________________
નવપદનાં પ્રવચનો
સિદ્ધ ભગવાનનાં ધ્યાનમાં આકર્ષણ શિત છે. લાલવર્ણ આકર્ષણ કરનારો છે. તમારે ધર્મનું આકર્ષણ તમારા ચિત્તમાં કરવું છે ? છ મહિના લાલવર્ણથી સિદ્ધનું ધ્યાન કરો અચૂક ધર્મી બની જશો.
આવા સિદ્ધભગવંતોનું ધ્યાન રોજિંદુ બને તે માટે પ્રભુની અગ્રપૂજામાં તેને સ્થાન આપી દીધું. તમે બધા પ્રભુપૂજા કર્યા પછી ચૈત્યવંદન તો કરતાં જ હશો ? અને એ ચૈત્યવંદન પહેલા સરસ મઝાના અખંડ-અદ્ભૂષિત અક્ષતવડે સ્વસ્તિક રચતાં હશો ને ? માત્ર સ્વસ્તિક જ નહીં પણ પ્રભુસમક્ષ અગ્રપૂજામાં અષ્ટમંગલ આલેખવાની પ્રાચીન પ્રણાલિકા હતી. ‘આલેખે મંગળ આઠ’ સભા : અમે પણ રોજ અષ્ટમંગલની પૂજા તો કરીએ જ છીએ. ભાઇ, એ કાંઇ પૂજયદ્રવ્ય નથી પણ પૂજનદ્રવ્ય છે. સભા : એટલે શું ?
આ વિશ્વમાં પૂજય-પૂજા કરવા લાયક તો માત્ર પંચપરમેષ્ટિ ભગવન્તો જ છે. સત્કાર - સન્માન કરવા લાયક ઘણાં પણ પંચાંગ પ્રણિપાત તો માત્ર પંચપરમેષ્ટિ ભગવંતોને જ હોય. આ અષ્ટમંગલ પંચપરમેષ્ટિમાં આવે ? ના.
સભા અમે તો વર્ષોથી આની પૂજા કરીએ છીએ. દરેક જગ્યાએ બધા જ આમ કરે છે અને શાન્તિસ્નાત્ર પહેલાં તો અષ્ટમંગલનું પૂજન થાય છે જ.
એ વાત સાચી પણ તમે એ અષ્ટમંગલપૂજનની મૂળવિધિ જોશો તો તેમાં પૂજન નથી લખ્યું પણ આકૃતિ આલેખીને સત્કાર માટે પુષ્પ વગેરેથી વધાવવાનું લખ્યું છે. આપણે તેને પૂજનમાં લઇ ગયા. વળી સત્તરભેદીપૂજામાં એક પૂજા અષ્ટમંગલવડે કરવાની આવે છે
જુઓ વાત આમ છે ઃ
શ્રાવકો પ્રભુની પૂજા કરીને સ્વચ્છ તંદુલ-અક્ષતથી અષ્ટમંગલ રચતા હતા. બધાને તો એમ હાથમાં ચોખા લઇને આઠે મંગળની આકૃતિ રચતાં ન આવડે. એટલે વિધિપૂર્વક બધું થાય તે માટે સેવનના લાકડાના પાટલામાં આ આઠે મંગલની આકૃતિ કોતરાવીને રાખે. તેને ચોખાથી પૂરે એટલે આઠે મંગળની આકૃતિ રચાઇ જાય. ચૈત્યવંદન થઈ ગયા પછી તે પાટલો ત્યાંજ રાખે. હવે કોઇ ભકિત અને કિત્તસંપન્ન હોય તેને આ પાટલો ચાંદીનો કે પંચધાતુનો બનાવવાનો ભાવ થયો. તેથી સારી; ધાતુની પાટલી બનાવીને તેના વડે પ્રભુની અગ્રપૂજા કરતાં. પૂજા કર્યા પછી એ પાટલી દેરાસરમાં મૂકી. કોઇકે
Jain Education International
For Private & Personal Use Only
૨૦ www.jainelibrary.org