________________
નવપદનાં પ્રવચનો
ગયા. તેઓનું શુભ નામ શાસનસમ્રાટ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજ હતું. તેઓશ્રી સચ્ચારિત્રધર પુરુષ હતા. તેથી જ વચનસિદ્ધ પુરુષ હતા. બ્રહ્મચારીનું ચિન્તવ્યું ળે અને તપસ્વીનું બોલ્યું ફળે. તેઓએ એ ગુણ પરાકાષ્ઠાએ કેળવ્યો હતો. મન-વચન અને કાયાથી આ બ્રહ્મચર્ય સહજ રીતે પાળતા હતા. તેથી જ આપણે જેને ચમત્કાર કહીએ તેવા પ્રસંગો બનતા હતા. કદંબગિરિજી તીર્થમાં બનેલી ઘટના છે.
વિ.સં. ૧૯૮૯ની આસપાસની વાત છે. અમદાવાદનું એક કુટુંબ યાત્રા માટે આવ્યું હતું. સ્ત્રી-પુરુષ અને તેમનો એક દીકરો ત્રણ જણા હતા. પાલિતાણાથી ઘોડાગાડીમાં કદંબિગિર આવ્યા. સેવા-પૂજા કરી. ભોજનશાળામાં જમ્યા અને પછી વંદન કરવા પૂજયપાદ શાસનસમ્રાટ શ્રી પાસે આવ્યા. ત્યારે તેઓશ્રી પેઢીની જોડેના ઓરડાની ખુલ્લી પરસાળમાં બિરાજયા હતા. બપોરે એક-સવાનો સમય હતો. પૂજય મહારાજશ્રી ગૌચરી વાપરીને બેઠા હતા. બીજા કોઇ શ્રાવકો વગેરે હતા નહીં.
વંદન કર્યું. વાસક્ષેપ કરવા માંગણી કરી. આવા કામમાં પહેલો વારો તો બાળકોનો જ હોય. પાંચ વરસના એ બાળકને વાસક્ષેપ કરતાં પહેલાં હાથમાં વાસક્ષેપ રાખીને પૂજયપાદ શાસનસમ્રાટશ્રીએ પૂછ્યું, બોલ, નવકાર આવડે છે ! જવાબમાં બાળકને બદલે બાળકની માતા જ બોલી, સાહેબ, આ જન્મથી બોલતો જ નથી. અમદાવાદ-મુંબઇના ઘણાં-ઘણાં ડોકટરોને બતાવ્યું. બધા કહે છે, જો સાંભળે તો પછી બોલશે. પણ કહે છે કે કાનની અને ગળાની કોઇ નસ ભેગી થઇ ગઇ છે તેથી હવે નહીં બોલી શકે. સિવાય કોઇ ચમત્કાર થાય અને તે બોલતો થાય! કયારેક જીવથી કેવા જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે અને કેવા ભોગવવા પડે છે ? વાત સાંભળીને પૂજયશ્રીએ શુભ સંકલ્પપૂર્વક વાસક્ષેપ કર્યો. યોગીના મનની શકિત સામી વ્યકિતમાં સંકલ્પ, દ્રષ્ટિ, સ્પર્શ અને શબ્દ દ્વારા સંક્રાન્ત થતી હોય છે. વાસક્ષેપ એ સકલધર્મોમાં આગવી જ ભાત પાડતી આશીર્વાદ આપવાની પદ્ધતિ છે. આમાં ચારે વસ્તુ બની જાય છે. ધર્મનો લાભ થાઓ એ સંકલ્પ છે. જમણા નેત્ર દ્વા૨ા વાત્સલ્યની વૃષ્ટિ થતી જાય છે. ‘નિત્યાર પારગા હોહ', 'સંસાર સમુદ્રથી પાર પામનારા થાઓ.' આ શબ્દ દ્વારા અને બ્રહ્મરન્ધ્રમાં વાસક્ષેપ જે ચંદન-કેસર વગેરે સુગંધી દ્રવ્યોનું ચૂર્ણ હોય છે તેના માધ્યમથી સ્પર્શ થાય છે. આ દિવ્યક્રિયા છે. આને સસ્તી અને રોજિંદી ન બનાવવી જોઇએ. વિશિષ્ટ વસ્તુની મહત્તા જાળવવી જોઇએ તો જ તેની પ્રભાવકતા અનુભવાય.
જ
Jain Education International
For Private & Personal Use Only
૩૨
www.jainelibrary.org.