________________
નવપદનાં પ્રવચનો
શ્રદ્ધા ભરી જે સત્યથી તે તો કદિ ફરતી નથી, શ્રદ્ધા વિહોણી જીંદગી જગમાં કદિ ફળતી નથી.’
બુદ્ધિની હદ જયાં પૂરી થાય છે ત્યાંથી શ્રદ્ધાનો પ્રદેશ શરુ થાય છે. આ શ્રદ્ધા તત્ત્વ બુદ્ધિથી સમજી શકાય તેમ નથી. તેની ત્યાં પહોંચ નથી. એનો એ વિષય નથી. સુગંધી મોગરાનું ફુલ તમે વર્ષો સુધી કાન પાસે ધરી રાખો શુ થાય? કંઇ જ ન થાય. પણ જે ક્ષણે નાકની નજીક લાવો ત્યાંજ મહેકથી મન ભરાઇ જાય. બસ... આવું જ છે. આત્મા એ શ્રદ્ધાનો વિષય છે. તેને બુદ્ધિ દ્વારા સમજવા મથ્યા જ કરો.. શું પરિણામ આવે ? પાણીને વલોવા જેવો ઘાટ થાય. બુદ્ધિ દ્વારા જે તર્ક નીપજે તે તર્કથી જે સાબિત થાય તે સત્ય જ હોય તેવો નિયમ નથી. તર્ક તો તકરાર કરાવે. વકીલો તર્કના સહારે સત્ ને અસત્ ઠરાવે અને અસત્ ને સત્ ઠરાવે. બુદ્ધિ વકીલાત કરાવે ને શ્રદ્ધા કબૂલાત કરાવે. શ્રદ્ધા સરળતાને જન્માવે ને બુદ્ધિ વક્રતાને જન્માવે. શ્રદ્ધાને સમજવાનું બુદ્ધિનું ગજું જ નથી. તમે જ કહો. સુલસા શ્રાવિકાની શ્રદ્ધાને બુદ્ધિ કઇ રીતે સમજી શકે જાણી શકે?
સુલસાને પ્રભુ મહાવીર દેવ ઉપર કેવી અનન્ય શ્રદ્ધા. અસ્થિ અને મજજા આ રાગથી રંગાયેલા અને આ રંગ એટલે "રંગ લાગ્યો ચોલ મજીઠ રે, નવિ જાયે ડાકણ દીઠ રે” ગમે તેવા ભય કે લાલચમાં પણ વિચલિત ન થાય તેવો રંગ. ”ફાટે પણ ફીટે નહીં પડી પટોળે ભાત” આ પટોળા પર પડેલી ભાત જેવો રંગ, જેને અસ્થિ મજજા સુધી પહોંચ્યો તેને માટે જ કહેવાયું છે કે “જો પ્રભુ ફ્રિ મિજે ભવ ભવ ન ભમીજે ઃ મોહ ગૃપને દમીજે.’
:
સુલસા શ્રાવિકાનું તો એવું અનોખું સૌભાગ્ય છે કે બધે જ તેમનું નામ પહેલું લેવાયું છે. પ્રસિદ્ધ ‘ભરહેસર’ની સજઝાયમાં મહાસતીઓની નામાવલિ શરુ કરવાની આવી ત્યાં સુતા ચંદ્રનવાતા એ યાદીમાં પહેલા સુલસા. ચંદનબાળાજી પણ બીજા. કોઇ કહે કે આ તો કાવ્ય છે માટે હશે. તો પ્રભુના મુખથી પ્રશંસા પામેલી વ્યકિતઓની વાત પૌષધ પારવાના સૂત્રમાં આવી ત્યાં પણ આ જ સુલસા પહેલા છે. મુજમા આવ્ ગદ્દેવાય' આનંદને કામદેવથી પણ પહેલા સુલસાનું નામ મૂકયું. ઠીક, પરમાત્મા મહાવીર દેવના તીર્થમાં જેનું-જેનું તીર્થંકરપણું જાહેર થયું તેની વાત કરવાનો અવસર પંડિત શ્રી શુભવીર વિજયજી મહારાજને આવ્યો ત્યાં પણ......
Jain cation International
For Private & Personal Use Only
www.jainelibrary.org