________________
થયા. સંઘે તળાજા, મહુવા અને ભાવનગરની બસ અને ટેમ્પાની વ્યવસ્થા કરી હતી તેમાં સહુ પોતપોતાને સ્થાને ગયા. આરાધકોને અને આખા ગામને કાયમ માટે યાદ રહી જાય તેવા પ્રસંગો થયા.
પૂજય સાધુમહારાજ અને સાધ્વીજી મહારાજે નવપદ, વ્યાખ્યાન અને દેરાસર સંબંધી લેખિત પરીક્ષા લીધી હતી. તેમાં ઉત્તીર્ણ થયેલાને ઈનામો આપ્યા. એક અગત્યની વાત-ઓળીના નવ દિવસ દાઠા ગામના દરેક જીવોને અભયદાન આપ્યું. નવ દિવસ દરમ્યાન ખાટકીવાડમાં કોઈપણ જીવની હિંસા ન થઈ. રોજ કબૂતરને ચણ, કૂતરાને રોટલા અને ગોંદરે ઘાસ નંખાતું હતું. ગામના અજૈનોને અનાજ, દિવા, પડા, વાસણ વિ.નું અનુકંપાદાન થતું હતું.
દાઠા જેવા નાના ગામમાં આવું મહાકાર્ય નિર્વિઘ્ન પાર પાડવું અતિ વિકટ હતું. આવું મુશ્કેલ કાર્ય પણ પરમકૃપાળુ પરમાત્મા શ્રી શાંતિનાથદાદાની સતત વરસતી કરુણા, પૂજય ગુરુવર્યોનો પ્રભાવ અને કૃપા અને આખા ગામનો જે ઉલ્લાસ ભર્યો ઉત્કટ ભાવ તેથી જ અતિ સરળ, અને સહજ બની શકયું. સાહેબજીના શબ્દોમાં કહીએ તો મેઘધનુષ્ય રચાઈ ગયું.
તા. ૩૦-૪-૮૯ આસપાસ દરેક આરાધકોની ક્ષમા માંગતો અને તેઓએ અહીં પધારી જે લાભ આપ્યો તે માટે આભાર માનતો “ઋણસ્વીકાર' પત્ર લખ્યો ત્યારે અમારું કાર્ય પૂર્ણ થયું. આવું ભગીરથ કાર્યના આયોજનની સંપૂર્ણ જવાબદારી ગામના સ્થાનિકભાઈઓ તથા મુંબઈના ભાઇઓએ સંભાળીને કાર્યને સાંગોપાંગ પાર પાડ્યું તે માટે તેઓની ભારપૂર્વકની ના છતાં તેઓનો આભાર માનવો યોગ્ય લેખાશે. આ કાર્યના બીજ એવા રોપાયા અને તેને અનુમોદનાના જળથી સીંચન થયું કે એમાંથી જ બીજું વૃક્ષ ઊગ્યું. જેથી પૂજયશ્રીની નિશ્રામાં જ દાઠાથી અજારાતીર્થનો “દરી. પાલિત પદયાત્રા સંઘ નીકળી શક્યો. પરમાત્માને પ્રાર્થના કરીએ કે આવા ને આવા જ બીજા શાસન પ્રભાવનાના કાર્યો અમારા સંઘમાં થયા કરે.
આ પુસ્તકના પ્રકાશન માટે પૂજય પંન્યાસજી મહારાજ તથા તેઓના શિષ્ય મુનિશ્રી રાજહંસવિજયજીએ પોતાના અધ્યયન અધ્યાપનાદિ કાર્યોમાં વ્યસ્ત રહેવા. છતાં સમય કાઢીને જે શ્રમ લીધો છે તે બદલ તેઓનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. આ પુસ્તકના પ્રકાશનમાં જે ભાગ્યશાળીઓએ લાભ લીધો છે તેઓનો આભાર માનીએ છીએ.
વિ. સં. ૨૦૪૮ માગ. વદિ દશમ.
એજ. શ્રી વિશા શ્રીમાળી જૈન મહાજન દાઠા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org