________________
નવપદનાં પ્રવચનો
દ્વારા પ્રાપ્ત થતા સમભાવ વડે મોક્ષ સુખનો અહીં બેઠાં અનુભવ કરી શકાય છે. પ્રશમરતિમાં કહ્યું છે, કૂથને ચીનન્તી સામયિકમાત્ર સિદ્ધાઃ માત્ર સમભાવનો સહારો લેવાથી અનંતા આત્માઓ સિધ્ધ થયા છે. પ્રભુની આજ્ઞા છે વસો સમાયં સુષ્મા શ્રાવકે વારંવાર સામાયિક કરવું. પ્રતિક્રમણ માત્ર બે વાર પણ સામાયિક વારંવાર. પંડિત શ્રી વીરવીજયજી મહારાજે કહ્યું છે કે “ઘડી દોય મિલો જો એકાંતે નહીં વાર અચલ સુખ સાવંતે પ્રભુની સાથે વાત કરવાનો અવસર એટલે સામાયિક. આવું સામાયિક શ્રાવકો શાસનની પ્રભાવના પૂર્વક કરતા હતા.
અમદાવાદનાં નગરશેઠની વાત છે. શાંતિદાસ શેઠનું નામ તો તમે સાંભળ્યું હશે. તેમના દીકરા લક્ષ્મીચંદ. તેમના દીકરા ખુશાલચંદ અને તેમના દીકરા વખતચંદ શેઠ. આ વખતચંદ શેઠ નિયમિત રીતે બપોરે વામકુક્ષી કરીને મ્યાનામાં બેસી ઝવેરીવાડ વાઘણપોળમાં ઉજમ ફઈની ધર્મશાળામાં સામાયિક કરવા જતાં. પાલખી બન્ને બાજુ ખુલ્લી હોય અને મ્યાનો બે બાજુ પડદાથી બંધ હોય. કટાસણ, ચરવળો, મુહપત્તિ, સાપડો વગેરે સામાયિકના ઉપકરણો રાખે અને રૂપિયાથી ભરેલો વાટવો રાખે. નગરશેઠના વંડાથી નીકળી ઉજમ ફઈની ધર્મશાળાએ પહોંચે ત્યાં સુધી વાચકોને મેઘની જેમ દાન દેતા જાય. આ પ્રસંગનું ચિત્ર અત્યારે પણ ઝવેરીવાડ વાઘણપોળમાં અજિતનાથ ભગવાનનાં દહેરાસરમાં રંગમંડપની બહારની ભીંતમાં છે. એક સંભારણું છે. કોઈવાર જાવ તો જોજો. પંડિત વીરવિજયજી મહારાજે સામાયિક વ્રતની પૂજામાં આ જ વાત કરી છે.
રાજા મંત્રી ને વ્યવહારી, ઘોડા રથ હાથી શણગારી; વાજિંત્ર ગીત આગળ પાળા, પરશંસે ષટદર્શનવાળા.
શ્રાવક આ રીતે ઠાઠથી ધર્મકરણી કરે. બીજાના હૈયે ધર્મની પ્રશંસા દ્વારા ધર્મના બીજનું વાવેતર કરે.
સામાયિકમાં બત્રીશ દોષ ત્યજવાનાં હોય છે. આ બત્રીશ દોષ જાણવા જોઈએ. શાસ્ત્રમાં પ્રાકૃત ગાથામાં આવે છે. પણ તમારા જેવાને સરળતાથી યાદ રહે તે માટે એ બત્રીશ દોષ ગુજરાતી દુહામાં મળે છે.
દશ મનનાં, દશ વચનનાં અને બાર કાયાનાં એમ બત્રીશ દોષો ક્રમસર બતાવ્યા છે. શકય હોય તો મોઢે કરી લેવાં અથવા નોંધી લેવા. જેથી એ જાણ્યા બાદ સામાયિક દોષરહિત થઈ શકે.
૯૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org