________________
પ્રવચન: ૬
સમ્યગુદર્શન પદ તમે પ્રણમો..
શાશ્વતી ઓળીની આરાધનાના દિવસો ખૂબ આનંદથી પસાર થઈ રહ્યા છે. આ નવપદજીને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે. દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વ, આને બીજી રીતે કહેવું હોય તો સાધ્યવર્ગ, સાધકવર્ગ અને સાધનવર્ગ. એમાં આપણે અરિહંત પરમાત્મા અને સિધ્ધ ભગવંતો એ દેવતત્ત્વ કે સાધ્યવર્ગ અને આચાર્ય મહારાજ, ઉપાધ્યાયજી મહારાજ અને સાધુ ભગવંતો એ ગુરુતત્ત્વ અથવા સાધકવર્ગ. એ બે તત્ત્વની અને પાંચપદની યથાશકય વિચારણા કરી. હવે આપણે આજથી ધર્મતત્ત્વ કહો કે સાધન વર્ગની વિચારણાનો પ્રારંભ કરીએ છીએ. દેવ અને ગુરુતત્ત્વ પછી ધર્મતત્ત્વ છે. તેના સમ્ય દર્શન, સમ્ય જ્ઞાન, સમ્યગું ચારિત્ર અને સમ્યગું તપ એ ચાર પ્રકાર છે. તેમાં પ્રથમ પ્રકાર સમ્યગુદર્શન પદની વિચારણા કરવાનો આજે ઉપક્રમ છે.
સમ્યગુદર્શન એ આપણા આ ભવનું ધ્યેય છે. ધ્યેય બે પ્રકારના (૧) અનન્તર અને (૨) પરમ્પર. અનન્તર ધ્યેય અહી તુર્ત મેળવી શકાય છે અને પરંપર ધ્યેય મોડેથી મળે; મેળવી શકાય છે. આપણું અનન્તર ધ્યેય સમ્યગ્દર્શન – સમ્યકત્વ છે અને પરંપર ધ્યેય મોક્ષ છે. સમ્યગુદર્શન ચારે ગતિમાં પામી શકાય છે. એના ત્રણ ભેદ છે. (૧) ઔપથમિક સમ્યકત્વ (૨) ક્ષાયોપથમિક સમ્યકત્વ (૩) ક્ષાયિક સમ્યકત્વ. સમ્યકત્વના સડસઠ ભેદ છે તેથી આ પદની આરાધના ક૭-સાથિયા, ૬૭, ખમાસમણા, ૬૭-લોગસ્સના કાઉસ્સગ્ગથી કરવાની છે.
આ ઉત્તમ ગુણને પ્રગટ કરવામાં મુખ્યત્વે મોહનીયકર્મને ઘટાડવાનું છે. મોહ તે સંસાર. મોક્ષને હણે તે મોહ. મોહનો ક્ષય તે મોક્ષ આ સમ્યકત્વ તે સકલ ગુણોનું દ્વાર છે. પાયો છે. આધાર છે. આ એક ગુણ દૃઢ હોય તો તેની પાછળ બીજા કેટલાય ગુણ આવે છે. મયણા સુંદરીમાં આ એક જ ગુણ પૂર્ણ ખીલેલો હતો તો બીજા કેટલાય ગુણ આવી ગયા.
સમ્યગુદર્શન-સમ્યકત્વ કે સમકિત ને આપણે આપણી તળપદી ભાષામાં શ્રદ્ધા શબ્દ દ્વારા ઓળખીએ છીએ. શ્રદ્ધા વિના તો સંસારમાં પણ કોઈ વ્યવહાર ચાલતો નથી. લોકો કહે છે ને – વિશ્વાસે વહાણ ચાલે.”શ્રદ્ધા અને વિશ્વાસ બન્ને નિકટના તત્ત્વો છે. પરમાત્મા છે જ તે શ્રદ્ધા અને પરમાત્માના મને દર્શન થશે જ તે વિશ્વાસ. આ તો અધ્યાત્મની વાત છે પણ જીવન માટે પણ આ જરૂરી છે.
၄ ၄
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org