________________
નવપદનાં પ્રવચનો બાહ્ય-અત્યંતર સંપર્કમાં આવવું જોઈએ. આપણે ત્યાં સમ્યક્ત્વના પાંચ ભૂષણની વાત આવે છે તેમાં તીર્થયાત્રા-તીર્થસેવા એ એક ભૂષણ છે. આત્યંતર ગુણસંપત્તિનો પરિચય તો સૂક્ષ્મબુદ્ધિગમ્ય છે, લાભનું કારણ છે, પરંતુ બાહ્યસંપર્ક પણ ખૂબ લાભકારક છે. બાહ્યસંપર્ક એટલે તે તે સ્થળની સ્પર્શના કરવી. તે તીર્થોનો ઇતિહાસ-પ્રભાવ વગેરે જાણવા તે. તે માટે દ્રષ્ટિ કેળવવી પડે છે.
તમારી એકદમ નજીકમાં કર્યું તીર્થ છે? સભા સાહેબ ! તળાજા.
એ તીર્થની યાત્રા કરવા તો જાવ છો ને ? દર્શન-વંદન-પૂજન કરવા જ જવાનું ને? કે ભોજનશાળામાં સગવડ બરાબર નથી, ધર્મશાળા જુની પદ્ધતિની છે. એવું એવું જ ધ્યાનમાં રાખવાનું! તો ત્યાં મૂળનાયક ભગવાન કયા છે?
સભા : સુમતિનાથ ભગવાન. તેની નીચે જે દેરાસર છે તેમાં મૂળનાયક ભગવાન ક્યા છે? સભા પાર્શ્વનાથ ભગવાન
બરાબર. એ ભગવાન ફણાવાળા કે ફણાવગરના? પરિકર સાથેના છે કે પરિકર વિનાના?
સભા: એવું ઝીણું ઝીણું કોણ જુએ છે. અમે તો “લે દેવ ચોખા ને મૂક મારો છેડો' એવું કરનારા છીએ.
ભગવાન આપણો છેડો મૂકેને તો પણ આપણે હવે તેનો છેડો છોડવાનો નથી. આ ભવમાં પ્રભુની સાથે જે સંબંધ બાંધ્યો છે તેને સાદિ અનંત ભાંગે બનાવવાનો છે. આ ભવની અપેક્ષાએ આદિ ખરી પણ હવે અંત નહીં.
તે પાર્શ્વનાથ ભગવાનની ડાબી બાજુના ગભારામાં કયા ભગવાન છે? સભા : નેમિનાથ ભગવાન.
આ શ્રી નેમિનાથ ભગવાન કોણે ભરાવેલા છે? કેટલા વર્ષ જુના? કોઈ ઈતિહાસ જાણમાં ખરો? આ તો તમારું તીર્થ કહેવાય.
સભાઃ હવે આપ જ કહો ને !
જુઓ, સાવધાન થઈને સાંભળો. આવા પરિચયો શ્રદ્ધાવર્ધક હોય છે. બરાબર યાદ રાખવાના.
આ પ્રતિમાજી અતિ પ્રાચીન છે. એક અર્થમાં જીવંત પ્રતિમાજી છે. શ્રી નેમિનાથ ભગવાનની હયાતીમાં આ પ્રતિમાજી ભરાવાયા છે. કૃષ્ણ મહારાજના સૈન્ય ઉપર જરાસંધ રાજાએ જરાવિદ્યા મૂકી અને તેથી આખું સૈન્ય ૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org