________________
પ્રવચન: ૩
ઉના સંઘમાં ગુરુતત્ત્વ પ્રત્યેની ભક્તિ કેવી પ્રબળ હશે! પૂજયશ્રીના ત્રણ ચોમાસા ઉનામાં થયા. તેમાં છેલ્લા ચોમાસાની વાત છે. તેઓશ્રી ભાદરવા સુદિ અગ્યારસે કાળધર્મ પામ્યા.
આ પ્રસંગ પર્યુષણા પહેલાંનો છે. પૂજયશ્રીને વૃદ્ધાવસ્થાના કારણે પગે સોજા થઈ આવ્યા છે. બીજી પણ નાની-મોટી શારીરિક પીડા છે. વૈદ્યના ઉપચાર ચાલુ છે. દવા અનુપાન સાથે નિયમિત ચાલે છે.
એક દિવસની વાત છે. સવારે તેઓના શિષ્ય સોવિજયજી મહારાજ વ્હોરવા જવા નીકળ્યા એટલે પૂજયશ્રીએ કહ્યું કે આજે દવા લેવાની નથી અનુપાન લાવશો નહીં. પૂજયશ્રીને દવા લેવા તેમણે તથા બીજા સાધુઓએ ઘણો આગ્રહ કર્યો પણ પૂજયશ્રી એકના બે ન થયા.
એ વાતને થોડા કલાકો વીત્યા હશે અને પૂજયશ્રીએ એક સાધુમહારાજને બોલાવ્યા. પૂછયું, કેમ કાંઈ સ્વાધ્યાયનો અવાજ નથી આવતો. સાધુ તો નિરંતર વાચના-પૃચ્છના - પરાવર્તના વગેરે સ્વાધ્યાયમાં રમમાણ જ હોય. જળ વિના માછલી રહે તો સ્વાધ્યાય વિના સાધુ રહે.
સાધુ કહે કે અસજઝાય છે. પૂજયશ્રી કહે આજે શાની અસજઝાય? સાધુ મહારાજ કહે કે બાળકો રડે છે.
રડતાં બાળકનો અવાજ આવે ત્યાં સુધી સ્વાધ્યાય ન થાય. પૂજયશ્રીએ કહ્યું, બાળકો કેમ રડે છે? સાધુ કહે, બાળકો ભૂખ્યા છે.
કેમ ભૂખ્યા છે ? તો કહે કે માતાઓ તેને સ્તનપાન કરાવતાં નથી. સ્તનપાન કેમ કરાવતા નથી ? આપ ઔષધ લેતા નથી એટલે ! પૂજયશ્રી એકદમ ગળગળા થઈ ગયા અને કહે કે એમ છે? જો એવું હોય તો લાવો.. લાવો દવા લાવો. મારા કારણે ધાવણા બાળકો ભૂખ્યા રહે તે કેમ ચાલે? સાધુમહારાજ અનુપાન વહોરવા નીકળ્યા.
સંઘને ખબર પડ્યા કે મહારાજશ્રીએ દવા લેવાની હા કહી. એટલે સકલસંઘમાં આનંદ-આનંદ છવાઈ ગયો.
ક્ષણ માટે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ સિંહ અણગાર પાસેથી ઔષધ મંગાવીને વાપર્યું અને રોગ મટયો તેથી સમગ્ર સંઘમાં હકે સે મહાવીરે, તુકે સે મહાવીરે એવો આનંદઘોષ ગૂંજી ઉઠયો.એ પ્રસંગ યાદ આવી ગયો.
કહો, શ્રી સંઘને સૂરિજી મહારાજ પ્રત્યે કેવી અનહદ ભક્તિ હશે ! આપણે તો મહારાજશ્રી બિમાર હોય તો વૈદ્ય-ડોકટર લાવીએ. દવા માટે આગ્રહ
૨૭. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org