________________
નવપદનાં પ્રવચનો
જ્ઞાનપદ ભજીએ રે જગત સુ ંક......
જીવનો પ્રબળ પુણ્યોદળ હોય ત્યારે આવી શ્રી નવપદજીની આરાધનાનો અવસર મળે છે. મળ્યા પછી હળુકર્મી આત્મા તેને આત્મસાત્ કરે છે. આત્મા કર્મથી હળવો હોય તો જ તેને આવા તત્ત્વ ઉપર રુચિ જાગે. રુચિ એટલે અકારણ પ્રીતિ. આપણે ગઇકાલે જ સમ્યગ્દર્શનપદની વિચારણા કરી તે સમ્યગ્દર્શનની એક વ્યાખ્યા એવી પણ આવે છે. તત્વનિરુપાય श्री સમ્યવ રીનાય । આ સમ્યગ્દર્શન તત્ત્વની રુચિરૂપ છે. તત્ત્વની રુચિ એટલે શું ? નિદાન, નિયાણું અને અને આશંસા વિનાની પ્રીતિ તે રુચિ. ધર્મ આરાધના કરતાં પહેલા ઇચ્છા તે આશંસા. ધર્મક્રિયા કર્યા પછી તેના ફળસ્વરૂપે પરલોકાદિમાં સુખ વગેરેની વાંછા તે નિયાણું. આવા નિયાણું અને આશંસારહિતપણે જે પ્રીતિ તે રુચિ. અને ત્રણે કાળમાં ટકે તે તત્ત્વ. આવા તત્ત્વ
ઉપરની રુચિ તે સમ્યગ્દર્શન. તત્ત્વ નવ છે તેમ એક અપેક્ષાએ ત્રણ પણ છે. તેને તત્ત્વત્રયી કહેવાય છે. આ ત્રણ તત્ત્વ એટલે દેવ, ગુરુ અને ધર્મ. ધર્મના ચાર પ્રકાર છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. આજે આપણે જ્ઞાનની વિચારણા કરવાની છે. જ્ઞાન બહારથી લાવવાનું નથી. એ તો આપણા આત્મામાં જ છે. તેની ઉપર કર્મના-કાર્મણ વર્ગણાના આવરણ આવી ગયા છે. તેને ખસેડવાના છે. એ ખસે એટલે જ્ઞાનની ઉપલબ્ધિ થાય – પ્રાપ્તિ થાય. જ્ઞાન તો આપણું સ્વરૂપ જ છે. પૂજય ઉપાધ્યાયજી મહારાજે અમૃતવેલીની સજઝાયમાં ગાયું છે –
‘અખય અકલંક છે જીવનું જ્ઞાન આનંદ સ્વરૂપ રે’
જ્ઞાન અને આનંદ તો જીવનું સ્વરૂપ છે. ચંચળમાં પણ ચંચળ મનને સ્થિર કરવાનું સાધન જ્ઞાન છે. જેમ ઘડો હોય તો પાણી સ્થિર રહે તેમ જ્ઞાન હોય તો મન સ્થિર રહે. તનને પવિત્ર કરનાર તીર્થ છે, ધનને પવિત્ર કરનાર દાન છે તેમ મનને પવિત્ર કરનાર જ્ઞાન છે.
તન પવિત્ર તીરથ ગયે, ધન પવિત્ર કર દાન;
મન પવિત્ર હોત તબ, ઉદય હોત ઉર જ્ઞાન.
આ જ્ઞાનને પામવાનો સરળ ઉપાય કયો ? પૂજયપાદ ઉમાસ્વાતિજી મહારાજ ’પ્રશમરતિ’માં કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
७८ www.jainelibrary.org