________________
દીવા દાંડીરૂપ ગ્રંથ
- પૂજય આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વર શિષ્ય
વિજયહેમચન્દ્રસૂરિ.
લીંબડી
લોકોત્તર શ્રી જિનશાસનમાં સર્વાતિશાયી પ્રભાવસંપન્ન નવપદમય શ્રી સિધ્ધચક્ર ભગવંત અનેકાનેક ઉપાસ્ય તત્ત્વોમાં સર્વોપરિ પરમવિશુધ્ધ ઉપાસ્ય તત્ત્વ છે. ગમે તે મત-દર્શન કે સંપ્રદાયને માનનાર સાધક આત્મા માટે આત્માનો ક્રમિક વિકાસ સાધતાં સાધતાં છેલ્લે પરમપદપ્રાપ્તિ સ્વરૂપ ચરમ વિકાસ સાધવા માટે સર્વોચ્ચ કોટિનું આ આલંબન આવશ્યક જ નહિ પણ અનિવાર્ય છે.
એ નવે પદોના પરિચય માટે જે નવ નામો દર્શાવવામાં આવ્યા છે તેમાં કોઈ ધર્મ કે સંપ્રદાયનો અણસાર નહિ, ગુણનિષ્પન્ન અન્વર્થતા જ જોવા મળે છે. એનો મહિમા જ નહિ પણ એનું સ્વરૂપ પણ અપરંપાર છે.
જેનાં ગુણોની ઊંચાઇનો વિચાર કરતાં પેલાં હિમગિરિના ગગનોતુંગ શિખરો કે સુરગિરિ મેરુમહાશૈલની પેલી અતિ ઉન્નત ચૂલાઓ પણ વામણી લાગે. વળી જેનાં વિસ્તાર કે ઊંડાણને અવલોકતાં સૌથી વધુમાં વધુ વિસ્તાર અને ઊંડાણવાળો સ્વયંભૂરમણ સમુદ્ર પણ નાનો દીસે. તેમજ જેની તેજસ્વિતા, * સૌમ્યતા અને નિર્મળતાની સામે નજર કરતાં તેજોરાશિ સૂર્ય, પરમાલાદક, ચન્દ્ર કે પરમ સ્વચ્છ સ્ફટિકની સાથે સરખામણી કરવામાં પણ અન્યાય થઈ જવાનો ડર રહે. એવા આ નવપદોની ઉન્નતતા, ગહનતા, તેજસ્વિતા, સૌમ્યતા અને નિર્મળતાનો જેમ જેમ વિચાર કરીશું તેમ તેમ તેની અલૌકિકતાની ઝાંખી થયા વગર રહેતી નથી.
આ નવમાં ગુણી તરીકે ગણાતા આગળના અરિહંતાદિ પાંચ પદો – જેને પંચપરમેષ્ઠી તરીકે કે વિભાગરૂપે વિચારતાં દેવ અને ગુરુ તરીકે દર્શાવવામાં આવે છે. તેઓમાં અનેકાનેક અદ્ભુત ગુણો હોવા છતાં એક એકના ક્રમશઃ માગદશકતા, અવિનાશિતા, આચારનિષ્ઠતા, વિનયનકારિતા તથા સહાયકારિતા આ પ્રમાણે પાંચ એઓની સાચી ઓળખાણ માટેના આગવા ગુણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org