________________
પ્રવચનઃ ૩
થઈ તે જાતે તો કહ્યું જ નહીં. પૂછ્યું ત્યારે કહ્યું, પણ જવાબદાર તો પોતાને જ ગણાવ્યા. આ જ ખૂબી છે.
આવા જ ક્ષમાગુણના પ્રભાવે એક આચાર્ય મહારાજ દ્વારા જ આપણને શ્રી ઋષભદેવ ભગવાન મળ્યા.
ઠાણાંગ સૂત્રમાં ધર્મના ચાર દ્વાર કહ્યા છે તેમાં પહેલું દ્વાર ક્ષમા કહી છે. વસન્તપુર તરફ જતાં સાર્થની સાથે આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજી મહારાજ પધાર્યા છે. વચ્ચે જ અટવીમાં અનરાધાર વરસાદ આવે છે. સાર્થ રોકાઈ જાય છે. દિવસો વીતતાં લોકો પાસે અનાજ-પાણી ખૂટી જાય છે. સાધુમહારાજને યોગ્ય ગોચરી-પાણી મળતાં નથી. એક દિવસ ધન્ના સાર્થવાહને મુનિઓનું સ્મરણ થયું. એને લાગી આવ્યું કે મારા ભરોસે આવેલાની મેં કાળજી ન લીધી. શરમિંદા બનીને આચાર્ય મહારાજ પાસે ગયા અને અફસોસ જાહેર કર્યો, ત્યારે આચાર્યમહારાજે કહ્યું કે તમે તો અમને ખૂબ સહાયક બન્યા છો. તમે જ અમને સાચવીને લઇ આવ્યા છો. તમારો સાથે છે તો અમારું આ જંગલમાં પણ હિંસક પ્રાણીથી રક્ષણ થાય છે. તમે જ સંભાળ લો છો. છતાં તેઓએ આગ્રહભરી વિનંતિ કરી કે લાભ આપવા પધારો. બે સાધુઓને મોકલ્યા. તેઓને ઘી વ્હોરાવતાં વ્હોરાવતાં મનના નિર્મળ પરિણામની ધારા ચઢી અને તે જ વખતે આ અનાદિના રાગદ્વેષની ગ્રંથિનો ભેદ થયો અને “સમકિત રવિ ઉગ્યો ઝળહળતો ભરમ તિમિર સવિ નાઠો.”
સમ્યકત્વની પ્રાપ્તિ થઈ અને તે તેમનો એકડો, પહેલો ભવ એ બન્યો પછી તેરમે ભવે ઋષભદેવ ભગવાન બન્યા. આવા લાભ આ ક્ષમાગુણના અને આચાર્યમહારાજના છે.
અકબર જેવા રાજવીને જૈન ધર્મ પ્રત્યે રાગી બનાવે તે ચારિત્ર્યબળ કેટલું ઊંચુ કહેવાય. આવા જ ચારિત્રધર આચાર્યમહારાજ માટે કહેવાયું છે કે આવા સૂરિવરના નામથી વિષ્ણા મંતા સિતિ | વિદ્યા અને મંત્ર પણ સિદ્ધ થાય છે. અરે ! તેઓનું નામ જ મંત્રસ્વરૂપ હોય છે. તેઓના સ્પર્શથી અમૃતનો સંચાર થાય છે.
જગદ્ગુરુશ્રીના જીવનનો જ પ્રસંગ છે.
એક એવી ઘટના બની છે કે પૂજયશ્રીને કુણગેરથી ગુપ્ત ભોયરા દ્વારા વડાવલી પહોંચવું જરૂરી હતું. સાંજે જ નિર્ણય લીધો અને સંધ્યા સમયે ગામ બહાર આવી ગયા. જયાંથી વડાવલીનું ગુપ્ત ભોંયરું હતું ત્યાં આવ્યા. સાથે શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org