________________
વાજતે-ગાજતે નૈવેદ્યના થાળ ભરીને પરમાત્માની નૈવેદ્યપૂજા કરી.
બપોરે તપસ્વીઓ આયંબિલ કરવા પધાર્યા ત્યારે દરેક તપસ્વીના દૂધ-પાણીથી પગ ધોઈ, કેસર-બાદલાનું તિલક કરી, તપસ્વીપૂજનનું કવર અને પ્રભાવનાની થેલી અર્પણ કરી. અલગ-અલગ સંઘપૂજનને બદલે ૧૨૫ રૂ. નું સામુદાયિક તપસ્વી પૂજન કર્યું અને શ્રી વિશા શ્રીમાળી જૈન મહાજન-દાઠા તરફથી પ્રભાવનામાં પ્લાસ્ટિકની સુંદર થેલી, કટાસણું, ચરવળો, મુહપત્તિ, સ્થાપનાચાર્ય, નવકારવાળી, પુંજણી, બે ગરણા અને ગિરિવંદના પુસ્તક આપ્યા. આમ નવમો દિવસ પણ આઠે દિવસની જેમ જ કયાં વીતી ગયો ખબર ન પડી.
ચૈત્ર સુદ-૧૩ ને દિવસે રાત્રે ભાવના સમયે, ઓળીમાં લાભ લેનાર મહાનુભાવો અને વિશિષ્ટ આરાધકોનો સાદો છતાં ભવ્ય અને સુંદર અનૌપચારિક બહુમાન સમારંભ યોજાયો. માઈકના રાજા શ્રી મનુભાઈ શેઠે સંચાલનની જવાબદારી ખૂબ સારી રીતે બજાવી. પ્રમુખ સ્થાને શ્રેષ્ઠીવર્ય શ્રી બાબુભાઈ પરમાણંદાસ તળાજાવાળાએ શોભાવ્યું. સમારંભમાં ખાસ અનુકરણીય બાબત એ હતી કે દાઠાના કે દાઠાનિવાસી બહારગામના કોઈપણ કાર્યકરનું બહુમાન સમજણપૂર્વક કરવામાં આવ્યું નહોતું.
- પારણાનો દિવસ પણ આવી ગયો. સવારે ૬-૦૦ વાગે સામુદાયિક વિધિ રોજની જેમ જ થઈ. તે પછી પ્રભુજીનું સામૂહિક સ્નાત્ર, અને આરાધના નિર્વિઘ્ન પૂર્ણ થઈ તેના આનંદમાં અને અજાણતાં થઈ ગયેલી અવિધિ-અશાતનાના નિવારણ માટે ઠાઠમાઠથી પ્રભુજીની સત્તરભેદી પૂજા ભણાવાઈ. ત્યારપછી ગુરુમહારાજે હિતશિક્ષા આપી અને દરેક આરાધકોએ પોતાની અનુકૂળતા મુજબ એક સુકૃતમાંથી બીજું સુકૃત નીપજવું જોઇએ એ માટે વ્રત-નિયમની ગુરુદક્ષિણા આપી. ત્યાંથી સહુ સેવા-પૂજા કરવા ગયા. ૧૦-૦૦ વાગે વાજતે-ગાજતે ચતુર્વિધ સંઘ સાથે મહાજનવાડીએ ગયા. પૂજય ગુરુમહારાજે માંગલિક સંભળાવ્યું અને તપસ્વીઓએ પચ્ચક્ખાણ પારીને પારણા કર્યા. પૂજય ગુરુમહારાજની અને અમારી એવી ભાવના કે તપસ્વીએ પોરસી પચ્ચક્ખાણે પારણા કરે તો સારું. તપસ્વિનાં પાન જે પરીક્ષા તે મુજબ લોકો એટલી ધીરજ રાખશે કે નહિ એવી આશંકા હતી પણ અમારા સહુના આનંદ અને આશ્ચર્ય વચ્ચે તપસ્વીઓની સમતા અને ધીરજ જોઇને સંતોષ થયો. સૂરતના રસોઇયા સરદારે આયંબિલની જેમજ પારણાની વાનગીઓ પણ એવી સુંદર બનાવી હતી કે સહુએ સંતોષ વ્યકત કર્યો. પારણા સમયે આરાધકોને કંકુનું તિલક કરીને સોનાના ઢોળવાળો ૧ રૂપિયો, રક્ષાપોટલી અને અભિમંત્રિત વાસક્ષેપની પ્રભાવના કરવામાં આવી.
વ્યવસ્થાપકોએ હાથ જોડી આરાધકોની ક્ષમા માંગી, તે સમયે વ્યવસ્થાપકો અને આરાધકો બન્નેની આંખોમાંથી આંસુ ટપકતા હતા. એવી આત્મીયતા, મમત્ત્વ અનુભવ્યું કે આજે પણ એનું સ્મરણ થતાં રોમાંચ થાય છે. બપોરે ૧૨-૦૦ થી ૧-૦૦ ના ગાળામાં સહુ આરાધકો પૂજય ગુરુમહારાજની આજ્ઞા લઈને જવા તૈયાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org