________________
પ્રવચન: ૭
છે અને વાળ કાયમ મળવા જ હોય છે. ગમે તેટલું ઘી પીવા છતાં જીભ લુખી જ હોય છે અને આપણા આંખના ખૂણા સદા નિગ્ધ-ચીકણાં જ હોય છે. આમ આવા જ્ઞાનીનો સંપર્ક થાય તો જ્ઞાન કેવું તુર્ત મળે છે. સહેલાઇથી મળે.
સંપર્ક અને ઉદ્યમને એકસાથે પૂર્ણ સફળતાની ટોચે પહોંચેલા જોવા હોય તો આપણને તે શ્રી વજસ્વામીજી મહારાજના જીવનમાં જોવા મળે છે. આપણે ત્યાં શ્રી સંઘમાં શ્રી વજસ્વામીજી મહારાજના જીવનનો ઉત્તરાર્ધ ભાગ બહુ જાણીતો છે. જો કે એ પણ બજુ જ રોચક, પ્રેરક અને પ્રોત્સાહક છે. આપણે એ ભાગ સંક્ષેપમાં જોઈને પેલો મહત્ત્વનો પૂર્વ ભાગ વિસ્તારથી જોઈએ.
તુંબવન સન્નિવેશ, ધનગિરિ શ્રાવકપુત્ર, જન્મથી સહજ રીતે જ ભવ પ્રત્યે વૈરાગી, લગ્નની અનિચ્છા. છતાં માતા-પિતાના આગ્રહથી સુનંદા સાથે લગ્ન. સુનંદા સગર્ભા થયા અને પોતે સંસારનો ત્યાગ કરીને પ્રભુના માર્ગે ચાલી નીકળ્યા. શ્રી સિંહગિરિજી પાસે શ્રમણ ધર્મ સ્વીકાર્યો.
આ બાજુ સુનંદાએ યોગ્ય સમયે બાળકને જન્મ આપ્યો. હાજર રહેલી સુનંદાની સખીઓથી બોલ્યા વિના ન રહેવાયું. બધી એકી અવાજે બોલી, અ...હા...હા.. આ બાળક તો કેટલો સુંદર અને સોહામણો છે. જો તેના પિતાએ દીક્ષા ન લીધી હોત અને તે હાજર હોત તો આ બાળકનો કેવો જન્મોત્સવ કરત. સખીઓના મુખમાંથી સહજ રીતે જ સરી ગયેલા દીક્ષા શબ્દ આ બાળકને જગાડી દીધો. દીક્ષા શબ્દ સાંભળતાંવેંત તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. જન્મતાંવેંત દીક્ષા લેવી એવો ગયાભવમાં કરેલો સંકલ્પ યાદ આવ્યો અને તેણે વિચાર્યું કે આ દીક્ષામાં બાધક શું અને સાધક શું? વિચારતા ખ્યાલ આવી જ ગયો કે મારા માતાને મારા ઉપર ઘણો મોહ છે તે મોહ નહીં ઘટે ત્યાં સુધી મને એ મારી મનગમતી ચીજ નહીં મળે. બસ એ જ ક્ષણથી માતાને મોહ ન થાય અને હોય તે પણ ઘટતો જાય તે માટે ઉપાય અજમાવવાનો શરુ કર્યો. બાળક એ અવસ્થામાં બીજું શું કરી શકે? તેણે રડવાનું શરુ કર્યું. સુનંદા તેને અડી નથી ને તેણે સેંકડો તાણ્યો નથી. બાળકે જોયું કે આ ઉપાય કારગત નીવડી રહ્યો છે. બસ, જેમ સુનંદા વધારે હેતથી તેને તેડવા-રમાડવા જાય તેમ તે વધારે જોસથી રડે. સોના કરતાં કાંસાનો રણકાર વધારે જ હોય. સાચા રુદન કરતાં ખોટું-કુત્રિમ રુદન વધારે અવાજવાળું - વધારે બોલકું હોય. મા થોડા જ વખતમાં કંટાળી ગઈ. એક પખી પ્રીત કેટલી નભે. વન-વે વ્યવહાર લાંબો ન ચાલે. તમે ફોન કર્યા કરો ને સામો રોંગ નંબર - રોંગ નંબર બોલ્યા કરે તો તમે શું કરો?
૮૧ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org