જ સોવિજયજી બૂમ મારી પગ દબાવીને બેસી ગયા. સાપ ડંખ દઈને ઝપાટાબંધ ભાગી ગયો. ત્યાંથી જલ્દી આગળ પહોંચવું જરૂરી હતું. પૂજયશ્રીએ ડંખની જગ્યાએ સાત વખત હાથ ફેરવ્યો ને ઝેર ઉતરી ગયું. સોમવિજયજી સ્વસ્થ બની ગયા. બન્ને વડાવલી પહોંચી ગયા. આવો પ્રભાવ તેઓના સ્પર્શનો હતો, તેઓના નામમંત્રથી આજે પણ સર્પનું ઝેર ઉતરે છે. આવા સિદ્ધપુરુષો સૂરિતત્ત્વથી સમલંકૃત હોય છે. તેમનું પીળા વર્ષે ધ્યાન કરવાનું હોય છે. પીળો વર્ણ સ્થિરતાનો સૂચક છે. આચાર્ય મહારાજ આચારમાં સ્થિર હોય છે અને અન્ય યોગ્ય જીવોને જ્ઞાનાચાર આદિ પાંચે આચારમાં સ્થિર કરે છે. અને આપણે પણ તેમની આરાધના દ્વારા આચારની સ્થિરતા પામવાની છે. મયણાની જ વાત લો ને, પ્રજાપાળ રાજાએ ભરી સભા વચ્ચે મયણાનો તિરસ્કાર કર્યો. પોતાની વાતમાં સંમત ન થવાના કારણે મયણાને દુઃખી ક૨વા એક કોઢીયાની સાથે લગ્ન કરાવ્યા. ચારેકોર ધર્મની નિંદા થવા લાગી. લોકો બોલવા લાગ્યા. જોયું... ધર્મના વિચારની જીદે ચઢી તો કેવા માઠાં ફળ મળ્યા. આ રીતે થતી ધર્મની નિંદા સહન ન થતાં પોતાની ધર્મશ્રદ્ધાને સ્થિર કરવા તેઓ આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિજી મહારાજ પાસે ગયા. તેઓએ સિદ્ધચક્ર ભગવંતની આરાધના બતાવી અને શ્રીપાળને ધર્મમાં સ્થિર કર્યા. શ્રીપાળ અને મયણાના જીવનની સફળતામાં, તેની સિદ્ધિમાં આચાર્યમહારાજનો બહુ મોટો ફાળો છે.. રાજા પ્રદેશીના જીવનનું ઉર્ધીકરણ પણ આચાર્યશ્રી કેશી ગણધર મહારાજને આભારી છે. રાજા પ્રદેશી પહેલા કેવા હતા ? તેમના માટે શાસ્ત્રમાં કેવા વિશેષણ છે ? દુષ્ટ, ધીઢ, નિર્લજ્જ, નાસ્તિક. છતાં તેઓ પોતાના જીવનના ઉત્તરાર્ધમાં કેવું ઉમદા જીવન જીવી ગયા. કેશી ગણધર પાસેથી ધર્મ પામ્યાના બીજા દિવસથી જ પોતાના પાપોનું પ્રાયશ્ચિત્ત શરૂ કર્યું છટ્ઠના પારણે છટ્ઠ શરૂ કર્યા. તેર છઠ્ઠ થયા અને તેરમાં છટ્ઠના પારણે એટલે કે ૩૯ માં દિવસે તેમના જ પત્ની સૂર્યકાન્તા રાણી દ્વારા કરાયેલા વિષપ્રયોગથી સમાધિપૂર્વક કાળધર્મ પામી સૂર્યાભદેવ થયા. દેવપણું પામ્યા પછી તુર્ત વિચારે છે, કોના પ્રભાવે હું દેવપણું પામ્યો ? કેશી ગણધર મહારાજનો ઉપકાર યાદ આવ્યો ! પ્રભુ મહાવીર પાસે સમવસરણમાં પહોંચ્યા. પ્રદક્ષિણા દઈ, વન્દના કરીને છ પ્રશ્ન પૂછે છે. હું ભવ્ય છું કે અભવ્ય ? ૩૦ Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન: ૩ પ્રભુએ કરી વિરોધી સભ્ય દ્રષ્ટિ, હું દુર્લભબોધિ છું કે સુલભબોધિ? સમ્યગૂ દ્રષ્ટિ કે મિથ્યાદ્રષ્ટિ? ચરમશરીરી કે અચરમશરીરી ? વિરાધક કે આરાધક ? પરિત્ત સંસારી કે અપરિત્તસંસારી? પ્રભુએ કહ્યું કે તમે ભવ્ય છો. સુલભબોધિ છો, સમ્ય દ્રષ્ટિ છો. આરાધક છો, પરિત્તસંસારી છો અને ચરમશરીરી છો. પ્રભુના શ્રીમુખથી આવું સાંભળીને ખૂબ પ્રમુદિત થયા – રાજી થયા અને બત્રીસ નાટકની રચના કરીને ભકિત પ્રદર્શિત કરી. પ્રદેશના જીવનમાં કેશી ગણધર આચાર્યમહારાજનો કેટલો મોટો ઉપકાર ! આવા આવા આચાર્ય મહારાજોથી જ પ્રભુએ ૨૫૦૦ વર્ષ પહેલા સ્થાપેલું શાસન આપણા સુધી પહોંચ્યું છે. તેમના ઉપકાર સંભારી, તેમના જેવા ગુણ આપણામાં આવે, તેમની આરાધનાથી આપણા જીવનમાં પણ તેમના જેવી આચારની સ્થિરતા આવે. એવા શુભ આશયથી આજે ચણાના ધાન્યનું આયંબિલ કરવાનું. “નમો આયરિયાણં' પદની ૨૦ માળા, આચાર્યમહારાજના ૩૬ ગુણોની દ્રષ્ટિએ ૩૬ ખમાસમણા, ૩૬ લોગસ્સનો કાઉસ્સગ્ગ, ૩૬ સાથિયા કરીને આરાધના કરવાની છે. “તપાગચ્છ” એવું નામ જેઓશ્રીના કારણે પડ્યું તે શ્રી જગચંદ્રસૂરિજી મહારાજે જીવન પર્યન્ત આયંબિલ કર્યા હતા. આવા પરમ તપસ્વી આચાર્યમહારાજનું સ્મરણ જો આયંબિલ કરતાં-કરતાં થઈ જાય તો આયંબિલમાં પણ આ રોટલી ઊની નથી, અને ઢોકળા પોચા નથી. આવી ફરિયાદો કરવાનું મન જ ન થાય. વિક્રમના દશમા સૈકામાં થઈ ગયેલા શ્રી યશોભદ્રસૂરિજી નામના એક આચાર્ય મહારાજ તો એવા રસવિજેતા હતા કે આચાર્યપદવીના દિવસથી અભિગ્રહ કર્યો હતો કે, નિત્ય છ વિગઈનો ત્યાગ અને તેમાં માત્ર આઠ કોળીયા જ આહાર લેવો. રાસમાં આવે છે - यशोभद्रसूरि चिंतइ सार, विगइ विषय- करइ विकार, विगइ छ छंडी तिणिवार, लेडं आठ कवल आहार ॥ કેટલી દુષ્કર પ્રતિજ્ઞા ગણાય. આવા બધા મહાપુરુષોને સામે રાખીએ તો આપણને પ્રેરણા મળે. પ્રભુ-શાસનની ધુરા સંભાળનારા, શાસનનું સુકાન ચલાવનારા પુરુષો આરાધક પણ હોય ને પ્રભાવક પણ હોય. આવા-આવા ઘણા ગુણોથી ભર્યા-ભર્યા હોય છે. આ જ તમારા સૌરાષ્ટ્રના મહુવા બંદરમાં પ્રભાવસંપન્ન સૂરિરાજ થઈ ૩૧ Page #54 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો ગયા. તેઓનું શુભ નામ શાસનસમ્રાટ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજ હતું. તેઓશ્રી સચ્ચારિત્રધર પુરુષ હતા. તેથી જ વચનસિદ્ધ પુરુષ હતા. બ્રહ્મચારીનું ચિન્તવ્યું ળે અને તપસ્વીનું બોલ્યું ફળે. તેઓએ એ ગુણ પરાકાષ્ઠાએ કેળવ્યો હતો. મન-વચન અને કાયાથી આ બ્રહ્મચર્ય સહજ રીતે પાળતા હતા. તેથી જ આપણે જેને ચમત્કાર કહીએ તેવા પ્રસંગો બનતા હતા. કદંબગિરિજી તીર્થમાં બનેલી ઘટના છે. વિ.સં. ૧૯૮૯ની આસપાસની વાત છે. અમદાવાદનું એક કુટુંબ યાત્રા માટે આવ્યું હતું. સ્ત્રી-પુરુષ અને તેમનો એક દીકરો ત્રણ જણા હતા. પાલિતાણાથી ઘોડાગાડીમાં કદંબિગિર આવ્યા. સેવા-પૂજા કરી. ભોજનશાળામાં જમ્યા અને પછી વંદન કરવા પૂજયપાદ શાસનસમ્રાટ શ્રી પાસે આવ્યા. ત્યારે તેઓશ્રી પેઢીની જોડેના ઓરડાની ખુલ્લી પરસાળમાં બિરાજયા હતા. બપોરે એક-સવાનો સમય હતો. પૂજય મહારાજશ્રી ગૌચરી વાપરીને બેઠા હતા. બીજા કોઇ શ્રાવકો વગેરે હતા નહીં. વંદન કર્યું. વાસક્ષેપ કરવા માંગણી કરી. આવા કામમાં પહેલો વારો તો બાળકોનો જ હોય. પાંચ વરસના એ બાળકને વાસક્ષેપ કરતાં પહેલાં હાથમાં વાસક્ષેપ રાખીને પૂજયપાદ શાસનસમ્રાટશ્રીએ પૂછ્યું, બોલ, નવકાર આવડે છે ! જવાબમાં બાળકને બદલે બાળકની માતા જ બોલી, સાહેબ, આ જન્મથી બોલતો જ નથી. અમદાવાદ-મુંબઇના ઘણાં-ઘણાં ડોકટરોને બતાવ્યું. બધા કહે છે, જો સાંભળે તો પછી બોલશે. પણ કહે છે કે કાનની અને ગળાની કોઇ નસ ભેગી થઇ ગઇ છે તેથી હવે નહીં બોલી શકે. સિવાય કોઇ ચમત્કાર થાય અને તે બોલતો થાય! કયારેક જીવથી કેવા જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે અને કેવા ભોગવવા પડે છે ? વાત સાંભળીને પૂજયશ્રીએ શુભ સંકલ્પપૂર્વક વાસક્ષેપ કર્યો. યોગીના મનની શકિત સામી વ્યકિતમાં સંકલ્પ, દ્રષ્ટિ, સ્પર્શ અને શબ્દ દ્વારા સંક્રાન્ત થતી હોય છે. વાસક્ષેપ એ સકલધર્મોમાં આગવી જ ભાત પાડતી આશીર્વાદ આપવાની પદ્ધતિ છે. આમાં ચારે વસ્તુ બની જાય છે. ધર્મનો લાભ થાઓ એ સંકલ્પ છે. જમણા નેત્ર દ્વા૨ા વાત્સલ્યની વૃષ્ટિ થતી જાય છે. ‘નિત્યાર પારગા હોહ', 'સંસાર સમુદ્રથી પાર પામનારા થાઓ.' આ શબ્દ દ્વારા અને બ્રહ્મરન્ધ્રમાં વાસક્ષેપ જે ચંદન-કેસર વગેરે સુગંધી દ્રવ્યોનું ચૂર્ણ હોય છે તેના માધ્યમથી સ્પર્શ થાય છે. આ દિવ્યક્રિયા છે. આને સસ્તી અને રોજિંદી ન બનાવવી જોઇએ. વિશિષ્ટ વસ્તુની મહત્તા જાળવવી જોઇએ તો જ તેની પ્રભાવકતા અનુભવાય. જ ૩૨ . Page #55 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન: ૩ વાસક્ષેપ કરીને પૂજયશ્રીએ એ નાના બાળકના વાંસામાં હળવેકથી ધબ્બો માર્યો અને કહ્યું કે, બોલ, નમો અરિહંતાણં. પૂજયશ્રીના અવાજમાં સિંહની ગર્જનાનો અણસાર આવતો. નાના બાળકો તો ડરી જતાં. અને એ માતા-પિતાના અનહદ આશ્ચર્ય વચ્ચે એ નાનું બાળક તોતડાતી જીભે અચકાતાં અચકાતાં ન.મો.. બોલવા લાગ્યું. ફરી પૂજયશ્રીએ પ્રોત્સાહક રીતે વાત્સલ્ય છલકતા શબ્દોમાં કહ્યું, બોલ. બોલ.. નમો અરિહંતાણં. અને બાળક ધીરે-ધીરે અટકતાં અટકતાં.. દશ મિનિટ સુધીમાં નમો અરિહંતાણં બોલ્યો. માતા-પિતાના આંખમાં આંસુ ધસી આવ્યા. બસ, તે પછી તેની જીભ કાયમ માટે ખૂલી ગઈ, છૂટી પડી ગઈ. આ ભાઈ હજી અમદાવાદમાં હયાત છે. તેમને ત્યાં ઘરદેરાસર પણ છે. આ શકિત છે ચારિત્રબળની. એની તાકાત અમોઘ હોય છે. તેનું પરિણામ આપણી કલ્પનાશકિતની બહારનું હોય છે. કુદરત પણ સાનુકૂળ થઈ જાય છે. તે જ પૂજયપાદ શાસનસમ્રાટશ્રીનો બીજો પ્રસંગ જોઈએ - વિક્રમ સંવત ૧૯૮૮ની વાત. પૂજયશ્રી અમદાવાદમાં વિરાજમાન હતા. જેઠ મહિનાના દિવસો. આદ્રનક્ષત્રને પંદર દિવસની વાર. બોટાદથી કાગળ હતો. પૂજય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરિજી મહારાજના સંસારી પિતાજી શ્રી હિમચંદભાઈ બિમાર હતા. છેલ્લે છેલ્લે નાની વયમાં આચાર્યપદવી પામેલા પોતાના પુત્રને બોટાદમાં ચોમાસુ કરાવવાના ભાવ. બોટાદ મહાજનને પણ એવા ભાવ. એટલે બંનેની ટપાલ લઈને ભાઈઓ આવેલા. વિચારણા ચાલી. બધાનો મત થયો કે આ વખતે બોટાદને લાભ આપવો. પૂજયશ્રી ઉદયસૂરિજી મહારાજને વિહારનો દિવસ પૂછવામાં આવ્યો. અમદાવાદથી બોટાદના વિહારના દિવસો/મુકામો ગણ્યા. બરાબર આજે સાંજે વિહાર થાય તો આદ્રના દિવસે બોટાદ પહોંચાય અને આજનો દિવસ સારો છે. પછી મોડો દિવસ આવે. એટલે સાધુને કહી દીધું કે ભાઈ, બધા તૈયારી કરી લો. સાંજે વિહાર છે. સાધુભાઈના કામ છે. સાધુ બેઠા લોહની ખીંટી, સાધુ ઉઠયા પવનની મૂઠી. બસ, વિહાર શરૂ થયો. વીસ જણાએ વિહાર કર્યો. અમદાવાદથી બોટાદનો રસ્તો તો એ જ હતો. ધોળકા, કોઠ, ધંધુકા, સુંદરિયાણા, બગડ ને બોટાદ. કોઠ સુધી તો બરાબર રહ્યું. પછી આકાશમાં વાદળ ઘેરાવા લાગ્યા. કયારેક છાંટા થઈ જાય. ભાલપ્રદેશ હતો. કોઠથી ગુંદી થઈને ફેદરા પહોંચ્યા. ફેદરાથી ખડોળ જવાનું હતું. એ રસ્તો લાંબો હતો. સાંજે વિહાર કરી વચ્ચે ૩૩ Page #56 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો રાત્રિરોકાણ થઈ જાય તો બીજે દિવસે ટૂંકું પડે. બધા તો નહીં પણ પૂજયશ્રી ને સાથે પાંચેક ઠાણાએ સાંજે ફેદરા ને ખડોળની વચ્ચે પાંચતલાવડા નામે જગ્યા છે ત્યાં રાવટી નાંખીને મુકામ કરવો એમ નકકી થયું. વિહાર થયો. પૂજયશ્રી તે વખતે પણ પાદવિહાર કરતાં હતાં. સ્થાને પહોંચ્યાં. નજીકના ખેતરના ખેડૂતે કહ્યું કે, આટલામાં વીંછીનો ઉપદ્રવ છે. ગરમીના કારણે રાત્રે નીકળે છે. સંધ્યા સમયે જ પૂજયશ્રીએ રાવટી ફરતાં ધૂળ-માટીની ઢગલીની પાળ કરાવી અને સાધુઓને કહ્યું કે રાત્રે આ પાળ ઓળંગશો નહીં. જો જો આ મહાપુરુષના વચનનો પ્રભાવ. તેઓનું નામ મંત્રસ્વરૂપ છે. આ બધા વચનસિદ્ધ પુરુષ કહેવાય. હવે રાત્રે એવું બન્યું કે કયાંકથી કાળા-કાળા વાદળો આકાશમાં ભેગા થઈ ગયા. બધાને થયું કે આ વીજળી, આ ગર્જારવ... અને આપણે તો કપડાની રાવટીમાં છીએ, થોડાં છાંટા આવ્યા. ફરફર આવી. રાત્રે મોડેથી એક સાધુ માત્રુ કરવા રાવટી બહાર ગયા. ધૂળની પાળની પેલીબાજુ પગ મૂક્યો અને સાચે જ વીંછીએ ડંખ દીધો. પછી તો તે ડંખ ઉતાર્યો. સવાર પડી. પૂજયશ્રી સૂર્યોદય લગભગ વિહાર કરતાં. વિહાર શરુ કર્યો ત્યારે અચરજ થયું. પ૦/૧OO ડગલા પછી ઠેર-ઠેર પાણીના ખાબોચિયા ભરાયેલાં. જમીન પોચી-પોચી થઈ ગયેલી. બધાને વિચાર તો એ આવ્યો કે આ શું ! રાવટીની બહાર ૫0/૧૦૦ ડગલે આટલું બધું પાણી અને રાવટીમાં માત્ર ફરફર. બાકી ફરતાં બધા ખેતરમાં પાણી ભરાયેલા જોયાં. બોલો, આને શું કહેશો ? બ્રહ્મચર્યવ્રતના પ્રભાવમાં આવે છે કે મંત્ર ફળે જગ જસ વધે, દેવ કરે સાનિધ્ય.” મમરી: રિયન્ત દેવો પણ સેવક થઈને સેવા કરે. આવા શકિતધર આચાર્ય મહારાજ હોય છે. તેઓની આરાધના કરવાની છે. ઉપકારી પ્રત્યે જેટલો અનુરાગ-બહુમાન અને સમર્પણભાવ વધે તેટલી તેઓની ગુણસંપત્તિ આપણને મળે. તેમનો અનુગ્રહ મળે. વર્તમાનકાળે પણ આવા જ સૂરિ ભગવંતો શાસનપ્રભાવક થઇને શાસનધુરાને વહન કરી રહ્યા છે. પૂજયપાદ આનંદસાગરજી મહારાજ, શ્રી વલ્લભસૂરિજી મહારાજ, શ્રી પ્રેમસૂરિજી મહારાજ આ બધા એવા જ પ્રભાવક આચારધર પુરુષો ગણાય અને હજી પણ પાંચમા આરાના છેડા સુધી યાવત્ શ્રી દુપ્પસહસૂરિજી મહારાજ સુધી આ જ આચાર્ય-ભગવંતોથી શાસન ચાલવાનું છે. અંજનશલાકા કરવા દ્વારા પ્રાણપ્રતિષ્ઠા કરવાનો અધિકાર માત્ર આચાર્યમહારાજશ્રીનો જ હોય છે. આવા આચાર્યપદની આરાધના કર્યા પછી પ્રભુશાસનમાં જેઓનું યુવરાજ જેવું સ્થાન છે તે શ્રી ઉપાધ્યાયજી મહારાજનો ઉપકાર અને ઉપાધ્યાયપદનું સ્વરૂપ કેવું છે તે અવસરે કહેવાશે. અગ્રે અધિકાર વર્તમાન જોગ. ૩૪ Page #57 -------------------------------------------------------------------------- ________________ Page #58 -------------------------------------------------------------------------- ________________ यशोविजय Page #59 -------------------------------------------------------------------------- ________________ નવપદનાંપ્રવચનો श्री उपाध्याय पद वन्दना ॥ ४ जे बारसंगसज्झाय पारगा धारगा तयत्थाणं । ते हं झामि उज्झाए ॥१॥ तदुभय वित्थाररया मोहाहि दठ्ठनठ्ठप्प जे केवि नरिंदा इव नाण जीवाण चेयणं दिति । ते हं झाएमि उज्झाए ||२|| अन्राणवाहि विहुराण जे दिति महाविज्जा पाणिणं सुअ रसायणं सारं । तेहं झामि उज्झाए ||३|| सिरिसिरिवालकहा ।। - Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનઃ ૩ તું તો પાઠકપદ મન ઘર હો... રંગીલે જીઉરા. શ્રી નવપદજી મહારાજની આરાધનાના દિવસો સુખપૂર્વક પસાર થઇ રહ્યા છે. જોતજોતામાં આજે ચોથો દિવસ તો આવી પહોંચ્યો. કહેવાય છે ને, “સાંકડા ભાઈ પર્વના દા'ડા.” આજની આરાધના ઘણી મહાન છે. આ એક એવા તત્ત્વની આરાધના છે જેની આપણા જીવનમાં આજે અતિ આવશ્યકતા છે. ઉપાધ્યાય પદધારક પુરુષો જ્ઞાનના ખજાનચી હોય છે. પ્રભુશાસનમાં તેઓનું સ્થાન યુવરાજનું છે. તેઓ સદા પ્રસન્ન હોય છે. હરિયાળી પ્રસન્ન હોય છે. તેનો વર્ણ જેમ લીલો તેમ ઉપાધ્યાયજી ભગવંતનો વર્ણ પણ લીલો હોય છે. લીલી-લીલી વનરાજીની એ ખૂબી હોય છે કે તે સ્વયં પ્રસન્ન-પ્રસન્ન હોય છે અને જે તેની પાસે આવે, તેને નિહાળે તેને પણ પ્રસન્ન કરે, શીતળ કરે, શાંત કરે. જે ક્ષણે આપણે ઉપાધ્યાયજી મહારાજનું લીલાવર્ણથી ધ્યાન કરીએ કે લીલીયાળાથી “નમો ઉવજઝાયાણં' પદનો જાપ કરીએ તે જ ક્ષણે તેઓ પોતાનામાં રહેલા જ્ઞાનગુણનો આપણામાં વિનિયોગ કરે છે. આ વિનિયોગ એટલે વિનયન. એ જ એમનો ગુણ છે. - આપણે ત્યાં ગમે તે કારણથી ઉપાધ્યાયજી મહારાજમાં વિનય ગુણની વાત છે. મારગદેશક અવિનાશીપણું આચાર વિનય સંકેત છે, સહાયપણું ઘરતાં સાધુજી નમીયે એહિ જ હેતે.” આ કડીમાં પૂજય પદ્મવિજયજી મહારાજે પણ વિનય શબ્દ પ્રયોજયો છે. પણ આવશ્યક નિર્યુક્તિ ની ૯૦૩મી ગાથામાં વિવિયા શબ્દ છે. અને તે જ સાર્થક છે. તેમ જ પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રના વિવરણમાં શ્રી અભયદેવસૂરિજી મહારાજે પણ આવું જ વિવેચન કર્યું છે. ત્યાં જે અક્ષર મળે છે તે અગત્યના છે. नमस्यता चैषां सुसंप्रदायातजिनवचनाध्यापनतो विनयनेन મળ્યાનામુપારિત્નાલિતિ | આ વિનયન એટલે પોતાની પાસે જે છે તેનું અન્યમાં પ્રત્યારોપણ કરવું. આ અર્થ બહુ જ સંગત છે. “વિનયન” શબ્દ અને તેનો અર્થ આપણે ત્યાં અપરિચિત કે અલ્પપરિચિત છે. જયારે વિનય શબ્દ અતિપરિચિત છે તેથી આમ બન્યું હશે. બાકી ઉપાધ્યાયજી મહારાજનો વિનય ભવ્ય જીવો પર ઉપકારક કે જ્ઞાનદાન ભવ્યજીવો પર ઉપકારક? www.jainel36y.org Page #61 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો એટલે આપણે આજે ઉપાધ્યાય પદની આરાધના કરતી વખતે તેઓએ જે શ્રુતજ્ઞાનનું ધારણ-રક્ષણ-પોષણ અને સંવર્ધન કર્યું છે તે ગુણને જ કેન્દ્રમાં રાખવાનો છે. આ ગુણ તેઓએ સિદ્ધ કર્યો છે તો તેનો વિનિયોગ આપણામાં થાય તેવો આશય રાખવાનો છે. તેઓની આ જ્ઞાનદાનની શકિત-લબ્ધિ અલૌકિક હોય છે. પાષાપિ પીયૂષ ચન્દ્રતે થી ઢીયા પથ્થર જેવી જડમતિવાળા શિષ્યને પણ તેઓ શક્તિપાત કરવા દ્વારા ઉત્તમ પ્રજ્ઞાશીલ બનાવે છે. એમને માટે એમ કહેવાય છે કે “પાષાણને પલ્લવ જેહ આણે.” શાસ્ત્રમાં પ્રસંગ આવે છે કે જ્ઞાનાવરણીય કર્મના અતિનિબિડ ઉદયવાળા આત્માને પણ જો શ્રી વલ્વામીજી પાઠ આપે તો તેને તુર્ત આવડે. જે પાઠ કિંઠસ્થ કરતાં પંદર દિવસ થતાં તે પાઠ માત્ર શ્રી વજસ્વામીજી મહારાજના મુખથી લેવાના કારણે એક ઘડીમાં કંઠે થઈ જતો. આવી લબ્ધિ તેઓમાં હોય છે. એ જ શકિત તેઓના નામમાં પણ સંક્રાન્ત થયેલી અનુભવાય છે. કારણકે તેઓનું જીવન-શ્વાસોચ્છવાસ આ શ્રુતપાસનામાં જ ઓતપ્રોત હોય છે.' તપ સજઝાયે રત સદા, દ્વાદશ અંગના ધ્યાતા રે.” તેઓ શ્રી આચારાંગસૂત્ર આદિ આગમગ્રન્થોના ભણનાર કે ભણાવનાર જ નથી પણ તેના ધ્યાતા છે. ધ્યાન ઘરે તેને ધ્યાતા કહેવાય. ધ્યાન ધરવું એટલે તન્મય, તદાકાર, તતૂપ થઈ જવું. એક-એક અક્ષર-પદ અને પદસમૂહના અર્થ, તાત્પર્ય અને આગળ વધીને ઔદંપર્યાર્થ સુધી તેઓ પહોંચ્યા હોય છે. તેઓનું જ્ઞાન શ્રુતજ્ઞાન--અને ચિંતાજ્ઞાનથી પણ આગળ વધીને ભાવનાજ્ઞાનની કક્ષાનું હોય છે. તેઓનું ચિત્ત જ્ઞાનમાં નિરન્તર રમમાણ હોય છે. બીજી બધી બાહ્યપ્રવૃત્તિ કરતી વખતે પણ તેઓનું મન તો આ શાસ્ત્રના પદાર્થોના ચિંતનમાં-અનુપ્રેક્ષામાં જ લીન રહે. “સારણાદિક ગચ્છમાંહિ કરતાં પણ રમતાં નિજ ઘર હો, રંગીલે જીઉરા તું તો પાઠક પદ મન ઘર હો' આવા ઉપાધ્યાયજી મહારાજ કર્મ ખપાવવા માટે એવા-એવા આભિગ્રહ કરે કે સાંભળીને આપણા મનમાં બહુમાન જાગ્યા વિના ન રહે. આપણા તપાગચ્છમાં જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજની પરંપરામાં સંખ્યાબંધ ઉપાધ્યાયજી મહારાજ થયા છે. તેમાં પહેલું નામ ઉપાધ્યાય શ્રી સકલચન્દ્રજી મહારાજનું આવે છે. આ મહાપુરુષનું નામ તો તમે સાંભળ્યું હશે? સભા: હાજી, તેઓની રચેલી સત્તરભેદી પૂજા અમે ભણાવીએ છીએ. હા, બસ એ જ આ મહાપુરુષ છે. આજે જે કંઈ અંજનશલાકા-પ્રતિષ્ઠા ૩૯ Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન: ૪ અઢાર અભિષેક આદિ વિધિ-વિધાન પ્રવર્તે છે. તે બધાના સંકલનકાર આ જ પુણ્યપુરુષ છે. એ જ રીતે આજે જે પરમાત્માની વિવિધ-પ્રકારી પૂજાઓ ભણાવાય છે તેમાં સૌથી પહેલી પૂજા જો કોઈ હોય તો આ ઉપાધ્યાય શ્રી સકલચન્દ્રજી મહારાજ રચિત સત્તરભેદી પૂજા. આ પૂજાની રચનાનો ઇતિહાસ પણ રોમાંચક અને રોચક છે. તેઓએ આ પૂજા કપડવંજ ગામમાં રચી છે. આજે પણ એ સ્થાન વિદ્યમાન છે. ત્યાં પોતે વિરાજમાન હતા. બાજુમાં જ એક કુંભારનું ઘર. કુંભાર હોય ત્યાં ગર્દભરાજ તો હોય જ. એક રાત્રે પ્રતિક્રમણ પછી કર્મક્ષય નિમિત્તે પૂજયપાદશ્રી કાઉસ્સગ્નમાં રહ્યા. અભિગ્રહ કર્યો. આ બાજુના કુંભારના ગધેડા ભૂકે ત્યારે કાઉસ્સગ્ન પારવો. કાઉસ્સગ્ન શરૂ થયો. શરૂઆતમાં લોગસ્સ અને પછી ધ્યાનમાં પ્રવેશ કર્યો. આ બધું આનંદથી- એકાગ્રતાપૂર્વક ચાલ્યું. “મોક્ષે વિત્ત મ ત એવી સ્થિતિ આવી ગઈ. શરીરને યોગસાધના દ્વારા આસનસિધ્ધ કરેલું હતું તેથી તે તો એક જ મુદ્રામાં ટકયું પણ આ મન તો એક જ અધ્યવસાયમાં બે ઘડીથી વધારે ન જ ટકે. બે ઘડીથી વધારે પ્રણિધાન પણ ન રહે. એટલે ધ્યાન પછી ધ્યાનાન્સરિકા' આવે. એ વચગાળામાં ચિત્તને તેઓએ પ્રભુભકિતમાં જોડી લીધું. પ્રભુની પૂજાના વિચાર દ્વારા પ્રભુમાં મન લીન બનાવી દીધું. કવિત્વ સહજસિધ્ધ હતું. પરમાત્માની અનેક પ્રકારે પૂજા થઈ શકે છે તે વાત તો શાસ્ત્રમાં આવે જ છે. એટલે સત્તરપ્રકારી-એકવીસપ્રકારી પૂજાનો વિચાર મનમાં ગોઠવીને રચના શરુ કરી. શાસ્ત્રીય રાગનો પણ મહાવરો હતો. રચના શરુ થઈ ગઈ. મન પ્રભુ ગુણગાનમાં ડૂબી ગયું. પછી ગધેડો આવ્યો કે નહીં ! ભૂક્યો કે નહિ એ વિકલ્પ જ ન રહ્યો. મન શુભ વિચારમાં સ્થિર થઇ જાય એટલે નબળા વિચારો કોરા કપડા ઉપરથી જ ખરી પડે તેમ ખરી પડે છે. એક..બે..ત્રણ. એમ પૂજા રચાતી ગઈ. ઠેઠ સવારે ગધેડા આવ્યા અને ભૂકયા. અને એ સત્તરભેદી પૂજા-એકવીસપ્રકારી પૂજા આપણને-શ્રી સંઘને ઉપાધ્યાય શ્રી સકલચન્દ્રજી મહારાજના કાયમી સંભારણા રૂપે મળી. "સકલ મુનસર કાઉસ્સગ્નધ્યાને એહ પૂજાવિરચાયા” પર્વાધિરાજના કર્તવ્યમાં પર્યુષણાની આરાધનાના અંતે પ્રભુભકિત નિમિત્તે આ પૂજા ભણાવવાનો રિવાજ છે. વળી સંવત્સરી પ્રતિક્રમણમાં છીંક આવે તો એ અશુભને ટાળવા માટે પણ આ સત્તરભેદી પૂજા ભણાવવામાં આવે છે. વર્ષમાં એકવાર અને ખાસ તો પર્યુષણા પછી તુર્ત આ પૂજા ઠાઠમાઠથી ભણાવવી જોઈએ. ૪. Page #63 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો આ ઉપાધ્યાય શ્રી સકલચન્દ્રજી મહારાજના જ ગુરુભાઈ ભાનુચન્દ્ર ઉપાધ્યાય થઈ ગયા. તે પણ એવા જ શાસનપ્રભાવક પુરુષ હતા. તેઓ જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી તેઓશ્રીના અનુગામી તરીકે અકબર બાદશાહ પાસે રહ્યા હતા. શ્રી શત્રુંજય તીર્થના મુંડકાવેરા નાબૂદી અંગેના ફરમાનો મેળવવાનો યશ તેમને ફાળે જાય છે. તેમણે આમ તો ઘણા ગ્રન્થોની રચના કરી છે પણ એક આત્મનિંદાગર્ભિત ભગવાન શ્રી ઋષભદેવની સ્તુતિ સ્વરૂપ નાનો ગ્રન્થ બનાવ્યો છે તે તેઓની યશસ્વિની કૃતિ છે. દુન્યવી દ્રષ્ટિએ આટલા પ્રશંસાપાત્ર બનેલા, આટલી ઊંચી પદવી પામેલા સરળભાવે એક બાળક બા-બાપુજી પાસે બોલે તે રીતે પરમાત્મા પાસે જે નિખાલસતાથી પોતાના દોષો પ્રકટ કર્યા છે, તે આપણા જેવા જીવો માટે દાખલારૂપ છે. જીવનને ઉર્ધ્વગામી બનાવવું હોય તો આ સ્વદોષદર્શનની નિસરણી ચઢવી જ પડશે. એ પછીના કાળમાં થયેલા ઉપાધ્યાય શ્રી મેઘવિજયજી મહારાજ, ઉપાધ્યાય શ્રી માનવિજયજી મહારાજ, ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી મહારાજ, ઉપાધ્યાય શ્રી કીર્તિવિજયજી મહારાજ, તેમના શિષ્ય ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ અને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ એ બધા નામો જૈન શાસનના ગગનમાં સદા ચમકતાં નક્ષત્રો છે. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજની તો બધી જ રચના સૌભાગ્યવંતી છે. તમને બધાને પણ તેઓએ રચેલા સ્તવન આવડતા જ હશે. ““સિદ્ધારથના રે નંદન વિનવું” આ સ્તવન કોણે નહી સાંભળ્યું હોય. અને નિર્ધામણાના દિવસોની આરાધનામાં તો પુણ્ય પ્રકાશનું સ્તવન સાંભળવાની પ્રણાલિકા છે. આ રચના પણ તેઓશ્રીની જ છે. આ શાશ્વતી ઓળીના દિવસોમાં જે શ્રીપાળ-મયણાનો રાસ ગામે-ગામ, ઘર-ઘરમાં ગવાય છે, વંચાય છે, તે રાસ આપણા બે ઉપાધ્યાયજી મહારાજની સહિયારી રચના છે. તેઓના પરસ્પરના સ્નેહનું એક ચિરંજીવ-અમર સંભારણું છે. આ રાસની રચનાની આગળ-પાછળની કથા રસ ભરપૂર છે. પ્રાચીન કાળના સંયમના અનુરાગી સાધુઓ જંઘાબળ ક્ષીણ થઈ જાય, વિહારની અનુકૂળતા ન રહેતી હોય ત્યારે યોગ્યક્ષેત્રમાં સ્થિરવાસ રહીને ચારિત્રધર્મની આરાધના કરતાં અને ભકિતવંત શ્રાવકો પણ પોતાના ગામમાં આવો લાભ મળે તે માટે ઝંખના કરે અને વિનંતી કરીને રાખે. ભકિત પણ એવી જ કરે. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ સુરત પાસેના રાંદેર ગામમાં સ્થિરવાસ હતા. તેઓશ્રી સમર્થ વિદ્વાન હતા. કવિ હતા. ગ્રન્થોની ૪૧ Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન: ૪ રચના ચાલુ રહેલી. સ્તવન-સજઝાય-પદ તો રમતાં-રમતાં રચાતાં હતાં. તેઓની શબ્દ પસંદગી સરળ, લોકજીભે જલ્દી ચઢે તેવી અને સાંભળતા કે ગાતા યાદ રહી જાય તેવી હતી. તેથી સંઘમાં તેમની રચનાનું ખૂબ આકર્ષણ રહેતું. સંઘ નવી-નવી રચના માટેની પ્રાર્થના કરતો અને તેઓ પણ તે માંગણીને અનુરૂપ રચના કરતાં. વિ.સં. ૧૭૩૮ ની વાત છે. એક વખત સંઘે ભેગા થઇને કહ્યું કે આ શાશ્વતી ઓળીના દિવસોમાં શ્રીપાળ અને મયણાના જીવન ચરિત્રનો એક રાસ રચી આપો. અમે દર છ મહિને તેનું ગાન કરીશું, આપને યાદ કરીશું. સંઘની અત્યારસુધીની ઘણી માંગણીઓ તેઓએ સંતોષી હતી. શકય હોય ત્યાં સુધી સજજન પુરુષો બીજાની પ્રાર્થનાનો ભંગ નથી કરતાં. એટલે તેઓ સંઘની પ્રાર્થના સાંભળીને વિચારમાં પડયા. શરીરને ઘસારો પડયો હતો. આયુષ્યની મર્યાદા ટુંકી લાગતી હતી. નિર્મળ અન્તઃકરણના કારણે આવું ભાસતું હોય છે. આજસુધી જે કોઇ રચના આદરી હતી તે બધી પૂર્ણ થઇ હતી અને તેથી જ તેઓના મનમાં હતું કે આજસુધી મારી કોઇ રચના અધુરી નથી રહી પૂર્ણજ થઇ છે. તો આ રચના પણ પૂર્ણ થાય તેમ લાગે તો જ શરુ કરું. પોતાને રાસ શરુ કર્યા પછી પૂર્ણ થશે કે કેમ ? તે શંકા હતી. એટલે રાસ-રચના શરુ કરવા મન ન હતું. બીજી બાજુ સંઘનો એવો ભાવ કે ના પાડવાનું પણ મન ન થાય. આમ મન દ્વધામાં હતું. ત્યાં તેમને એકાએક સૂઝી આવ્યું. સંઘ જયારે ફરી-ફરીને આગ્રહ કરવા આવ્યો ત્યારે તેમણે કહ્યું, જો રચતા અધૂરો રહેલો રાસ ઉપાધ્યાય યશોવિજયજી પૂર્ણ કરવાનું વચન આપે તો હું રાસ રચવાની શરુઆત કરું ! સંઘ તો રાજી-રાજી થઇ ગયો. રાસ રચવાની હા તો પાડી. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજને વિનતી કરીશું તો તેઓ જરૂર સ્વીકારશે. સંઘની સાથે સાધુસંસ્થાનો કેવો અંતરંગ સંબંધ હશે ! કેવો વિશ્વાસ હશે. વિનયવિજયજી મહારાજના મનમાં એમ કે મોટા-મોટા શાસ્ત્રોની રચનામાં નિરંતર ડૂબેલા રહેતા યશોવિજયજી આવા ગૂજરાતી રાસની રચનાનો સ્વીકાર નહીં કરે અને મારે ના કહેવી નહીં પડે પણ બન્યું એથી જુદું જ. રાંદેરનો સંઘ જયારે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી પાસે ગયો અને બહુમાનપૂર્વક વિનંતી કરી કે જો આપ અધૂરો રાસ પૂર્ણ કરવાનું વચન આપો તો શ્રી વિનયવિજયજી મહારાજ શ્રીપાળરાસના મંડાણ કરે. તો આપના નિમિત્તે શ્રી સંઘને એક યાદગાર રાસ મળે. પૂજય ઉપાધ્યાયજીએ શ્રી સંઘ પ્રત્યેની કૃપાથી અને વિનયવિજયજી મહારાજ પ્રત્યેના સ્નેહથી એ વિનતિનો ૪૨ Page #65 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો સ્વીકાર કર્યો. શ્રી વિનય વિજયજી મહારાજે જયારે આ જાણ્યું ત્યારે એમને એક જાતનો રોમાંચ થયો ! તેમણે રાસની રચના શરુ કરી. રસઝરતી કલમે એક પછી એક ઢાળ રચાતી જાય છે. ખંડ પૂરો થતો આવે છે. એક ઢાળ કરતાં બીજી ઢાળ અને એક ખંડ કરતાં બીજો ખંડ ચડીયાતો બનતો જાય છે. સાંભળનાર શ્રોતાને તો મધમીઠી દરાખ જ લાગે. ચાવવાની મહેનત નહીં ને મીઠાશનો પાર નહીં. સંસ્કૃતમાં કહીએ તો સ્વાદું વાટુ પુર:પુરઃ આગળ-આગળ રસઝરતી કડીઓ મળે. એક તો શ્રીપાળ-મયણાનું જીવન જ એવું રસપ્રચુર ઘટનાથી ભરેલું છે. વાંચનાર-સાંભળનારની જિજ્ઞાસા સતત જાગૃત થતી જાય. હવે પછી શું? આગળ શું? એમ થયા જ કરે. આમ રાસ રચાતાં રચાતાં તેની ૭૫૦ ગાથા રચાઈ અને રચના અટકી ગઈ. કુદરતી રીતે જ કેવું બન્યું! જયાં રાસની રચના અટકે છે તે વિષય/શબ્દ પણ એવાં જ છે. શ્રીપાળ વીણા શીખવા ગયા છે ત્યાં વીણા હાથમાં લે છે ને ત્રટ ત્રટ તૂટે તાંત, ગમા જાયે ખસી તે દેખીને સભા સઘળી હસી'. આ બાજુ રાસમાં ત્રર્ ત્રર્ કરતાં તાંત તૂટે છે ને આ બાજુ ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજના પણ આયુષ્યની વીણાના તાર તૂટે છે. ત્યાં રચના અટકી જાય છે. બસ ! પછીથી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે દોર હાથમાં લીધો અને રચના આગળ ધપાવી. તેઓ શરુ શરુમાં તો વિનયવિજયજી મહારાજની કલમે લખવા ગયા. પોતાની શૈલી તત્ત્વપ્રધાન, અર્થસભર. જયારે વિનયવિજયજી મહારાજની રસાળશૈલી. એટલે પ્રયત્ન તો કર્યો અને ત્રીજા ખંડની અધૂરી પાંચમી ઢાળથી આગળ ધપાવ્યું. ત્રણ ઢાળના અંતે વિનય અને યશ એવા નામ પણ ગૂંથ્યા. આઠ ઢાળે એ ત્રીજો ખંડ પૂરો કર્યો. પણ પછી તેમને લાગ્યું કે આપણી જ ચાલ બરાબર છે એટલે ચોથા ખંડમાં તો તેમણે તાત્વિક વાતોનો ખજાનો જ ખોલી દીધો છે. તેમણે રચેલી એ પાંચસો એકાવન ગાથામાં તો સ્ક્રયના ખૂણે ભરી રાખેલો અનુભવનો દાબડો જ ઉઘાડયો છે. પોતે જ એકક્ષણે ગાઈ ઊઠયા કે, “વાણી વાચક જસ તણી કોઇ નયે ન અધૂરી.” વાંચનારા ઝૂમી ઊઠે, વિચારનારા ન્યાલ થઈ જાય તેવા વરસ્યા છે. પોતાને પણ આ રાસની રચના દ્વારા અઢળક લાભ થયો છે. ચોથા ખંડની છેલ્લી ઢાળ અને પછીની કળશની ઢાળ તે રાસસાહિત્યની સદા જીવંત રહેવા સર્જાયેલી ઢાળ છે. કેવા અમર શબ્દો અંકિત થયા છે. ४3 Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનઃ ૪ મારે તો ગુરુ ચરણપસાથે અનુભવ દિલમાં પેઠો ઋદ્ધિ વૃદ્ધિ પ્રકટી ઘટમાંહિ, આતમ રતિ હુઈ બેઠો મુજ સાહિબ જગનો તૂઠો. સામાન્ય રીતે કવિઓ કોમળ શબ્દો, કોમળ અક્ષરો પસંદ કરતા હોય છે. કકકામાં જે ટ વર્ગ છે તે અક્ષરો કઠોર છે. તેમાંય આઠ તો કેવો લાગે છે? આ ઠ ને તેઓએ બરાબર ગોઠવ્યો છે. કેવા કેવા પ્રાસ લાવ્યા છે, મુજ સાહિબ જગનો તૂઠો” ગોયમનો અંગૂઠો, જેઠો-નેઠો-બેઠો-પેઠો. એક કડી તો યાદ રાખવા જેવી છે, જિહાં રસ તિહાં નહીં ગાંઠો, જુઓ શેરડીનો સાંઠો રસ હોય ત્યાં ગાંઠ નથી હોતી, કંટાળો નથી હોતો. શેરડીમાં જયાં ગાંઠ હોય છે ત્યાં રસ નથી હોતો અને જયાં રસ ભરેલો હોય છે ત્યાં ગાંઠ નથી હોતી. એવી જ બીજી એક કડી છે – થોડે પણ દંભે દુ:ખ પામ્યા, પીઠ અને મહાપીઠો અનુભવવંત તે દંભ ન ધારે. દંભ ઘરે તે ધીઠો.” આમાં ઉપાધ્યાયજી મહારાજના સ્વભાવની લાક્ષણિકતાનો પડઘો છે. તેઓને દંભ ઉપર નફરત હતી. આમ આ ચાર ખંડ પૂર્ણ કરીને જે કળશની પ્રશસ્તિની ઢાળ રચી છે તેમાં ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીની પરિચયપૂર્ણ પ્રશંસા બહુ જ ઉચિત શબ્દોમાં કરી છે. શબ્દો આવા છે: વિદ્યા વિનય વિવેક વિચક્ષણ, લક્ષણ લક્ષિત દેહા જી; ગીતારથ સારથ સોભાગી, સંગીત સખર સનેહા જી. તેઓનો દેહ લક્ષણોપેત હતો. તેઓ સંગીતના પણ જાણકાર અને રસિક હતા. વળી તેઓ ગીતાર્થ પણ હતા. થોડાં શબ્દોમાં કેવો અર્થપૂર્ણ પરિચય આપ્યો છે. તે પછી પોતાની સાથેના તેમના સંબંધો એક જ લીટીમાં દર્શાવ્યા છે. તેમના વિશ્વાસપાત્ર હતા અને તેમના પ્રત્યે સ્નેહ રાખતા હતા. 'તાસ વિશ્વાસભાજન તસ પૂરણ પ્રેમ પવિત્ર કહાયાજી શ્રી નવિજય વિબુધ પય સેવક સુજસ વિજય ઉવજઝાયાજી' તે પછી પોતે આ અધૂરા રાસની રચના કેવી રીતે પૂર્ણ કરી તેનો ઉલ્લેખ કર્યો છે. સંવત સત્તર અડત્રીસ વરસે, રહી રાંદેર ચોમાસે જી સંઘતણા આગ્રહથી માંડયો, રાસ અધિક ઉલ્લાસે જી સાર્ધ સપ્તશત ગાથા વિરચી તે પહોંચ્યા દેવલોકે જી ४४ Page #67 -------------------------------------------------------------------------- ________________ તેહના ગુણ પૂરણ કીધો તાસ વચન સંકેતે જી તિણે વળી સમકિતદ્રષ્ટિ જે નર તેહ તણે હિત હેતે જી.’ વિ.સં. ૧૭૩૮માં ઉપાધ્યાય વિનયવિજયજી રાંદેર ચોમાસુ હતા. ત્યારે આ રાસની રચના શરુ કરી હતી. ૭૫૦ ગાથા રચી તેઓ દેવલોકે પહોંચ્યા. પછી ઉપાધ્યાયજી મહારાજે બાકીનો આ રાસ પૂર્ણ કર્યો. શ્રી જૈન સંઘને સમકાલીન બે સમર્થ પુરુષોની સહિયારી એક કૃતિની યાદગાર ભેટ મળી. આજે પણ દર ઓળીમાં આ રાસ ગામેગામ ગવાય છે. ભાગ થાકતો નવપદનાં પ્રવચનો જુઓ સમય થઇ ગયો છે. હજી આપણે આપણા શાસનનાં મહાન જયોતિર્ધરનો જીવન પરિચય બાકી છે. બોલો ચલાવીએ કે આવતી કાલ ઉપર રાખીએ. ૪૫ ગાવે છે ગોરી મિલી મિલી થોકે થોકે જી સભા ઃ સાહેબ ચલાવો અહીં બીજું શું કામ છે ? આયંબિલ મોડેથી કરીશું. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ એક સમર્થ પુરુષ થઇ ગયા. તમે બધા આ મહાપુરુષને સંસ્કૃત ગ્રંથોના કારણે નહિ પણ ‘જગજીવન જગવાલહો' કે 'ગિરુઆ રે ગુણ તુમતણા' એ સ્તવનોના કારણે જાણો જ છો. આ પૂજય પુરુષની જન્મભૂમિ ગુજરાત છે. ’ગુજજરધર મંડણ અ છે જી નામે કનોડુ વર ગામ તિહાં વસે વ્યવહારિયોજી, નારાયણ એહવે નામ.' મહેસાણા જિલ્લામાં મોઢેરા પાસે ગાંભૂ તીર્થ છે. ત્યાં ગંભીરા પાર્શ્વનાથ ભગવાન છે. ત્યાંથી ૬ કિ.મી. કનોડું ગામ છે. આ ગામમાં હાલ કોઇ જૈનના ઘર નથી. માત્ર બ્રાહ્મણ-પટેલની વસતિ છે. હમણાં ત્યાં પૂજય ઉપાધ્યાયજી મહારાજનું સ્મારક રચવામાં આવ્યું છે. જંગમતીર્થ જેવા મહાપુરુષની જન્મભૂમિ પણ તીર્થ કહેવાય. તેની સ્પર્શનાથી જ્ઞાનાદિનો લાભ થાય. તે તરફ યાત્રા કરવા જાવ તો ખ્યાલ રાખજો. એ કનોડું ગામને હાલ કનોડા કહે છે. તેમના પિતાનું નામ નારાયણ અને માતાનું નામ સૌભાગ્યદેવી. તેમને બે દીકરા. મોટા દીકરાનું નામ પદમસિંહ અને નાના દીકરાનું નામ જસવંત. વયે નાના પણ બુદ્ધિમાં આગળ. ‘લઘુ પણ બુદ્ધે આગળો જી, નામે કુંવર જસવંત’ ’સંવત સોલ અઠયાસીએ જી રહી કુણગેર ચોમાસ શ્રી નયવિજય પંડિતવરુજી, આવ્યા કનોડે ઉલ્લાસ.’ વિ.સં. ૧૯૮૮માં પંડિત શ્રી નયવિજયજી મહારાજ પાટણ પાસેના કુણગેર Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન: ૪ ગામે ચોમાસુ હતા. ચોમાસુ ઉતરે ત્યાંથી વિહાર કરી ચાણસ્મા-વડાવલી-ગાંભૂ થઇને કનોડા પધાર્યા. ગામના શ્રાવકોએ કહ્યું કે અમારા ગામમાં એક નાનો બાળક છે તેને ભકતામર કડકડાટ આવડે છે. આ વાત ચાલતી હતી ત્યાં જ સૌભાગ્યવતી બાળ જસવંતની સાથે વંદન કરવા આવ્યા. માતા પુત્ર સુસાધુનાજી, વાંદી ચરણ સુવિલાસ; સુગુરુ ધર્મ ઉપદેશથી જી, પામી વૈરાગ્ય પ્રકાશ ગુણવંતા મુનિવર ધન તુમ જ્ઞાનપ્રકાશ.’ સૌભાગ્યદેવીને ભકતામર સાંભળ્યા પછી જ પાણી લેવાની પ્રતિજ્ઞા. ચોમાસાના દિવસો, વરસાદની હેલી ચાલે. ત્રણ દિવસ થયા વરસાદ રહેતો નથી. સૌભાગ્યદેવીને ઉપવાસ થાય છે. બાળક જસવંત માને પૂછે છે, બા, તું કેમ કાંઇ ખાતી નથી ? બા કહે, વરસાદ ચાલુ છે તેથી ઉપાશ્રયે જવાતું નથી અને સાધ્વીજી મહારાજ પાસે ભકતામરનું શ્રવણ થતું નથી તેથી ઉપવાસ થાય છે. બાળ જસવંતે કહ્યું, એ તો મને આવડે છે. બોલું ? સૌભાગ્યદેવીએ તો રમૂજમાં જ કહ્યું કે બોલ અને જસવંતે મત્તામર પ્રાત મૌલ્ટિ-મણિપ્રમાળાં થી શરુ કરી એકપણ ભૂલ વિના શુદ્ધ ઉચ્ચારપૂર્વક તેં માનતુંામવા સમુપૈતિ >ક્ષ્મીઃ । સુધી સંપૂર્ણ પાઠ બોલી બતાવ્યો. માતા સૌભાગ્યદેવી તો ખુશખુશાલ બની ગયા. ત્યારથી ગામ આખામાં જસવંત અને તનું ભકતામર જાણીતું બની ગયું. માએ ગુરુમહારાજ પાસે ભકતામર બોલવા બાળકને કહ્યું અને જસવંત બોલવા લાગ્યો. ગુરુમહારાજને પણ આશ્ચર્ય સાથે આનંદ થયો. તેઓએ માતાને કહ્યું, આ બાળક જો શાસનને ચરણે ભેટ ધરવામાં આવે તો સ્વ-૫૨નું કલ્યાણ કરનાર બને. મહાન શાસનપ્રભાવક નીવડે. તમને તમારા દીકરા માટે આવું કહેવામાં આવે તો તમે શું કહો ? સરળ દયા માતાએ આવી પ્રેરકવાણી સાંભળીને સંમતિ આપી. નાનો ભાઇ દીક્ષા લેવા તૈયાર થયો તે જોઇને મોટા પદમસિંહને પણ વૈરાગ્યના ભાવ જાગ્યા. બંને ભાઇએ – ’અણહિલપુર પાટણ જઇ લીયે ગુરુ પાસે ચારિત્ર યશોવિજય એહવી કરી જી થાપના નામની તંત્ર.' આપણે આ તો બહુ જ સંક્ષેપમાં જોઇએ છીએ બાકી આવા મહાપુરુષના જીવનને શાંતિથી વારંવાર સાંભળવા જોઇએ. સ્વાધ્યાયવશ્ય समो ગુરૂળાં હિ મુળ સ્તવઃ । શ્રી હેમચંદ્રાચાર્યજીના જ્ઞાનમય પરમાણુથી પાવન ૪ Page #69 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો એવી પાટણની ધરતી ઉપર આચાર્ય શ્રી વિજય દેવસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા થઇ. શ્રી પદ્મવિજયજી અને શ્રી યશોવિજયજીના નામે તેઓ જાહેર થયા. પછી તો શું જ્ઞાનની લગની લાગી છે. દશ વર્ષમાં તો વિદ્વાન તરીકે પંકાઇ ગયા. આવા પુરુષ જિનશાસનને એમને એમ નથી મળ્યા. તમારા જેવા શ્રાવકોએ બોધ લેવા જેવો છે. ઘણાંના ઘણા પુરુષાર્થના પરિણામે તેઓ આવા ઝળહળતા જવાહીર બની શકયા હતા. તેમના ગુરુ શ્રી નયવિજયજી મહારાજ પૂર્ણરૂપે સહાયક બન્યા. નહીંતર તમે આવું કયાંય સાંભળ્યું છે કે શિષ્ય ગ્રંથની રચના કરે અને ગુરુ તેની ફેકોપી-પ્રથમાદર્શ-પહેલી સ્વચ્છ નકલ કરે. આવો પરસ્પર સ્નેહ (વાત્સલ્ય) હતો. સિદ્ધપુરમાં વિ.સં. ૧૭૧૧માં તેઓએ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, જ્ઞાનસાર પ્રકરણ જેવા ગ્રંથો રચ્યા. આ ગ્રંથની પહેલી નકલ ગુરુજી શ્રી નયવિજયજી મહારાજે કરી છે. જે આજે મળે છે. નીતિનું એક વચન છે - सर्वत्र जयमन्विच्छेत् शिष्यादिच्छेत् पराजयम् । બધેથી તમે જીતવાની ઇચ્છા કરજો પણ તમારો પુત્ર કે શિષ્ય તો એવા હોવા જોઇએ કે તે તમને જીતી જાય. આ શ્રી નયવિજયજી મહારાજના શિષ્ય એમને એવા જ મળ્યા હતા. શ્રી યશોવિજયજીએ દીક્ષા લીધા પછી દશ વર્ષમાં વિદ્યાના ક્ષેત્રે ખૂબ નિપુણતા પ્રાપ્ત કરી લીધી. શ્રી સંઘને આનંદ અને અનુમોદના થાય તે હેતુથી સંઘ સમક્ષ અવધાનના પ્રયોગો કર્યા. બધા જ તેઓના બુદ્ધિના ચમકારાથી પ્રભાવિત થઇ ગયા. રાજી-રાજી થઇ ગયા. ચારેબાજુ પ્રશંસા થવા લાગી. તેમાં એક શ્રાવક હતા. તેમનું નામ ધનજી શૂરા. આ ધનજી શૂરા અને પનજી શૂરા બે ભાઇઓ. પનજી શૂરાએ તો તે કાળમાં અમદાવાદથી સમેતશિખરજીનો ૬ ‘રી’ પાળતો સંઘ કાઢયો હતો. ધનજી શૂરાએ તે સમયે સભામાં ઊભા થઇને કહ્યું, ’શા ધનજી શૂરા તિસે જી, વિનવે ગુરુને રે એમ, યોગ્યપાત્ર વિદ્યાતણુંજી, થાશે બીજો હેમ જો કાશી જઇ અભ્યસેજી, ષટ્ટરશનના રે ગ્રંથ, કરી દેખાડે ઉજળું જી. કામ પડે જિનપંથ. આ મુનિમહારાજમાં મને તો બીજા હેમચન્દ્રાચાર્ય મહારાજના દર્શન થાય છે. જો કાશી જઇને તેઓને અભ્યાસ કરાવવામાં આવે તો જરૂર શાસનના મહાન પ્રભાવક થાય. જિનશાસનમાં કોઇક કામ આવી પડે ત્યારે આ જ પુરુષ શાસનની શોભા ટકાવશે-વધારશે. આ વાત સાંભળીને શ્રી નયવિજયજી મહારાજે કહ્યું, ભાઇ ! એ કાશીના પં`િ એમને એમ મકન ભણાવતા નથી. આ કાર્યમાં ધનની જરૂર પડે છે. ૪૭ Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન: ૪ હવે જો જો શાસનપ્રેમી શ્રાવકના મનમાં શું આવે છે? તમારી સામે આવો પ્રસંગ આવે ત્યારે તમારું વલણ કેવું હોય ? પંડિતને રકમ આપવાના પ્રસંગે તમે ઉમળકાથી જ લાભ લ્યો ને! શ્રુતજ્ઞાનની ભક્તિનો અવસર છે એવું જ માનો ને! કે સાહેબ ! સંઘ મોટો છે. મિટીંગ બોલાવવી પડે, પાસ કરવા પડે એવું બોલો. આત્માને પૂછજો, આવી વાતોના શ્રવણનું ફળ જ આ છે. જુઓ ધનજી શૂરાએ શું જવાબ આપ્યો? દોય હજાર દીનાર રજતના ખરચશું, પંડિતને વારંવાર તથાવિધ અરીશું છે મુજ એવી ચાહભણાવો તે ભણી, ઈમ સુણી કાશીનો રાહ ગ્રહે ગુરુદિનમણિ.“ આ નિમિત્તે બે હજાર ચાંદીના દીનાર ખરીશું અને ગુરુપૂર્ણિમા, બળેવ, દિવાળી વગેરે તહેવારોમાં પંડિતને જે જે વસ્તુની ભેટ ધરવાની કે દાન-દક્ષિણા આપવાની હોય તે બધી આપીશું. મારી ભાવના છે આપ ભણાવો. આવી ઉત્સાહપ્રેરક વાણી સાંભળીને શ્રી નયવિજયજી મહારાજ તૈયાર થયા અને તેઓએ ગુરુ મહારાજ શ્રી વિજય દેવસૂરીશ્વરજી મહારાજ, વિજય સિંહસૂરીશ્વરજી મહારાજ વગેરે વડીલોના કૃપાપૂર્ણ આશીર્વાદ, સકલ શ્રી સંઘની શુભેચ્છાનું ભાતું લઈને કાશી તરફ પ્રયાણ કર્યું. કાશીમાં પ્રવેશ કરતાં પહેલાં ગંગાનદીના કિનારે શ્રી યશોવિજયજીએ સરસ્વતીદેવીની સાધના કરી. તેઓની નિષ્ઠા-પવિત્રતા અને એકાગ્રતાના કારણે સરસ્વતીદેવી પ્રત્યક્ષ થયા. પ્રસન્ન થઈને વરદાન આપ્યું. પોતે જ આ વાત લખી છે – શારદ સાર દયા કરો, આપો વચન તરંગ, તૂ તુઠી મુજ ઉપરે, જાપ કરત ઉપગંગ તર્ક કાવ્યનો તે તદા, દીધો વર અભિરામ ભાષા પણ કરી કલ્પતરુ શાખા સમ પરિણામ. તર્કશાસ્ત્રમાં અને કાવ્યમાં તમે અજેય બનશો. તમારી ભાષા કલ્પતરુની શાખા જેવી મનવાંછિત ફળદાયિની થશે. એટલે કે ગદ્ય – પદ્ય – સંસ્કૃત – પ્રાકૃત - ગુજરાતી જે ભાષામાં જેવું લખવું હશે તે તમે રચી શકશો. આવું વરદાન મેળવીને તેઓએ કાશીમાં પ્રવેશ કર્યો, ત્યાં ભટ્ટાચાર્ય પાસે ભણવાનું શરુ કર્યું. પંડિતને રોજનો એક રૂપિયો ચાંદીનો આપવાનું ઠરાવ્યું હતું. આપણે ત્યાં કેટલાકને આ ચરિત્રની પૂરી અને સાચી માહિતી ન હોવાને કારણે આ પ્રસંગનું નિરુપણ ગરબડવાળું કરે છે. એટલે એ બાબતની સ્પષ્ટતા ४८ Page #71 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો કરી લઈએ. એક તો એ કે શ્રી યશોવિજયજી મહારાજ અને તેઓના ગુરુ શ્રી નવિજયજી મહારાજ કાશી ગયા છે. શ્રી વિનયવિજયજી મહારાજ સાથે ગયા નથી. શ્રી નયવિજયજીનું ઓછું જાણીતું નામ અને શ્રી વિનયવિજયજી એ ખૂબ જાણીતું નામ તેથી આવો ગોટાળો થયો છે. વળી બીજી વાત એ પ્રચલિત થયેલી કે આ શ્રી વિનયવિજયજી અને શ્રી યશોવિજયજી કાશીમાં જઈને જૈન સાધુના વેષનું પરાવર્તન કરીને ભણતાં હતા. નામ પણ બદલ્યા હતા. એ વાત પણ સત્યથી વેગળી છે. શ્રી યશોવિજયજી મહારાજના જીવન ચરિત્રને લગતી જે એકમાત્ર રચના “સુજસવેલી ભાસ” મળે છે તેમાંથી કોઈ અણસાર મળતો નથી કે તેઓને આવું કાંઈ કરવું પડ્યું હોય! માત્ર ત્રણ વર્ષના ગાળામાં જ તેઓ પદર્શનનાં દિગ્ગજ વિદ્વાન બની ગયા. એટલું જ નહીં એક વાર કાશી આવેલા એક વાદીને પણ તેઓએ વાદમાં જીત્યો. જેના કારણે પ્રસન્ન થયેલા કાશીના પંડિતોએ “ન્યાયાચાર્ય અને 'ન્યાયવિશારદ' આવા બે બિરુદ તેમને આપ્યા. તે પછી ચારવર્ષ આગ્રામાં રહ્યા. પછી ગુજરાત પધાર્યા. તેઓએ કઠિનમાં કઠિન ગ્રંથોથી લઈ સરળમાં સરળ ગુજરાતી ભાષામાં ગ્રંથો રચ્યા છે. જિનશાસનની પ્રભાવના અને ભવ્યજીવો ઉપર ઉપકાર આ બે જ હેતુથી તેમણે આવા ગ્રંથો બનાવ્યા છે. અહીં આખું જીવન કહેવાનો અવસર નથી. એકાદ દિવસમાં કે એકાદ વ્યાખ્યાનમાં આપણી ટૂંકી બુદ્ધિ વડે આ કહી શકાય તેમ નથી. આ તો માત્ર આચમનરુપ પ્રસાદી છે. આજે ઉપાધ્યાયપદની આરાધનાનો પ્રસંગ છે તેથી આપણા પરમોપકારી ઉપાધ્યાયજી મહારાજ આદિના ગુણોનું કાંઈક ગાન કર્યું. તેઓને શ્રી વિજયપ્રભસૂરિજી મહારાજના વરદ હસ્તે વિ.સં. ૧૭૧૮માં ઉપાધ્યાય પદ પ્રદાન થયું. સંયમજીવનની આરાધના, શાસનનો ઉદ્યોત અને ભવ્યજીવો ઉપર ઉપકાર કરીને વિ.સં. ૧૭૪૩માં ડભોઈ ગામે તેઓ સ્વર્ગવાસી થયા. તેઓનો અગ્નિસંસ્કાર જયાં કરવામાં આવ્યો ત્યાં એક સ્તૂપની રચના કરવામાં આવી. દર વર્ષે તેઓના સ્વર્ગવાસના દિવસે તેમાંથી ન્યાયધ્વનિ પ્રકટતો હતો. પદર્શન ગ્રંથોના વિષયો મનમાં કેવા રમમાણ રહેતા હશે, અસ્થિ અને મજજા સુધી આ બધું કેવું ઓતપ્રોત હશે કે જેથી એ દેહના પરમાણુ જયાં પથરાયા ત્યાંથી આવો ધ્વનિ પ્રકટે. એ પવિત્ર સ્થળની સ્પર્શના કરવા જેવી છે. જે કોઈને વિદ્યા ન ચઢતી હોય, ભણવાનું મન ન થતું હોય, ભણેલું ભૂલી જવાતું હોય તેવા જીવો એ સ્થાનની સ્પર્શના કરી ત્યાંની પવિત્ર રજ પોતાની પાસે રાખે ४८ Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનઃ ૪ તો વિદ્યા તુર્ત આવવા માંડે છે. આજે પણ આ અનુભવ થાય છે. ઉપાધ્યાયજી મહારાજના પ્રસંગો તો ઘણાં છે. ઉપકાર પણ ઘણાં છે. કેટલા કહેવાય? પેલી એક ઉકિત છે ને - सब धरती कागज करूं, कलम करूं वनराइ । सागर सब स्याही करूं, गुरु गुण लिख्या न जाइ ॥ આવા પુરુષના ગુણ ગાતાં આપણામાં એ ગુણ આવે. ઉત્તમના ગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગ” આપણે ગૌરવ લઈ શકીએ કે કેવા ઉત્તમ પુરુષો આપણી નજીકના કાળમાં અને નજીકના સ્થાનમાં થઈ ગયા છે. આ તો થોડાંક જ ઉપાધ્યાયજી મહારાજના સામાન્ય ગુણોનું વિહંગાવલોકન કર્યું. ૨૫ લોગસ્સનો કાઉસ્સગ્ગ, ૨૫-ખમાસમણા, ૨૫ સાથીયા દ્વારા આ પદની આરાધના કરવાની છે. આ લોકોત્તર ઉપાધ્યાયની વાત કરી પણ લૌકિક ઉપાધ્યાય પણ કેવા હોય? મયણાસુંદરી જે ઉપાધ્યાય-અધ્યાપક પાસે ભણ્યા તેમણે કેવું જણાવ્યું? ભરી સભામાં પ્રજાપાળ રાજાએ જયારે પ્રશ્ન પૂછયા ત્યારે કેવી નિર્ભીકતાથી ઉત્તર આપ્યા. આવી ખુમારી શિક્ષણથી આવે છે. સંસ્કાર અને શિક્ષણ એ જીવનની બે પાંખ છે. માતા સંસ્કાર આપે છે. શિક્ષક શિક્ષણ આપે છે. આગમ એ જિનશાસનની, જૈનસંઘની જીવાદોરી છે અને આગમના ખજાનાના રક્ષક ખજાનચી આ ઉપાધ્યાયજી મહારાજ છે. આ ઉપાધ્યાયજી મહારાજની આરાધના પછી પંચપરમેષ્ઠી ભગવંતોની ખાણ જેવા સાધુપદની આરાધના કેવી કરવી? સાધુપદ સંઘ ઉપર અને સકલ વિશ્વ ઉપર કેવો ઉપકાર કરે છે, અને આવા સાધુપદની આરાધના દ્વારા આત્મવિકાસમાં પરમસહાયક બળની પ્રાપ્તિ કેવી રીતે કરી શકાય વગેરે અધિકાર અવસરે કહેવાશે. પૂ. ઉપાધ્યાયજી મ.ની. ધર્માભિલાષી આત્માને લાખેણી શિખામણ. પ0 Page #73 -------------------------------------------------------------------------- ________________ ( તપાગચ્છ ગુણ સ્તુતિ निग्रन्थः श्री सुधर्माभिधगणधरतः कोटिकः सुस्थितार्या - च्चन्द्रः श्री चन्द्रसूरेस्तदनु च वनवासीतिसामन्तभद्रात् । सूरेः श्री सर्वदेवाद् वटगणइति यः । श्रीजगच्चन्द्रसूरे - विश्वेख्यात स्तपाख्यो जगति विजयतामेषगच्छोगरीयान् ॥ १ ॥ - ઉપા. વિનય વિજયજી મહારાજ નામ નિર્ઝન્થ છે પ્રથમએહનું કહ્યું પ્રથમ અડપાટ લગે ગુરુ ગુણે સંગ્રહ્યું મંત્ર કોટિ જપી નવમપાટે યદા તેહ કારણ થયું નામ કોટિક તદા: ૧૯: પન્નરમેં પાટે શ્રી ચન્દ્રસૂરે કર્યું ચંદ્રગચ્છ નામનિર્મલપણે વિસ્તર્યું સોલમે પાટ વનવાસ નિર્મમમતિ નામ વનવાસી સામંતભદ્રો યતિ : ૨૦: પાટ છત્રીસમેં સર્વદવાભિધા સૂરિ વડગચ્છ તિહાં નામ શ્રવણે સુધા વડતલે સૂરિપદ આપીઉ તે વતી વલીય તસ બહુ ગુણે જેહ વાધ્યા યતિઃ ૨૧: સૂરિ જગચંદ જગ સમરસ ચન્દ્રમા જેહ ગુરુ પાટે ચઉ અધિક ચાલીસમાં તેહ પામ્યું તપા નામ બહુ તપ કરી પ્રગટ આઘાટપુરિ વિજય કમલા વરી: - ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ૩પ૦ ગાથા સ્તવન Page #74 -------------------------------------------------------------------------- ________________ જો રિક છે ) વિ d છ પારિજી, - S ક માનક્રિકે હકક , ) અપૅજિક . \B & J | લ અs 4 આદધતિ (સૂis નવિનય [35]T બવિજએ છે. જમ જ સન ૧પ – જિનમ _ આ પાક નં. સૂરજ . માન . . -Volalaran ૪ એક નામ બની અને જનમ ૧ ' આ એક .e;གསེགསལ བས་གྱི་ ཡིག་ གལ 1 - કિv1 = મળવાનું - વિનય મંદિk મૂ Lબધાએ છે કે દ ( ૬); માર ખાન --- કાન કિંજલ્ક પઝલ ઉપવિજયજી ન , હતી કે વધી છે. અ [ વિજયનું + | : Quà નિમમ ' મન ૫ E 7tપ જિk - મ : ખie * ) 1 ન જિયન ગઈ ક. કમનું તે જરજન થાક ' સત્યવિજયજમFl- 5 3 ૧ કી (fકરી . અકબજિપને 16 કે મક: જો ! / ઇનપતી ! કા " " TV તરંજ, જી Svમ * બુપ્રિમ ક * \ યર-નિઝ ના વરદંબઝક' તેજન્મિ સદિલનમાઝ છે કારણ ' ને મ મ મ " * ન નનન { ખ મા ના જ ઝ ક સામાજિક કે ઇ મ ક v જિક ક્ર વેંત જૈન સૂક કક / અકબર ધરૂ ઉર્ફે , વૈજય ર F ) છે. 18 આ ચિંતક જન-મૂષક ? હું : - - અનંffક જ-મૂર્દિક છે આ મિસસૂઝ ક આ મુમત મા ઉp3 ક. * સાકરસૂારેક શ્ર અરજ * સર્વસાવા - સાં ની મુર્નેિ કુંવરંજક TAી સંખુંદરમૂજીક ( * ને તક મૂ Wક સંવરજી મ ? G તિજ ' ' કદ ન ચિમક ' ન * ) હA 'જેમ કે X -૧ કાન - . સુરિક ! * |-- 6. કા - ધ3 | તરૂતી કરતા જો શ્રી અમચંદ્રસૂર - જામક મન मास्वाभाया सवायला બુક માdy - નૈમુર તક ધક શ્રી નથિ ૧ી 9 મો - કનૈમૂર નિB/+કિંમતમંત th yભષમ સ્વામી જ કાં મજૂર કકgવતન મુk * મા -બાપન મૂક ફિ2 કરે જ છે માં મw * - અને હા સમુન મ મૂર્વે મહબૂત* * ધ s a * * * * વનલય ? - કી ન જવાયામ કરyક દંરે મને ઍપમ | H | યોને યુનાં ભty be extતનમૂરક સજાનંદ : ક મુનિચં રમૂરે, • અકસ્મામા- કૌમાનધિસૂરત વેબસૂર ન જાય | - સુરત , , ઉતૈનાત છે. - દર શ્રી વીરેન્દ્ર ધુ મ્ન મુર =ઈનÈસૂT સીસોમપ્રભસૂરી 2 સંયોજક: મુનિરાજશ્રી વિ.સં ૧૮મુધી, 1 પાએ તું 2&મe. વંશવૃક્ષ . / નિજ મારા. '(ત્ર બીરાજ) Page #75 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો श्री साधुपद वन्दना ॥५॥ जे देसण नाण चरित्त - रुव रयणत्तएण इक्केण । साहंति मुक्खमग्गं ते सव्वे साहूणो वंदे ॥१॥ गय दुविह दुठ्ठझाणा जे झाइय धम्म सुक्क झाणा य । सिक्खंति दुविह सिक्खं ते सव्वे साहूणो वंदे ॥२॥ गुत्तित्तएण गुत्ता तिसल्लरहिया तिगारव विमुक्का । जे पालयंति तिपई ते सव्वे साहूणो वंदे ॥३॥ - सिरिसिरिवालकहा। Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૪ મુનિવર પરમ દયાલ... આજનો દિવસ એક મહાન આરાધનાનો દિવસ છે. જે કોઈ આત્માને ગમે તે સ્થળમાં કે ગમે તે કાળમાં સકલ ઉપાધિથી મુક્ત, અનુપમ સુખ મેળવવું હોય તેને આ પદે પહોંચવું જ પડે છે. ભાવ સાધુ બનવું જ પડે છે. એ ભાવસાધુતા મેળવવા દ્રવ્ય સાધુ થવું જ પડે. કારણ કે શાસ્ત્રનું વચન છે કે વંતિયવિરડુસુતરું નg | મમ કિંતુ મુ9પડ્યું મન - વચન – કાયાના દંડથી એટલે હિંસા વગેરે પાપો કરવાથી-કરાવવાથી અને કરતાંને સારા કહેવાથી જે વિરમેલા છે તેને જ મોક્ષપદની પ્રાપ્તિ થાય છે અને એવા ત્રિવિધે-ત્રિવિધે ત્રિદંડથી વિરમેલાને જ પ્રણામ કરવાના કહ્યા છે. जावंत के वि साहू, भरहेरवय महाविदेहे अ । सव्वेसिं तेसिं पणओ, तिविहेण तिदंडविरयाणं ॥ આ સૂત્ર જે રોજ બોલીએ છીએ તેમાં પણ ત્રિવિધે – ત્રિદંડથી - મનદંડ – વચનદંડ અને કાયદંડથી જે વિરમ્યા છે તેને પ્રણામ કરવાની વાત છે. આવા સાધુ ભાવસાધુ કહેવાય છે. એ ભાવસાધુપણું ટકે અને ન આવ્યું હોય તો આવે તે માટે જે જીવનને વ્રત-નિયમોથી સજ્જ બનાવવામાં આવે તે દ્રવ્યસાધુપણું છે. દ્રવ્ય શબ્દ કારણવાચક છે. તે સાધન છે. ભાવ તે કાર્ય છે-સાધ્ય છે. આવા સાધુ થયા વિના કોઈના કર્મનો અંત થયો નથી. એટલે પ્રત્યેક પાપભીરુ-ભવભીર આરાધક આત્માનું જીવનલક્ષ્ય, સાધુ થવાનું-નિષ્પાપ થવાનું હોવું જ જોઈએ. શ્રાવક રોજ તેનો મનોરથ કરે. સદ્ વૈરાગ્ય રસે રસિક થઈને દીક્ષેચ્છુ કયારે થશે ને દીક્ષા ગ્રહવા મુનીશ્વર કને કયારે સુભાગ્યે જશું, સેવા શ્રી ગુરુદેવની કરી કદા સિદ્ધાન્તને શીખ ને વ્યાખ્યાન વડે સમસ્ત જનને ક્યારે પ્રતિબોધશું. આ લક્ષ્યપૂર્વક સાધુપદની આરાધના કરવાની છે. ૨૭-ખમાસમણા કે ૨૦-નવકારવાળી આવા સાધુ થવાના કોડ જાગે તે માટે કરવાની છે. સાધુપદનું ધ્યાન શ્યામવર્ષે કરવાનું છે. મોહનું મારણ કરવા શ્યામવર્ણ જરૂરી છે. સાધુ દીક્ષા લે એટલે નવો જન્મ થાય. માતા-પિતા બદલાય. ૫૪ Page #77 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો અષ્ટપ્રવચનમાતા તે માતા કહેવાય અને દશવિધ યતિધર્મ તે પિતા કહેવાય. પિતા પાલન કરે. માતા પોષણ કરે. નવો જન્મ છે એટલે નામ બદલાય. વેષ બદલાય. ભાષા બદલાય. ક્રિયા એ જ કરવાની રહે, વ્યવહાર એ જ કરવાનો રહે પણ ભાષાપ્રયોગ બદલાઈ જાય. નિષ્પાપ ભાષા સંસ્કાર એ જિનશાસનની અમૂલી ભેટ છે. આહાર જ જમતા હોય પણ વાપરે છે તેમ કહે. ભોજન ન કહે ગૌચરી કહે. વાસણ નહીં પણ પાતરા કહેવાય. તમને સાધુનો પરિચય ખરો ને! અને સાધુના ઉપકરણોનો પરિચય ખરો ! સાધુ જ ગમે કે સાધુતા પણ ગમે? આ અમે પહેરીએ તેને શું કહેવાય? સભા: એસ. ના.. ખેસ તો તમારો હોય. આ તો પાગરણી કહેવાય. તે જ રીતે વહોરવા જાય તે તરપણી ચેતનો-ઝોળી-પડલા આ બધા ઉપકરણો છે. તેનો પરિચય કરો – પ્રીતિ કરો. તો કયારેક આ જીવન જીવવાનો અવસર આવે. સાધુજીવનનું બધું જ મંગળમય છે. કોઈ શબ્દ મંગળ સિવાયનો નથી. શ્રાવકો વહોરવા બોલાવવા આવે તો શું કહે ? સાહેબ ! લાભ દેવા પધારો ! સાધુ મહારાજ પણ કેવો ઉત્તર આપે ? હા ચાલો આવું છું એમ ન કહે. વર્તમાન જોગ” કહે. કેવો અર્થપૂર્ણ શબ્દ પ્રયોગ. आउसस्स न वीसासो, कज्जम्मि बहूणि अंतरायाणि । तम्हा हवइ साहूणं, वट्टमाणजोगेण ववहारो ॥ આયુષ્યનો એટલે પળ પછીનો ભરોસો નથી. સાધુનું કાર્ય એટલે શ્રેયસ્કર કાર્ય. તેમાં ઘણા વિઘ્નો હોય છે. તેથી નિશ્ચયાત્મક વચન ન બોલાય. રખેને બોલાયેલું ન પળાય તો! એટલે “વર્તમાન જોગ' બોલે. જયારે વહોરવા જઈશું ત્યારે જેવો યોગ હશે તેમ કરીશું. પહેલાં તો તમારે ઇચ્છકારમાં પણ પાઠ મોટો હતો. અત્યારે જયાં "ભાત-પાણીનો લાભ દેશોજી બોલો છો ત્યાં ભાત-પાણી-ઔષધ-ભૈષજય-પીઠ-ફલક સંસ્તારકનો લાભ દેશોજી એમ બોલાતું અને સાધુ મહારાજ પણ ખપ હશે તો આવીશું અને ખપે તેવું હશે તો વ્હોરીશું” એવું કહેતા. લોકોત્તર પ્રભુ શાસનનો વાણી વહેવાર પણ લોકોત્તર હોય છે. તમે પૂછો કે અમારે કેટલાક પદાર્થો સમજવા આવવું છે કયારે આવીએ? તો સાધુ મહારાજ કહેશે કે બપોરે ત્રણ વાગ્યા પછી આવો તો અમને પ્રતિકૂળ નથી. આવું નિરવદ્ય વચન બોલે. સાધુ પાસે તમે જાવ અને કદાચ તેઓ ઉપદેશના વચન ન કહે તો પણ પપ Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન: ૫ તેઓનું જીવન જ ધર્મ પામવા માટે પૂરતું છે. સાધુજીવનની એકેએક ક્રિયા જોનારને ધર્મ પમાડે. તમે પેલી પ્રસિદ્ધ ઈલાચીપુત્રની કથા જાણતા હશો. તે રૂપમાં પાગલ બન્યો અને નટકન્યાને મેળવવા નટ બન્યો છે. નકુલપતિએ કહ્યું કે રાજાને રીઝવીને મબલખ ધન લાવ તો નટકન્યા મળે. સંસાર કંઈ સુંદરી સૂનો નહતો પણ એ તો આ એક જ નટકન્યા ઉપર ઘેલો બન્યો હતો ! દોરી ઉપર ચઢીને જીવસટોસટના વિધવિધ ખેલ કરે છે. અનેક ગામ ફરે છે. લોકો પણ તેના જૂજવા રૂપ જોઈને હેરત પામે છે. રાજા પણ નાચ જૂએ છે. પણ તેની દાનત બૂરી છે. તે પણ આ નટકન્યા ઉપર મોહી પડયો છે. પ્રણય-ત્રિકોણ રચાયો છે. જીવ જોખમમાં મૂકીને દોરી ઉપર ચઢે છે નાચ કરીને નીચે આવે છે રાજા પાસે દાન માટે હાથ ધરે છે રાજા કહે, મારું ધ્યાન નહોતું બીજીવાર... ત્રીજીવાર... રાજાની મુરાદ મેલી છે એ ઈચ્છે છે કે – 'ઉપરથી જો પડે, પડીને મરે તો કન્યા મળે એમ રાજાની ઈચ્છા, જલ્દી રાજા રીઝે, તો કન્યા મળે, એમ આ નટની ઈચ્છા.” આવી જ મથામણમાં તે "ચઢીયો ચોથીવાર" ઉપર ચઢયો છે પણ ચિત્તમાં નિર્વેદ હતો. ખેદ હતો. ત્યાં ઉપર ચઢયા-ચઢયા દૂર-દૂર નજર નાંખે છે તેમાં એક મોટી હવેલીના બહારના ઓરડાનું દૃશ્ય જોયું અને આંખ અટકી ગઈ. ત્યાં પણ બે પાત્ર છે. એક નવયૌવના સ્ત્રી ભાવપૂર્વક મોદક ભરેલો થાળ હાથમાં રાખીને વધુ ને વધુ લાડુ લેવા આગ્રહ કરે છે અને મુનિ મહારાજ નીચું જોઈને ના-ના કહે છે. થાળ ભરી શુદ્ધ મોદક, પદમિણી ઉભાં છે બહાર લો લો કહે છે લેતા નથી, ઘન ઘન મુનિ અવતાર. “ મુનિને જુએ છે ને વિચારે ચઢે છે, ત્યાં પણ એક અપ્સરાને શરમાવે તેવી કન્યા છે અને એક પુરુષ છે. વળી એકાંતસ્થળ છે છતાં નીચી નજર છે. “ના સંગ કરે કદિ નારીનો, ના અંગોપાંગ નિહાળે, જો જરૂર પડે તો વાત કરે, પણ નયણાં નીચાં ઢાળે.“ આ મુનિજીવનનું વ્રત છે. એ દૃશ્યની સાથે પોતાની જાતને સરખાવે છે. ત્યાં સ્વાધીન છે પણ ઊચી નજર સુદ્ધા નથી અહીં પરાધીન છે અને લાલસા છે ધિકકાર છે મને. આમ તેને વૈરાગ્ય જાગ્યો સ્વદોષ દર્શન થયું. એ જ ભાવમાં આગળ ૫૬ Page #79 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો વધતાં મોહનીયકર્મ ક્ષય પામ્યું. લોકાલોકપ્રકાશ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. સદ્ગુરુના કોઈ ઉપદેશ વચનોવિના માત્ર તેમનું દર્શન જ ઇલાચીને તુર્તજ ફળ્યું છે. साधूनां दर्शनं पुण्यं, तीर्थभूता हि साधवः । तीर्थः फलति कालेन, सद्यः साधु समागमः ।। તમે તામલીતાપસનું નામ સાંભળ્યું હશે ? આ તાલીતાપસ ઘોર તપસ્વી હતા. એના તપને અજ્ઞાનતપ કહ્યું છે. ઉપદેશમાળામાં આવે છે – “सट्टि वाससहस्सा, तिसत्त खुत्तोदएण धोएण । अणुचिण्णं तामलिणा, अन्नाणतवुत्ति अप्पफलो ।। उपदेशमाला गाथा ॥१०८।। આ રીતે તામલિતાપસનું ૬૦ હજાર વર્ષ જેટલા દીર્ધકાળનું તપ પણ અજ્ઞાનતપ છે. તો બીજી બાજુ તે ઈશાનેન્દ્ર થયા છે. ઈન્દ્ર નિયમા સમકિતી હોય. તો તેઓ સમ્યક્ત્વ પામ્યા કયાં? આ એક પ્રશ્ન છે. તેનો ઉત્તર બહુ મહત્ત્વનો છે. ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે. બન્યું એવું છે કે તેઓ નદીકિનારે એક ઝૂંપડીમાં રહેતા હતા. છઠ્ઠના પારણે છઠ્ઠ કરતા હતા. પારણે ગામમાં જાય. અન્ત-પ્રાન્ત એટલે કે વધી-ઘટી લુખી-સુકી જે રસોઈ હોય તે લાવે. લાવીને તેને એકવીસ વખત પાણીથી ધુએ તે પછી તે સાવ નિરસ થયેલો આહાર વાપરે. સાવ એકાકી નિર્જન પ્રદેશમાં રહે. જન્મથી મિથ્યાત્વી દેવમાં દેવપણું માનતા હતા તેથી મિથ્યાત્વની શ્રદ્ધા હતી. અંતરંગ રીતે ભદ્રિકતા, ગુણાનુરાગ વગેરે ગુણો હતા. ' એક દિવસની વાત છે. સૂર્યોદય થઈ ગયો હતો. સ્નાન કરવા ઝૂંપડીની બહાર નીકળ્યા. સામાન્ય રીતે માણસ નજર નાંખે તેમ તેઓ જોવા લાગ્યા. ત્યાં દૂર એક સાધુનું વૃન્દ દેખાયું. નદીના કિનારે કીનારે, ધીમી ગતિએ, નીચી નજરે એ વૃન્દ ચાલ્યું જતું હતું. નદીકાંઠાના એ પ્રદેશમાં કયાંક ધાસ વગેરે વનસ્પતિ ઊગેલી હતી. કયાંક-કયાંક પાણીથી જમીન ભીનાશવાળી હતી. તેથી એ પૃથ્વીકાયના જીવો, અષ્કાયના જીવો અને વનસ્પતિકાયના જીવોની વિરાધના ન થાય, તે જીવોને કલામણા ન થઈ જાય તે માટે એ જીવો પ્રત્યેની કરુણાથી ધીમા ડગલે ને નીચી નજરે ચાલે છે. આને એક શબ્દમાં કહેવું હોય તો ઇર્યાસમિતિ કહેવાય. આ ઇર્યાસમિતિના પાલનપૂર્વક સાધુવૃન્દને જતા જોઇને તામલિ તાપસ વિચારે છે. અહો શોખનીય શ્રમUTધર્મ | સાધુના આચારના પ૭ Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૫ દર્શનથી, તેની અનુમોદનાથી એ જીવે ત્યારે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરી. એ ભવનું આયુષ્ય પૂર્ણ કરીને સીધા ઈશાને થયા સાધુના આચારમાં કેટલી તાકાત છે. એક ગૌચરી વ્હોરવાની ક્રિયાના દર્શન કેવળજ્ઞાન અપાવી શકે છે. સાધુમહારાજના પાદવિહારને જોઈને કોઈ જીવ સમ્યકત્વ પામી શકે છે. અણહિલપુર પાટણના મહારાજા સિદ્ધરાજ જયસિંહના મંત્રી ઉદયનને અંતસમયે સમાધિની પ્રાપ્તિમાં આ શ્રમણવેષ કારણ બન્યો હતો. અરે ! આ સાધુના વેષની તો શી બલિહારી છે. સંપ્રતિરાજા પૂર્વભવમાં એક ભિક્ષુક અવસ્થામાં હતા. માત્ર આહાર માટે જ આ વેષ લીધો. એક જ દિવસ માટે આવા સામાન્ય હેતુપૂર્વક લીધેલા સાધુવેષે તેમનું કલ્યાણ કરી દીધું. મનમાં વસી ગયું. આ બધું કોના પ્રતાપે ! જે શ્રેષ્ઠિઓ ધિકકારતા મુજને અરે પ્રાતઃસમે તેઓ જ અત્યારે કરે ભકિત વિનય સન્માનને હું એ જ છું તો શું બન્યું કોના પ્રભાવે આ બધું આ વેષનો જ પ્રભાવ છે શ્રી જૈનશાસન ધન્ય છે. આ જ અનુમોદનાના કારણે તેઓ પછીના ભાવમાં મહારાજા સંપ્રતિ બન્યા અને પ્રભુના શાસનની આદર્શ પ્રભાવના કરી શકયા. ઘણાં કહેતા હોય છે કે મહાવ્રતો પાળવા છે તો મનથી પાળવાના. તેમાં ઘર છોડવાની-વેષ લેવાની શી જરૂર છે? શ્રી પ્રસન્નચન્દ્ર રાજર્ષિનું ઉદાહરણ આંખ ઉઘાડી દે તેવું છે. વાત તો બહુ જાણીતી છે. સભા સાહેબ! છતાં કહો ને.અમારી યાદશકિતની તો આપને ખબર છે ને? પ્રસન્ન ચન્દ્રજીના પિતા સોમચન્દ્રજીનો આ પ્રસંગ છે. તેમના જીવનમાં માથાના વાળ કેવો મહત્ત્વનો ભાગ ભજવ્યો. એકાંતમાં તેમના રાણી સોમચન્દ્ર રાજાના વાળ સમારે છે તેમાં તેમને રમૂજ કરવાનું મન થયું. રાજાને કહ્યું કે દૂત આવ્યો. રાજા જોવા માટે ઊભા થઈ ગયા. ઝરૂખે જોવા લાગ્યા. રાણી હસ્યા અને સફેદ વાળની વાત કરી ! આ યમરાજાનો દૂત આવ્યો છે. રાજા ચોંકી ઉઠયા. મનમાં ઉચાટ થયો. રાણીને કહ્યું કે મારા બધા પૂર્વજો સફેદવાળ આવે તેની પહેલા જ ઘર છોડીને સાધુ થયા અને હું તો પ્રિયે ! પતિવાપિ | સફેદ વાળ આવી ગયા છતાં ઘરમાં છું. દીકરો સાવ નાનો હતો તેને મૂકીને નીકળી ગયા. ૫૮ Page #81 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો “સામગ્રી સુખની લાખ હતી સ્વેચ્છાએ જેણે ત્યાગી” જીવન તપ-સંયમમય બનાવી દીધું. ના દેહતણી દરકાર કરે અઘરા તપને આચરતાં એવા તપસ્વી બન્યા. આવી સાધુતા એજ તો માનવજીવનનો સાર છે. “આયુષ્યનું અમૃત સાધુતા છે. “ એવી સાધના કરી આત્મકલ્યાણ સાધ્યું. તેમના દીકરા પ્રસન્નચન્દ્ર રાજષિના જીવનમાં વાળ વિનાના મસ્તકે કેવો ભાગ ભજવ્યો ! તેઓ સમવસરણમાં હાથ ઊંચા કરી, પગ ઉપર પગ ચઢાવી સૂરજ સામે દૃષ્ટિ લગાવીને ધ્યાન કરતા હતા. ત્યાંથી જ શ્રેણિક રાજાની સવારી પસાર થતી હતી. તેમાંથી જેણે જેણે જોયા તેઓ પોતાની રીતે બોલતા હતા. કોઈકે અનુમોદના કરી તો કોઈકે કહ્યું કે જોયું, નાના છોકરાને મૂકીને નીકળી ગયા અને છોકરાની સામે તો શત્રુરાજા ચઢી આવ્યો છે. બસ ! આ શબ્દો કાનમાં પડયા ને શાંતસરોવરમાં કાંકરી પડે ને વમળો રચાય તેમ જ બન્યું. મનમાં ને મનમાં યુદ્ધ શરુ થઈ ગયું. પોતે બધું જ વિસરી ગયા. સમવસરણ ભૂમિને બદલે સંગ્રામભૂમિમાં પહોંચી ગયા. સામસામું યુદ્ધ મંડાઈ ગયું. શત્રુ રાજાની સામે શસ્ત્રો ફેંકવા લાગ્યા. બધા શસ્ત્રો ખલાસ થઈ ગયા. છેલ્લે મુગુટ રહ્યો તે ફેંકવા માથા ઉપર હાથ ગયો. વાળ વિનાના માથા ઉપર હાથ ગયો ને ચોંક્યા. ચમકયા. ખ્યાલ આવ્યો કે ઓહ! હું તો શ્રમણ છું. મેં દીક્ષા લીધી છે. આ શું ? મેં તો કેવું આર્ત-રૌદ્રધ્યાન કર્યું. જેટલા વેગથી તેઓ દુર્મતિ તરફ-દુર્ગતિ તરફ આગળ વધ્યા હતા તેટલાજ વેગથી પાછા ફર્યા અને એ જ ભાવમાં આગળ વધતાં કેવળજ્ઞાન પામ્યા. તેમના પિતાએ વાળ જોઈને બાહ્ય સંસાર છોડયો અને તેઓએ વાળ વિનાનું માથું જોઈ આવ્યંતર સંસાર છોડયો. છૂટી ગયો. આવો ભવ્ય પ્રભાવ દ્રવ્યવેષનો છે. શ્રયણજીવન એટલે છઠ્ઠા ગુણસ્થાનકની સ્પર્શના. છઠ્ઠા ગુણસ્થાનકની સ્પર્શના એટલે સંસાર અટવીનો છેડો. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે – "છઠું ગુણઠાણું ભવઅડવી ઉલ્લંઘણ જેણે લહીયું તાસ સોભાગ સકલ મુખ એકે કિમ કરી જાયે કહીયું ઘન તે મુનિવરા રે જે ચાલે સમભાવે.” પ૯ Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન: ૫ સાધુજીવનની સૌથી મોટી જમાબાજુ ખુમારી છે. સ્વયં જાતે સ્વીકારેલી ફકીરી તે તો જીવનનો વૈભવ છે. મુક્ત સ્વતંત્રતા છે. સ્વાધીનતાનો સુખનો પર્યાય છે. न च राजभयं न च चोरभयं, इहलोकसुखं परलोकहितं, नरदेवनतं वरकीर्तिकर, श्रमणत्वमिदं रमणीयतरम् । રાજાનો ભય નહીં, ચોરનો ભય નહીં, ભય નહીં તે જ સુખ છે. અહીંનું જીવન નિષ્પાપ એટલે પરલોકમાં પણ સદ્ગતિ. રાજાઓ પણ નમે. ચોમેર કીર્તિ પ્રસરે. આ સાધુપણું કેવું રમણીય છે. દીક્ષા ગ્રહણ કરે એટલે પહેલો જ લાભ-દીનતાનો ક્ષય થાય. દીનતાનો ક્ષય એનું નામ જ દીક્ષા. સાધુપદની ખુમારી માટે આનંદધનજી મહારાજ બહુ જાણીતા છે. સાધુના બાહ્ય દર્શન માત્રથી ઉદયનમંત્રીને સમાધિની પ્રાપ્તિ, સાધુના બાહ્યવેધ પહેરવા માત્રથી સંપ્રતિને સદ્ગતિ અને સમ્યક્દર્શનની પ્રાપ્તિ, સાધુના ઈર્યાસમિતિના પાલનપૂર્વકના પાદવિહારના દર્શનથી તામલિ જેવા તાપસને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અને સાધુની ગૌચરી વ્હોરવાની ક્રિયાના દૂરથી થયેલા દર્શનમાત્રથી કેવળજ્ઞાનની પ્રાપ્તિની વાત આપણે જોઇ. જો માત્ર બાહ્ય વેષ કે ક્રિયાના દર્શન માત્રથી આ બધાને આવા લાભ થયા-થઈ શકયા તો આત્યંતર ગુણથી તો કેવા અવર્ણનીય લાભ મળે-મળી શકે. સાધુ ધર્મ તો કથીરને કંચન કરનારો છે. એ માટે બે બહુ મહત્ત્વના યાદગાર ઉદાહરણો જોઇને આપણે આજના સાધુપદના મહિમાનું ગાન પૂરું કરીશું. સામાન્યરીતે શ્રીપાળ મહારાજા અને મયણા સુંદરીના આદર્શજીવનની વાતો-પ્રસંગોથી તમે બધા સુપરિચિત છો તેથી એ વાતો ટૂંકમાં કરીને આ વખતે પદનું વિવરણ-સ્વરૂપ દર્શન કરવાનો ઉપક્રમ રાખ્યો છે. હવે અંતરંગ સાધુતાથી પણ શા લાભ થયા છે તે આપણે જોઈએ. સાધુ પદ તો બહુ મહાન પદ . પાંચે પરમેષ્ઠિ ભગવંતોની ખાણ છે. અનંતા અરિહંતો અરિહંત થાય તે પહેલા કરેમિ સામાઈયં બોલીને સાધુ થાય છે. પછી છમસ્યકાળ પૂરો કરી કેવળી થઈ તીર્થ સ્થાપે છે. તમામે-તમામ સિદ્ધ ભગવંતો ભાવસાધુપણું પામે પછી જ સકલ કર્મનો ક્ષય કરી શકે છે. આચાર્ય ભગવંત તો સાધુ થઈને જ ક્રમશઃ એ પદધારી બને છે અને એ જ રીતે ઉપાધ્યાયજી મહારાજ પણ સાધુ બનીને જ ઉપાધ્યાય થાય છે અને સાધુ ભગવંતો તો છે જ. Page #83 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન: ૫ સાધુની વ્યાખ્યા ત્રણ પ્રચલિત છે. ૧. મોક્ષમાર્ગની રત્નત્રયી દ્વારા સાધના કરે તે સાધુ. ૨. મોક્ષમાર્ગના યાત્રિકને સહાય કરે તે સાધુ. અને ૩. બાહ્ય-અભ્યત્તર, મન - વચન અને કાયાના દુઃખોને - કષ્ટોને - કલેશોને પરીષહીને - ઉપસર્ગોને-ઉપદ્રવને કોઈને પણ દોષ દીધા વિના સહન કરે તે સાધુ. આ ત્રણે વ્યાખ્યા સાધુતાથી શોભતા સાધુમાં જ ઘટે છે. સમરાદિત્ય ચરિત્રની વાત છે : નવભવની વૈરપરંપરાની વાત ગૂંથવામાં આવી છે. ગુણસેન અને અગ્લિશર્મા એ તેમનો પહેલો ભવ છે. એ વાત જાણીતી છે અગ્લિશર્માના દયમાં ગુણસેન પ્રત્યે ગાઢ દ્વેષ-વૈરભાવ બંધાયો તે વાત પણ આપણે ત્યાં લગભગ બધાએ સાંભળેલી છે. પણ આવા ગાઢ વૈરભાવનો અંત કયારે આવ્યો? કેમ આવ્યો? તે વાત બહુ પ્રચલિત નથી. તે આજે આપણે જોઈએ. ગુણસેન નવમા ભવમાં સમરાદિત્ય નામે રાજકુમાર થાય છે. તે સાધુધર્મનો સ્વીકાર કરે છે અને સમરાદિત્ય મુનિ બને છે.તપ - ત્યાગ – સંયમ - સ્વાધ્યાયમાં તન્મય – તદાકાર - તલ્લીન બની ગયા છે. નાના - મોટા અભિગ્રહો ધારણ કરે છે. કાઉસ્સગ્ન ધ્યાને રહે છે. અગ્લિશર્માનો જીવ ગિરિસેન નામે ચંડાલ થયો છે. પૂર્વ-પૂર્વ ભવની વૈરવૃત્તિ ચાલી આવે છે. ફરતો-ફરતો ત્યાં આવે છે. સમરાદિત્ય મુનિને જોતાં જ મનમાં ક્રોધની જવાળા ભભૂકવા લાગી. પણ સામે તો જળ હતું. જળ પાસે હંમેશા જવાળા હારી જ છે. અંતિમ વિજય જળનો જ હોય છે. વિજય ક્રોધનો નહીં પણ ક્ષમાનો જ હોય. ક્રોધના નસીબે હંમેશા પશ્ચાત્તાપ જ લખાયો છે. જયારે ક્ષમાના ભાગ્યમાં વિજયનું સ્મિત છે. વનમાં એકાંત સ્થળે નાસિરૂનેત્રઃ નેત્રને નાસિકા પર ઠેરવીને, હાથ લાંબા રાખી આત્મધ્યાનમાં લીન ઊભા છે. મુનિને જોઈ ગિરિસેન ચંડાળા ક્રોધથી લાલપીળો થઈ મારવાની તરકીબ ઘડે છે. કયાંકથી ચીંદરડા લાવે છે. તેલમાં ઝબોળે છે અને મુનિના શરીર ફરતાં વીટે છે. મુનિનું તો સંવાડુંય ફરકતું નથી. ધ્યાન ચલિત થતું નથી. પેલાએ તો અગ્નિ લગાડયો. ચીંદરડા સળગવા લાગ્યા. તે વખતે ગિરિસેનની નજર અચાનક મુનિના મુખ પર જાય છે. મોંની એક પણ રેખા બદલાઈ નથી. નેત્રમાંથી તો પ્રશમરસના ફુવારા જ ઉડતા હોય, પ્રેમરસના ઝરણા જ ઝરતા હોય તેમ લાગ્યું. મુનિની અજબ અને અજોડ ૬૧ Page #84 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો સહનશકિતએ-સમતાએ ગિરિસેનના હૈયાને હલાવી દીધું. - વલોવી દીધું. એના સૂકાભઠ હૈયાના રણમાં એક શુભભાવની મીઠી વીરડી ફુટી નીકળી. રહો મનોજ્ય મુનિ ! અહો ! આ મુનિ આવા આકરા જીવલેણ ઉપસર્ગ વચ્ચે પણ કેવા શાન્તરસમાં ઝીલે છે; સમભાવમાં રમે છે. બસ ! તે જ ક્ષણથી ગિરિસેનના મનમાં રહેલી વૈરની વૈતરણીના વળતાપાણી થયા. સાધુની અંતરંગ ગુણસંપત્તિ-સહનશીલતાએ તેનામાં ગુણપક્ષપાતરૂપ શુભબીજનું વાવેતર કર્યું. આ બાજુ સમરાદિત્ય મુનિ સમતાભાવે સહન કરી, શુદ્ધ અધ્યવસાયમાં સ્થિર થઈ આગળ વધી ક્ષપકશ્રેણિમાં આરૂઢ થયા. કેવળજ્ઞાની બન્યા. પોતે તર્યા અને અગ્નિશર્માના જીવને તરવાની નાવડી આપીને તારતા ગયા. આ ચરિત્રગ્રન્થની પ્રાચીન વાત છે. બીજી એક નજીકની બનેલી વાત કરીએ. તપાગચ્છ સંરક્ષક યક્ષરાજ શ્રી માણિભદ્ર મહારાજા માણિભદ્ર બન્યા તેના મૂળમાં પણ આવી એક સાધુમહારાજની સહનશીલતા કારણભૂત બની. શ્રી માણિભદ્ર યક્ષરાજના પૂર્વભવમાં તેઓ માણેકચંદ શેઠ હતા. માતા પરમ શ્રદ્ધાળુ. વીતરાગદેવના શાસનના ઉપાસિકા. પણ આ ભાઈ બીજા છેડાના. પરમ નાસ્તિક. ધર્મ અને ધર્મક્રિયાની ક્રુર મશ્કરી કરનારા. હાંસી ને ઠેકડી ઉડાવનાર. એકવાર તેમના ગામની બહાર આચાર્ય શ્રી હેમવિમલસૂરિજી મહારાજ સપરિવાર પધાર્યા. ગામના ઘણા બધા જીવો ધર્મવાણી શ્રવણ કરવા ગયા. ધર્મદશના પૂર્ણ થઈ. બધા ગામ તરફ જતા હતા ત્યારે આ માણેકચંદના મનમાં શું સૂઝયું તે એક બળતું લાકડું કયાંકથી લઈ આવ્યો અને સીધા પેલા સાધુઓ જયાં હતા ત્યાં પહોંચી ગયા. જઈને એક સાધુની દાઢીને બાળવા લાગ્યા. દાઢી બળતી હતી છતાં સાધુએ ન તો પ્રતિકાર કર્યો કે ન તો ઈન્કાર કર્યો. મુનિવર મનમાંહી આણંધા પરીષહ આવ્યો જાણી રે" દાઢી થોડી બળી એટલે પેલા ભાઈ લાકડું લઈને ચાલી ગયા. મુનિની દાઢી બુઝાઈ ગઈ. બસ, તે ક્ષણથી માણેકચંદનું મન પશ્ચાત્તાપથી બળવા લાગ્યું. ચચરવા લાગ્યું. તમસનું આવરણ ભેદાયું અને આત્માનું તેજ ફેલાયું. મેં આ શું કર્યું? અહો ! મુનિની કેવી સમતા, ધીરતા ને વીરતા અને મારી કેવી અધમતા. બસ, આ ઘટના તેના જીવનનું પરિવર્તનબિન્દુ બની ગઈ. પછી તો મહાધર્મી બન્યા, પ્રભુના ધર્મના અવિહડ રાગી બન્યા અને આખરે માણિભદ્ર દેવ બન્યા. Page #85 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન: ૫ આવી રીતે સામા જીવે કરેલા ઉપસર્ગોને સહીને, સામા જીવના ઉર્વારોહણમાં સહાયક બનીને, પોતાના આત્માનું હિત સાધે તેવા સાધુ હોય. આવું સાધુપણું લેવા જેવું લાગે તેને શ્રાવક કહેવાય. યોગશાસ્ત્રમાં શ્રાવકના વિશેષણોમાં વિશેષણ છે. યતિધર્માનુરસત્તાનામ્ | શ્રાવક સાધુધર્મના અનુરાગી હોય. તેને સાધુતા વાંદવા જેવી ને લેવા જેવી લાગે. સાધુને નિત્યવંદના પણ સાધુતાના અનુરાગી થવાના હેતુથી કરવાની છે. ચાર બુદ્ધિના નિધાન મંત્રીશ્વર અભયકુમારને મગધ દેશનું વિશાળ સામ્રાજય અને સાધુધર્મ બેમાંથી એક પસંદ કરવાની દ્વિધા થઈ ત્યારે તેમણે કશા ખચકાટ વિના, હેજપણ અચકાયા વિના મગધદેશના સામ્રાજયને નહીં પણ એ સામ્રાજયનો અધિપતિ પણ જેના ચરણ પૂજે એવા સાધુધર્મને પસંદ કર્યો. જેના કારણે તેમણે નિશ્ચિત્ત મને અને નિશ્ચિતપણે આ સાધુપદ પસંદ કર્યું તે સમ્યગ્દર્શનનું સ્વરુપ શું હોય? જેના પ્રભાવે શ્રાવકને સાધુપણું ગમે અને તે લેવાના ભાવ મનમાં રમે તે સમ્યગ્દર્શન કેવું હોય ? ઇત્યાદિ અધિકાર શાસ્ત્રકાર મહારાજા સમજાવશે. અગ્રે અધિકાર વર્તમાન જોગ. ધન્ય તે મુનિવરા રે ! ધન્ય તે મુનિવરા રે, જે ચાલે સમભાવે છે ભવસાગર લીલાએ ઉતરે, સંયમ કિરિયા નાવે ધન્ય. ૧ ભોગપંક તજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા; સિંહપરે નિજ વિક્રમ શૂરા, ત્રિભુવન જન આધારા ધન્ય. ૨ જ્ઞાનવંત જ્ઞાનીશું મળતા, તન મન વચને સાચા; દ્રવ્ય ભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા ધન્ય. ૩ મૂલ ઉત્તર ગુણ સંગ્રહ કરતા, તજતા ભિક્ષા દોષો; પગ પગ વ્રતદૂષણ પરિહરતા, કરતા સંયમ પોષો ઘન્ય.૪ મોહ પ્રતેં હણતા નિત આગમ, ભણતા સદ્ગુરુ પાસે; દૂષમકાલે પણ ગુણવંતા, વરતે શુભ અભ્યાસે ધન્ય.૫ છä ગણઠાણું ભવ અડવી, ઉલ્લંધણ જેણે લહિ; તસ સોભાગ સકલ મુખ એકે, કેમ કરિ જાએ કહિઉં? ધન્ય. ગુણઠાણાની પરિણતિ જેહની, ન છીપે ભવ જંજાલે; જ રહેશેલડી ઢાંકી રાખી, કેતો કાલ પરાલે? ધન્ય. ૭ તેહવા ગુણ ઘરવા અણધીરા, જો પણ સૂવું ભાખી જિનશાસન શોભાવે તે પણ, સુધા સંવેગપાખી ધન્ય. ૮ ઉપાધ્યાયજી -કૃત ૩૫૦ ગાથા સ્તવન. ૬૩ Page #86 -------------------------------------------------------------------------- ________________ R (PI, જીવંત શ્રી નેમિનાથ ભગવાન. તળાજા તીર્થ. (સૌરાષ્ટ્ર) Page #87 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો || श्री दर्शन पद वन्दना ॥ ६ ॥ जं सुध्ध देव गुरु धम्म तत्त संपत्ति सद्दहण रुवं । वण्णिज्जइ सम्मत्तं तं सम्मदंसणं नमिमो ॥ १ ॥ जेण विणा नापि हु, अपमाणं च निप्फलं च चारित्तं । मुक्खो व नेव लब्भइ तं सम्मदंसणं नमिमो ॥ २ ॥ जं सद्दहाण-लक्खण वणिज्जइ समयंमि — भूसण पमुहेहिं बहुभेएहिं । तं सम्मदंसणं नमिमो ॥ ३ ॥ सिरिसिरिवालकहा । Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન: ૬ સમ્યગુદર્શન પદ તમે પ્રણમો.. શાશ્વતી ઓળીની આરાધનાના દિવસો ખૂબ આનંદથી પસાર થઈ રહ્યા છે. આ નવપદજીને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે. દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વ, આને બીજી રીતે કહેવું હોય તો સાધ્યવર્ગ, સાધકવર્ગ અને સાધનવર્ગ. એમાં આપણે અરિહંત પરમાત્મા અને સિધ્ધ ભગવંતો એ દેવતત્ત્વ કે સાધ્યવર્ગ અને આચાર્ય મહારાજ, ઉપાધ્યાયજી મહારાજ અને સાધુ ભગવંતો એ ગુરુતત્ત્વ અથવા સાધકવર્ગ. એ બે તત્ત્વની અને પાંચપદની યથાશકય વિચારણા કરી. હવે આપણે આજથી ધર્મતત્ત્વ કહો કે સાધન વર્ગની વિચારણાનો પ્રારંભ કરીએ છીએ. દેવ અને ગુરુતત્ત્વ પછી ધર્મતત્ત્વ છે. તેના સમ્ય દર્શન, સમ્ય જ્ઞાન, સમ્યગું ચારિત્ર અને સમ્યગું તપ એ ચાર પ્રકાર છે. તેમાં પ્રથમ પ્રકાર સમ્યગુદર્શન પદની વિચારણા કરવાનો આજે ઉપક્રમ છે. સમ્યગુદર્શન એ આપણા આ ભવનું ધ્યેય છે. ધ્યેય બે પ્રકારના (૧) અનન્તર અને (૨) પરમ્પર. અનન્તર ધ્યેય અહી તુર્ત મેળવી શકાય છે અને પરંપર ધ્યેય મોડેથી મળે; મેળવી શકાય છે. આપણું અનન્તર ધ્યેય સમ્યગ્દર્શન – સમ્યકત્વ છે અને પરંપર ધ્યેય મોક્ષ છે. સમ્યગુદર્શન ચારે ગતિમાં પામી શકાય છે. એના ત્રણ ભેદ છે. (૧) ઔપથમિક સમ્યકત્વ (૨) ક્ષાયોપથમિક સમ્યકત્વ (૩) ક્ષાયિક સમ્યકત્વ. સમ્યકત્વના સડસઠ ભેદ છે તેથી આ પદની આરાધના ક૭-સાથિયા, ૬૭, ખમાસમણા, ૬૭-લોગસ્સના કાઉસ્સગ્ગથી કરવાની છે. આ ઉત્તમ ગુણને પ્રગટ કરવામાં મુખ્યત્વે મોહનીયકર્મને ઘટાડવાનું છે. મોહ તે સંસાર. મોક્ષને હણે તે મોહ. મોહનો ક્ષય તે મોક્ષ આ સમ્યકત્વ તે સકલ ગુણોનું દ્વાર છે. પાયો છે. આધાર છે. આ એક ગુણ દૃઢ હોય તો તેની પાછળ બીજા કેટલાય ગુણ આવે છે. મયણા સુંદરીમાં આ એક જ ગુણ પૂર્ણ ખીલેલો હતો તો બીજા કેટલાય ગુણ આવી ગયા. સમ્યગુદર્શન-સમ્યકત્વ કે સમકિત ને આપણે આપણી તળપદી ભાષામાં શ્રદ્ધા શબ્દ દ્વારા ઓળખીએ છીએ. શ્રદ્ધા વિના તો સંસારમાં પણ કોઈ વ્યવહાર ચાલતો નથી. લોકો કહે છે ને – વિશ્વાસે વહાણ ચાલે.”શ્રદ્ધા અને વિશ્વાસ બન્ને નિકટના તત્ત્વો છે. પરમાત્મા છે જ તે શ્રદ્ધા અને પરમાત્માના મને દર્શન થશે જ તે વિશ્વાસ. આ તો અધ્યાત્મની વાત છે પણ જીવન માટે પણ આ જરૂરી છે. ၄ ၄ Page #89 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો શ્રદ્ધા ભરી જે સત્યથી તે તો કદિ ફરતી નથી, શ્રદ્ધા વિહોણી જીંદગી જગમાં કદિ ફળતી નથી.’ બુદ્ધિની હદ જયાં પૂરી થાય છે ત્યાંથી શ્રદ્ધાનો પ્રદેશ શરુ થાય છે. આ શ્રદ્ધા તત્ત્વ બુદ્ધિથી સમજી શકાય તેમ નથી. તેની ત્યાં પહોંચ નથી. એનો એ વિષય નથી. સુગંધી મોગરાનું ફુલ તમે વર્ષો સુધી કાન પાસે ધરી રાખો શુ થાય? કંઇ જ ન થાય. પણ જે ક્ષણે નાકની નજીક લાવો ત્યાંજ મહેકથી મન ભરાઇ જાય. બસ... આવું જ છે. આત્મા એ શ્રદ્ધાનો વિષય છે. તેને બુદ્ધિ દ્વારા સમજવા મથ્યા જ કરો.. શું પરિણામ આવે ? પાણીને વલોવા જેવો ઘાટ થાય. બુદ્ધિ દ્વારા જે તર્ક નીપજે તે તર્કથી જે સાબિત થાય તે સત્ય જ હોય તેવો નિયમ નથી. તર્ક તો તકરાર કરાવે. વકીલો તર્કના સહારે સત્ ને અસત્ ઠરાવે અને અસત્ ને સત્ ઠરાવે. બુદ્ધિ વકીલાત કરાવે ને શ્રદ્ધા કબૂલાત કરાવે. શ્રદ્ધા સરળતાને જન્માવે ને બુદ્ધિ વક્રતાને જન્માવે. શ્રદ્ધાને સમજવાનું બુદ્ધિનું ગજું જ નથી. તમે જ કહો. સુલસા શ્રાવિકાની શ્રદ્ધાને બુદ્ધિ કઇ રીતે સમજી શકે જાણી શકે? સુલસાને પ્રભુ મહાવીર દેવ ઉપર કેવી અનન્ય શ્રદ્ધા. અસ્થિ અને મજજા આ રાગથી રંગાયેલા અને આ રંગ એટલે "રંગ લાગ્યો ચોલ મજીઠ રે, નવિ જાયે ડાકણ દીઠ રે” ગમે તેવા ભય કે લાલચમાં પણ વિચલિત ન થાય તેવો રંગ. ”ફાટે પણ ફીટે નહીં પડી પટોળે ભાત” આ પટોળા પર પડેલી ભાત જેવો રંગ, જેને અસ્થિ મજજા સુધી પહોંચ્યો તેને માટે જ કહેવાયું છે કે “જો પ્રભુ ફ્રિ મિજે ભવ ભવ ન ભમીજે ઃ મોહ ગૃપને દમીજે.’ : સુલસા શ્રાવિકાનું તો એવું અનોખું સૌભાગ્ય છે કે બધે જ તેમનું નામ પહેલું લેવાયું છે. પ્રસિદ્ધ ‘ભરહેસર’ની સજઝાયમાં મહાસતીઓની નામાવલિ શરુ કરવાની આવી ત્યાં સુતા ચંદ્રનવાતા એ યાદીમાં પહેલા સુલસા. ચંદનબાળાજી પણ બીજા. કોઇ કહે કે આ તો કાવ્ય છે માટે હશે. તો પ્રભુના મુખથી પ્રશંસા પામેલી વ્યકિતઓની વાત પૌષધ પારવાના સૂત્રમાં આવી ત્યાં પણ આ જ સુલસા પહેલા છે. મુજમા આવ્ ગદ્દેવાય' આનંદને કામદેવથી પણ પહેલા સુલસાનું નામ મૂકયું. ઠીક, પરમાત્મા મહાવીર દેવના તીર્થમાં જેનું-જેનું તીર્થંકરપણું જાહેર થયું તેની વાત કરવાનો અવસર પંડિત શ્રી શુભવીર વિજયજી મહારાજને આવ્યો ત્યાં પણ...... Jain cation International Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન: ૬ 'સુલાસાદિક નવ જણને જિનપદ દીધું રે કર્મે તે વેળાએ વસીયો વેગળો શાસન દીઠું ને વળી લાગ્યું મીઠું રે આશાભર આવ્યો રે સ્વામી એકલો” અહીં પણ રેવતી શ્રાવિકા, સુપાર્શ્વ, ઉદાયી, શ્રેણિક, કોણિક વગેરે નવ છે. તેમાં પણ સુલસા જ મોખરે છે. શ્રી ઉદયરત્નજી મહારાજે સોળ સતીનો એક છંદ રચ્યો છે. તેમાં પણ સુલતા-શ્રાવિકા માટેના શબ્દો કેટલા કિંમતી છે – સુલસા સાચી શિયળે ન કાચી, રાચી નહીં વિષયા રસે રે, મુખડું જોતાં પાપ પલાયે, નામ લેતાં મન ઉલસે રે.” સુલતાનું સમ્યગદર્શન આવું નિર્મળ અને દ્રઢ હતું તેની ખબર આપણને તો ત્યારે જ પડી કે જયારે અંબડે પ્રભુને પૂછયું, પ્રભુ ! રાજગૃહી જઉં છું તે તરફની કોઈ કાર્યસેવા હોય તો ફરમાવો. પ્રભુએ કહ્યું કે સુલતાને ધર્મલાભ કહેજો. પ્રભુએ ત્રણ ગુણ માટે, ત્રણ વખત, ત્રણ જણને, ત્રણ વ્યકિતની પાસે મોકલ્યા છે. સમ્યમ્ દર્શન માટે સુલસા શ્રાવિકા પાસે અંબડને, સમ્યગૂ જ્ઞાનના પ્રશ્ન શ્રી ગૌતમ સ્વામીજીને આનંદ શ્રાવક પાસે અને સમ્યફ ચારિત્ર અન્તર્ગત સામાયિક માટે રાજા શ્રેણિકને પુણીયા શ્રાવક પાસે મોકલ્યા. અંબડે જયારે પરીક્ષા કરી અને તેમાં સુલસા દ્રઢ પુરવાર થયા ત્યારે તેમનું સમ્યગુદર્શન પ્રશંસાપાત્ર બન્યું. આપણને દેવાધિદેવ જેવું દેવતત્વ મળ્યું છે તો બીજા કોઈપણ દેવ આપણને પંચાંગ પ્રણિપાતને લાયક ન લાગવા જોઈએ. પંચપરમેષ્ઠિ ભગવંત સિવાય કોઈ પંચાંગ પ્રણિપાતને લાયક નથી. સત્કારને-સન્માનને લાયક ઘણાં હોઈ શકે. દેવાધિદેવ સર્વોપરિ છે. માતા-પિતા ઉપકારી ખરા, અન્ય સમ્યદ્રષ્ટિ દેવો-દેવીઓ પણ સહાયક હોઈ શકે તેથી તે સત્કાર-સન્માનને લાયક ખરા પણ આત્મસમર્પણ માટે તો એક જ અરિહંત દેવ. બીજા કોઈ નહીં. દુઃખ આવે તો તે ટાળવા કે સુખ આવે તો તે ટકાવવા માત્ર અરિહંતને જ શરણે જવાનું. ઉપાધ્યાયજી મહારાજ કહે છે ને? દેશો તો તુમહી ભલા, બીજા તો નવિ યાચું રે.” 'જિનભકતે જે નવિ થયું તે બીજાથી નવિ થાય.” આવી શ્રદ્ધા કેળવવી જોઇએ. તે માટે શ્રદ્ધાને પુષ્ટ કરે તેવા તીર્થોના ૬૮ Page #91 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો બાહ્ય-અત્યંતર સંપર્કમાં આવવું જોઈએ. આપણે ત્યાં સમ્યક્ત્વના પાંચ ભૂષણની વાત આવે છે તેમાં તીર્થયાત્રા-તીર્થસેવા એ એક ભૂષણ છે. આત્યંતર ગુણસંપત્તિનો પરિચય તો સૂક્ષ્મબુદ્ધિગમ્ય છે, લાભનું કારણ છે, પરંતુ બાહ્યસંપર્ક પણ ખૂબ લાભકારક છે. બાહ્યસંપર્ક એટલે તે તે સ્થળની સ્પર્શના કરવી. તે તીર્થોનો ઇતિહાસ-પ્રભાવ વગેરે જાણવા તે. તે માટે દ્રષ્ટિ કેળવવી પડે છે. તમારી એકદમ નજીકમાં કર્યું તીર્થ છે? સભા સાહેબ ! તળાજા. એ તીર્થની યાત્રા કરવા તો જાવ છો ને ? દર્શન-વંદન-પૂજન કરવા જ જવાનું ને? કે ભોજનશાળામાં સગવડ બરાબર નથી, ધર્મશાળા જુની પદ્ધતિની છે. એવું એવું જ ધ્યાનમાં રાખવાનું! તો ત્યાં મૂળનાયક ભગવાન કયા છે? સભા : સુમતિનાથ ભગવાન. તેની નીચે જે દેરાસર છે તેમાં મૂળનાયક ભગવાન ક્યા છે? સભા પાર્શ્વનાથ ભગવાન બરાબર. એ ભગવાન ફણાવાળા કે ફણાવગરના? પરિકર સાથેના છે કે પરિકર વિનાના? સભા: એવું ઝીણું ઝીણું કોણ જુએ છે. અમે તો “લે દેવ ચોખા ને મૂક મારો છેડો' એવું કરનારા છીએ. ભગવાન આપણો છેડો મૂકેને તો પણ આપણે હવે તેનો છેડો છોડવાનો નથી. આ ભવમાં પ્રભુની સાથે જે સંબંધ બાંધ્યો છે તેને સાદિ અનંત ભાંગે બનાવવાનો છે. આ ભવની અપેક્ષાએ આદિ ખરી પણ હવે અંત નહીં. તે પાર્શ્વનાથ ભગવાનની ડાબી બાજુના ગભારામાં કયા ભગવાન છે? સભા : નેમિનાથ ભગવાન. આ શ્રી નેમિનાથ ભગવાન કોણે ભરાવેલા છે? કેટલા વર્ષ જુના? કોઈ ઈતિહાસ જાણમાં ખરો? આ તો તમારું તીર્થ કહેવાય. સભાઃ હવે આપ જ કહો ને ! જુઓ, સાવધાન થઈને સાંભળો. આવા પરિચયો શ્રદ્ધાવર્ધક હોય છે. બરાબર યાદ રાખવાના. આ પ્રતિમાજી અતિ પ્રાચીન છે. એક અર્થમાં જીવંત પ્રતિમાજી છે. શ્રી નેમિનાથ ભગવાનની હયાતીમાં આ પ્રતિમાજી ભરાવાયા છે. કૃષ્ણ મહારાજના સૈન્ય ઉપર જરાસંધ રાજાએ જરાવિદ્યા મૂકી અને તેથી આખું સૈન્ય ૬૯ Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન: $ ઘડું થઈ ગયું. કૃષ્ણમહારાજને ચિંતા થઈ કે આ વિપત્તિને કેવી રીતે દૂર કરવી. ત્યારે તેમણે અઠ્ઠમતપ કરવાનો વિચાર કર્યો. જો પોતે અઠ્ઠમ કરે તો પછી આ સૈન્યનું ધ્યાન કોણ રાખે? કોણ સંભાળ લે. બે વાત તો બને નહીં. સેનાની કાળજી લેવી અને ધ્યાન ધરવું. આવા પુરુષો કોઇપણ ક્રિયા કરે તો સંપૂર્ણ મન-વચન કાયાથી લીન થઈને કરે. તે વખતે શ્રી નેમિકુમારે કહ્યું કે સેનાની સંભાળ હું રાખીશ. તમે અઠ્ઠમતપની આરાધના કરો. કૃષ્ણમહારાજાએ એકાગ્રતાથી અઠ્ઠમ કર્યો. શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં શાસનદેવી પદ્માવતીદેવી હાજર થયા. પ્રસન્ન થઈને તેમને પ્રભુ પાર્શ્વનાથ ભગવાનનાં પ્રતિમા આપ્યા. તેનું સ્નાત્રજળ જેવું સેના ઉપર છાંટયું તે જ ક્ષણે આખી સેના આળસ મરડીને બેઠી થઈ. જુવાનજોધ બની ગઈ. કૃષ્ણમહારાજા આ પરિણામથી – આ પ્રભાવથી પ્રભાવિત થયા. કૃષ્ણમહારાજા વાસુદેવ છે, શલાકાપુરુષ છે. તેઓ કૃતજ્ઞ હોય. આ કાર્ય આ રીતે સિદ્ધ થઈ શકયું તેમાં શ્રી નેમિકુમારનો ફાળો મહત્ત્વનો જણાયો. કૃતજ્ઞતાથી પ્રેરિત થઈ તેઓશ્રીની એક પ્રતિમા ભરાવી અને જયાં પોતે અમને પારણું કર્યું ત્યાં જ ગામ વસાવીને, ચૈત્ય બનાવીને પ્રતિમાજીને ત્યાં જ બિરાજમાન કર્યા. એ ગામનું નામ પણ પારણા રાખ્યું. આવી ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી ઘટના ત્યાં બની તેનું કાયમી સંભારણું રાખ્યું. એ પ્રતિમાજી એ ગામમાં જ ઘણા વર્ષો સુધી રહી છે. તેના પ્રાચીન ઉલ્લેખો પણ મળે છે. બે ઉલ્લેખ જોઇએ : એક ઉલ્લેખ છે. સમરાશા ઓશવાળ યાત્રા કરવા નીકળ્યા છે. તેઓ આ પારણા ગામમાં જ શ્રી નેમિનાથ ભગવાનના દર્શન-વંદન કરે છે. સમરાશાહ રાસમાં આ ગામનો ઉલ્લેખ છે. સમરાશાહ સંઘ સાથે શત્રુંજયની યાત્રા કરીને ગૂજરાત તરફ જતાં હતા. વઢવાણ થઈ, માંડલ થઈ પાડણામાં જીવિતસ્વામિ શ્રી નેમિનાથ ભગવાનને વાંદ્યા. તેના શબ્દો આ પ્રમાણે છે: वढवाणि न विलंबु कियउं, जिमिउ करीरे गामि । मांडले होइउ पाडलए नमियउ, नेमिसु जीवितसामि ॥ (આપ્રદેવસૂરિ રચિત સમરા રાસ ૧૩ મી ભાષા) બીજો ઉલ્લેખ એક પ્રાચીન ચૈત્યવંદનમાં આવે છે. તે ગાથા આ પ્રમાણે છે कन्नउज्जनिव निवेसिय, वरजिणभवणंमि पाडला गामे । अइचिरमुत्तिं नेमि थुणि, तह संखेसरं पासं ॥१॥ श्री महेन्द्रसरि रचित अष्टोत्तरी तीर्थमाला । ૭) Page #93 -------------------------------------------------------------------------- ________________ નવપદનાંપ્રવચનો આ પારણા નામના પછીથી પાટલા-પાડલા એવા અપભ્રંશ સ્વરૂપ થયા. આ ગામ આજે પણ વિદ્યમાન છે. મુજપુર-શંખેશ્વર બન્ને પણ આ ગામથી નજીક ગણાય. ઘણાં વર્ષો સુધી આ પ્રતિમાજી એ જ ગામમાં પૂજાયા પછી કાળક્રમે એ ગામની વસતિ બીજે સ્થળે ગઇ. દેરાસર માંગલિક કરવું પડે એવી સ્થિતિ આવી ત્યારે નજીકમાં સમૃદ્ધ ગામ - તરીકે મુજપુર પંકાતુ ગામ ગણાય. એટલે આ પ્રતિમાજીને મુજપુરમાં પધરાવવામાં આવ્યા. છેલ્લે-છેલ્લે આ પ્રતિમાજી ત્યાંજ હતા. ત્યાં જ પૂજાતા હતા. (આધારઃ શંખેશ્વર તીર્થ ભાગ-૧ પૃ. ૮૯ લેખક : શ્રી જયંતવિજયજી) - એકવાર પૂજયપાદ શાસનસમ્રાટ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજ મુજપુર પધાર્યા. ત્યાં દેરાસ૨માં આ પ્રભુજીના દર્શન કરીને તેમણે સંઘને કહ્યું કે આવા દિવ્ય પ્રભાવસંપન્ન પ્રભુજીને અહીં રાખ્યા છે તેના કરતાં કોઇ તીર્થમાં પધરાવો તો હજારો ભાવિકોને દર્શન-વંદન-પૂજનનો લાભ મળે. સંધે વાત સ્વીકારી. તે વખતે તળાજા તીર્થના જીર્ણોદ્વારની વાતો ચાલતી હતી. પૂજયશ્રીની આજ્ઞાથી એ પ્રભુજી તળાજામાં લાવવામાં આવ્યા. સ્વતંત્ર જિનાલય કરી તેમાં જ પધરાવવાની ગણત્રી હતી. પણ પછીથી જિર્ણોદ્ધારનું કાર્ય ચાલુ હતું ત્યારે જ તળાજા ગામમાંથી જ શ્રી પાર્શ્વનાથ ભગવાન નીકળ્યા. તેથી તે શ્રી પાર્શ્વનાથ ભગવાનને મૂળનાયક બનાવ્યા અને આ પ્રભુજીને બાજુના ગભારાના મૂળનાયક બનાવ્યા. આ તેનો ઇતિહાસ છે. પ્રભુજીના દર્શન કરતાં આ વાત ખ્યાલમાં હોય અને પછી દર્શન-વન્દન-સ્તુતિ-સ્તવન કરીએ તો કેવો આહ્લાદ થાય. આવા પ્રભુજી એટલે કે જિનબિંબ, જિનાગમ અને જિનમુનિ એ આ કલિકાલમાં પણ કલ્પતરુ છે. આ બિંબના દર્શન-વંદન પૂજનથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે, અને પ્રાપ્ત થયેલું સમ્યક્ત્વ નિર્મળ, સ્થિર ને દ્રઢ બને છે. સમ્યક્ત્વની પ્રાપ્તિના બે પ્રકાર છે (૧) નિસર્ગ સમ્યક્ત્વ એટલે કુદરતી-સહજ રીતે પ્રાપ્ત થતું સમ્યક્ત્વ અને (૨) અધિગમ સમ્યક્ત્વ એટલે કોઇને કોઇ નિમિત્ત દર્શન, શ્રવણ, વાચન, દ્વારા પ્રાપ્ત થતું સમ્યક્ત્વ. મોટા ભાગના જીવોને અધિગમ સમ્યક્ત્વ હોય છે. આપણને શ્રી વીતરાગ દેવ, નિર્પ્રન્થ ગુરુ અને કેવલીભાષિત ધર્મ ઉપરનો અનન્ય રાગ પ્રગટી જવો જોઇએ. આવો દ્રઢરાગ તે જ સમ્યક્ત્વ છે. પ્રભુના દર્શન કરવા તે પણ કળા છે. આ પ્રભુદર્શન સમ્યગ્ દર્શનની ૭૧ Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનઃ પ્રાપ્તિથી લઇ ઠેઠ કેવળજ્ઞાન સુધીની પ્રાપ્તિમાં નિમિત્ત બની શકે છે. દર્શક ઉપર આધાર છે. શાસ્ત્રમાં એક વાત આવે છે - મરુદેવા માતાને કેવળજ્ઞાન શેનાથી પ્રાપ્ત થયું ? મોટા ભાગે કહેવામાં આવે છે કે અન્યત્વ ભાવના ભાવતાં-ભાવતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ. પણ આ મતાન્તર છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજે યોગશાસ્ત્ર વૃત્તિ તથા ત્રિષ્ટિમાં મરુદેવા માતાને કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં ભગવદ્ દર્શનાનન્દજનિત યોગÅર્ય ને કા૨ણ કહ્યું છે. જુઓ ત્યાં આવા અક્ષરો મળે છે. सापश्यत् तीर्थकृल्लक्ष्मीं, तस्यातिशयशालिनीम् । तस्यास्तद् दर्शनानन्द स्थैर्यात् कर्म व्यशीर्यत ॥ १ ॥ भगवद्दर्शनानन्द-योगस्थैर्यमुपेयुषी । केवलज्ञानमम्लान, माससाद तदैव सा ॥ २ ॥ (योगशास्त्र प्रथम प्रकाश श्लोक १० वृत्ति) પૂજયપાદ ઉપાધ્યાયજી મહારાજે પણ આ વાત કહી છે – मरुदेवा अत्यन्त वनस्पति मांहि नीकली कहीइं धर्म न पाम्या क्रियारुप चारित्र पाम्या विना भगवद् दर्शन जनितयोग स्थैर्यइं ज अन्तकृत् सिद्ध थयां । આ ભગવત્કર્શનાનન્દયોગ કેવો અદ્ભુત હશે ? મરુદેવાએ ઋષભદેવમાં એવું તે શું શું જોયું ? આ ભાવનું એક સુંદર સ્તવન આવે છે - ઋષભની શોભા હુંશી કહુ? આપણે પણ જો આ દર્શન કરતાં શીખી જઇએ-દર્શન કરતાં કરતાં પ્રભુ સાથે તારામૈત્રક રચી શકીએ-પ્રભુની છબી નયન દ્વારા મનમાં ઉતારી શકીએ તો ‘દર્શનથી દર્શન ગુણ પ્રગટે' એ જે વચન છે તે સાર્થક થઇ જાય. પ્રભુના દર્શન કરનાર ભવ્ય જીવને આનંદ થયા વિના ન રહે. એક સ્તવનમાં કવિ કહે છે : 'પ્રભુ દરિસણ દેખી નવિ ઉલ્લસે, રોમાંચિત જસ દેહ, ભવસાયર ભમવાતણું, પ્રાયઃ કારણ તેહ.’ આવા અનિમેષ દર્શનીય, એટલેકે આંખનો પલકારો પાડયા વિના જોવા લાયક, નિસર્ગ સુન્દર પ્રભુને જોઇને જે રાજી ન થાય, આનંદ ન પામે તો તેનું કારણ તેનું ભારેકર્મીપણું છે અને સામે પક્ષે પ્રભુજીને જોઇ, તેના દર્શન કરીને ન ૭૨ Page #95 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો જે રાજી રાજી થાય છે તેને હવે ભવની રખડપટ્ટી ઓછી છે. તે જ કવિવર આગળ કહે છે કે – જિનમુદ્રા દેખીને ઉપજે અભિનવ હર્ષ, ભવદવ તાપ શમે સહી તેહનો, જિમ તૂટે પુખ્ખર વર્ષ ઉદયરત્ન મહારાજ કહે છે કે મારા પ્રભુજીને જોઈ જોઈ હરખે જેહ. ત્રિભુવન લીલા પામે તેહ. જગતમાં શ્રેષ્ઠ વસ્તુ હોય તો આ જ છે. સખરે મેં સખરી કોન, જગત કી મોહિની, ઋષભ જિગંદકી પડિમા, જગત કી મોહિની. સખર એટલે સુંદરમાં સુંદર કોણ છે? જગતને મોહ પમાડનાર જો કોઈ હોય તો આ શ્રી ઋષભદેવની પ્રતિમા છે. પ્રભુ પ્રત્યે આવો ભાવ આવે તો તેની સમક્ષ થતી ક્રિયા અમૃતક્રિયા થયા વિના ન રહે. મયણા સુંદરી સંધ્યા સમયે પ્રભુજી સમક્ષ આરતિ ઉતારી રહ્યા હતા. તે જ વખતે સહજ રીતે જ આરતિની ક્રિયા અમૃતક્રિયા બની ગઈ. અમૃતક્રિયાના લક્ષણો આપોઆપ પ્રગટ થયા. શ્રીપાળ રાસની પંકિત છે 'તર્ગતચિત્ત ને સમયવિધાન ભાવની વૃદ્ધિ ભવભયઅતિઘણો જી; વિસ્મય પલક પ્રમોદ પ્રધાન, લક્ષણ એ છે અમૃતક્રિયાતણો જી' અમૃતક્રિયાનું ફળ તુર્ત મળે છે. “ફળ તિહાં નહીં આંતરો જી' આવી ક્રિયાનું ફળ વાયા નહીં અને વાયદે નહીં પણ સીધું અને શીધ્ર મળે છે. મયણાને તુર્ન મળ્યું હતું. આરતિ ઉતાર્યા પછી પણ ક્ષણ-ક્ષણ રોમાંચ થાય છે. પોતાના સાસુ પાસે ઘરે જાય છે. સાસુએ કહ્યું, કુંવરના કોઈ સમાચાર નથી. પરદેશી શત્રુ રાજાએ નગરને ઘેરો ઘાલ્યો છે. ચિંતાનો વિષય છે. આવે વખતે મયણા નિશ્ચિત્ત મને કહે છે, માતા ચિંતા ન કરો. કુંવર સાજાસારા છે. ત્યાં જ બારણે ટકોરા થાય છે. મયણા કહે છે, માતા ! કુંવર આવી ગયા. કમાડ ઉઘાડયા તો શ્રીપાળ પોતે જ હતા. આવો પ્રભાવ પ્રભુ પ્રત્યેની ભક્તિથી થયેલી અમૃતક્રિયાનો છે. સમકિતી આત્માનું ચિત્ત સતત પ્રભુસ્મરણમાં ડૂબેલું હોય છે. તેથી તેના જીવનમાં રુક્ષતા નથી હોતી, પણ ભીનાશ હોય છે. રિકતતા નથી હોતી પણ ૭૩ Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનઃ ૬ ભરપૂરતા હોય છે. રંકતા નથી રહેતી પણ તેનું ચિત્ત અકારણ પ્રસન્નતાથી છલકતું હોય છે અને એના જીવનમાં ભાવદારિદ્રય તો રહેતું જ નથી. શ્રીપાળના જીવનમાં તમે જોજો. પ્રભુનું સ્મરણ-સિદ્ધચક્રનું સ્મરણ કેવું સતત રહેતું હતું. ધવલ શેઠ સમુદ્રમાં ધકકો મારે છે ત્યારે પણ તેના હૈયે-હોઠે આ શ્રી સિદ્ધચક્રજી જ હતા. આપણે પણ આ ટેવ પાડવા જેવી છે. છીંક આવે, બગાસુ આવે કે ઠેસ વાગે તે વખતે મુખમાંથી “નમો અરિહંતાણં જ નીકળે. તો જ છેલ્લે સમયે Æયમાં અને જીભ ઉપર આ “નમો અરિહંતાણં આવશે. સમદ્રષ્ટિ આત્માને અંદરથી સમૃદ્ધિ મળી ગઈ હોય છે તેથી બહારની સમૃદ્ધિ ન મળે તો તેની ઈચ્છા નથી હોતી અને મળી ગયેલી ચીજ પ્રત્યે મૂચ્છ નથી હોતી. બબ્બરકોટના મહાકાલ મહારાજાએ શ્રીપાળને નવ નાટકશાળા ભેટ આપી હતી. તે તેની સાથે જ રહેતી હતી. અવરનવર નાટક જુએ પણ ખરા. પણ મનથી નિર્લેપ હોય. તેથી જયારે સુરસુંદરી રડવા લાગ્યા, નાચવાની ના કહી. મયણા ભગિની છાની ન રહે મળીયા માતપિતાજી. “ આ ઘટના બની ત્યારે જ તેમને ખબર પડી કે આ નાટકશાળામાં સુરસુંદરી હતા. આવી નિર્લેપતા પ્રાપ્ત વસ્તુમાં અને અપ્રાપ્તમાં નિઃસ્પૃહતા હોય. તેથી જ આ સમકિતી આત્માના પાપ અશકિતના હોય પણ કયારેય આસકિતના તો ન જ હોય. તેના દિલમાં અવિરતિનું દુ:ખ સતત પીડતું જ હોય. માટે જ શ્રી ભગવતી સૂત્રમાં શ્રી ગૌતમસ્વામીજીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીર દેવે અવિરતિ સમ્યગૂ દ્રષ્ટિ જીવના જેવો બીજો કોઈ જીવ દુઃખી ન હોય તેમ કહ્યું છે. એ જીવ જાણતો હોય કે શું કરવા જેવું છે અને છતાં ન કરી શકે તે તેનું મોટું દુઃખ હોય છે. સમતિદ્રષ્ટિ આત્મા પોતાના જીવનમાં પરમાત્માને સર્વોપરિ માને. તે પોતાની પ્રીતિને નાશવંતમાંથી શાશ્વતમાં સ્થાપે. અનિત્યમાંથી નિત્યમાં સ્થાપે. દેહને બદલે દેવાધિદેવને પ્યારા ગણે. સગા સ્નેહીને બદલે સાધુ સાધ્વીજીને સન્માનનીય ગણે. ઘરને બદલે જિનાલય ઉપર રાગ વધારે ધરે. દુકાન કરતાં ઉપાશ્રયને વધુ મહત્ત્વ આપે. તેની સ્પષ્ટ સમજણ હોય કે આ સંસારના પદાર્થો, સંબંધો લોઢાની નાવ જેવા છે. ન બેસો ત્યાં સુધી રૂડી-રૂપાળી લાગે. જેવા બેસવા જાવ એટલે માણસ અને નાવ બન્ને જાય. જયારે શાસનના પદાર્થો, સંબંધો લાકડાની નાવ જેવા. પોતે તરે અને તેમાં જે બેસે તેને પણ તારે. આ સમજણના કારણે પોતાના જીવનમાં ભવોદધિતારક તત્ત્વત્રયીને સર્વોપરિ માને. ગમે તે ગામમાં, નગરમાં, ગમે તે કારણે વ્યવહારિક પ્રસંગે કે ૭૪ Page #97 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો વ્યાપારના કામે જાય તો પહેલાં દેરું શોધે. ત્યાં જાય – દર્શન કરે. ઉપાશ્રય હોય અને તેમાં ગુરુ ભગવંત હોય તો અચૂક વન્દન કરે, પછી જ પોતાના કામે વળગે. સર્વત્ર ધર્મને, પ્રભુને, પ્રભુના શાસનને આગળ કરે, આગળ કરીને જ ચાલે – જીવે. પોતાના ઘરની – કપડાંની ખરીદી કરવા જાય, પોતાના ઘરના કપડાં ૮૦૦/૧૦૦૦ ના ખરીદવાના હોય તો પહેલા પ્રભુજીના અંગવસ્ત્રનું કાપડ લે. ભલે તે બે મિટર જ મલમલ લે પણ પહેલાં પ્રભુજીનું વસ્ત્ર પછી મારી વાત આવું તે માને. ઘરના વાસણ લેવા જાય તો તુર્ત્ત ગુરુ મહારાજ ના પાત્રા પહેલાં યાદ કરે. સાચા વાસણ તો આ એવું માને. એપ્રિલ-મે માં ઉઘડતી નિશાળે દીકરા-દીકરીના ધોરણ પ્રમાણે નોટો-ચોપડીઓ ખરીદવા જાય તો પહેલાં એકાદ એકસરસાઇઝ બુક, એકાદ પેન ગુરુમહારાજને વહોરાવવા, શ્રુતજ્ઞાનની વૃધ્ધિ માટે ખરીદે પછી જ છોકરાના ચોપડા. અરે ! કાગળ લખે ને તો પણ ભલે પોતાના સાંસારિક કે દુકાનના કામ અંગેનો કાગળ હોય તો પણ છેલ્લે જેમ તમે ઘોડીયામાં રમતાં બાળકને રમાડશો. એમ લખો ને ! તેવી જ રીતે તે લખ્યા પછી પણ રોજ દેવદર્શન-પૂજન, ગુરુવંદન અને સુપાત્રનો લાભ લેતા રહેજો. આવી ટાંક આવે જ. જીવનમાં સર્વોપરિ માન્યા છે એટલે પોતાનું નવું ઘર બનાવે કે રિનોવેશન કરાવે તો ૧૦ ટકા જિનાલયના જીર્ણોદ્ધાર માટે ફાળવે જ. તે જ રીતે દુકાન નવી લે કે બનાવે અથવા મરામત કરાવે તો પણ તેના ૧૦ ટકા જેટલી રકમ ઉપાશ્રય માટે ફાળવે. આમ કરવાથી વ્યવહારમાં ધર્મ વણાય છે. તેથી પરલોકમાં પ્રભુનું શાસન અંકે થાય છે. આ તો આપણો નિશ્ચય છે કે હવે પછીના તમામ ભવોમાં પ્રભુ અને પ્રભુનું શાસન જોઇએ જ છે. તેના અનેક રસ્તા પૈકીનો આ એક સરળ રસ્તો છે. આવા સમ્યગ્ દર્શનગુણની ઉપલબ્ધિ - પ્રાપ્તિનું કારણ સમ્યગ્ જ્ઞાન છે. આવા સમ્યગ્ જ્ઞાનનું સ્વરુપ કેવું છે, આ આત્માનો ગુણ કેવી રીતે પ્રકટી શકે વગેરે અધિકાર શાસ્ત્રકાર મહારાજા કઇ રીતે સમજાવશે તે અગ્રે અધિકાર વર્તમાન. ૭૫ Page #98 -------------------------------------------------------------------------- ________________ TE 011 TB SP FIE fis 11 1180 Jopp Sudi 20 poptop શ્રીવજૂસ્વામી ભગવાન. Page #99 -------------------------------------------------------------------------- ________________ प्रवयन : 9 ॥ श्री ज्ञान पद वन्दना ॥ ७ सव्वन्नु पणीयागम जो सुद्धो अवबोहो, भणियाण जहठ्ठियाण तत्ताणं । — तं सन्नाणं मह पमाणं ॥ १ ॥ जेण भक्खा भक्खं पिज्जा पिज्जं अगम्ममवि गम्मं । किच्चा किच्चं नज्जइ तं सन्नाणं मह पमाणं ॥ २ ॥ सयल किरियाण मूलं जं किर हवेइ मूलं सद्धा लो अंमि तीइ सद्धाए । सन्नाणं मह पमाणं ॥ ३ ॥ - सिरिसिरिवालकहा । - Page #100 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો જ્ઞાનપદ ભજીએ રે જગત સુ ંક...... જીવનો પ્રબળ પુણ્યોદળ હોય ત્યારે આવી શ્રી નવપદજીની આરાધનાનો અવસર મળે છે. મળ્યા પછી હળુકર્મી આત્મા તેને આત્મસાત્ કરે છે. આત્મા કર્મથી હળવો હોય તો જ તેને આવા તત્ત્વ ઉપર રુચિ જાગે. રુચિ એટલે અકારણ પ્રીતિ. આપણે ગઇકાલે જ સમ્યગ્દર્શનપદની વિચારણા કરી તે સમ્યગ્દર્શનની એક વ્યાખ્યા એવી પણ આવે છે. તત્વનિરુપાય श्री સમ્યવ રીનાય । આ સમ્યગ્દર્શન તત્ત્વની રુચિરૂપ છે. તત્ત્વની રુચિ એટલે શું ? નિદાન, નિયાણું અને અને આશંસા વિનાની પ્રીતિ તે રુચિ. ધર્મ આરાધના કરતાં પહેલા ઇચ્છા તે આશંસા. ધર્મક્રિયા કર્યા પછી તેના ફળસ્વરૂપે પરલોકાદિમાં સુખ વગેરેની વાંછા તે નિયાણું. આવા નિયાણું અને આશંસારહિતપણે જે પ્રીતિ તે રુચિ. અને ત્રણે કાળમાં ટકે તે તત્ત્વ. આવા તત્ત્વ ઉપરની રુચિ તે સમ્યગ્દર્શન. તત્ત્વ નવ છે તેમ એક અપેક્ષાએ ત્રણ પણ છે. તેને તત્ત્વત્રયી કહેવાય છે. આ ત્રણ તત્ત્વ એટલે દેવ, ગુરુ અને ધર્મ. ધર્મના ચાર પ્રકાર છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. આજે આપણે જ્ઞાનની વિચારણા કરવાની છે. જ્ઞાન બહારથી લાવવાનું નથી. એ તો આપણા આત્મામાં જ છે. તેની ઉપર કર્મના-કાર્મણ વર્ગણાના આવરણ આવી ગયા છે. તેને ખસેડવાના છે. એ ખસે એટલે જ્ઞાનની ઉપલબ્ધિ થાય – પ્રાપ્તિ થાય. જ્ઞાન તો આપણું સ્વરૂપ જ છે. પૂજય ઉપાધ્યાયજી મહારાજે અમૃતવેલીની સજઝાયમાં ગાયું છે – ‘અખય અકલંક છે જીવનું જ્ઞાન આનંદ સ્વરૂપ રે’ જ્ઞાન અને આનંદ તો જીવનું સ્વરૂપ છે. ચંચળમાં પણ ચંચળ મનને સ્થિર કરવાનું સાધન જ્ઞાન છે. જેમ ઘડો હોય તો પાણી સ્થિર રહે તેમ જ્ઞાન હોય તો મન સ્થિર રહે. તનને પવિત્ર કરનાર તીર્થ છે, ધનને પવિત્ર કરનાર દાન છે તેમ મનને પવિત્ર કરનાર જ્ઞાન છે. તન પવિત્ર તીરથ ગયે, ધન પવિત્ર કર દાન; મન પવિત્ર હોત તબ, ઉદય હોત ઉર જ્ઞાન. આ જ્ઞાનને પામવાનો સરળ ઉપાય કયો ? પૂજયપાદ ઉમાસ્વાતિજી મહારાજ ’પ્રશમરતિ’માં કહે છે. ७८ Page #101 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનઃ ૭ संपर्काधम सुलभं चरणकरणसाधकं श्रुतज्ञानम् । શ્રુતજ્ઞાન સંપર્ક અને ઉદ્યમથી સુલભ છે. સંપર્ક અને ઉદ્યમ બંને મહત્ત્વના છે. જ્ઞાનીનો સંપર્ક અને જ્ઞાન પ્રત્યેનો ઉદ્યમ. આ બે હોય તો જ્ઞાન પ્રગટયા વિના ન રહે. એકલો સંપર્ક કે માત્ર ઉદ્યમ કામ ન લાગે. બંને જોઇએ. તેમાં પણ પહેલો જ્ઞાનીનો સંપર્ક જ જોઇએ. તે પછી ઉદ્યમ કામનો છે. એક રીતે વિચારીએ તો જ્ઞાનના આઠે આચારના બીજ આ બે પદમાં તિરોહિત છે – છૂપાયેલા છે. જ્ઞાનીના સંપર્કથી જ્ઞાન કેવું મળે છે, કયારેક તો અલ્પ ઉદ્યમથી પણ કેવું મળે છે તે જાણીએ – જોઇએ તો તાજુબી થયા વિના ના રહે. મયણાસુંદરીની જ વાત લો ને. એના સમગ્ર જીવનની ઉત્તમતાની આધારશિલા તેના માતા અને અધ્યાપક છે. આ બેની બાદબાકી કરો તો મયણાના જીવનનો નકશો સાવ નિરાળો બની જશે. સાવ નાની, કુમળી વયમાં કકકો બારાખડી ને દેશી હિસાબ એટલે આંક શીખવતી વખતે તેના કોરા મન-મગજમાં કાયમને માટે અંકિત થઈ જાય તેવા પ્રભુ શાસનના કેવા મહત્ત્વના પદાર્થપાઠ ભણાવી દીધા. નીતિકારો કહે છે કે વનવે માગને તમને સંસ્કારો નાન્યથા મવેત્ ! નવા વાસણમાં, કોરા ઘડામાં જે વસ્તુ પહેલી ભરીએ તેની સુવાસ કાયમ રહે. મયણાસુંદરીને સાવ બાલ્યવયમાં એકડે એક, બગડે બે શીખવવાની વયમાં જ કેવું ઊંચું તત્ત્વજ્ઞાન શીખવાડ્યું હતું. શ્રીપાળ રાસમાં મયણાના ભણતરની વાત આવે છે અનય જાણે નવતત્વના” તમને નવતત્ત્વના નામો આવડે તો ય ભાગ્યશાળી. एगा सत्ता दुविहो नयो, कालत्तयं गइ चउक्कं । पंचेव अत्थिकाया, दव्वछक्कं सत्तनया ॥१॥ अव य कम्माई, नवतत्ताइं च दसविहो धम्मो। एगारस पडिमा, बारसवयाई गिहीणं च ॥२॥ (सिरि सिरिवालकहा) વિશ્વમાં આત્મા એક જ છે. તેને સમજવામાં ઉપયોગી નયો બે છે. દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય. આ આત્મા ભૂત-ભવિષ્ય અને વર્તમાન એમ ત્રણે કાળમાં ટકે છે. તે આત્મા મનુષ્ય-દેવ-તિર્યંચ અને નારક એમ ચાર ગતિમાં ભમે છે. આ ચાર ગતિ જેમાં આવી છે તે લોક પાંચ પ્રકારના અસ્તિકાયથી ભરેલો છે. જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય. આ જ પ્રમાણે જીવ વગેરે છ દ્રવ્યો, નૈગમ વગેરે સાતનય, જ્ઞાનાવરણીય વગેરે આઠ કર્મ, જીવ-અજીવ વગેરે નવતત્ત્વ, ક્ષમા વગેરે દશ પ્રકારનો યતિધર્મ, શ્રાવકની અગ્યાર પ્રતિમા અને ગૃહસ્થના ૭૯ Page #102 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રત રૂપી બાવ્રતો. આ પદાર્થપાઠ થોડી બીજી રીતે પણ વિચારી શકાય છે ઃ સર્વ જીવોનો આત્મા એક છે. તેને સંસારમાં રખડાવનાર રાગ અને દ્વેષ બે છે. તેનાથી મુકત થવાનો ઉપાય જ્ઞાન-દર્શન-ચારિત્ર એ રત્નત્રયી છે. તેની પ્રાપ્તિ જયાં સુધી ન થાય ત્યાં સુધી દાન-શીયળ-તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મની આરાધના અવશ્ય કરવી જોઇએ. તેની આરાધના કરતાં કરતાં જ પાંચ પ્રકારના જ્ઞાનચાર વગેરેને આચરવાના. તેની આચરણા છ પ્રકારના જીવનિકાયની રક્ષા માટે કરવાની. તેની રક્ષા કરે, દયા પાળે તેને સાત પ્રકા૨નો ભય ન રહે. સાત પ્રકારનો ભય જાય તેને આઠ કર્મ ન સતાવે. આઠ કર્મને કાઢવાની તાકાત નવતત્ત્વના શ્રદ્ધાનમાં છે. નવતત્ત્વમાં શ્રદ્ધા પ્રગટે તો દશ પ્રકારનો યતિ ધર્મ ગમ્યા વિના ન રહે. તે ન લેવાય ત્યાં સુધી અગ્યાર પડિમા વહન કરે અને બાર વ્રતનો સ્વીકાર કરે. બાર વ્રતનું પાલન તે કાઠિયા કાઢીને કરે. તે જીવ ક્રમે કરીને ચૌદ ગુણસ્થાનકની સ્પર્શના કરી અને પંદરમાંથી કોઇપણ એક ભેદે સિદ્ધ થાય. ન જાય અધ્યયન આમ જ્ઞાનીના સંપર્કથી નાની ઉંમરમાં કેવું મૌલિક અને મહત્ત્વનું સમ્યજ્ઞાન મળી. અને જ્ઞાની-અધ્યાપક પાસે કરાવવાની-ભણાવવાની પણ એવી કળા હોય કે વિદ્યાર્થીને વગર પ્રયાસે અલ્પ પ્રયત્ન જ્ઞાનની પ્રાપ્તિ થઇ જાય. તેને ભણવામાં નિરસતા કે બોજો ન લાગે. જેમ કે આપણે ત્યાં પાંચ દ્રિયના ત્રેવીશ વિષયની વાત આવે છે. તેમાં સ્પર્શનેન્દ્રિયના આઠ વિષયની વાત છે. આમ તો એ આઠ વિષય જાણીતા છે. ચાર જોડકા જ છે. શીતલ અને ઉષ્ણ, કઠિન અને મૃદુ, ગુરુ એટલે કે ભારે અને લઘુ એટલે કે હળવા, રૂક્ષ એટલે કે લુખ્ખો સ્પર્શ અને આઠમો સ્નિગ્ધ સ્પર્શ. આ આઠ થયા. તેને વિદ્યાર્થી સરળતાથી યાદ રાખી શકે તે માટે અધ્યાપક તેને શરીરમાં જ એ આઠે-આઠ સ્પર્શનો પરિચય કરાવે તો તેને તરત જ યાદ રહી જાય. જેમ કે આપણા કાનની બુટ જેને સંસ્કૃતમાં કર્ણપાલી કહે છે તે હંમેશા શીતલ ઠંડી જ હોય છે. સભાઃ કર્ણપાલીને અડકીને કહે છે કે – 'હા.' શીતલ છે. બગલનો ભાગ ઉષ્ણ જ હોય છે. પગના તળીયા કઠણ જ હોય છે. જીભનું તાળવું, જીભની નીચેનો ભાગ મૃદુ-મુલાયમ જ હોય છે. હાડકા ગુરુ ભારે હોય ८० Page #103 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન: ૭ છે અને વાળ કાયમ મળવા જ હોય છે. ગમે તેટલું ઘી પીવા છતાં જીભ લુખી જ હોય છે અને આપણા આંખના ખૂણા સદા નિગ્ધ-ચીકણાં જ હોય છે. આમ આવા જ્ઞાનીનો સંપર્ક થાય તો જ્ઞાન કેવું તુર્ત મળે છે. સહેલાઇથી મળે. સંપર્ક અને ઉદ્યમને એકસાથે પૂર્ણ સફળતાની ટોચે પહોંચેલા જોવા હોય તો આપણને તે શ્રી વજસ્વામીજી મહારાજના જીવનમાં જોવા મળે છે. આપણે ત્યાં શ્રી સંઘમાં શ્રી વજસ્વામીજી મહારાજના જીવનનો ઉત્તરાર્ધ ભાગ બહુ જાણીતો છે. જો કે એ પણ બજુ જ રોચક, પ્રેરક અને પ્રોત્સાહક છે. આપણે એ ભાગ સંક્ષેપમાં જોઈને પેલો મહત્ત્વનો પૂર્વ ભાગ વિસ્તારથી જોઈએ. તુંબવન સન્નિવેશ, ધનગિરિ શ્રાવકપુત્ર, જન્મથી સહજ રીતે જ ભવ પ્રત્યે વૈરાગી, લગ્નની અનિચ્છા. છતાં માતા-પિતાના આગ્રહથી સુનંદા સાથે લગ્ન. સુનંદા સગર્ભા થયા અને પોતે સંસારનો ત્યાગ કરીને પ્રભુના માર્ગે ચાલી નીકળ્યા. શ્રી સિંહગિરિજી પાસે શ્રમણ ધર્મ સ્વીકાર્યો. આ બાજુ સુનંદાએ યોગ્ય સમયે બાળકને જન્મ આપ્યો. હાજર રહેલી સુનંદાની સખીઓથી બોલ્યા વિના ન રહેવાયું. બધી એકી અવાજે બોલી, અ...હા...હા.. આ બાળક તો કેટલો સુંદર અને સોહામણો છે. જો તેના પિતાએ દીક્ષા ન લીધી હોત અને તે હાજર હોત તો આ બાળકનો કેવો જન્મોત્સવ કરત. સખીઓના મુખમાંથી સહજ રીતે જ સરી ગયેલા દીક્ષા શબ્દ આ બાળકને જગાડી દીધો. દીક્ષા શબ્દ સાંભળતાંવેંત તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. જન્મતાંવેંત દીક્ષા લેવી એવો ગયાભવમાં કરેલો સંકલ્પ યાદ આવ્યો અને તેણે વિચાર્યું કે આ દીક્ષામાં બાધક શું અને સાધક શું? વિચારતા ખ્યાલ આવી જ ગયો કે મારા માતાને મારા ઉપર ઘણો મોહ છે તે મોહ નહીં ઘટે ત્યાં સુધી મને એ મારી મનગમતી ચીજ નહીં મળે. બસ એ જ ક્ષણથી માતાને મોહ ન થાય અને હોય તે પણ ઘટતો જાય તે માટે ઉપાય અજમાવવાનો શરુ કર્યો. બાળક એ અવસ્થામાં બીજું શું કરી શકે? તેણે રડવાનું શરુ કર્યું. સુનંદા તેને અડી નથી ને તેણે સેંકડો તાણ્યો નથી. બાળકે જોયું કે આ ઉપાય કારગત નીવડી રહ્યો છે. બસ, જેમ સુનંદા વધારે હેતથી તેને તેડવા-રમાડવા જાય તેમ તે વધારે જોસથી રડે. સોના કરતાં કાંસાનો રણકાર વધારે જ હોય. સાચા રુદન કરતાં ખોટું-કુત્રિમ રુદન વધારે અવાજવાળું - વધારે બોલકું હોય. મા થોડા જ વખતમાં કંટાળી ગઈ. એક પખી પ્રીત કેટલી નભે. વન-વે વ્યવહાર લાંબો ન ચાલે. તમે ફોન કર્યા કરો ને સામો રોંગ નંબર - રોંગ નંબર બોલ્યા કરે તો તમે શું કરો? ૮૧ Page #104 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો સાવ નાની વયમાં દીક્ષાની કેવી લગની? કેવી તાલાવેલી? કેવી તમન્ના? કેવી નિષ્ઠા? બસ... આપણે આ નિષ્ઠાનું પગેરું શોધવું છે. હજી આપણે થોડાં આગળ જઇએ. પછી પાછા પગલે એના સગડ શોઘવા જઇશું. બાળકના એ રુદન-પ્રયોગથી સુનંદા ચાર-પાંચ મહિનામાં તો ત્રાહિમામ્-ત્રાહિમામ્ પોકારી ગઈ. સુનંદાની સખીઓ જેવી એ બાળકને હાથમાં લે એટલે ડાહ્યોડમરો-શાણી-સમજુ. સુનંદા અડે એટલે આવી બન્યું. તુર્ણ ગર્જારવ સાથે શ્રાવણ-ભાદરવાનાં સરવણાં શરું. કંટાળીને સુનંદાએ નકકી કર્યું કે આમાં મારા એકલાની કોઈ જવાબદારી નથી. એમની પણ એટલી જ જવાબદારી છે. એ સાધુ થઈ ગયા તો શું થયું? એ આ ગામમાં આવે એટલી જ વાર. એમને જ વ્હોરાવી દઉ - સોંપી દઉં. બાળકને છ મહિના થયા અને શ્રી સિંહગિરિજી મહારાજ સપરિવાર ત્યાં પધાયો. ધનગિરિજી વ્હોરવા આવ્યા. સુનંદાએ તો નકકી જ કર્યું હતું. કંટાળીને સોંપવાની વાત કરી. ધનગિરિજીએ કહ્યું, સાક્ષી કોણ? પછી તમે ફરી જશો. સખીઓને સાક્ષી કરી બાળક વ્હોરાવી દીધો. બાળક ઝોળીમાં આવતાંવેંત શાંત બની ગયો. શ્રી સિંહગિરિજી મહારાજ આદિ તો ઠેઠ ગામની બહાર ઉદ્યાનમાં સમવસર્યા હતા. ગામથી ત્યાં સુધી આ હૃષ્ટપુષ્ટ બાળકને ઊંચકીને જતાં જતાં ઉદ્યાનમાં પેઠાં ત્યારે ધનગિરિજીના હાથ અને કેડ નમી ગયા. ગુરુએ જોતાં જ પૂછયું કે આ વજ જેવું વજનદાર શું લઈ આવ્યા છો? ઝોળી નીચે મૂકી તો હસતાં-રમતાં કિલ્લોલતાં બાળકને જોયો. બધાએ જ કહ્યું, ગુરુમહારાજના મુખે સહજ જ નામ ચઢયું છે તો આનું નામ વજ રાખો. પછી તો તેની સારસંભાળ શ્રાવિકાને સોંપી. તેનું ઘોડીયું સાધ્વીજી મહારાજના ઉપાશ્રય રાખ્યું. વજ ઘોડીયામાં સૂતાં-સૂતાં, પારણામાં ઝૂલતાં-ઝૂલતાં સાધ્વીજી મહારાજના મુખથી જે આચારાંગ સૂત્ર વગેરે અગીયાર અંગની વાચના, પૃચ્છના, પરાવર્તના રૂપ સ્વાધ્યાય થઈ રહ્યો છે તેને સાંભળે છે અને પદાનુસારિ લબ્ધિના પ્રભાવે બધું કઠે થતું જાય છે. વજે જાતિસ્મરણ જ્ઞાનના કારણે જન્મથી લઈ કયારેય સચિત્ત જળ સુદ્ધાં વાપર્યું નથી. ત્યાં સાધ્વીજીના ઉપાશ્રયે જે અઢી વર્ષ વીતાવ્યા તેમાં એટલે કે ત્રણ વર્ષના થયા ત્યાં સુધીમાં અગીયાર અંગ તેઓને કઠે રમવા લાગ્યા. બસ ! હવે અહીંથી જ આવા જ્ઞાનાવરણીય કર્મના તીવ્ર ક્ષયોપશમનું કારણ શોધવા પાછા પગલે જઇએ. વજસ્વામીની પહેલાંનો તેમનો દેવલોકનો ૮૨. Page #105 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનઃ ૭ ભવ હતો. એક દિવસ તેમના એક મિત્ર તિર્યજાંભુકદેવની પ્રેરણાથી તેમની સાથે અષ્ટાપદ તીર્થની યાત્રાએ દર્શન-વંદન-પૂજન કરવા ગયા. યોગાનુયોગ આ જીવોની ભવિતવ્યતા ઊજળી હશે કે એજ દિવસે પ્રથમ ગણધર, ચાર જ્ઞાનનાં ધણી, અનંત લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામી ભગવાન પણ અષ્ટાપદ તીર્થે યાત્રા નિમિત્તે પધાર્યા. નિરંતર તપ કરીને સાવ કૃશ ને દુર્બળ થઈ ગયેલા તાપસો જોતાં રહ્યા, વિચારતા રહ્યા કે, "કિમ ચઢસે દ્રઢકાય ગજ જિમ દીસે ગાજતો એ” અને ગૌતમ મહારાજા તો સૂરજના કિરણ પકડીને સડસડાટ ઉપર ચઢી ગયા. ગૌતમ મહારાજાનું હૃષ્ટપુષ્ટ શરીર, સુવર્ણવર્ણની કાયા. તેઓ દર્શન-વંદન કરી રહ્યા હતા. સ્તુતિ બોલી રહ્યા હતા – નચિંતામણિ નર્મદના ન કરવવું અને પેલા દેવ પ્રભુને જોવાને બદલે આ ગૌતમ મહારાજાને જ ટગર-ટગર જોયા કરતાં હતાં. ગૌતમ મહારાજા તો સૌભાગ્યના ભંડાર હતા. જોતાંવેત ગમી જાય તેવા હતા. આ દેવને પણ જોઈને “મનમાં લાગ્યા મીઠાં. પણ બીજી બાજુ મનમાં મૂંઝવણ થવા લાગી. તેમણે એવું સાંભળ્યું હતું કે – સાધવસ્તુ તપથના સાધુઓ તો તપસ્વી હોય અને તપસ્વી કૃશકાય હોય - દુર્બળ હોય. જયારે આતો હૃષ્ટ-પુષ્ટ છે. આમ કેમ? આ વિચારણામાં તેઓ દેરાસરની બહાર આવ્યા. ત્યાં ગૌતમ મહારાજા વિરાજમાન હતા. - શ્રી ગૌતમ મહારાજાને મન:પર્યવજ્ઞાન હતું પણ જવલ્લે જ તેઓ જ્ઞાનનો ઉપયોગ મૂકતાં. પણ આ દેવનું ભાવિ ઉજવલ હશે તે તેમણે ઉપયોગ મૂકયો, અને આ દેવના મનમાં ચાલતી શંકા જાણી. ગૌતમ મહારાજા વિચારતા હતા ત્યાં આ દેવે કહ્યું કે કાંઈક ઉપદેશ પ્રદાન કરો. આવા પુરુષ માટે કહેવાય છે કે ફેશન એવનાથ શિષ્યયવાનુII | તેઓ શ્રોતાના આશયને અનુરૂપદેશના આપતા હોય છે. શ્રોતાઓ વકતાની લગામ છે. શ્રોતા જો જ્ઞાતા હોય તો વકતાનું જ્ઞાન ઘણું પ્રકટ થાય. ઉપાધ્યાયજી મહારાજ જેબ્રાસમાં કહે છે કે – જાણજ શ્રોતા આગળ વકતા કલા પ્રમાણ.” તેઓએ શ્રોતા માટે પ્રસંગે-પ્રસંગે ઘણું લખ્યું છે. તેઓએ અગીયાર અંગની અગ્યાર સજઝાય લખી છે તેમાં પણ લખે છે કે જે શ્રોતા સાંભળીને આચરણ કરે "તેહવાને તમે ધર્મ સુણાવો ફલ લીયે રોકારોક" બાકીના તો " કંઠ શોષ કરાવે ફોક.“ શ્રોતા માટે કહ્યું છે કે મધ્યસ્થી વૃદ્ધિમાનર્થી શ્રોતા પુત્ર તિ મૃતઃ | શ્રોતાની સંખ્યા ભલે ઓછી હોય પણ તેના અંદરના સ્રોત ચાલુ હોય તો થોડાં પણ તરી જાય. શ્રોતા યોગ્ય ૮૩ Page #106 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો જોઇએ. વિનોદને માટે એક વાત કહું. એક હસ્તલિખિત પાનામાં સભા માટેના બે છપ્પા વાંચેલા. તેમાં બે પ્રકારની સભા વર્ણવી છે. ૧. પ્રથમ શ્રોતાગુણ એહ, નેહ કરી નયણે નીરખે; હસત વદન હુંકાર, સાર પંડિત ગુણ પરખે. શ્રવણ દીયે ગુરુવયણ, સયણતા રાખે સરખે; ભાવ ભેદ રસપ્રીછ, રીઝ મનમાંહિ હરખે. વેધક વિનય વિમળ સાર ચતુરાઈ અગાળા; કહે કૃપા એહવી સભા કવિયણ તિહાં દાખે કળા. કે બેઠાં ઊંધાય જાય કે અધવચ ઊઠી, હસે કરે કેઈ ગોઠ; કોટ કરી કેઈ અપૂઠી કઈ રમાવઈ નિજ જાત વાત કે માંડે ભૂકી કે નવ જાણે મર્મ ઘર્મમતિ જાણઈ જૂઠી કે ગલહથા દેય ગોડા વચિ ઘાલે ગલા કહે કપા એવી સભા કવિયણ સી દાખે કલા? આમાં પહેલી જ સભા સારી. ગૌતમ મહારાજાએ પેલા તિજાંભેક દેવના મનના સંશયનું નિરાકરણ કરવા માટે જ પુંડરીક-કંડરીકની કથા કહી અને સંયમને મનના પરિણામ જોડે સંબંધ છે, શરીરની દૃષ્ટતા કે કૃશતા જોડે નહીં એવું પ્રતિપાદન કર્યું. એક તો જોતાંવેંત ગૌતમ મહારાજા ગમી ગયા હતા અને તેમાં મનમાં ચાલતી વાતનું વગર પૂછે નિરાકરણ કરી આપ્યું એટલે "દૂધમાંહી ભળી શીતોપલા” જેવું થયું. તે ક્ષણથી આ દેવના મનમાં ગૌતમ મહારાજાની આકૃતિ અને તેઓએ કહેલાં પંડરીક-કંડરીક અધ્યયનના અક્ષરો અંકિત થઈ ગયા. કોતરાઈ ગયા. આવા જ્ઞાનીપુરુષનો સંપર્ક જીવનના ઉધ્વરોહણનું નિમિત્ત બની ગયું. બસ, પછી તો પુંડરીક-કંડરીક અધ્યયનના પાઠનો ઉદ્યમ નિરન્તર કરવા લાગ્યા. આવશ્યકચૂર્ણિમાં અક્ષરો છે કે: तत्थ वेसमणो, अहो भगवता आकूतं णातं ति, एत्थ अतीव संवेगमावन्नो, वंदित्ता पडिगओ, तत्थ वेसमाणस्स, एगो सामाणितो देवो, तेण तं पुंडरीयज्झयणं ओगाहितं पंचसयाणि; संमत्तं च पडिवन्नो। – માવ. ચૂર્ણિ, પૃ. ૨૮૨ પ્રથમ માળા ૧- આ જ ઉલ્લેખ વન્દાસવૃત્તિ પત્ર-૩૧ તથા શ્રાદ્ધદિનકૃત્ય પ્રથમ ભાગ પત્ર-૭૪ ८४ Page #107 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન: ૭ રોજ ૫૦૦ વખત આ અધ્યયનનો સ્વાધ્યાય કરતાં હતા. આમ રોજેરોજ આ અધ્યયનનો પાઠ કરવાથી આ શબ્દો રોમરોમમાં વસી ગયા. દેવલોકના ૫૦૦ વર્ષ સુધીનો એ સ્વાધ્યાય આત્મસાત્ થઈ ગયો. લાખ વાર સ્વાધ્યાય થાય તો જન્મ સુધી ભૂલાય નહીં, અને કોટિવાર પાઠ કરવાથી અન્ય જન્મમાં પણ આવે છે. કહ્યું છે કે તમે પર્યન્ત, વોટ્સ સન્માન્તરે 97 II. આવો સતત, સત્કારપૂર્વકનો, નિરન્તર, દીર્ઘકાળ સુધી સ્વાધ્યાય કર્યો તેનું પરિણામ આ ભવમાં મેળવ્યું. ત્રણ વરસના સાધવી મુખથી અંગ અગીયાર ભણંતા રે માત્ર ત્રણ વર્ષ જેવી કુમળી વયમાં અગીયાર અંગસૂત્ર કંઠે થઈ જવા પાછળ આ દેવના ભવમાં અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમ મહારાજાનો સંપર્ક અને તેમના મુખકમલમાંથી પ્રકટેલા પુંડરીક કંડરીક અધ્યયનને આત્મસાત્ કરવા માટે કરેલો અનન્ય ઉદ્યમ. આ બે તત્ત્વોએ તેમને શ્રી વજસ્વામી બનાવી દીધા. આપણે પણ આ ચરિત્રમાંથી આ જ બે બોધ તારવવાના છે. અવિનય - આશાતના ટાળીને, જ્ઞાનીનો વિનય-બહુમાનપૂર્વક સંપર્ક કરવાનો છે. ને ઉદ્યમ પણ કરવાનો છે. જ્ઞાની પણ કેવા-કેવા હોય છે. ૧૨૫ વર્ષ પહેલા એક જ્ઞાનસારજી મહારાજ નામે મુનિરાજ થઈ ગયા. તેઓના નામ પ્રમાણે ગુણ હતા. જ્ઞાનની જ ધૂન. શ્રી આનંદઘનજી મહારાજના ૨૦ સ્તવન ઉપર તેમણે ચિંતન શરુ કર્યું. શબ્દ, અર્થ તેનું મનન અને પછી ચિંતન. વર્ષો વીત્યા. તમે ધારો ! કેટલા વર્ષ એ ચિંતનમાં વીત્યા હશે? તેમનું ચરિત્ર કહે છે ૪૦ વર્ષ વીત્યા. પણ તેના સંપૂર્ણ અર્થ ને તાત્પર્યને તેઓ પામી ન શકયા. તેમની પાસે ભણનારાએ કહ્યું, બાપજી આ જેટલું ચિંતન થયું છે તે લખી દ્યો. પૂરું તો કયારે કરશો. જ્ઞાન તો અગાધ છે. શ્રાવકોની આવી આગ્રહભરી વિનંતિથી એમણે એ વિવરણ લખ્યું. જે આજે મળે છે. શ્રી જ્ઞાનસારજીમાં નિઃસ્પૃહતા પણ એવી જ હતી. ખાવા, પીવા, પહેરવા, ઓઢવામાં સાવ બેપરવા. આ બધાંથી ઉપર ઊઠી ગયેલાં. આવા જ્ઞાનીના દર્શન પણ તારે. એ જ રીતે જ્ઞાનના સાધનો પ્રત્યે પણ આદર કેળવવાનો છે અને જ્ઞાન પ્રત્યે એકાંતે ઉપાદેયબુદ્ધિ કેળવવાની છે અને તેવા ભાવપૂર્વકનો નિત્ય ઉદ્યમ કરવાનો છે. એક શાસ્ત્રવચન છે કે પંદર દિવસમાં સોળ અક્ષર ૮૫. Page #108 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો કંઠે થઈ શકે ત્યાં સુધી ભણવાનો ઉદ્યમ મૂક્યો નહીં દા.ત. ફર્શનું દેવદેવી, નં પાપનાશનમ્ આ સોળ અક્ષર થયા. આટલા અક્ષર અને દિવસ મર્યાદા પંદર. તમે બધા આટલા બુદ્ધિશાળી તો છો જ. સંપર્ક પણ થાય છે. માત્ર ઉદ્યમ ઉમેરો તો જરૂર જ્ઞાન ચઢે. એનો એક બીજો ઉપાય વિરાધના ટાળવાનો છે. નિવાર્ય કોટિની વિરાધના તો ટાળવી જ જોઈએ. જેમ કે ટિકીટ, કવર ચોડતી વખતે થૂક લગાડવું, રૂપિયા ગણતા કે ચોપડી વાંચતા થંકવાળી આંગળી કરવી. અક્ષરવાળા પગલૂછણીયા વાપરવા, એંઠા મોઢે બોલવું આ બધી નિવાર્ય કોટિની વિરાધના છે. તે ટાળવી જોઈએ અને જ્ઞાન ચઢે તે માટે રોજ (જ્ઞાનના ભેદ એકાવન છે એટલે) એકાવન અથવા ઓછામાં ઓછા પાંચ ખમાસમણાં દેવા જોઈએ. આ રીતે પ્રાપ્ત થયેલું જ્ઞાન આપણે સાધન લેખે સાધવાનું છે. સાધ્ય તો ચારિત્ર છે. સંપર્ક અને ઉદ્યમથી પ્રાપ્ત થયેલા જ્ઞાનને વરાળસાથ શ્રુતજ્ઞાનમેં કહ્યું છે. જ્ઞાન એટલે જાણવું. જાણ્યા પછી આદર અને પરિહાર આવે તો જ તે પૂર્ણ થાય. જ્ઞ પરિજ્ઞાથી જાણે અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગ કરે. એક મગની બે ફાડ. એક માર્ગની બે બાજુ જ્ઞાન અને ક્રિયા. “જાણ્યું તો તેણે ખરું જે મોહે નવિ લેપાય.” એવી જ બીજી પંકિત છે, “ચારિત્ર ધર્મ જસ મન વસ્યો સફળો તસ અવબોધ જ્ઞાનથી અજ્ઞાન ટળે તેટલું જ તેનું ફળ નથી અજ્ઞાનની સાથે-સાથે મોહ પણ દૂર થવો જોઇએ, ત્યારે જ તે સમ્ય જ્ઞાન બને છે. अन्नाण संमोह तमोहरस्स नमो नमो नाणदिवायरस्स આ સંમોહ જાય તો જ ચારિત્ર આવે. આવું ચારિત્ર એ તો જીવનની ઉચ્ચકળા છે. જ્ઞાનની સૌરભ છે. એ સમ્યગુ ચારિત્રનું પ્રભુશાસનમાં બહુ સૂક્ષ્મ વર્ણન છે. અનેક ભેદ બતાવ્યા છે. તેનું ફળ મુકિત છે. વગેરે વર્ણન અગ્રે અધિકાર વર્તમાન જોગ. Page #109 -------------------------------------------------------------------------- ________________ Page #110 -------------------------------------------------------------------------- ________________ WI]S s શ્રી વખતચંદ શેઠ સામાયિક કરવા પધારે છે. . ક 9 '] EK // Page #111 -------------------------------------------------------------------------- ________________ प्रवयन:८ ॥ श्री चारित्र पद वन्दना ॥८ जं देसविरइ रुवं सव्वविरइ रुवं च अणुकमसो। होइ गिहीण जईणं तं चारित्तं जए जयइ ॥१॥ नाणंपिदंसणंपि अ, ___ संपुण्णफलं फलंति जीवाणं । जेणं चिय परिअरिया ___ तं चारित्तं जए जयइ॥२॥ जंच जइण जहुत्तर - ___- फलं सुसामाइयाइ पंचविहं । सुपसिद्धं जिणसमये तं चारित्तं जए जयइ॥३॥ - सिरिसिरिवालकहा । Page #112 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો સંયમ કબહી મિલે સસનેહી પ્યારા... શ્રી નવપદની ઓળીની આરાધના ચાલે છે. એક પછી એક દિવસ વીતે છે. ને આરાધનાનું ભાતું ભરાય છે. જિન શાસનમાં આરાધનાનાં ક્રમની પાછળ પણ ચોકકસ હેતુ છે. શ્રદ્ધા, ભાસન, રમણતા આ ક્રમ છે. સમ્યક્ દર્શન એ શ્રધ્ધા સ્વરૂપ છે. જેની શ્રધ્ધા થાય તે ચીજ શ્રધ્ધાના ચરમ બિંદુએ ભાસવા લાગે અને જે ચીજ પ્રત્યક્ષ ભાસી ગઇ તેમાંજ રમણતા પ્રગટે. એ રમણતાની આદિ ખરી પણ અંત નથી. સ્વભાવમાં-સ્વરૂપમાં સ્થિરતા એ નિશ્ચય ચારિત્ર છે. પાત્રિં સ્થિરતારુપમ્ ગત સિધ્ધચપીયતે આવા ચારિત્રને સાધ્યચારિત્ર કહ્યું છે અને એને પ્રાપ્ત કરાવનાર તે સાધન ચારિત્ર છે. એટલે કે વ્યવહાર ચારિત્ર છે. આ વ્યવહાર ચારિત્રનાં બે ભેદ છે. એક સર્વવિરતિ બીજુ દેશ વિરતિ પહેલું સાધુ ભગવંતો પાળે છે તે અને બીજું શ્રમણોપાસક શ્રાવકો પાળે છે તે. આ વ્યવહાર ચારિત્ર પ્રવૃત્તિ સ્વરૂપ છે. જયારે નિશ્ચય ચારિત્ર નિવૃત્તિ સ્વરૂપ છે. આ નિવૃત્તિ સ્વરૂપ ચારિત્રને પામવા પ્રવૃત્તિ સ્વરૂપ ચારિત્ર પાળવાનું હોય છે. જ્ઞ પરિજ્ઞાથી જે જાણ્યું તેને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યજવાનું છે. આમ તો બિન જરૂરી ત્યજીને જરૂરી મેળવવાનું હોય છે. પાકું છોડીને પોતીકું પામવાનું હોય છે. એટલેજ ચારિત્રને સ્વસુખની ઉપલબ્ધિ કહેવાય છે. આ ચારિત્ર ધર્મ પ્રત્યેનો અનુરાગ કેળવવા માટે જ તેની સિત્તેર ભેદે આરાધના કરવાની છે. (૭૦) સિત્તેર લોગસ્સનો કાઉસ્સગ્ગ (૭૦) સિત્તેર ખમાસમણા (૭૦) સિત્તેર સાથીયા અને ઓં Ē નમો ચરિત્તસ્સ એ પદની ૨૦ માળા. આ આરાધના ચારિત્રનાં રાગને દ્રઢ કરનાર બને છે. તે આ દિવસોમાં જ શકય બને છે. આપણાં આત્માનાં આવરણોને ખસેડવામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ આ પાંચ ચીજ કારણભૂત છે. તેમાં કાળ તરીકે પર્યુષણાના દિવસોની જેમ આ ચૈત્રી અને આસોની ઓળીનાં દિવસો પણ સહાયભૂત છે. - જઘન્યમાં જધન્ય શ્રાવક જઘન્યથી પણ આ રત્નત્રયીની – દર્શન – જ્ઞાન – ચારિત્રની આરાધના નિત્ય કરનારો હોય. પરમાત્માનાં દર્શન, વંદન, પૂજન, દ્વારા સમ્યગ્ દર્શન પદની, ગુરુ મહારાજ પાસે નમન, વંદન કરી, જ્ઞાનની પૂજા કરવા દ્વારા અને ઓછામાં ઓછું અરધી ઘડી (૧૨ મિનીટ) પણ સ્વાધ્યાય કરવા દ્વારા જ્ઞાનપદની; અને ઓછામાં ઓછું નવકારશીનું પચ્ચક્ખાણ કરીને કે ૯૦ Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન: ૮ સામાયિક કરીને ચારિત્ર પદની આરાધના કરે. પ્રભુનાં ધર્મની આરાધના સામાયિકથી શરૂ થાય છે. પ્રભુને કેવળજ્ઞાન તો વૈશાખ સુદ દશમે થઈ ગયું. ક્ષણવાર દેશના પણ દીધી, તો યે તીર્થ ન સ્થપાયું. શાસન ન સ્થપાયું. શાસન તો ત્યારેજ સ્થપાયું કે જયારે કોઈકે વિરતિધર્મનો સ્વીકાર કર્યો. વિરતિથી ધર્મની શરૂઆત થાય છે. તે માટે પહેલાં અવિરતિ ખૂંચવી જોઇએ. જેટલી અવિરતિ વધુ ખેંચે તેટલું સમ્યગુ દર્શન નિર્મળ સમજવું. અવિરતિને કાઢવા ને વિરતિને લાવવાનાં સંસ્કાર શ્રાવક કુળમાં જ લાવી શકાય તેમ છે. શ્રાવકનાં કુળમાં વિરતિની જ વાતો થતી હોય. વિરતિધર થવાની હોડ બકાતી હોય. આ કાળની એક વાત છે. છાણી, કપડવંજ, રાધનપુર, ઝીંઝુવાડા આ બધા દીક્ષાની ખાણ જેવા ક્ષેત્ર છે. ઝીંઝુવાડાની એક વાત છે. એક નાની પs વર્ષની ઉમરનો છોકરો. વિરતિ લેવાના-દીક્ષા લેવાના કેવા ભાવ મનમાં સ્થિર થયા હશે ! ઉમ્મર નાની એટલે કયારેક કયારેક રીસાય, ખાવા ન બેસે, ન બોલે મોઢું ચઢાવીને ફરે, ત્યારે ત્યારે તેને ડર બતાવવા શું કહેતા ખબર છે? તેના માતા પિતા કહે કે ચાલ જમવા બેસી જા નહીંતર સગપણ કરી દઈશું. પેલો છોકરો તુરત પગ પછાડતો ના...ના.... એમ કહીને જમવા બેસી જાય. તેને દીક્ષા જ લેવી હતી. તેથી સગપણ શબ્દથી પણ આટલો ડરતો હતો. હવે તમે તમારા ઘરનો વિચાર કરો. તમારા દીકરાને સગપણનો ડર લાગે કે દીક્ષા શબ્દનો ડર લાગે ? શ્રાવકનાં કુળમાં આ સહજ હતું. શ્રાવકનો એવો મનોરથ હોય કે ઘરમાં જનમ્યો ખરો. પણ ઘરમાં મરીશ નહી. મરીશ તો ઉપાશ્રયમાં જ શ્રાવક માટે શબ્દ છે શ્રમણોપાસક. પણ તે સંસારનો રસિયો બનીને આજે તો વૈશ્રમણોપાસક – (વૈશ્રમણનો અર્થ કુબેર થાય છે.) કુબેરનો-ધનનો ઉપાસક બની ગયો છે. કમસે કમ તમે વિકલ્પ તો ઊભો રાખો. જેમ મેટ્રીક પછી દીકરાને કહોને કે કઈ લાઇન લેવી છે. કોમર્સ, સાયન્સ, કે આર્ટસ? એ જેમ વિકલ્પ છે. તેમ દીક્ષા લેવી છે કે સંસાર માંડવો છે? એમ પૂછો છો? સભા સાહેબ અમારામાં હોય તો અમે પૂછીએને. તો લાવોને. આ સાંભળી સાંભળીને શું કરવાનું છે. સંસારના મટીને શાસનના બનવાનું છે. ગુરુ મહારાજને વંદન કરતાં વેદના થવી જોઈએ કે આપ તરી ગયા ને હું રહી ગયો. શ્રીપાળ ને છેલ્લે સુધી આ ભાવ હતો કે મને બધું મળ્યું પણ ચારિત્ર Page #114 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો કયારે મળશે? સંયમ કબધી મીલે સસનેહી પ્યારે !.. શ્રાવકમાં સર્વ વિરતિનાં ભાવ પૂર્વકની દેશવિરતિની આરાધના તો હોય જ. રાત્રિભોજન જેવા પાપથી તો તે પરિવાર વિરમેલો જ હોય. પાપથી છૂટવા માટે મનુષ્યભવ છે. શ્રાવક કુળ ને રાત્રિ ભોજન આ વિરોધાભાસ છે. એવા પણ ઉત્તમ કુળ છે કે જયાં જન્મેલા બાળકો જમ્યા પછીનાં છ મહિના પછી કદી રાત્રિભોજન કરતાં નથી. છ મહિના સુધી સ્તનપાનની અનિવાર્યતા છે. પણ છ મહિના પછી રાત્રે પાણી સિવાય કશું નહીં. જન્મથી અજૈન કુળની આ વાત છે. એ કુટુંબમાંથી દીક્ષાઓ પણ થઈ છે. એ કુટુંબના બે નિયમો જડબેસલાક. રાત્રિભોજન ત્યાગ, અને અણગળ પાણી ત્યાગ. આ તો સાવ સામાન્ય વાત છે. પણ આજના તમારા પરિવાર માટે આવી સામાન્ય વાતો પણ કેવી દુષ્કર લાગે છે. ગુજરાતમાં તારંગા પાસે એક ગામ છે. ત્યાં સાંજે ઉપાશ્રયમાં પ્રતિક્રમણમાં આખો ઉપાશ્રય ભરાઈ જાય. પર્યુષણામાં તમારે ત્યાં ભરાય છે તેમ, જોઈને અમને આશ્ચર્ય થયું. અમે પૂછયું, આજે શું છે? બધાં કહે કે આ તો અમારે રોજિંદુ છે. સાંજે સૂર્યાસ્ત થાય એટલે બધાં બજાર બંધ. દિવસ છતાં વાળુ કરી લેવાનું. પછી શું કામ હોય. ઓટલા પરિષદ છે નહીં એટલે બધા પ્રતિક્રમણ કરવા આવે. સૂત્ર પણ ભણે. નવા નવા સ્તવન, થોય પણ શીખે. આમ એક રાત્રિભોજન ત્યાગરૂપ પાપવિરતિ આવે તેની આંગળીએ કેટલાં ઉત્તમ આચારો આવે. એક પાપવિરતિ સ્વરૂપ સામાયિકનો નિયમ હોય તો કેટલો લાભ થાય. આ સામાયિક જેવો વિરતિ ધર્મ દેવલોકમાં થઈ શકતો નથી. એટલેજ ઈન્દ્ર જેવા ઈન્દ્ર પોતાની સભામાં બેસતી વખતે "વિરતિ"ને પ્રણામ કરીને ઈન્દ્ર સભામાં બેસે.” શા માટે ઇન્દ્ર મહારાજા સામાયિક કરી શકતા નથી? ત્યાં સામાયિકનાં ઉપકરણો મુહપત્તિ, કટાસણું, ચરવળો નથી ! માટે? સભા : ના... ના... તો શું કારણ છે? કારણ એ છે કે અતિશય પુણ્ય હોવાનાં કારણે જેવી ઈચ્છા કરે કે તુર્ત તે પૂર્ણ થાય "પર્યાવંતને સિદ્ધિની ઈચ્છા માત્ર વિલંબ”. માનો કે ઈન્દ્ર સામાયિક લઈને બેઠાં. કાયાને બેસાડો પણ મન ચંચળ છે. એમાં પણ અતિ દુઃખમાં અને અતિસુખમાં મન વધુને વધુ ચંચળ હોય છે. નરકમાં પણ એ જ દશા છે. એવા ચંચળ મનમાં ઇન્દ્રને જેવો વિકલ્પ ઉઠે તે જ ક્ષણે વૈક્રિય શરીરથી ત્યાં હાજર. પેલો દેવ શું કરે છે? એવો વિચાર આવતાવેંત પેલો દેવ Page #115 -------------------------------------------------------------------------- ________________ જે વાવડીમાં ક્રીડા કરતો હોય ત્યાં પોતે પહોંચી જાય એટલે લીધેલી સામાયિકની પ્રતિજ્ઞાનો ભંગ થઇ જાય. માટે દેવલોકમાં સામાયિક થઇ શકે નહીં. પાપના બંધ વિનાની ક્ષણ પણ ન મળે. અહીં મનુષ્યભવમાં જ તમે ધારો તો પાપ મુકત રહી શકો. પ્રવચનઃ ૮ નવકાર મહામંત્રનાં અક્ષર અડસઠ (૮) છે. એ અડસઠનાં ઉલ્ટાં કરો એટલે છયાશી (૮૬) થાય એ અડસઠ અક્ષરનાં જાપની સફળતા છયાશી અક્ષરમાં છે. એ છયાશી અક્ષ૨નું સૂત્ર કયું છે ? સભા : કરેમિભંતે સૂત્ર અમારું કરેમિ ભંતે કે તમારું કરેમિભંતે ? સભા : કેમ એ જુદું હોય ? હા એ બન્ને જુદાં. તમારા સામાયિકમાં બે ઘડીએ-(૪૮ મિનિટે) ‘સામાઇય વયજુત્તો’ આવી જાય. અમારાં કરેમિ ભંતેમાં એ આવે જ નહીં. "જાવ જવાએ' પાઠ આવે. વળી અમારે નવકોટી શુધ્ધ પચ્ચક્ખાણ આવે. તમારે આઠ કોટી આવે. એટલે સાધુ જીવનનાં કરેમિ ભંતેમાં ૮૬ અક્ષર આવે. આ કરેમિભંતેનો ‘ક' બોલવામાં ખૂબ પુણ્ય જોઇએ. મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય તોજ કરેમિભંતેનો ‘કુ' બોલી શકાય. કમળનો ‘કુ' ઘણી વાર બોલ્યાં. એમાં માત્ર જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જોઇએ. આપણે ત્યા પુણીયા શ્રાવકનું સામાયિક જાણીતું છે. પુણીયો શ્રાવક સામાયિકમાં બેસે ને જયારે સજઝાય મંદિસાદું અને સજઝાય કરૂં બોલે તે પછી તેનું ચિત્ત સિધ્ધ ભગવંતના ધ્યાનમાં લીન બની જાય. મોક્ષે વિત્તું મને તનુ શરીરથી સંસારમાં, મનથી મુક્તિમાં. પ્રભુ મહાવીરે શ્રીમુખે આ પુણીયા શ્રાવકની પ્રશંસા કરી. મગધ સમ્રાટ શ્રેણિકનાં નક નિવારવાના પ્રશ્નનાં ઉત્તરમાં પ્રભુજીએ આડકતરી રીતે કેવી મહત્ત્વની વાત કરી દીધી. અહિંસા, સુપાત્રદાન અને સામાયિક આ ત્રણ નરક નિવારવાના કારણો છે. સાધનો છે. ૯૩ ચારિત્ર ધર્મની વાનગી સ્વરૂપ આ બે ઘડીનાં સામાયિકમાં સ્વાધ્યાય કરવાનો છે. નવકારવાળી ગણવાની નથી. એ તો છેલ્લો ઉપાય છે. ‘છિન્નઇ અસુરૂં કર્માં, સામાઇઅ જત્તિઆ વારા' જેમ જેમ સામાયિક કરતાં જાવ તેમ તેમ અશુભ કર્મો છેદાતા જાય, એવું જે કહ્યું છે, તે સ્વાધ્યાય માટે છે. આ સ્વાધ્યાય વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એમ પાંચ પ્રકારે છે. આ સ્વાધ્યાય પણ એક સાધન છે. સમભાવ એ સાધ્ય છે. સ્વાધ્યાય Page #116 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો દ્વારા પ્રાપ્ત થતા સમભાવ વડે મોક્ષ સુખનો અહીં બેઠાં અનુભવ કરી શકાય છે. પ્રશમરતિમાં કહ્યું છે, કૂથને ચીનન્તી સામયિકમાત્ર સિદ્ધાઃ માત્ર સમભાવનો સહારો લેવાથી અનંતા આત્માઓ સિધ્ધ થયા છે. પ્રભુની આજ્ઞા છે વસો સમાયં સુષ્મા શ્રાવકે વારંવાર સામાયિક કરવું. પ્રતિક્રમણ માત્ર બે વાર પણ સામાયિક વારંવાર. પંડિત શ્રી વીરવીજયજી મહારાજે કહ્યું છે કે “ઘડી દોય મિલો જો એકાંતે નહીં વાર અચલ સુખ સાવંતે પ્રભુની સાથે વાત કરવાનો અવસર એટલે સામાયિક. આવું સામાયિક શ્રાવકો શાસનની પ્રભાવના પૂર્વક કરતા હતા. અમદાવાદનાં નગરશેઠની વાત છે. શાંતિદાસ શેઠનું નામ તો તમે સાંભળ્યું હશે. તેમના દીકરા લક્ષ્મીચંદ. તેમના દીકરા ખુશાલચંદ અને તેમના દીકરા વખતચંદ શેઠ. આ વખતચંદ શેઠ નિયમિત રીતે બપોરે વામકુક્ષી કરીને મ્યાનામાં બેસી ઝવેરીવાડ વાઘણપોળમાં ઉજમ ફઈની ધર્મશાળામાં સામાયિક કરવા જતાં. પાલખી બન્ને બાજુ ખુલ્લી હોય અને મ્યાનો બે બાજુ પડદાથી બંધ હોય. કટાસણ, ચરવળો, મુહપત્તિ, સાપડો વગેરે સામાયિકના ઉપકરણો રાખે અને રૂપિયાથી ભરેલો વાટવો રાખે. નગરશેઠના વંડાથી નીકળી ઉજમ ફઈની ધર્મશાળાએ પહોંચે ત્યાં સુધી વાચકોને મેઘની જેમ દાન દેતા જાય. આ પ્રસંગનું ચિત્ર અત્યારે પણ ઝવેરીવાડ વાઘણપોળમાં અજિતનાથ ભગવાનનાં દહેરાસરમાં રંગમંડપની બહારની ભીંતમાં છે. એક સંભારણું છે. કોઈવાર જાવ તો જોજો. પંડિત વીરવિજયજી મહારાજે સામાયિક વ્રતની પૂજામાં આ જ વાત કરી છે. રાજા મંત્રી ને વ્યવહારી, ઘોડા રથ હાથી શણગારી; વાજિંત્ર ગીત આગળ પાળા, પરશંસે ષટદર્શનવાળા. શ્રાવક આ રીતે ઠાઠથી ધર્મકરણી કરે. બીજાના હૈયે ધર્મની પ્રશંસા દ્વારા ધર્મના બીજનું વાવેતર કરે. સામાયિકમાં બત્રીશ દોષ ત્યજવાનાં હોય છે. આ બત્રીશ દોષ જાણવા જોઈએ. શાસ્ત્રમાં પ્રાકૃત ગાથામાં આવે છે. પણ તમારા જેવાને સરળતાથી યાદ રહે તે માટે એ બત્રીશ દોષ ગુજરાતી દુહામાં મળે છે. દશ મનનાં, દશ વચનનાં અને બાર કાયાનાં એમ બત્રીશ દોષો ક્રમસર બતાવ્યા છે. શકય હોય તો મોઢે કરી લેવાં અથવા નોંધી લેવા. જેથી એ જાણ્યા બાદ સામાયિક દોષરહિત થઈ શકે. ૯૪ Page #117 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન: ૮ દુહા - રોષ સહિત અવિવેકથી, કરે ન અર્થ વિચાર, મન ઉગે જસ ઇ, વિનય રહિત ભયથાર ૧: વ્યાપાર ચિંતન લસંહ; નિયાણું મોહ વશ; સામાયિક મનાણાં ટાળો દોષ એ દશઃ ૨૪ કુવચન ટુંકારો કરે, દીએ સાવવા આદેશ, લવલવતો વઢવાડ ને, દીએ આવકાર વિશેષઃ ૩: ગાળ દીએ વળી મોહ વશ, હલાવે લઘુ બાળ, કરતો વિકથા હાસ્ય એ, વચન દોષ દશ ટાળ :૪: ચપલાસન ચિદિશિ જુએ, સાવઘ કામ સંઘટ, ઓઠીંગે અવિનીતપણે, બેસે જે ઉદભટ્ટ :૫ : આળસ મોડે મેલ ખાજ ખણે, પાય પર રાખે પાય; ૧૨ અતિ પ્રગટે કે ગોપવે, નિદ્રા સહિત નિજ કાયઃ : બાર દોષ એ કાયના, મન વચના થયા વીશ; સામાયિકનાં સવિ મળી, ટાળો દોષ બત્રીશ. :૭ : ૯ ૧૦ ૭ ૮ ૯ ૧૦ Page #118 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો શ્રાવકે ઓછામાં ઓછાં જે બે વ્રતો લેવાનાં કહ્યા છે, તેમાં એક પરિગ્રહ પરિમાણ વ્રત અને બીજું આ સામાયિક વ્રત. સાયામિક વ્રતના પાલનથી તેનો પ્રાણાતે પણ ભંગ ન થાય તેમ કરવાથી વ્રતની રક્ષા થાય છે. ચારિત્ર ધર્મની દ્રઢતાનું એક દ્રષ્ટાંત ઔપપાતિક સૂત્ર આગમમાં આવે છે. અંબડ પરિવ્રાજકનાં સાતસો ચેલા ની વાત છે. શ્રી કેશી ગણધર મહારાજે જેવો ઉપકાર રાજા પ્રદેશી ઉપર કર્યો છે. તેવો જ ઉપકાર આ અંબડ પરિવ્રાજક ઉપર કર્યો છે. અંબડ બહુ સમર્થ માંત્રિક હતા. દેશ વિદેશમાં ફરતા હતા માટે પરિવ્રાજક કહેવાતા. સમૃધ્ધ હતાં. કેશી ગણધર મહારાજનાં પરિચયમાં આવ્યા. ધર્મોપદેશ સાંભળી સમ્યકત્વનો સ્વીકાર કર્યો. બાર વ્રત લીધાં. શ્રાવક ધર્મ સાંભળે એટલે વ્રત લીધા વિના ન રહે. પુણ્ય હતું તેથી તેમનાં સાતસો અનુયાયી હતા. તે પણ બાર વ્રતધારી હતા. અણુવ્રતો ગુણવ્રતો અને શિક્ષાવ્રતોનું પાલન અણિશુધ્ધ કરતા હતા. ધર્મનો રંગ "ફાટે પણ ફીટે નહીં પડી પટોળે ભાત” ની જેમ લાગેલો હતો. શુભવીર વિજયજી મહારાજ કહે છે. “રંગ લાગ્યો ચોળ મજીઠ રે, નવિ જાયે ડાકણ દીઠ રે.” આવો રંગ ધર્મનો લગાડવાનો છે. વ્રત વ્હાલા છે કે પ્રાણ વ્હાલા છે. તો કહે કે વ્રત વ્હાલા છે. પ્રાણના ભોગે વ્રતને પાળીશું. પ્રાણ તો ભવોભવ મળશે. પણ વ્રતનું પાલન તો અહીંજ મળ્યું છે. એ સાતસો ચેલા એક સાથે એકગામથી બીજે ગામે વિચારતા હતા. એક વખતની વાત છે. ઉનાળાના દિવસો હતા. જેઠ મહિનો. બપોરનો સમય. ગંગા નદીનાં કાંઠે કાંઠે કપિલપુર નગરથી પુરિમતાલ નગર જઈ રહ્યા હતા. સાથે પાણી રાખ્યું હતું. થોડે ગયા પછી રસ્તો ભૂલી ગયા. બધા રહ્યા તો સાથે જ. પણ મૂળ રસ્તાથી દૂર નીકળી ગયા. ધાર્યા કરતાં સમય વધારે વીત્યો. સાથે રાખેલું પાણી વપરાઈ ગયું. એક તો ઉનાળો, માથે સૂરજ તપે, ભૂલા પડેલાં, થાક ચઢેલો, એટલે તરસ કહે મારું કામ... સામે ગંગા બે કાંઠે વહે. નિર્મળ જળ દેખાય. પણ અદત્તાદાન વિરમણ વ્રત છે. જળ છે. પણ કોઇક આવે અને આપે તો લેવાય. જાતે ન લેવાય. ભર ઉનાળે, ભર બપોરે, અડાબીડ જંગલમાં ચકલું પણ ન ફરકે તો માણસ કયાંથી મળે. એક કવિએ ગ્રીષ્મ ઋતુનું વર્ણન સુંદર કર્યું છે - આ તપમાં ઊભા પહાડ, અને આ જપમાં બેઠાં ઝાડ.” ચકલુંયે ના ફરકે, જાણે ધોળે દિવસે વાડ” (જયંત પાઠક). આ બાજુ આ સમયે પાણી દેનાર ન મળે, તો શું કરવું? જીવ વ્હાલો છે. ૯૬ Page #119 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનઃ ૮ પણ જીવ કરતાં પણ વ્રત વધારે વહાલું છે. प्राणान्स्त्यजति धर्मार्थे न धर्म प्राणसंकटे ધર્મ કાજે ત્યજે પ્રાણ ન ઘર્મ પ્રાણસંકટ દશવૈકાલિકમાં એક ગાથા છે. जस्सेव मप्पा हु हविज्ज निच्छिओ चईज्ज देहं न हुं धम्म सासणं तं तारिसं नो पईलंति इंदिया उविंति वाया व सुदंसणं गिरं ॥ આત્મા થયો નિશ્ચિત જેહનો કે, ત્યજીશ હું દેહ ન ઘર્મશાસન, તેને ચળાવી નવિ ઈદ્રિયો શકે, ઝંઝાનિલો મેરૂ મહાદ્રિને યથા. (ઉ.જો.) આ સાતસો શિષ્યોનો અફર નિર્ધાર હતો. પ્રાણના ભોગે પણ વ્રત પાળવું છે. કોઈ જ ન મળ્યાં અને તરસ જીવલેણ લાગી એટલે બધાંએ જ સાથે ગંગા નદીના વિશાળ તટ પર ધગધગતી રેતીમાં ठाणेणं मोणेणं झाणेणं अप्पाणं वोसिरामि કરી લીધું. પ્રભુ મહાવીરને પ્રણામ કર્યા. ગુરુ અંબડને સંભાર્યા. આત્મ સાક્ષીએ મહાવ્રત સ્વીકાર્યા અને શુભભાવથી સમાધિપૂર્વક કાળધર્મ પામી પાંચમા - દેવલોક - બ્રહ્મલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. ચારિત્ર ધર્મની દ્રઢતાનું આ કેવું જવલંત ઉદાહરણ છે. વ્રતની અડગતાથી હસતાં હસતાં દેહને મૂકવો એ જીવનની ધન્યતા છે. પ્રભુનાં શાસનમાં ચારિત્રધર્મ તપો ધર્મથી, સંકલિત જ હોય છે. એ તપ કેટલા પ્રકારનો, તેનું લક્ષણ શું? વગેરે બાબતો અગ્રે અધિકાર વર્તમાન જોગ. Page #120 -------------------------------------------------------------------------- ________________ તપસ્વી શ્રીકૃષ્ણર્ષિમહારાજ. Page #121 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री तप पद वन्दना ॥ ९ ॥ बाहिरमब्भितरयं वण्णिज्ज जिण समए बारसभेयं जहुत्तर गुणं च । तं तवपयमेस वंदामि ॥ १ ॥ * तब्भवसिद्धिंजाणं तएहिं सिरिरिसहनाह पमुहेहिं । तित्थयरेहिं कयं जं तं तवपयमेस वंदामि ॥ २ ॥ * कप्पतरुस्स व जस्से - रिसा उ सुरनरवराण रिद्धीओ । कुसुमाई फलं च सिवं तं तवपयमेस वंदामि ॥ ३ ॥ - सिरिसिरिवालकहा । Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનઃ ૯ તપ કરીએ સમતા રાખી ઘટમાં... આજે ઓળીનો છેલ્લો દિવસ, તપપદનો દિવસ. સાથે ચૈત્રી પૂનમ. શ્રી ૠષભદેવનાં પ્રથમ ગણધર શ્રી પુંડરિક સ્વામીજી પાંચ ક્રોડ મુનિવરો સાથે મોક્ષે પધાર્યાનો દિવસ. આજે નવપદનું માંડલુ રચાશે. તેમાં સિદ્ધપદની પાસે જ આ તપપદનું સ્થાન છે. એટલે સાધુપદ, તપપદ અને સિદ્ધપદ એમ ક્રમસર આવે. સિદ્ધપદનું અનન્ય કારણ તપ છે. સિદ્ધ થવું હોય તેને તપ કરવું પડે. પ્રભુના શાસનમાં તપ શબ્દની વ્યાખ્યા અને તેના ભેદની વિચારણા ખૂબ હેતુપૂર્વકની છે. તમને આયંબિલ જેવું તપ કોઇ પણ ધર્મમાં નહીં મળે. આપણે સામાન્ય રીતે પોતાના ઘરના ઘરમાં રહેવા ઇચ્છીએ છીએ. એ ન મળે તો કોઇ મિત્રના ઘરમાં રહીએ છીએ. પણ કયારેય શત્રુના ઘરમાં રહેવા ઇચ્છતા નથી. ઉપવાસ એ ઘરનું ઘર છે. આયંબિલ એ મિત્રનું ઘર છે અને વિગઇ એ શત્રુનું ઘર છે. આયંબિલ એ એવું તપ છે જે ધારો તો લાંબા કાળ સુધી કરી શકો. તપાગચ્છનાં પ્રવર્તક આચાર્યશ્રી જગચંદ્રસૂરીશ્વરજીએ આ તપ જીવનભર કર્યું હતું. આઠે કર્મમાં જેમ મોહનીય કર્મ જીતવું દુષ્કર છે, તે રીતે પાંચ ઇન્દ્રિયોમાં રસનેન્દ્રિયને જીતવી મુશ્કેલ છે. રસનેન્દ્રિયને જીતવાનો ઉપાય આયંબિલ તપ છે. શાસ્ત્રમાં જે ચાર પ્રકારનાં કર્મ બતાવ્યા છે. બદ્ધ, સ્પષ્ટ, નિધત્ત, અને નિકાચિત. તે ઉત્તરોત્તર અતિ અતિ નિબિડ છે. તેમાં પણ નિકાચિત કર્મ તો અવશ્ય ભોગવવા જ પડે છે. આવા નિકાચિત કર્મો પણ આ તપ વડે ખરી પડે છે. આ અવસર્પિણીમાં થયેલા ચોવીશ તીર્થકરોમાં આપણા આસન્ન ઉપકારી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીજીએ સૌથી વધુ તપ કર્યું છે. ‘સાડા બાર વરસ જિન ઉત્તમ વીરજી ભૂમિ ન ઠાયા હો.' "ઘોર તપે કેવલ લહ્યા તેહના પદ્મ વિજય નમે પાયા” પ્રભુજી સાડાબાર વર્ષમાં કયારે પણ આપણી જેમ લાંબા થઇ સૂતા નથી. સાડા બાર વર્ષમાં માત્ર બે ઘડીની નિદ્રા ! અને જે તપ કર્યું તે તપ પણ કેવું ! વઘીને પ્રભુએ છ મહિનાનું તપ કર્યું છે. એવા લાંબા ૧૮૦ ઉપવાસનું પારણું થયું પછી એમ નહીં કે હવે થોડા દિવસ આરામ રાખીએ. પછી કરીશું. પારણાંને બીજે દિવસે જ વળી તપ શરુ. અને એ જે તપ કર્યું તે બધું નિર્જળ કર્યું – ચોવિહારું કર્યું. ચાહે તેવો ઉનાળો હોય તો પણ. આવા તપ પણ અભિગ્રહ વાળા કર્યા. જેમ કે ૧૦૦ Page #123 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો ચંદન બાળાજીના હાથે જે અડદના બાકુળાનું પારણું થયું તે અભિગ્રહવાળું તપ હતું. આ તપમાં દિવસની સંખ્યા પહેલેથી નકકી ન હોય. એટલે રોજ મધ્યાહ્ન સમયે ભિક્ષા માટે પ્રભુ નગરમાં પધારે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવથી એમ જે ચાર પ્રકારનો અભિગ્રહ હોય તે જુએ. જયાં એ ચારે પ્રકારનો અભિગ્રહ પૂર્ણ થાય ત્યાં ભિક્ષા સ્વીકારે. રોજ જ જવાનું. અભિગ્રહમાં એક નિયમ છે કે જે બનવાનું હોય, બની શકે તેમ હોય તેનો જ અભિગ્રહ લેવાનું સૂઝે. આપણને કયારેક એમ લાગે કે ગમે તેવો અભિગ્રહ લઈએ તો પૂર્ણ થાય? હા, પૂર્ણ થાય જ. પણ કયારે તે નકકી નહીં. તમારી પાસે ધીરજ જોઈએ. આ કાળમાં પણ આ બની શકે છે. બને છે. જેમ કે એક મુનિવરે એવો અભિગ્રહ લીધેલો કે મારે લીલું શાક ત્યાગ. કોઈ આઠ વર્ષની છોકરી રોતી રોતી ચપ્પાથી શાક વહોરાવે તો ખપે. કેવો વિચિત્ર લાગે તેવો અભિગ્રહ છે. આવો અભિગ્રહ પણ પૂર્ણ થયો. સાત વર્ષ પૂર્ણ થયો. પોતે ગોચરી તો જતાં જ. એમાં એક વાર મોડા જવાનું થયું. ઘરમાં બે જણા. મા અને દીકરી. મા ચોકડીમાં વાસણ માંજતા હતા. દીકરી નાની રીસાયેલી, નિશાળે જવાની ના પાડે. મા એ ઠપકો આપેલો. તેથી રડે. તેમાં મુનિ મહારાજે ધર્મલાભ કહ્યો. માના તો હાથ કાચા પાણીએ અડેલાં છે. દીકરી સિવાય કોઈ નથી. ઘરના બધાએ જમી લીધું છે. એટલે બીજું કાંઈ નથી. માત્ર થોડું શાક છે. તે હોરાવવાનું કહ્યું. હોરાવવા ચમચી નથી. જે હતી તે માંજવામાં છે. એટલે બાજુમાં પડેલું ચપ્પ લીધું, ચપ્પા વડે હોરાવે છે. આ રીતે અચાનક જ મુનિ મહારાજનો સાત વર્ષે અભિગ્રહ પૂર્ણ થયો. પ્રભુને પણ અભિગ્રહ છે. તે દુષ્કર છે. દ્રવ્યથી સૂપડામાં અડદના બાકુળા, ક્ષેત્રથી એક પગ ઊંબરાની બહાર અને એક પગ ઊંબરાની અંદર. કાળથી બધા ભિક્ષાચરી ભિક્ષા લઈ ગયા હોય. ભાવથી રાજપુત્રી, દાસી બનેલી, માથે મુંડન કરેલી, હાથે પગે બેડી, અને આંખે આંસુની ધાર હોય. આવો અભિગ્રહ હતો. પ્રભુ રોજ ભિક્ષા માટે નગરમાં પધારે છે. નગરનાં યોગ્ય ભકિતવંત શ્રાવક-શ્રાવિકા પ્રભુને શેનો અભિગ્રહ હશે? કયારે પૂર્ણ થશે? એવી ચિંતા કરે છે. અભિગ્રહ પૂર્ણ ન થાય એટલે એક પહોર વીતે એટલે પાછાં ગામ બહાર જઈ કાઉસ્સગ્નમાં લીન બની જાય. આમને આમ પાંચ માસ અને પચ્ચીસ દિવસ વીતે છે. છવ્વીસમા દિવસે જ આ ઘટના બને છે. આ બાજુ ધનાવહ શેઠને ત્યાં રાજપુત્રી ચંદના પ્રત્યે મૂલા શેઠાણીને રોષ વધ્યો છે. હેરાન કરવા મોકો શોધે છે. એમાં ધનાવહ શેઠ બહારગામ ગયા છે. ૧૦૧ Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન: ૯ જોઈતો લાગ મળી ગયો. ચંદના તો કમળનું ફૂલ. હજામને બોલાવી માથે મુંડન કરાવ્યું. હાથમાં બેડી નંખાવી નીચે ભોયરામાં પૂરી દીધી. ખાવા-પીવાનું કશું મળતું નથી. મનમાં નવકાર ગણે છે. પુરાણાં રાજમહેલનાં દિવસો યાદ આવે છે, ને આંખે આંસુ ઊભરાય છે. ધનાવહ શેઠ આવી ગયા છે. આવતાવેંત પૃચ્છા કરે છે, પણ મૂલા ગલ્લાં તલ્લાં કરે છે. જવાબમાં કહે છે, એ તો કયાંક રખડતી હશે. મને શી ખબર. પછીનો દિવસ એટલે ચોથો દિવસ, તે દિવસે તો જમવા ટાણે ધનાવહ શેઠ ન માન્યા, નોકર-ચાકરને પૂછયું, ચંદના કયાં છે ? કોણ બોલે. બધાને મૂલાએ ડારો દીધો હતો. પણ એક ઘરડી દાસીએ જોખમ લઇને પણ કહી દીધું ભોંયરામાં છે. ધનાવહ દાદરો ઉતરી ભોયરામાં દોડ્યા. અંધારામાં કશું દેખાય નહીં. દીવો કર્યો. કમાડ ખોલીને જુએ તો ચંદનાની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસે છે. હાથે પગે બેડી છે. તેને ઉપાડીને બહાર ઓરડામાં ઊંબરા પાસે લઈ આવ્યા. ચંદનાનું પડી ગયેલું નીમાણું મોટું જોઇ ધનાવહને થયું કે આને પહેલા કાંઈપણ ખાવાનું આપવું જોઈએ. દાસીને કહ્યું, જે હોય તે લાવી આપ! મૂલાએ ચારે ખૂણા સરખા કરી મૂક્યા હતાં. છેવટે ઢોર માટેનાં અડદનાં બાકુળા મળ્યાં. પણ લેવાનું કામ નહીં. ભીંત ઉપર લટકતું સુપડું લીધું. સુપડામાં અડદનાં બાકુળા લાવીને શેઠને આપ્યા. શેઠે ચંદનાને આપ્યા. બેડી તોડાવવા લુહારને બોલાવવા પોતે જ ગયા. ચંદનાને મનોભાવ થયા કે કોઈ અતિથિ આવે તો આપીને ખાઉં. બસ ! આ વખતે જ પ્રભુ મહાવીર ભિક્ષા માટે પધાર્યા. પ્રભુએ જોયું તો ચારે અભિગ્રહ પૂર્ણ થયા હતાં. ભિક્ષા લેવા પ્રભુએ હાથ પસાર્યા. ચંદનાએ ભાવપૂર્વક અડદનાં બાકળા વહોરાવ્યા. તે જ વખતે પંચ દિવ્ય પ્રગટયા. દેવ દુંદુભિ ગડગડી. બેડી તૂટી ગઈ. વાળ નવા આવ્યા. સાડાબાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ. રાજા બોલ્યા, આ સોનૈયા ચંદનબાળાનાં છે. બીજા કોઈ લેશો નહીં. સાંભળીને ચંદના બોલ્યા, આ મૂલા તો મારા પરમ ઉપકારિણી છે. તેને કોઈ દુઃખ દેશો નહીં. એમણે જો આવું ન કર્યું હોત તો પ્રભુનો લાભ મને કયાંથી મળત. કેવી વિધેયાત્મક દૃષ્ટિ છે! ઉપકાર કરનારને તો ઉપકારી બધા માને પણ અપકારીને ઉપકારી કોણ માને ! આવા વિરલા જ માને ! આ પ્રસંગે એક વાત કહેવી જરૂરી લાગે છે. કોણ જાણે, શાથી પણ એક વાત પ્રચલિત છે. કે પ્રભુ પધાર્યા અને ચંદનાની આંખમાં આંસુ ન દીઠા. અભિગ્રહ અધૂરો જણાયો અને પ્રભુ પાછા ફર્યા. પ્રભુને પાછા ફરતાં જોઇને ચંદનાને દુઃખ થયું અને આંસુ ઘસી આવ્યા. આંસુ આવેલા જોઇને અભિગ્રહ ૧૦૨ Page #125 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો પૂર્ણ થયો જાણી પ્રભુ પધાર્યા અને અડદનાં બાકુળાની ભિક્ષા લીધી. આ વાત તર્કથી પણ અસંગત છે અને શાસ્ત્રથી પણ સંગત નથી. પ્રભુ જેવા પ્રભુ એક વાર જાય, અભિગ્રહ પૂર્ણ ન થાય અને તે જ વખતે થોડી વાર રહી ફરી ત્યાં પધારે ? આ કેમ મનાય? વળી આવશ્યક સૂત્રની ચૂર્ણિ જેવા પ્રાચીન ગ્રંથમાં અને તે પછીનાં શ્રી વર્ધમાન સૂરિ રચિત મનોરમા કહા વગેરે ગ્રંથમાં સ્પષ્ટ છે કે જયારે પ્રભુ પધાર્યા ત્યારે પોતાનાં પૂર્વના રાજકુંવરીના જીવનના દિવસો સંભારી તે રડતી જ હતી. રુદન પ્રભુ પાછા ફર્યા તે નિમિત્તનું નથી પણ પોતાના જ જીવનના દુઃખનું છે. એટલે આપણે હવે આ પ્રભુનાં પ્રસંગમાં આટલો ફેરફાર કરવો જોઇએ. આટલું પ્રાસંગિક વિચારીને આપણે મૂળ વાત પર આવીએ. પ્રભુએ પણ પોતાનાં સકલ કર્મનો ક્ષય એ જ ભવમાં જાણેલો, જોયેલો છતાં આવું ઘોર તપ કર્યું. તપ વિના આત્માની સુષુપ્ત શક્તિ જાગૃત થતી નથી. પૂજય ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે આત્મિવિત સમુથાને ચેતવૃતિ નિરોધને આત્માની શકિત જાગૃત કરે અને મનની વૃત્તિને સુષુપ્ત કરે. લબ્ધિ શબ્દનો અર્થ શકિત થાય છે. અત્યંતર તપની પુષ્ટિ માટે બાહ્ય તપ કરવાનું છે. અત્યંતર તપથી વીર્ય સ્કુરાયમાન થાય અને આત્માની અચિત્ય અને અનંત શકિત છે, તેનો ઉઘાડ થાય છે. આવી શક્તિના ઉઘાડનું - લબ્ધિની પ્રાપ્તિનું એક માત્ર કારણ તપ છે. આવું તપ તે જ આપણું લક્ષ્ય છે. તપ અણાહાર સ્વરૂપ છે. આહાર તે સંસારનો પર્યાય છે. જયાં આહાર ત્યાં સંસાર. જયાં આહાર નથી ત્યાં સંસાર નથી. સિદ્ધ ભગવંતો અશરીરી છે. માટે અણાહારી છે. તે સંસારી નથી. પણ મુકત છે. એટલે નૈમિત્તિક - બાહ્ય તપ કરીને નિત્ય-અભ્યતર તપના સંસ્કાર દ્રઢ કરવાના છે. આવું તપ કરનારા એવા એવા આત્માઓ પ્રભુના શાસનમાં શ્રી સંઘમાં સંખ્યાબંધ થયા છે. આપણી પાસે સમયની મર્યાદા છે. એટલે માત્ર બે ઉદાહરણ જોઈશું. એક પ્રભુ મહાવીરના કાળનું ઉદાહરણ અને બીજું તેઓનાં નિર્વાણ પછી આઠસો વર્ષ પછી થયેલા મુનિનું ઉદાહરણ જોઇશું. શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના સમયનું ઉદાહરણ એટલે સ્વનામધન્ય કામંદી નગરીના ધન્ના અણગાર. આ તપોધન મુનિરત્નનું નામ અને જીવન પ્રસિદ્ધ છે. અનુત્તરોપપાતિક આગમમાં તેઓનું વર્ણન છે. વિશ્વની વિવિધ ભાષામાં રાજા-મહારાજા, રાણી-મહારાણીના અલંકાર-પ્રચુર વર્ણનો ઘણાં મળશે પણ એક તપસ્વી મુનિનું આવું આદર્શ ૧૦૩ Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન૯ વર્ણન આ આગમ સિવાય કયાંય જોવા નહીં મળે. એમાં આખા શરીરના અંગોપાંગનું વર્ણન છે. મગધ સમ્રાટ શ્રેણિકે પ્રભુને પૂછયું છે કે, આપના શિષ્યોમાં ઉત્કૃષ્ટ અણગાર કોણ છે? મુનિવર ચૌદ હજારમાં, શ્રેણિક સભા મોઝાર વીર નિણંદ વખાણીયો, ધન ધન્નો અણગાર.” પ્રભુ તો જે પ્રશ્ન જયારે પૂછાય તે ક્ષણે જે મુનિની પરિણતિ નિર્મળ હોય, વર્ધમાનભાવે હોય, ચઢીયાતી હોય તેનું નામ દે. પ્રભુના જ્ઞાનમાં તે વેળાએ આ કાકંદી નગરીના બત્રીશ રમણી આદિ ધન-ધાન્ય પરિવારને વૈરાગ્યથી ત્યજનારા ધન્ના અણગાર હતા. એટલે કહ્યું, ધન્ના કાકંદી ઉત્કૃષ્ટ અણગાર છે. તે વખતે તેઓનો ચારિત્રપર્યાય માત્ર નવ મહિનાનો હતો. નવ મહિના સંયમધર્મની નિર્મળ આરાધના કરીને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. જયારે તેઓ એ તપ કરતાં ત્યારે આહાર નિરસ વાપરતાં. તપ પરીષહ-ઉપસર્ગ સહીને કાયાની મમતા ઉતારી દીધી હતી. 'વપિ તિસ્પૃ:” શ્રેણિક તેમને વંદના કરવા ગયા. તેમને જોયા તો તેમનું શરીર કૃશ થઈ ગયું હતું. હાથની આંગળીઓ સાંગરી જેવી થઈ ગઈ હતી. કાન સુકાયેલાં, કોઠીંબડા જેવા થઈ ગયા હતાં. પગનાં તળિયા લાકડાની સપાટ જેવા થઈ ગયા હતા. ચાલે ત્યારે શરીર ચાલતું હોય તેવું ન લાગે પણ નીવો નીવેન છે | આત્મા જ સ્વશક્તિથી ચાલે છે તેમ લાગે. ચાલે ત્યારે કોલસાથી ભરેલું ગાડું ચાલે અને જે અવાજ આવે તેવો અવાજ આવતો હતો. કાઉસ્સગ્ગ ધ્યાને ઊભા હોય ત્યારે સુકાયેલા ઝાડનું ઠુંઠું ઊભું હોય તેમ લાગે. આપણો આ આદર્શ છે. આપણે તો તપ કરીએ. પણ શરીરને ગોબો ન પડે તેની કાળજી રાખીએ. એક એકાસણું કરીએ તો પણ પહેલાં નવકારશીનું વાપરીએ વચ્ચે બપોરનું જમણ અને છેલ્લે સાંજનું વાળનું વાપરીને એકાસણું પૂરું કરીએ. ઓળી, વર્ધમાન તપનો પાયો, ઉપધાન, અઠ્ઠાઈ, આ બધાં નૈમિત્તિક તપ કરીને રાત્રિભોજન ત્યાગ, કંદમૂળ, અભક્ષ્ય ત્યાગ, દ્વિ દળ ત્યાગ, ઉકાળેલું પાણી પીવું, નવકારશી વગેરે નિત્ય તપ શરૂ કરવા જોઈએ. બાર મહિનામાં મહત્ત્વનાં પર્વ દિવસોમાં તો અવશ્ય તપ કરવું જ જોઈએ. અઠ્ઠાઈ ઘર, સંવત્સરી, જ્ઞાન પાંચમ, મૌન એકાદશી, ત્રણ ચોમાસી, આટલા ઉપવાસ, બે શાશ્વતી ઓળીમાં બે આયંબિલ, માગશર વદિ દશમનું પાર્શ્વનાથ પ્રભુની ૧૦૪ Page #127 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો આરાધનાનું એકાસણું આટલું તો પ્રાણાંતે પણ કરવું જ જોઇએ. આવો નિર્ધાર હોવો જોઇએ. નિત્ય રાત્રિ ભોજનનો ત્યાગ, પાંચ તિથિ અને અમાસ – પૂનમ લીલોતરીનો ત્યાગ, બ્રહ્મચર્યનું પાલન, આટલા સંસ્કાર તો જડબેસલાક હોવા જોઇએ. આખા વર્ષમાં આપણા તપના દિવસ ભેગા કરીએ તો માંડ દસ - બાર દિવસ થાયથ અને બાકીના બધા પારણાના. એક એવા મહાપુરુષ થઇ ગયા કે, જેઓનાં જીવનમાં એક વર્ષમાં માત્ર ચોત્રીશ જ પારણાના દિવસો આવતા હતા. તેઓનું નામ કૃષ્ણર્ષિ હતું. यो मित्रव्ययदुःखतो व्रतमधाद् योऽभिग्रहान् दुर्ग्रहान्, दध्रे व्याल विषाकुलान् पदजलैरुज्जीवयामास यः । प्रत्यब्दं चतुरुत्तरां व्यरचयद् यः पारणां त्रिंशतं स क्ष्मापालविबोधनः शमधनः कृष्णर्षि रास्तां मुदे ||१|| જેણે મિત્ર વિયોગ દુઃસહ થતાં દીક્ષા લીધી આકરી, ધાર્યા ઘોર અભિગ્રહો પદ જલે, દૂરે કીધાં ઝેરને, આખા વર્ષ વિષે સદા તપ કરે ને ચોઞીશ પારણા, તે રાજ પ્રતિબોધદાયિ ભગવન્, કૃષ્ણર્ષિને વંદના. એવા એવા ઘોર તપ કરે, અભિગ્રહ ધારણ કરે તેથી ઘણી ઘણી લબ્ધિ-શકિત પ્રગટી હતી. તેમનાં પગ ધોયેલા પાણીથી ઝેર ઉતરી જતાં: તેઓ જયાં પારણાં કરે તે સ્થાને શ્રાવકો ચૈત્યનું નિર્માણ કરતાં, કારણ કે આવા મહા તપસ્વી જે ભૂમિ પર બેઠાં હોય તે ભૂમિનો આનાથી ઉતરતો ઉપયોગ ન થવો જોઇએ. ચઢિયાતો જ ઉપયોગ થવો જોઇએ. તેમનાથી ચઢિયાતા તીર્થંકર પરમાત્મા છે. એટલે તેમનું ચૈત્ય બનાવતાં. તેઓ મુખ્યત્વે નાગોર (રાજસ્થાન) તરફ વિચરતા હતા. તેઓ ઘોર તપ – પરીષહ સહતાં તેથી તેમનું શરીર શ્યામ પડી ગયું હતું. તેઓને ખબર પડે કે મારા મળ-મૂત્ર શ્લેષ્મ, થૂંકમાં રોગહર શકિત છે. લબ્ધિ છે. એવી અહીંનાં લોકોને ખબર પડી છે. તે જ ક્ષણે તેઓ એ ગામથી વિહાર કરી જાય. આવી નિસ્પૃહતા તેઓમાં હતી. આ નિસ્પૃહતા એ પણ મહાન તપ છે. આત્યંતર તપ છે. ગમે તેવા પ્રચંડ દુઃખ કે પરિતાપને કોઇને પણ દોષ દીધા વિના સહન કરી લેવા તે પણ તપ છે. ક્ષમા પણ એક તપ છે. આવા તપ ટેવ પાડવાથી શકય બને છે. હવે આપણે નવ દિવસની આરાધનાનો ઉપસંહાર વિચારી લઇએ. ૧૦૫ Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનઃ ૯ આજે તપ છે અને આવતી કાલે પારણા આવશે. ‘તપસ્વિનાં પારણકે પરીક્ષા । ‘આવતી કાલે લોલુપતા ન જાગે ચિત્ત વૃત્તિ ઉપર સંયમ રહે તો માનવું કે તપ પરિણત થયું છે. તપ કરવું એ એક વાત છે અને તેને પરિણમાવવું તે બીજી વાત છે. જેમ ખોરાક ખાવો અને ખાધેલો ખોરાક પચાવવો બંને અલગ છે. તેમ આ પણ એના જેવું જ છે. જે ધર્મ કરીએ તે પરિણમવો જોઇએ. આવતી કાલે પ્રભુની આડંબરપૂર્વક નૈવેદ્ય પૂજા કરી આહારની આસક્તિ કેમ કરી છૂટે તેવી પ્રાર્થના કરવાની છે. હવે આપણા પાપો ચાલુ છે. વિરતિ લેવાતી નથી, લેવા માટે જોઇતી શકિત નથી, એટલે અશકિત છે. તેથી પાપ છે. આકિત છે, માટે પાપ છે, એવું નથી. આટલું તો અંકે થઇ જવું જોઇએ. એટલે કે આપણા પાપો આસકિતના નહીં પણ અશકિતનાં હોવા જોઇએ. આવા પરમ તપોમય જીવન જીવનારા દેવ, ગુરુ ને ધર્મ મળ્યાં. લોકોત્તર શાસન મળ્યું એટલે વિશ્વાસ જન્મવો જોઇએ કે, મિથ્યાત્વ ટળશે, અને સમ્યક્ત્વ મળશે. સમ્યક્ત્વ મળ્યું, મિથ્યાત્વ ટળ્યું એટલે મનની રુક્ષતા કિતતા અને રકતા જશે અને તેને સ્થાને પ્રભુનાં સ્મરણની ભીનાશ, પ્રભુના નામની ભરપૂરતા અને પ્રભુની કૃપાની સમૃદ્ધિથી ચિત્ત ઉભરાવા લાગશે. પ્રભુની કૃપાથી જ આ સાધ્ય છે. દર્શન દુ ર્લભ સુ લભ કૃપા થકી’ પ્રભુના શાસનની ત્રિકરણ યોગે કરેલી આરાધનાનું ફળ વાયા નથી મળતું. વાયદે પણ નથી મળતું. અમૃત ક્રિયા માટે કહ્યું છે ને "ફળ તિહાં નહીં આંતરો જી” આપણે આ આરાધનાનું ફળ સમ્યક્ત્વ આ દેહ બદલાય તે પહેલાં જોઇએ છે. આવી નવપદજી મહારાજની નવ દિવસની આરાધનાના પ્રભાવે જીવતાં ખુમારી, મરતા સમાધિ અને પરલોકે સદ્ગતિ જરૂર મળશે. કારણ કે પ્રભુ સાથેનું અનુસંધાન જોડયું છે. પાપ સાથેનો અનુબંધ તોડયો છે. તેથી પ્રભુનું અનાયાસ સ્મરણ સતત રહે છે અને સંસારની પાપ પ્રવૃત્તિ પ્રત્યે હવે સહજ અકા૨ણ અણગમો જાગ્યો છે. આ સામાન્ય ઉપલબ્ધિ નથી. શ્રીપાળને પણ નવ નાટકશાળા મળી હતી પણ કયારે પણ તેણે એ નાટકો ટીકી ટીકીને જોયા નથી. સુરસુંદરી એ નાટકશાળામાં હતા પણ તેમને તો સાવ ૧૦૬ Page #129 -------------------------------------------------------------------------- ________________ નવપદનાં પ્રવચનો છેલ્લે તેની ખબર પડી છે. આવા આરાધક પુરુષને પ્રાપ્તમાં મૂચ્છ ન હોય, અને અપ્રાપ્તની ઇચ્છા ન હોય. પેલા ઘાતુવાદીએ કહ્યું કે આટલું સોનુ લઈ જાવ. પરાણે આપતો હતો. તો શ્રીપાળે કહ્યું કે "કુણ ઊંચકે એ ભાર આ પ્રાપ્તમાં નિર્લેપતા છે. અનાસકિત છે. આપણા માટે શ્રીપાળ-મયણાનું જીવન એ આદર્શ શ્રાવક-શ્રાવિકાનું જીવન છે. તેઓમાં રહેલી કૃતજ્ઞતા આદિ ગુણમંડિત જે સજજનતા છે તે આપણે આપણા જીવનમાં લાવવાની છે. આ સજજનતા એ ધર્મનો પાયો છે. તેઓની શ્રી સિદ્ધચક્ર પ્રત્યેની શ્રદ્ધા – વિશ્વાસ કેવાં દ્રઢ છે. સિદ્ધચક્ર મુજ એહ મનોરથ પૂરશે એહિ જ મુજ આધાર વિઘન સવિ ચૂરશે. થિર કરી મન વય કાય, રહ્યો એક ધ્યાનશું, તન્મય તત્પર ચિત્ત થયું તસ જ્ઞાનશું. વીતરાગ દેવને અન્યયોગનાં વ્યવચ્છેદ દ્વારા અને અયોગનાં વ્યવચ્છેદ દ્વારા આરાધવાના છે. "બીજા કદી નહીં ભજુ, તને કદી નહીં તજુ” આ આપણો અફર નિર્ધાર છે. આ શાસન સાથેનો સાદિ અનંત સંબંધ સ્થાપીને આપણે આ ભવને આપણો પહેલો ભવ બનાવી દઈએ. આ પહેલો ભવ નકકી થયો તો છેલ્લો ભવ નકકી થઈ ગયો સમજવો. જયાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી પ્રભુ અને પ્રભુનું શાસન અવશ્ય મળે તેવી પ્રાર્થના કરીએ. આરાધનાના ફળ સ્વરૂપે તે જ માગીએ. દુઃખમાં સમાધિ અને સુખમાં બુદ્ધિ મેળવીને જીવન ખુમારીથી અને મરણ સમાધિથી મહોત્સવ રૂપ બનાવીએ. ભવો ભવમાં પ્રભુનું શાસન પામીને ઉત્તરોત્તર મંગળ માળા વરીએ એ જ. નવ દિવસના પ્રવચનો દરમ્યાન પ્રમાદ, અજ્ઞાન કે મોહવશ જે કાંઈ જિનાજ્ઞા વિરુધ્ધ કહેવાયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુકકડું. જે ઉત્તમ છે તે પ્રભુકૃપાની પ્રસાદી છે જે ઊણું છે તે મારી ઉણપ છે – મને પણ આ પ્રવચન દ્વારા સ્વાધ્યાયનો લાભ થયો છે તેમાં શ્રીસંઘ નિમિત્ત બન્યો છે. जैनम् जयति शासनम् ॥ ૧૦૭ Page #130 -------------------------------------------------------------------------- ________________