________________
પ્રવચન: ૬
'સુલાસાદિક નવ જણને જિનપદ દીધું રે
કર્મે તે વેળાએ વસીયો વેગળો શાસન દીઠું ને વળી લાગ્યું મીઠું રે
આશાભર આવ્યો રે સ્વામી એકલો” અહીં પણ રેવતી શ્રાવિકા, સુપાર્શ્વ, ઉદાયી, શ્રેણિક, કોણિક વગેરે નવ છે. તેમાં પણ સુલસા જ મોખરે છે. શ્રી ઉદયરત્નજી મહારાજે સોળ સતીનો એક છંદ રચ્યો છે. તેમાં પણ સુલતા-શ્રાવિકા માટેના શબ્દો કેટલા કિંમતી છે –
સુલસા સાચી શિયળે ન કાચી, રાચી નહીં વિષયા રસે રે,
મુખડું જોતાં પાપ પલાયે, નામ લેતાં મન ઉલસે રે.” સુલતાનું સમ્યગદર્શન આવું નિર્મળ અને દ્રઢ હતું તેની ખબર આપણને તો ત્યારે જ પડી કે જયારે અંબડે પ્રભુને પૂછયું, પ્રભુ ! રાજગૃહી જઉં છું તે તરફની કોઈ કાર્યસેવા હોય તો ફરમાવો. પ્રભુએ કહ્યું કે સુલતાને ધર્મલાભ કહેજો. પ્રભુએ ત્રણ ગુણ માટે, ત્રણ વખત, ત્રણ જણને, ત્રણ વ્યકિતની પાસે મોકલ્યા છે. સમ્યમ્ દર્શન માટે સુલસા શ્રાવિકા પાસે અંબડને, સમ્યગૂ જ્ઞાનના પ્રશ્ન શ્રી ગૌતમ સ્વામીજીને આનંદ શ્રાવક પાસે અને સમ્યફ ચારિત્ર અન્તર્ગત સામાયિક માટે રાજા શ્રેણિકને પુણીયા શ્રાવક પાસે મોકલ્યા. અંબડે જયારે પરીક્ષા કરી અને તેમાં સુલસા દ્રઢ પુરવાર થયા ત્યારે તેમનું સમ્યગુદર્શન પ્રશંસાપાત્ર બન્યું.
આપણને દેવાધિદેવ જેવું દેવતત્વ મળ્યું છે તો બીજા કોઈપણ દેવ આપણને પંચાંગ પ્રણિપાતને લાયક ન લાગવા જોઈએ. પંચપરમેષ્ઠિ ભગવંત સિવાય કોઈ પંચાંગ પ્રણિપાતને લાયક નથી. સત્કારને-સન્માનને લાયક ઘણાં હોઈ શકે. દેવાધિદેવ સર્વોપરિ છે. માતા-પિતા ઉપકારી ખરા, અન્ય સમ્યદ્રષ્ટિ દેવો-દેવીઓ પણ સહાયક હોઈ શકે તેથી તે સત્કાર-સન્માનને લાયક ખરા પણ આત્મસમર્પણ માટે તો એક જ અરિહંત દેવ. બીજા કોઈ નહીં. દુઃખ આવે તો તે ટાળવા કે સુખ આવે તો તે ટકાવવા માત્ર અરિહંતને જ શરણે જવાનું. ઉપાધ્યાયજી મહારાજ કહે છે ને?
દેશો તો તુમહી ભલા, બીજા તો નવિ યાચું રે.”
'જિનભકતે જે નવિ થયું તે બીજાથી નવિ થાય.” આવી શ્રદ્ધા કેળવવી જોઇએ. તે માટે શ્રદ્ધાને પુષ્ટ કરે તેવા તીર્થોના
૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org