________________
પ્રવચન: ૩
પ્રભુએ કરી વિરોધી સભ્ય દ્રષ્ટિ,
હું દુર્લભબોધિ છું કે સુલભબોધિ? સમ્યગૂ દ્રષ્ટિ કે મિથ્યાદ્રષ્ટિ? ચરમશરીરી કે અચરમશરીરી ? વિરાધક કે આરાધક ? પરિત્ત સંસારી કે અપરિત્તસંસારી? પ્રભુએ કહ્યું કે તમે ભવ્ય છો. સુલભબોધિ છો, સમ્ય દ્રષ્ટિ છો. આરાધક છો, પરિત્તસંસારી છો અને ચરમશરીરી છો. પ્રભુના શ્રીમુખથી આવું સાંભળીને ખૂબ પ્રમુદિત થયા – રાજી થયા અને બત્રીસ નાટકની રચના કરીને ભકિત પ્રદર્શિત કરી. પ્રદેશના જીવનમાં કેશી ગણધર આચાર્યમહારાજનો કેટલો મોટો ઉપકાર !
આવા આવા આચાર્ય મહારાજોથી જ પ્રભુએ ૨૫૦૦ વર્ષ પહેલા સ્થાપેલું શાસન આપણા સુધી પહોંચ્યું છે. તેમના ઉપકાર સંભારી, તેમના જેવા ગુણ આપણામાં આવે, તેમની આરાધનાથી આપણા જીવનમાં પણ તેમના જેવી આચારની સ્થિરતા આવે. એવા શુભ આશયથી આજે ચણાના ધાન્યનું આયંબિલ કરવાનું. “નમો આયરિયાણં' પદની ૨૦ માળા, આચાર્યમહારાજના ૩૬ ગુણોની દ્રષ્ટિએ ૩૬ ખમાસમણા, ૩૬ લોગસ્સનો કાઉસ્સગ્ગ, ૩૬ સાથિયા કરીને આરાધના કરવાની છે.
“તપાગચ્છ” એવું નામ જેઓશ્રીના કારણે પડ્યું તે શ્રી જગચંદ્રસૂરિજી મહારાજે જીવન પર્યન્ત આયંબિલ કર્યા હતા. આવા પરમ તપસ્વી આચાર્યમહારાજનું સ્મરણ જો આયંબિલ કરતાં-કરતાં થઈ જાય તો આયંબિલમાં પણ આ રોટલી ઊની નથી, અને ઢોકળા પોચા નથી. આવી ફરિયાદો કરવાનું મન જ ન થાય.
વિક્રમના દશમા સૈકામાં થઈ ગયેલા શ્રી યશોભદ્રસૂરિજી નામના એક આચાર્ય મહારાજ તો એવા રસવિજેતા હતા કે આચાર્યપદવીના દિવસથી અભિગ્રહ કર્યો હતો કે, નિત્ય છ વિગઈનો ત્યાગ અને તેમાં માત્ર આઠ કોળીયા જ આહાર લેવો. રાસમાં આવે છે -
यशोभद्रसूरि चिंतइ सार, विगइ विषय- करइ विकार,
विगइ छ छंडी तिणिवार, लेडं आठ कवल आहार ॥ કેટલી દુષ્કર પ્રતિજ્ઞા ગણાય. આવા બધા મહાપુરુષોને સામે રાખીએ તો આપણને પ્રેરણા મળે. પ્રભુ-શાસનની ધુરા સંભાળનારા, શાસનનું સુકાન ચલાવનારા પુરુષો આરાધક પણ હોય ને પ્રભાવક પણ હોય. આવા-આવા ઘણા ગુણોથી ભર્યા-ભર્યા હોય છે.
આ જ તમારા સૌરાષ્ટ્રના મહુવા બંદરમાં પ્રભાવસંપન્ન સૂરિરાજ થઈ
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org