________________
જાય. પૂજય મહારાજ સાહેબ અને સાધ્વીજી મહારાજ પધારે અને સામુદાયિક આરાધનાનો પ્રારંભ થાય. સુગંધી ધૂપથી મઘમઘતાં દિવ્ય વાતાવરણમાં સામુદાયિક ચૈત્યવંદન થાય. ગવૈયા વાસુદેવભાઇ સ્તવન વિ. માં સાથ પૂરાવે. તે પછી ભકતામ૨ રાગ-રાગિણી સાથે બોલવામાં આવે. એ પૂર્ણ થતાં ભાવિક ભકત શ્રી શાંતિનાથ દાદાની છડી પોકારે. પછી ક્રિયાના ખમાસમણા કાઉસ્સગ્ગ અને તે પછી સામૂહિક ગુરુવંદન અને પચ્ચક્ખાણ. બધી ક્રિયા દરેક જણા સામુદાયિક જ કરે. ત્યાંથી સીધા જ બધા ઉપર વ્યાખ્યાન હોલમાં આગળ જગ્યા મેળવવા માટે ઉતાવળા થાય. બરાબર નવ વાગે વ્યાખ્યાનનું મંગલાચરણ થાય. ટાંકણી પડે તો ય અવાજ આવે એવી નિરવ શાંતિ. સાહેબજીનો સચોટ, અસ્ખલિત વાણીપ્રવાહ ધોધની જેમ વહેવા લાગે. વીતરાગ પરમાત્માની વાણી આવા સંતપુરુષના મુખે વ્યવહારિક રીતે ગોઠવીને કરે ત્યારે આપણને એમજ લાગે કે આપણા રોજીંદા જીવનમાં જાણે આ બધું બનતું જ હોય, આપણે ચૂકી જતા હોઇએ, ગેરસમજ કરતા હોઇએ, જરા માટે વિધિપૂર્વક ન કરતા હોઇએ, આશાતના-અવિધિ કરતા હોઇએ, દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે અવિનયથી વર્તતા હોઇએ, આવી કેટલીય નાની-મોટી વાતો જેની વર્ષોથી આપણે સમજણ મેળવવાની ઝંખના કરતા હોઇએ તે જાણવા-સમજવા મળે. સાડાદસે વ્યાખ્યાન પૂર્ણ થાય. પાંચ જય બોલાવીને આવતીકાલના કાર્યક્રમની જાહેરાત થાય. સર્વમંગલ પછી સેવાપૂજા, સાથીયા, સ્નાત્ર, નવપદજીની પૂજા વિ. વિધિ. પૂજા માટે પણ બહુ સારી વ્યવસ્થા કરી હતી. વિધિ-ચૈત્યવંદન વિ. માટે અલગ વ્યવસ્થા હતી એટલે પૂજા શાંતિથી થઇ શકે.
૧૨-૩૦ થી ૩-૦૦ વાગ્યા સુધી મહાજનવાડી શાંતિનાથનગરના વિશાળ-સુશોભિત મંડપમાં આયંબિલ કરવા માટેની વ્યવસ્થા હતી. ઓળી માટે મહાજનવાડી આખી સુધારો-વધારો કરી વ્યવસ્થિત કરવામાં આવી હતી. રસોડાની વ્યવસ્થા તો વલસાડવાળા ભાઇઓએ સંભાળેલી હતી અને બીજી મહત્ત્વની કામગીરી પીરસવાની હતી. એમાં ગામના લોકો તો હાજર હતા જ પણ ભાવનગરથી શ્રીમતિ સવિતાબહેનની આગેવાની નીચે શ્રી શાન્તિજીન ભકિત મંડળની ૨૪ બહેનો ભકિત કરવા આવેલ. શાંતિનાથનગરમાં બપોરે ૧૨-૦૦ થી ૩-૦૦ એમનું જ સામ્રાજય રહેતું. એકધાન, અલૂણું, એકદ્રવ્ય વિ. ની ઓળી કરનારની ખાસ જુદી વ્યવસ્થા કરી હતી. બધી બહેનો ત્રણ કલાક ખડેપગે ઊભી રહેતી. કોઇ આરાધકને તકલીફ ન પડે. ઘર કરતાં પણ વિશેષ પ્રેમથી આગ્રહપૂર્વક પીરસતાં. ઓળીના આરાધકોમાં પણ એકધાન, એક દ્રવ્ય, અલુણી, દત્તી વિ. કરનાર વિશિષ્ટ આરાધકો હતા. આઠ અજૈનોએ ઓળી કરી હતી તો જીવનમાં પહેલીવાર જ ઓળી કરનારની સંખ્યા ૯૧ ની હતી.
શ્રી બહાદુરભાઇએ દિવસ ને રાત ટેંકરની વ્યવસ્થા કરીને પાણીની તકલીફનો ઉકેલ લાવી દીધો હતો. સરપંચ શ્રી જામભાઇ અને ગ્રામપંચાયતે પણ ખૂબ સારો સહકાર આપ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org