________________
પ્રવચનઃ ૭
संपर्काधम सुलभं चरणकरणसाधकं श्रुतज्ञानम् ।
શ્રુતજ્ઞાન સંપર્ક અને ઉદ્યમથી સુલભ છે. સંપર્ક અને ઉદ્યમ બંને મહત્ત્વના છે. જ્ઞાનીનો સંપર્ક અને જ્ઞાન પ્રત્યેનો ઉદ્યમ. આ બે હોય તો જ્ઞાન પ્રગટયા વિના ન રહે. એકલો સંપર્ક કે માત્ર ઉદ્યમ કામ ન લાગે. બંને જોઇએ. તેમાં પણ પહેલો જ્ઞાનીનો સંપર્ક જ જોઇએ. તે પછી ઉદ્યમ કામનો છે. એક રીતે વિચારીએ તો જ્ઞાનના આઠે આચારના બીજ આ બે પદમાં તિરોહિત છે – છૂપાયેલા છે. જ્ઞાનીના સંપર્કથી જ્ઞાન કેવું મળે છે, કયારેક તો અલ્પ ઉદ્યમથી પણ કેવું મળે છે તે જાણીએ – જોઇએ તો તાજુબી થયા વિના ના રહે. મયણાસુંદરીની જ વાત લો ને. એના સમગ્ર જીવનની ઉત્તમતાની આધારશિલા તેના માતા અને અધ્યાપક છે. આ બેની બાદબાકી કરો તો મયણાના જીવનનો નકશો સાવ નિરાળો બની જશે. સાવ નાની, કુમળી વયમાં કકકો બારાખડી ને દેશી હિસાબ એટલે આંક શીખવતી વખતે તેના કોરા મન-મગજમાં કાયમને માટે અંકિત થઈ જાય તેવા પ્રભુ શાસનના કેવા મહત્ત્વના પદાર્થપાઠ ભણાવી દીધા. નીતિકારો કહે છે કે વનવે માગને તમને સંસ્કારો નાન્યથા મવેત્ ! નવા વાસણમાં, કોરા ઘડામાં જે વસ્તુ પહેલી ભરીએ તેની સુવાસ કાયમ રહે. મયણાસુંદરીને સાવ બાલ્યવયમાં એકડે એક, બગડે બે શીખવવાની વયમાં જ કેવું ઊંચું તત્ત્વજ્ઞાન શીખવાડ્યું હતું. શ્રીપાળ રાસમાં મયણાના ભણતરની વાત આવે છે અનય જાણે નવતત્વના” તમને નવતત્ત્વના નામો આવડે તો ય ભાગ્યશાળી.
एगा सत्ता दुविहो नयो, कालत्तयं गइ चउक्कं । पंचेव अत्थिकाया, दव्वछक्कं सत्तनया ॥१॥ अव य कम्माई, नवतत्ताइं च दसविहो धम्मो।
एगारस पडिमा, बारसवयाई गिहीणं च ॥२॥ (सिरि सिरिवालकहा) વિશ્વમાં આત્મા એક જ છે. તેને સમજવામાં ઉપયોગી નયો બે છે. દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય. આ આત્મા ભૂત-ભવિષ્ય અને વર્તમાન એમ ત્રણે કાળમાં ટકે છે. તે આત્મા મનુષ્ય-દેવ-તિર્યંચ અને નારક એમ ચાર ગતિમાં ભમે છે. આ ચાર ગતિ જેમાં આવી છે તે લોક પાંચ પ્રકારના અસ્તિકાયથી ભરેલો છે. જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય. આ જ પ્રમાણે જીવ વગેરે છ દ્રવ્યો, નૈગમ વગેરે સાતનય, જ્ઞાનાવરણીય વગેરે આઠ કર્મ, જીવ-અજીવ વગેરે નવતત્ત્વ, ક્ષમા વગેરે દશ પ્રકારનો યતિધર્મ, શ્રાવકની અગ્યાર પ્રતિમા અને ગૃહસ્થના ૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org