________________
નવપદનાં પ્રવચનો
સાવ નાની વયમાં દીક્ષાની કેવી લગની? કેવી તાલાવેલી? કેવી તમન્ના? કેવી નિષ્ઠા? બસ... આપણે આ નિષ્ઠાનું પગેરું શોધવું છે. હજી આપણે થોડાં આગળ જઇએ. પછી પાછા પગલે એના સગડ શોઘવા જઇશું.
બાળકના એ રુદન-પ્રયોગથી સુનંદા ચાર-પાંચ મહિનામાં તો ત્રાહિમામ્-ત્રાહિમામ્ પોકારી ગઈ. સુનંદાની સખીઓ જેવી એ બાળકને હાથમાં લે એટલે ડાહ્યોડમરો-શાણી-સમજુ. સુનંદા અડે એટલે આવી બન્યું. તુર્ણ ગર્જારવ સાથે શ્રાવણ-ભાદરવાનાં સરવણાં શરું. કંટાળીને સુનંદાએ નકકી કર્યું કે આમાં મારા એકલાની કોઈ જવાબદારી નથી. એમની પણ એટલી જ જવાબદારી છે. એ સાધુ થઈ ગયા તો શું થયું? એ આ ગામમાં આવે એટલી જ વાર. એમને જ વ્હોરાવી દઉ - સોંપી દઉં.
બાળકને છ મહિના થયા અને શ્રી સિંહગિરિજી મહારાજ સપરિવાર ત્યાં પધાયો. ધનગિરિજી વ્હોરવા આવ્યા. સુનંદાએ તો નકકી જ કર્યું હતું. કંટાળીને સોંપવાની વાત કરી. ધનગિરિજીએ કહ્યું, સાક્ષી કોણ? પછી તમે ફરી જશો. સખીઓને સાક્ષી કરી બાળક વ્હોરાવી દીધો. બાળક ઝોળીમાં આવતાંવેંત શાંત બની ગયો. શ્રી સિંહગિરિજી મહારાજ આદિ તો ઠેઠ ગામની બહાર ઉદ્યાનમાં સમવસર્યા હતા. ગામથી ત્યાં સુધી આ હૃષ્ટપુષ્ટ બાળકને ઊંચકીને જતાં જતાં ઉદ્યાનમાં પેઠાં ત્યારે ધનગિરિજીના હાથ અને કેડ નમી ગયા. ગુરુએ જોતાં જ પૂછયું કે આ વજ જેવું વજનદાર શું લઈ આવ્યા છો? ઝોળી નીચે મૂકી તો હસતાં-રમતાં કિલ્લોલતાં બાળકને જોયો. બધાએ જ કહ્યું, ગુરુમહારાજના મુખે સહજ જ નામ ચઢયું છે તો આનું નામ વજ રાખો. પછી તો તેની સારસંભાળ શ્રાવિકાને સોંપી. તેનું ઘોડીયું સાધ્વીજી મહારાજના ઉપાશ્રય રાખ્યું. વજ ઘોડીયામાં સૂતાં-સૂતાં, પારણામાં ઝૂલતાં-ઝૂલતાં સાધ્વીજી મહારાજના મુખથી જે આચારાંગ સૂત્ર વગેરે અગીયાર અંગની વાચના, પૃચ્છના, પરાવર્તના રૂપ સ્વાધ્યાય થઈ રહ્યો છે તેને સાંભળે છે અને પદાનુસારિ લબ્ધિના પ્રભાવે બધું કઠે થતું જાય છે. વજે જાતિસ્મરણ જ્ઞાનના કારણે જન્મથી લઈ કયારેય સચિત્ત જળ સુદ્ધાં વાપર્યું નથી. ત્યાં સાધ્વીજીના ઉપાશ્રયે જે અઢી વર્ષ વીતાવ્યા તેમાં એટલે કે ત્રણ વર્ષના થયા ત્યાં સુધીમાં અગીયાર અંગ તેઓને કઠે રમવા લાગ્યા.
બસ ! હવે અહીંથી જ આવા જ્ઞાનાવરણીય કર્મના તીવ્ર ક્ષયોપશમનું કારણ શોધવા પાછા પગલે જઇએ. વજસ્વામીની પહેલાંનો તેમનો દેવલોકનો
૮૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org