________________
પ્રવચન: ૩
વાસક્ષેપ કરીને પૂજયશ્રીએ એ નાના બાળકના વાંસામાં હળવેકથી ધબ્બો માર્યો અને કહ્યું કે, બોલ, નમો અરિહંતાણં. પૂજયશ્રીના અવાજમાં સિંહની ગર્જનાનો અણસાર આવતો. નાના બાળકો તો ડરી જતાં. અને એ માતા-પિતાના અનહદ આશ્ચર્ય વચ્ચે એ નાનું બાળક તોતડાતી જીભે અચકાતાં અચકાતાં ન.મો.. બોલવા લાગ્યું. ફરી પૂજયશ્રીએ પ્રોત્સાહક રીતે વાત્સલ્ય છલકતા શબ્દોમાં કહ્યું, બોલ. બોલ.. નમો અરિહંતાણં. અને બાળક ધીરે-ધીરે અટકતાં અટકતાં.. દશ મિનિટ સુધીમાં નમો અરિહંતાણં બોલ્યો. માતા-પિતાના આંખમાં આંસુ ધસી આવ્યા. બસ, તે પછી તેની જીભ કાયમ માટે ખૂલી ગઈ, છૂટી પડી ગઈ. આ ભાઈ હજી અમદાવાદમાં હયાત છે. તેમને ત્યાં ઘરદેરાસર પણ છે.
આ શકિત છે ચારિત્રબળની. એની તાકાત અમોઘ હોય છે. તેનું પરિણામ આપણી કલ્પનાશકિતની બહારનું હોય છે. કુદરત પણ સાનુકૂળ થઈ જાય છે. તે જ પૂજયપાદ શાસનસમ્રાટશ્રીનો બીજો પ્રસંગ જોઈએ -
વિક્રમ સંવત ૧૯૮૮ની વાત. પૂજયશ્રી અમદાવાદમાં વિરાજમાન હતા. જેઠ મહિનાના દિવસો. આદ્રનક્ષત્રને પંદર દિવસની વાર. બોટાદથી કાગળ હતો. પૂજય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરિજી મહારાજના સંસારી પિતાજી શ્રી હિમચંદભાઈ બિમાર હતા. છેલ્લે છેલ્લે નાની વયમાં આચાર્યપદવી પામેલા પોતાના પુત્રને બોટાદમાં ચોમાસુ કરાવવાના ભાવ. બોટાદ મહાજનને પણ એવા ભાવ. એટલે બંનેની ટપાલ લઈને ભાઈઓ આવેલા. વિચારણા ચાલી. બધાનો મત થયો કે આ વખતે બોટાદને લાભ આપવો. પૂજયશ્રી ઉદયસૂરિજી મહારાજને વિહારનો દિવસ પૂછવામાં આવ્યો. અમદાવાદથી બોટાદના વિહારના દિવસો/મુકામો ગણ્યા. બરાબર આજે સાંજે વિહાર થાય તો આદ્રના દિવસે બોટાદ પહોંચાય અને આજનો દિવસ સારો છે. પછી મોડો દિવસ આવે. એટલે સાધુને કહી દીધું કે ભાઈ, બધા તૈયારી કરી લો. સાંજે વિહાર છે. સાધુભાઈના કામ છે. સાધુ બેઠા લોહની ખીંટી, સાધુ ઉઠયા પવનની મૂઠી.
બસ, વિહાર શરૂ થયો. વીસ જણાએ વિહાર કર્યો. અમદાવાદથી બોટાદનો રસ્તો તો એ જ હતો. ધોળકા, કોઠ, ધંધુકા, સુંદરિયાણા, બગડ ને બોટાદ. કોઠ સુધી તો બરાબર રહ્યું. પછી આકાશમાં વાદળ ઘેરાવા લાગ્યા. કયારેક છાંટા થઈ જાય. ભાલપ્રદેશ હતો. કોઠથી ગુંદી થઈને ફેદરા પહોંચ્યા.
ફેદરાથી ખડોળ જવાનું હતું. એ રસ્તો લાંબો હતો. સાંજે વિહાર કરી વચ્ચે
૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org