________________
નવપદનાંપ્રવચનો
કરીએ, તેઓ લેવાની ના કહે તો પછી તમે શું કરો?
સભા
અમે કહીએ અને ન લે તો પછી અમે શું કરી શકીએ.
કેમ, શ્રી હીરવિજયજીસૂરિજી મહારાજ માટે ઉનાની શ્રાવિકાઓએ શું કર્યું? તમને એવું સૂઝે ? એવું કયારે સૂઝે ! હૃદયના ઊંડાણમાં ભકિત પ્રકટે તો. તેઓનો ઉપકાર સતત આંખ સામે રહે. આમની ભકિતથી આત્માને ઘણો લાભ છે. આવા વિચાર આવે તો ભકિત પ્રકટે. આવી વિનયભરી ભકિતને ભલભલાને વશ થવું પડે.
શ્રી હીરવિજયસૂરિજી મહારાજ જેવા મહાપુરુષ એવું માનતા હતા કે આ શરીર હવે કાંઇ કામ આપતું નથી, ચારિત્રધર્મમાં સહાયક બનતું નથી તો તેને શા માટે પોષવું ? શા માટે ઔષધ લેવા. આવા વિચાર સુધી પહોંચી ગયા છતાં આ ભકિતથી ઔષધ લેવા તૈયાર થયા.
મહાપુરુષો પોતાની જાત માટે વજ્ર જેવા કઠિન હોય છે. અને જગતને માટે કમળ કરતાં પણ કોમળ હોય છે.
वज्रादपि कठोराणि, मृदूनि कुसुमादपि । लोकोत्तराणां चेतांसि को हि विज्ञातु मर्हति ॥
બીજાને દુ:ખ થાય તેવા વચન પણ ન કહે. પોતે વેઠી લે. તેમના જીવનનો એક બીજો પ્રસંગ છે -
ક્ષમા ગુણ એવો સહજ કેળવ્યો હતો. સવારે પડિલેહણ ચાલતું હતું. શ્રી સોમવિજયજી પૂજયશ્રીના વસ્ત્રોનું પડિલેહણ કરતા હતા. ચોલપટ્ટાનું પડિલેહણ કરતાં લોહીના ડાઘા દેખાણાં. અને સોમવિજયજી મહારાજ ચમકયા. પૂજયશ્રીને પૂછયું કે આ શું થયું છે ? પૂજયશ્રીએ કહ્યું કે પાછળ પૂંઠે એક ગૂમડું થયું છે. રાત્રે પ્રતિક્રમણ પછી કોઇ શ્રાવક ભકિત કરવા આવ્યો. તેની આંગળીમાં વેઢ હતો તે બરાબર આ ગૂમડાં ઉપર આવ્યો. ગૂમડું સહેજ કાચું હતું એટલે આમ બન્યું હશે !
પછી તો સોમવિજયજી કાંઇ બાકી રાખે. જેટલા લોકો સવારે વંદન કરવા આવ્યા તે બધાની ખબર લઇ નાખી. કોણ કોણ પ્રતિક્રમણમાં હતા ! કોણે ભકિત કરી ! મારા ગુરુમહારાજને કોણે પીડા પહોંચાડી ! કોણ બોલે ?
પૂજયશ્રીએ કહ્યું કે આમાં કોઇનો દોષ નથી મારા કર્મનો દોષ છે. કોઇને ઠપકો ન દેવાય. પૂર્વના મુનિવરોને કેવા કેવા કષ્ટ પડયા છે. એમ કહીને બંધકમુનિ, ગજસુકુમાલ મુનિ. મેતારજ મુનિને સંભારે છે. પોતાને વેદના
Jain Education International
For Private & Personal Use Only
૨૮
www.jainelibrary.org