________________
પ્રવચન: $
ઘડું થઈ ગયું. કૃષ્ણમહારાજને ચિંતા થઈ કે આ વિપત્તિને કેવી રીતે દૂર કરવી. ત્યારે તેમણે અઠ્ઠમતપ કરવાનો વિચાર કર્યો. જો પોતે અઠ્ઠમ કરે તો પછી આ સૈન્યનું ધ્યાન કોણ રાખે? કોણ સંભાળ લે. બે વાત તો બને નહીં. સેનાની કાળજી લેવી અને ધ્યાન ધરવું. આવા પુરુષો કોઇપણ ક્રિયા કરે તો સંપૂર્ણ મન-વચન કાયાથી લીન થઈને કરે. તે વખતે શ્રી નેમિકુમારે કહ્યું કે સેનાની સંભાળ હું રાખીશ. તમે અઠ્ઠમતપની આરાધના કરો. કૃષ્ણમહારાજાએ એકાગ્રતાથી અઠ્ઠમ કર્યો. શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં શાસનદેવી પદ્માવતીદેવી હાજર થયા. પ્રસન્ન થઈને તેમને પ્રભુ પાર્શ્વનાથ ભગવાનનાં પ્રતિમા આપ્યા. તેનું સ્નાત્રજળ જેવું સેના ઉપર છાંટયું તે જ ક્ષણે આખી સેના આળસ મરડીને બેઠી થઈ. જુવાનજોધ બની ગઈ. કૃષ્ણમહારાજા આ પરિણામથી – આ પ્રભાવથી પ્રભાવિત થયા.
કૃષ્ણમહારાજા વાસુદેવ છે, શલાકાપુરુષ છે. તેઓ કૃતજ્ઞ હોય. આ કાર્ય આ રીતે સિદ્ધ થઈ શકયું તેમાં શ્રી નેમિકુમારનો ફાળો મહત્ત્વનો જણાયો. કૃતજ્ઞતાથી પ્રેરિત થઈ તેઓશ્રીની એક પ્રતિમા ભરાવી અને જયાં પોતે અમને પારણું કર્યું ત્યાં જ ગામ વસાવીને, ચૈત્ય બનાવીને પ્રતિમાજીને ત્યાં જ બિરાજમાન કર્યા. એ ગામનું નામ પણ પારણા રાખ્યું. આવી ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી ઘટના ત્યાં બની તેનું કાયમી સંભારણું રાખ્યું. એ પ્રતિમાજી એ ગામમાં જ ઘણા વર્ષો સુધી રહી છે. તેના પ્રાચીન ઉલ્લેખો પણ મળે છે. બે ઉલ્લેખ જોઇએ : એક ઉલ્લેખ છે. સમરાશા ઓશવાળ યાત્રા કરવા નીકળ્યા છે. તેઓ આ પારણા ગામમાં જ શ્રી નેમિનાથ ભગવાનના દર્શન-વંદન કરે છે. સમરાશાહ રાસમાં આ ગામનો ઉલ્લેખ છે. સમરાશાહ સંઘ સાથે શત્રુંજયની યાત્રા કરીને ગૂજરાત તરફ જતાં હતા. વઢવાણ થઈ, માંડલ થઈ પાડણામાં જીવિતસ્વામિ શ્રી નેમિનાથ ભગવાનને વાંદ્યા. તેના શબ્દો આ પ્રમાણે છે:
वढवाणि न विलंबु कियउं, जिमिउ करीरे गामि । मांडले होइउ पाडलए नमियउ, नेमिसु जीवितसामि ॥
(આપ્રદેવસૂરિ રચિત સમરા રાસ ૧૩ મી ભાષા) બીજો ઉલ્લેખ એક પ્રાચીન ચૈત્યવંદનમાં આવે છે. તે ગાથા આ પ્રમાણે છે
कन्नउज्जनिव निवेसिय, वरजिणभवणंमि पाडला गामे । अइचिरमुत्तिं नेमि थुणि, तह संखेसरं पासं ॥१॥ श्री महेन्द्रसरि रचित अष्टोत्तरी तीर्थमाला ।
૭) www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only