________________
નવપદનાં પ્રવચનો આચારજ ત્રીજે પદે, નમીયે જે ગચ્છ ઘોરી રે....
શ્રી સિદ્ધચક્રજીની ઓળીમાં આજે ત્રીજો દિવસ છે. દેવતત્ત્વની આરાધના કરી હવે ગુરુતત્ત્વની આરાધના શરુ થાય છે. તેમાં પહેલી આચાર્યપદની આરાધના આજે કરવાની છે. આચાર્ય છત્રીશ ગુણથી યુકત હોય છે. જિનશાસનમાં આચાર્ય ભગવંતનું સ્થાન પરમાત્માના વિરહકાળમાં બહુ મહત્ત્વનું છે. તિર્થીયર સમી સૂરિ સખ્ત ગો નિણમય પામેરૂં છે
શુદ્ધ પ્રરૂપક ગુણ થકી જે જિનવર સમ ભાખ્યા રે પ્રભુના વચનોની વફાદારીપૂર્વક જગતના જીવોના કલ્યાણ કાજે પ્રભુના મૂળમાર્ગનું દર્શન કરાવવું તે જ કાર્ય અગત્યનું છે. દીવો જેમ માર્ગનું દર્શન કરાવે છે તેમ પ્રભુના માર્ગનું દર્શન તેઓ કરાવે છે. દિવાનો વર્ણ પીળો છે. તેથી તેમનું ધ્યાન પીળા વર્ણથી કરવાનું છે. પીળો વર્ણ સ્થિરતાનો દર્શક છે. આચાર્ય મહારાજથી જેઓ ધર્મ પામે છે તેઓ ધર્મમાં સ્થિર થાય છે. આવા ધર્મમાં સ્થિર થયેલા આચાર્ય મહારાજા વડે જ શાસન ચાલ્યું છે – ટકયું છે. પચ્ચીસસો વર્ષ જેટલો લાંબો કાળ અવિચ્છિન્ન રીતે આ શાસન જો ટકયું હોય તો આચાર્ય મહારાજોના કારણે જ. આવા શ્રી સંઘ ઉપર પરમોપકાર કરનાર આચાર્ય ભગવંતો ઘણાં થઈ ગયા. જેમ બગીચામાં એકને સૂંઘીએ ને એકને ભૂલીએ તેવા ઘણા ફૂલ હોય તેમ આ પ્રભુશાસન રૂપી બાગમાં ઘણા સૂરિવરો થયા છે. શ્રીપાળ અને મયણાના જીવનના પથદર્શક પણ આવા જ એક આચાર્ય શ્રી મુનિચંદ્રસૂરિજી મહારાજ થયા હતા.
તમે સૌરાષ્ટ્રના છો તેથી આ સૌરાષ્ટ્રની ધરતીને પોતાની અંતિમ અવસ્થા દ્વારા પવિત્ર કરનાર અને સૌરાષ્ટ્રમાં જ કાળધર્મ પામીને આ ભૂમિ તીર્થભૂમિ બનાવનાર મહાપુરુષશ્રીના જીવનના કેટલાક પ્રેરણાદાયી પ્રસંગો જોઈએ -
એ મહાપુરુષનું નામ છે જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી મહારાજ. તેઓની જન્મભૂમિ તો પાલનપુર છે. વિહારભૂમિ છે ગુજરાત-રાજસ્થાન દિલ્હી. પણ આ સૌરાષ્ટ્રની ભૂમિના પુણ્ય તપતા હશે કે એ મહાપુરુષે પોતાના છેલ્લા ત્રણ વર્ષ અહીં સૌરાષ્ટ્રના અજારા પાર્શ્વનાથ તીર્થની પાસેના ઉના ગામે વીતાવ્યા. એ ઉનાની પાસે દીવબંદરમાં લાડકીબાઈ નામે શ્રાવિકા. શાસનના પરમરાગી. તેઓની તથા બીજા શ્રાવકોની આગ્રહભરી વિનતિથી આચાર્યમહારાજ ઉના પધાર્યા, રહ્યા અને છેલ્લો શ્વાસ પણ ત્યાં જ લીધો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainen Ery.org