________________
પ્રવચન : ૨
તેને જોઈ – આ તો સોનાની છે એમ માની એ પંચધાતુની પાટલી ઉપાડી. આ રીતે બન્યા પછી એ પાટલી દેરાસરના ગર્ભગૃહ - ગભારામાં રાખવાથી સુરક્ષિત રહેશે એમ લાગવાથી એ પાટલી ગભારામાં મૂકવામાં આવી અને તમારા બધાની તો એવી સમજ ખરીને ! કે જે કાંઈ ગભારામાં હોય તે બધું પૂજા કરવાલાયક અને તે બધાની પૂજા કરવાની. આમ એ પૂજાના ક્રમમાં દાખલ થઈ ગઈ. બાકી તો તે પૂજનદ્રવ્ય જ છે. આજે પણ હાથથી ચોખાના અષ્ટમંગલ આલેખનારા ભાગ્યશાળી છે.
હાં.. તો પ્રભુની અગ્રપૂજામાં આ સ્વસ્તિક રચીને ચતુર્ગતિમય સંસારમાંથી છૂટવા માટે દર્શન જ્ઞાનને ચારિત્રરૂપ રત્નત્રયીના પુંજ કરવાના અને એની નિર્મળ નિર્માય આરાધના કરીને લોકાગ્રભાગે સ્થિર થવાનું છે. ત્યાં અનંત સિદ્ધભગવંતો છે. તેઓનું સ્થાન લોકાંતે છે.
સિદ્ધશિલા ગુણ ઉજળી, લોકાંતે ભગવંત; વસીયા તેણ કારણ ભવિ; સિદ્ધશિલા પૂર્જત.
સિદ્ધના જીવનની શકિત હજીય આગળ જવાની છે. આત્માને પ્રદેશ પ્રદેશ રહેલા અનન્તાનન્ત કર્મો ખરી પડયા એટલે આત્માનું સહજ સ્વરુપે પ્રગટ થયું. તેની શકિત અનંત છે. સાતરાજલોકનું અંતર માત્ર એક સમયમાં ઓળંગીને આત્મા લોકાંતે અટકે છે. આત્મા હજી આગળ જાત પણ લોક પછી આવે અલોક. તે અલોકમાં ઘર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય નથી. ગતિ કરવી હોય તો ધર્માસ્તિકાય જોઇએ અને સ્થિર થવું હોય તો અધર્માસ્તિકાય જોઈએ. અલોકમાં બન્ને નથી એટલે આત્મા ત્યાં અટકી જાય છે.
આત્મા જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. જ્ઞાન અને આનંદ એ જયોતિસ્વરૂપ છે. પ્રકાશ સ્વરૂપ છે. એટલે અનંત આત્મામાં શુદ્ધ થયેલો - સિદ્ધ થયેલો આત્મા જયોતિમાં જયોત સમાય તેમ સમાઈ જાય છે.
तन्वी मनोज्ञा सुरभि पुण्या परमभास्वरा । प्राग्भार नाम वसुधा लोकमूर्ध्नि व्यवस्थिता ॥१९॥
(ત્તિમોપવેશ રિક્ષા) અર્જુન સુવર્ણ જેવી ઉજ્જવળ-શ્વેત આ શિલા છે. આમ તો આ શિલા સર્વાર્થસિદ્ધ વિમાનથી માત્ર સાડાબારયોજન દૂર છે, પણ ત્યાંથી સીધું ત્યાં પહોંચાતું નથી. ત્યાં જવા માટે મનુષ્યલોકમાં આવવું પડે છે. આ શિલાનો આકાર આઠમના ચન્દ્રમા જેવો છે. તમે બધા સિદ્ધશિલાનો આકાર કેવો કરો છો?
*
૨ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org