________________
પ્રવચન : ૨
કાઢો એને સહુ કહે જાણે જનમ્યો જ નો'તો.”
એક સિદ્ધ ભગવંતોનું જ સ્થાન એવું છે જયાંથી તેમને કયારેય - કોઈપણ કાઢનાર નથી. બસ સદા માટે સુખ-આનંદ ભોગવ્યા જ કરવાના. આપણે સાધન હોવામાં સુખ માન્યું. જયારે સિદ્ધ ભગવંતોને કાંઈ જ ન હોવામાં સુખ છે. આપણે જેને અને જેમાં સુખ માન્યું તે બધા સુખો દુઃખથી વીંટળાયેલા છે. આધિ-વ્યાધિથી ભરેલા છે. મોજે રોમયે | ભોગમાં રોગનો ભય છે. શુ ભુતિમયા કુળમાં વિચ્છેદનો ભય. વિત્તે તપત્રિાત્મયા ઘન હોય તો રાજાથી ભય. શાત્રે વમય શાસ્ત્રમાં વાદનો ભય. સર્વ વસ્તુ ભયયુકત છે. એક વૈરાગ્ય જ અભય છે. વૈરાગ્ય મેવામય !
આ આધિ-વ્યાધિ મનથી ને તનથી અનુભવાય છે. આ મન અને તને જ ન હોય તો! “ને રહે બાંસ ન બજે બંસરી.”
“આધિ-વ્યાધિ તનમનથી લહીએ તસુ અભાવ સુખ ખાસો.” देहमनोवृत्तिभ्यां भवतः शारीर मानसे दुःखे ।। तदभावस्तदभावे सिद्धं सिद्धस्य सिद्धिसुखम् ॥ (प्रशमरति. २९६) સિદ્ધભગવંતના સુખનું વર્ણન કરતાં ધરવ થાય તેમ નથી. સંસાર સુખ લીનો, વગૂ અનંત કીનો,માવે ન એક પ્રદેશમેં
સંસારના સઘળા સુખ ભેગા કરીએ, તેમાં દેવલોકના સર્વાર્થસિદ્ધ સુધીના સુખ ભેગા કરીએ તોય શુદ્ધ આત્માના એક પ્રદેશના સુખની સરખામણીમાં ન આવે. આવા, દુઃખના અંશ વિનાના, આવ્યા પછી કદિ પાછા નહિ જનાર અને જેને મેળવ્યા પછી કશું જ મેળવવાની ઇચ્છા ન રહે તેવા સુખમાં સિદ્ધો નિરંતર મહાલનારા હોય છે. માટે જ તેઓ રાતા-માતા છે. સુખી માણસો લાલબુંદ હોય છે ને ! આવા સુખી આપણે બનવાનું છે માટે જ લાલવર્ણનું આયંબિલ કરવાનું અને સિદ્ધભગવન્તોનું રકતવર્ણથી ધ્યાન કરવાનું છે.
અરિહંત અને સિદ્ધ એ બે સાધ્યકક્ષાના આરાધ્ય તત્ત્વો છે. નવપદમાં જે દેવ-ગુરુ અને ધર્મ એમ ત્રણ વિભાગ છે તેમાં દેવવિભાગમાં આ બે તત્ત્વ આવે છે. ઉપકારની અપેક્ષાએ અરિહંતનો ઉપકાર છે માટે પહેલું સ્થાન અરિહંતનું અને બીજું સિદ્ધભગવન્તનું. એક નયથી સિદ્ધભગવંતો આઠકર્મથી મુક્ત છે તેથી તેનું સ્થાન પહેલું આવે પણ સિદ્ધને ઓળખાવનારા અરિહંતો છે અને સિદ્ધ થવાનો માર્ગ બતાવનારા પણ અરિહંતો છે તેથી પહેલું સ્થાન એમનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org