________________
નવપદનાં પ્રવચનો
અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રત રૂપી બાવ્રતો.
આ પદાર્થપાઠ થોડી બીજી રીતે પણ વિચારી શકાય છે ઃ
સર્વ જીવોનો આત્મા એક છે. તેને સંસારમાં રખડાવનાર રાગ અને દ્વેષ બે છે. તેનાથી મુકત થવાનો ઉપાય જ્ઞાન-દર્શન-ચારિત્ર એ રત્નત્રયી છે. તેની પ્રાપ્તિ જયાં સુધી ન થાય ત્યાં સુધી દાન-શીયળ-તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મની આરાધના અવશ્ય કરવી જોઇએ. તેની આરાધના કરતાં કરતાં જ પાંચ પ્રકારના જ્ઞાનચાર વગેરેને આચરવાના. તેની આચરણા છ પ્રકારના જીવનિકાયની રક્ષા માટે કરવાની. તેની રક્ષા કરે, દયા પાળે તેને સાત પ્રકા૨નો ભય ન રહે. સાત પ્રકારનો ભય જાય તેને આઠ કર્મ ન સતાવે. આઠ કર્મને કાઢવાની તાકાત નવતત્ત્વના શ્રદ્ધાનમાં છે. નવતત્ત્વમાં શ્રદ્ધા પ્રગટે તો દશ પ્રકારનો યતિ ધર્મ ગમ્યા વિના ન રહે. તે ન લેવાય ત્યાં સુધી અગ્યાર પડિમા વહન કરે અને બાર વ્રતનો સ્વીકાર કરે. બાર વ્રતનું પાલન તે કાઠિયા કાઢીને કરે. તે જીવ ક્રમે કરીને ચૌદ ગુણસ્થાનકની સ્પર્શના કરી અને પંદરમાંથી કોઇપણ એક ભેદે સિદ્ધ થાય.
ન
જાય
અધ્યયન
આમ જ્ઞાનીના સંપર્કથી નાની ઉંમરમાં કેવું મૌલિક અને મહત્ત્વનું સમ્યજ્ઞાન મળી. અને જ્ઞાની-અધ્યાપક પાસે કરાવવાની-ભણાવવાની પણ એવી કળા હોય કે વિદ્યાર્થીને વગર પ્રયાસે અલ્પ પ્રયત્ન જ્ઞાનની પ્રાપ્તિ થઇ જાય. તેને ભણવામાં નિરસતા કે બોજો ન લાગે. જેમ કે આપણે ત્યાં પાંચ દ્રિયના ત્રેવીશ વિષયની વાત આવે છે. તેમાં સ્પર્શનેન્દ્રિયના આઠ વિષયની વાત છે. આમ તો એ આઠ વિષય જાણીતા છે. ચાર જોડકા જ છે. શીતલ અને ઉષ્ણ, કઠિન અને મૃદુ, ગુરુ એટલે કે ભારે અને લઘુ એટલે કે હળવા, રૂક્ષ એટલે કે લુખ્ખો સ્પર્શ અને આઠમો સ્નિગ્ધ સ્પર્શ. આ આઠ થયા. તેને વિદ્યાર્થી સરળતાથી યાદ રાખી શકે તે માટે અધ્યાપક તેને શરીરમાં જ એ આઠે-આઠ સ્પર્શનો પરિચય કરાવે તો તેને તરત જ યાદ રહી જાય.
જેમ કે આપણા કાનની બુટ જેને સંસ્કૃતમાં કર્ણપાલી કહે છે તે હંમેશા શીતલ ઠંડી જ હોય છે.
સભાઃ કર્ણપાલીને અડકીને કહે છે કે – 'હા.' શીતલ છે.
બગલનો ભાગ ઉષ્ણ જ હોય છે. પગના તળીયા કઠણ જ હોય છે. જીભનું તાળવું, જીભની નીચેનો ભાગ મૃદુ-મુલાયમ જ હોય છે. હાડકા ગુરુ ભારે હોય
Jain Education International
For Private & Personal Use Only
८०
www.jainelibrary.org