________________
નવપદનાં પ્રવચનો
સભા : બીજના ચન્દ્ર જેવો. આવો કેમ કરો છો ?
સભા : ચોખા ઓછા વપરાય ને ?
ઠીક છે, બાકી સાચો આકાર આવો જોઇએ.
એ આકાર પાછળ એક એવી પરિકલ્પના છે કે ઉપરની એક લીટી છે તે લોકનો અન્ત ભાગ, વચ્ચે જે જગ્યા ખાલી છે ત્યાં
અજ અવિનાશી અકલ અજરામર કેવલદંસણ નાણી જી,
અવ્યાબાધ અનંતુ વીરજ, સિદ્ધ પ્રણમો ગુણખાણી. ‘
આવા અનંત સિદ્ધભગવંતો વિરાજે છે. આ સિદ્ધભગવંતોના આમ તો અનંતગુણ છે પણ આપણે એ અનંતગુણના પ્રતિક સ્વરૂપ આઠ ગુણોને એમના જેવા ગુણી થવા માટે પૂજવાના છે.
ભાવપૂજાની વાત આપણે કરીને- "ભાવ અભેદ થવાની ઇહા” પ્રભુની સાથે અભેદભાવ સાધવાનો છે. ધ્યાન-પૂજન-જાપ દ્વારા અભેદતા સાધવાની છે. તપ-જપ દ્વારા ચિત્ત નિર્મળ બને છે. નિર્મળ બનેલું ચિત્ત પ્રભુ સાથે અનુસંધાન સાધવામાં સહાયક બને છે. એટલે તપમાં આયંબિલ પણ તન-મન હળવું બને-૨હે તેવું કરવું જોઇએ. આયંબિલનો રૂક્ષ આહાર પણ અતિ કરવાથી ચિત્ત વિકારવાળું બને છે.
આ રીતે સિદ્ધભગવાનની આરાધના કર્યા બાદ ગુરુવર્ગમાં પ્રથમ એવા સૂરિ ભગવન્તોનો શ્રી સંઘ ઉપર કેવો ઉપકાર છે, જિનશાસનમાં તેઓનું શું સ્થાન છે. તે બધી વાતો અને આ આચાર્યપદારૂઢ આચાર્ય શ્રી મુનિચન્દ્રસૂરિજી મહારાજનો શ્રીપાળ અને મયણાના જીવનમાં કેવો મહત્ત્વનો ભાગ છે તે બધી વાતો અવસરે જોઇશું. અગ્રે અધિકાર વર્તમાન.
Jain Education International
For Private & Personal Use Only
૨૨ www.jainelibrary.org