________________
નવપદના પ્રવચનો
સોમવિજયજી હતા. ખાડામાં ઉતરીને પથ્થરનું બારણું ખોલીને સુરંગમાં જવાનું હતું. ખાડાની જગ્યા અવાવરુ-ઝાડા-ઝાંખરાવાળી હતી. જયાં બારણા પાસે ગયા ત્યાં જ સોવિજયજી બૂમ મારી પગ દબાવીને બેસી ગયા. સાપ ડંખ દઈને ઝપાટાબંધ ભાગી ગયો. ત્યાંથી જલ્દી આગળ પહોંચવું જરૂરી હતું. પૂજયશ્રીએ ડંખની જગ્યાએ સાત વખત હાથ ફેરવ્યો ને ઝેર ઉતરી ગયું. સોમવિજયજી સ્વસ્થ બની ગયા. બન્ને વડાવલી પહોંચી ગયા. આવો પ્રભાવ તેઓના સ્પર્શનો હતો, તેઓના નામમંત્રથી આજે પણ સર્પનું ઝેર ઉતરે છે.
આવા સિદ્ધપુરુષો સૂરિતત્ત્વથી સમલંકૃત હોય છે. તેમનું પીળા વર્ષે ધ્યાન કરવાનું હોય છે. પીળો વર્ણ સ્થિરતાનો સૂચક છે. આચાર્ય મહારાજ આચારમાં સ્થિર હોય છે અને અન્ય યોગ્ય જીવોને જ્ઞાનાચાર આદિ પાંચે આચારમાં સ્થિર કરે છે. અને આપણે પણ તેમની આરાધના દ્વારા આચારની સ્થિરતા પામવાની છે. મયણાની જ વાત લો ને, પ્રજાપાળ રાજાએ ભરી સભા વચ્ચે મયણાનો તિરસ્કાર કર્યો. પોતાની વાતમાં સંમત ન થવાના કારણે મયણાને દુઃખી ક૨વા એક કોઢીયાની સાથે લગ્ન કરાવ્યા. ચારેકોર ધર્મની નિંદા થવા લાગી. લોકો બોલવા લાગ્યા. જોયું... ધર્મના વિચારની જીદે ચઢી તો કેવા માઠાં ફળ મળ્યા. આ રીતે થતી ધર્મની નિંદા સહન ન થતાં પોતાની ધર્મશ્રદ્ધાને સ્થિર કરવા તેઓ આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિજી મહારાજ પાસે ગયા. તેઓએ સિદ્ધચક્ર ભગવંતની આરાધના બતાવી અને શ્રીપાળને ધર્મમાં સ્થિર કર્યા. શ્રીપાળ અને મયણાના જીવનની સફળતામાં, તેની સિદ્ધિમાં આચાર્યમહારાજનો બહુ મોટો ફાળો છે..
રાજા પ્રદેશીના જીવનનું ઉર્ધીકરણ પણ આચાર્યશ્રી કેશી ગણધર મહારાજને આભારી છે. રાજા પ્રદેશી પહેલા કેવા હતા ? તેમના માટે શાસ્ત્રમાં કેવા વિશેષણ છે ? દુષ્ટ, ધીઢ, નિર્લજ્જ, નાસ્તિક. છતાં તેઓ પોતાના જીવનના ઉત્તરાર્ધમાં કેવું ઉમદા જીવન જીવી ગયા. કેશી ગણધર પાસેથી ધર્મ પામ્યાના બીજા દિવસથી જ પોતાના પાપોનું પ્રાયશ્ચિત્ત શરૂ કર્યું છટ્ઠના પારણે છટ્ઠ શરૂ કર્યા. તેર છઠ્ઠ થયા અને તેરમાં છટ્ઠના પારણે એટલે કે ૩૯ માં દિવસે તેમના જ પત્ની સૂર્યકાન્તા રાણી દ્વારા કરાયેલા વિષપ્રયોગથી સમાધિપૂર્વક કાળધર્મ પામી સૂર્યાભદેવ થયા. દેવપણું પામ્યા પછી તુર્ત વિચારે છે, કોના પ્રભાવે હું દેવપણું પામ્યો ? કેશી ગણધર મહારાજનો ઉપકાર યાદ આવ્યો ! પ્રભુ મહાવીર પાસે સમવસરણમાં પહોંચ્યા. પ્રદક્ષિણા દઈ, વન્દના કરીને છ પ્રશ્ન પૂછે છે. હું ભવ્ય છું કે અભવ્ય ?
૩૦
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only