________________
તે પછી બપોરે ૩-૦૦ થી ૪-૩૦ પૂજય સાધ્વીજી મહારાજ શ્રીપાળ રાજાનો રાસ વાંચતા. ત્યાંથી સહુ પોત-પોતાને સ્થાને જઇ 5-00 વાગે તો પાછા દેરાસરે આવી જતાં. સાંજના સમયે જિનાલયનું વાતાવરણ તો કંઇક અનેરું દેવવિમાન જેવું જ લાગતું હતું. દેરાસર-આરાધના ભવન અને ભોજનશાળાના બહારના ભાગોને લાઇટથી સુશોભિત રીતે શણગાર્યા હતા.
શરણાઇના મધુર સ્વર વાતાવરણમાં ગૂંજતા હોય. સાંજનું શાંત વાતાવરણ. પ્રભુજીના મંદિરમાં માત્ર ઘીના દીવાનો જ મંદ-મંદ પ્રકાશ પવિત્રતા રેલાવતો હોય. દશાંગ ધૂપ અને અગરબત્તીથી વાતાવરણ મઘમઘાયમાન હોય અને અમદાવાદથી આવેલ ભાઇ રોજ નવ-નવી અંગરચના પ્રભુજીની કરતા જે જોતા જ આંખો પ્રસન્ન થઇ જાય. એવા વખતે દેરાસરમાં જે કોઇ પ્રવેશે એ ત્યાં સ્થિર જ થઇ જાય. ત્યાંથી બહાર નીકળવાનું મન ન થાય. બધુંજ ભૂલી જાય. આરાધકો મધુર-મંદસ્વરે સ્તુતિ-સ્તવન ગાતા હોય તે બસ સાંભળ્યા જ કરીએ. પછી સાતથી આઠ પ્રતિક્રમણ.
પ્રભાતીયા, ભકતામર, વ્યાખ્યાન, રાસ અને પ્રતિક્રમણ દરેકમાં રોજ પ્રભાવના થાય. પ્રતિક્રમણ પછી બધા જ સામુદાયિક આરતીમાં હાજર હોય. ત્યાંથી સીધા ભાવનામાં અને ત્યાંથી સીધા જ નિદ્રાદેવીના ખોળે, દરેક ક્રિયા અને કાર્યક્રમમાં સંપૂર્ણ હાજરી હોય. બીજે દિવસ સવારે ૪-૦૦ વાગે જાગીને પાછો એ જ કાર્યક્રમ ચાલુ થઇ જાય. આરાધકોનો સમય બીજા કામમાં ન વેડફાય અને આખો દિવસ આરાધનામય પસાર થાય એટલે કપડા ધોવા માટે ધોબીની વ્યવસ્થા રાખી હતી. આજે કપડા આપે તે બીજે દિવસે સવારે ધોઇ-ઇસ્ત્રી થઇને તેના સ્થાને પહોંચી જાય. હોમગાર્ડસની વ્યવસ્થાથી બધાં નિર્ભયપણે હરી-ફરી શકતા. ગામના ડોકટરો ખડે-પગે સેવા આપતા હતા.
૧૧૨ માણસોનો સ્ટાફ અને સરેરાશ ૩૦ મહેમાનોનું મીઠું રસોડું અને ઉતારો ભોજનશાળામાં રાખેલ. નવે દિવસ મીઠા રસોડામાં લીલોતરી અને બરફનો સંપૂર્ણ ત્યાગહતો.
નવ દિવસમાં ત્રણ સાંકળી અઠ્ઠમ થયા. છેલ્લા અઠ્ઠમમાં કુલ ૪ થયા. આમ ને આમ દિવસો ઝડપથી પસાર થવા લાગ્યા. ચૈત્ર સુદ-૧૧ ના શ્રી સિદ્ધચક્ર મહાપૂજન ભણાવાયું. સ્વામીવાત્સલ્ય થયું. ચૈત્ર સુદ-૧૩ ના શ્રી મહાવીર સ્વામિ જન્મકલ્યાણકનો ભવ્ય વરઘોડો નીકળ્યો. સ્વામિવાત્સલ્ય થયું. બહારગામથી ઘણા ભાવિકો પધાર્યા. ચૈત્ર સુદ-૧૫ ના દિવસે સવારે વહેલા શ્રી ગિરિરાજ જુહારવા બગડ નદીના સામે કાંઠે જયાંથી શ્રી શત્રુંજય ગિરિરાજના દર્શન થાય છે ત્યાં ગયા. શ્રી ગિરિરાજની આછેરી ઝલકના દર્શન થતાંવેંત સહુને આહ્લાદ થયો. ત્યારપછી ત્યાંજ ગિરિરાજની સન્મુખ પટ્ટ સામે ગિરિરાજની ભકિતભાવથી વંદના-સ્તુતિ કરી. ત્યાંથી આવીને નવ દિવસ રસના ઇન્દ્રિય ઉપર જેવો સંયમ રાખ્યો તેવો સંયમ પારણા વખતે અને તે પછી પણ રહે, રસલોલુપતા ઘટે તે માટેની પ્રભુજીને પ્રાર્થના કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org