________________
નવપદનાંપ્રવચનો
આ પારણા નામના પછીથી પાટલા-પાડલા એવા અપભ્રંશ સ્વરૂપ થયા. આ ગામ આજે પણ વિદ્યમાન છે. મુજપુર-શંખેશ્વર બન્ને પણ આ ગામથી નજીક ગણાય. ઘણાં વર્ષો સુધી આ પ્રતિમાજી એ જ ગામમાં પૂજાયા પછી કાળક્રમે એ ગામની વસતિ બીજે સ્થળે ગઇ. દેરાસર માંગલિક કરવું પડે એવી સ્થિતિ આવી ત્યારે નજીકમાં સમૃદ્ધ ગામ - તરીકે મુજપુર પંકાતુ ગામ ગણાય. એટલે આ પ્રતિમાજીને મુજપુરમાં પધરાવવામાં આવ્યા. છેલ્લે-છેલ્લે આ પ્રતિમાજી ત્યાંજ હતા. ત્યાં જ પૂજાતા હતા. (આધારઃ શંખેશ્વર તીર્થ ભાગ-૧ પૃ. ૮૯ લેખક : શ્રી જયંતવિજયજી)
-
એકવાર પૂજયપાદ શાસનસમ્રાટ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજ મુજપુર પધાર્યા. ત્યાં દેરાસ૨માં આ પ્રભુજીના દર્શન કરીને તેમણે સંઘને કહ્યું કે આવા દિવ્ય પ્રભાવસંપન્ન પ્રભુજીને અહીં રાખ્યા છે તેના કરતાં કોઇ તીર્થમાં પધરાવો તો હજારો ભાવિકોને દર્શન-વંદન-પૂજનનો લાભ મળે. સંધે વાત સ્વીકારી. તે વખતે તળાજા તીર્થના જીર્ણોદ્વારની વાતો ચાલતી હતી. પૂજયશ્રીની આજ્ઞાથી એ પ્રભુજી તળાજામાં લાવવામાં આવ્યા. સ્વતંત્ર જિનાલય કરી તેમાં જ પધરાવવાની ગણત્રી હતી. પણ પછીથી જિર્ણોદ્ધારનું કાર્ય ચાલુ હતું ત્યારે જ તળાજા ગામમાંથી જ શ્રી પાર્શ્વનાથ ભગવાન નીકળ્યા. તેથી તે શ્રી પાર્શ્વનાથ ભગવાનને મૂળનાયક બનાવ્યા અને આ પ્રભુજીને બાજુના ગભારાના મૂળનાયક બનાવ્યા.
આ તેનો ઇતિહાસ છે. પ્રભુજીના દર્શન કરતાં આ વાત ખ્યાલમાં હોય અને પછી દર્શન-વન્દન-સ્તુતિ-સ્તવન કરીએ તો કેવો આહ્લાદ થાય. આવા પ્રભુજી એટલે કે જિનબિંબ, જિનાગમ અને જિનમુનિ એ આ કલિકાલમાં પણ કલ્પતરુ છે. આ બિંબના દર્શન-વંદન પૂજનથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે, અને પ્રાપ્ત થયેલું સમ્યક્ત્વ નિર્મળ, સ્થિર ને દ્રઢ બને છે.
સમ્યક્ત્વની પ્રાપ્તિના બે પ્રકાર છે (૧) નિસર્ગ સમ્યક્ત્વ એટલે કુદરતી-સહજ રીતે પ્રાપ્ત થતું સમ્યક્ત્વ અને (૨) અધિગમ સમ્યક્ત્વ એટલે કોઇને કોઇ નિમિત્ત દર્શન, શ્રવણ, વાચન, દ્વારા પ્રાપ્ત થતું સમ્યક્ત્વ. મોટા ભાગના જીવોને અધિગમ સમ્યક્ત્વ હોય છે.
આપણને શ્રી વીતરાગ દેવ, નિર્પ્રન્થ ગુરુ અને કેવલીભાષિત ધર્મ ઉપરનો અનન્ય રાગ પ્રગટી જવો જોઇએ. આવો દ્રઢરાગ તે જ સમ્યક્ત્વ છે.
પ્રભુના દર્શન કરવા તે પણ કળા છે. આ પ્રભુદર્શન સમ્યગ્ દર્શનની
૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org