________________
પ્રવચન: ૫
સાધુની વ્યાખ્યા ત્રણ પ્રચલિત છે. ૧. મોક્ષમાર્ગની રત્નત્રયી દ્વારા સાધના કરે તે સાધુ. ૨. મોક્ષમાર્ગના યાત્રિકને સહાય કરે તે સાધુ. અને
૩. બાહ્ય-અભ્યત્તર, મન - વચન અને કાયાના દુઃખોને - કષ્ટોને - કલેશોને પરીષહીને - ઉપસર્ગોને-ઉપદ્રવને કોઈને પણ દોષ દીધા વિના સહન કરે તે સાધુ.
આ ત્રણે વ્યાખ્યા સાધુતાથી શોભતા સાધુમાં જ ઘટે છે.
સમરાદિત્ય ચરિત્રની વાત છે : નવભવની વૈરપરંપરાની વાત ગૂંથવામાં આવી છે. ગુણસેન અને અગ્લિશર્મા એ તેમનો પહેલો ભવ છે. એ વાત જાણીતી છે અગ્લિશર્માના દયમાં ગુણસેન પ્રત્યે ગાઢ દ્વેષ-વૈરભાવ બંધાયો તે વાત પણ આપણે ત્યાં લગભગ બધાએ સાંભળેલી છે. પણ આવા ગાઢ વૈરભાવનો અંત કયારે આવ્યો? કેમ આવ્યો? તે વાત બહુ પ્રચલિત નથી. તે આજે આપણે જોઈએ.
ગુણસેન નવમા ભવમાં સમરાદિત્ય નામે રાજકુમાર થાય છે. તે સાધુધર્મનો સ્વીકાર કરે છે અને સમરાદિત્ય મુનિ બને છે.તપ - ત્યાગ – સંયમ - સ્વાધ્યાયમાં તન્મય – તદાકાર - તલ્લીન બની ગયા છે. નાના - મોટા અભિગ્રહો ધારણ કરે છે. કાઉસ્સગ્ન ધ્યાને રહે છે. અગ્લિશર્માનો જીવ ગિરિસેન નામે ચંડાલ થયો છે. પૂર્વ-પૂર્વ ભવની વૈરવૃત્તિ ચાલી આવે છે. ફરતો-ફરતો ત્યાં આવે છે. સમરાદિત્ય મુનિને જોતાં જ મનમાં ક્રોધની જવાળા ભભૂકવા લાગી. પણ સામે તો જળ હતું. જળ પાસે હંમેશા જવાળા હારી જ છે. અંતિમ વિજય જળનો જ હોય છે. વિજય ક્રોધનો નહીં પણ ક્ષમાનો જ હોય. ક્રોધના નસીબે હંમેશા પશ્ચાત્તાપ જ લખાયો છે. જયારે ક્ષમાના ભાગ્યમાં વિજયનું સ્મિત છે.
વનમાં એકાંત સ્થળે નાસિરૂનેત્રઃ નેત્રને નાસિકા પર ઠેરવીને, હાથ લાંબા રાખી આત્મધ્યાનમાં લીન ઊભા છે. મુનિને જોઈ ગિરિસેન ચંડાળા ક્રોધથી લાલપીળો થઈ મારવાની તરકીબ ઘડે છે. કયાંકથી ચીંદરડા લાવે છે. તેલમાં ઝબોળે છે અને મુનિના શરીર ફરતાં વીટે છે. મુનિનું તો સંવાડુંય ફરકતું નથી. ધ્યાન ચલિત થતું નથી. પેલાએ તો અગ્નિ લગાડયો. ચીંદરડા સળગવા લાગ્યા. તે વખતે ગિરિસેનની નજર અચાનક મુનિના મુખ પર જાય છે. મોંની એક પણ રેખા બદલાઈ નથી. નેત્રમાંથી તો પ્રશમરસના ફુવારા જ ઉડતા હોય, પ્રેમરસના ઝરણા જ ઝરતા હોય તેમ લાગ્યું. મુનિની અજબ અને અજોડ
૬૧ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org