________________
નવપદનાં પ્રવચનો છેલ્લે તેની ખબર પડી છે. આવા આરાધક પુરુષને પ્રાપ્તમાં મૂચ્છ ન હોય, અને અપ્રાપ્તની ઇચ્છા ન હોય. પેલા ઘાતુવાદીએ કહ્યું કે આટલું સોનુ લઈ જાવ. પરાણે આપતો હતો. તો શ્રીપાળે કહ્યું કે
"કુણ ઊંચકે એ ભાર
આ પ્રાપ્તમાં નિર્લેપતા છે. અનાસકિત છે. આપણા માટે શ્રીપાળ-મયણાનું જીવન એ આદર્શ શ્રાવક-શ્રાવિકાનું જીવન છે. તેઓમાં રહેલી કૃતજ્ઞતા આદિ ગુણમંડિત જે સજજનતા છે તે આપણે આપણા જીવનમાં લાવવાની છે. આ સજજનતા એ ધર્મનો પાયો છે. તેઓની શ્રી સિદ્ધચક્ર પ્રત્યેની શ્રદ્ધા – વિશ્વાસ કેવાં દ્રઢ છે.
સિદ્ધચક્ર મુજ એહ મનોરથ પૂરશે એહિ જ મુજ આધાર વિઘન સવિ ચૂરશે. થિર કરી મન વય કાય, રહ્યો એક ધ્યાનશું, તન્મય તત્પર ચિત્ત થયું તસ જ્ઞાનશું.
વીતરાગ દેવને અન્યયોગનાં વ્યવચ્છેદ દ્વારા અને અયોગનાં વ્યવચ્છેદ દ્વારા આરાધવાના છે.
"બીજા કદી નહીં ભજુ, તને કદી નહીં તજુ”
આ આપણો અફર નિર્ધાર છે. આ શાસન સાથેનો સાદિ અનંત સંબંધ સ્થાપીને આપણે આ ભવને આપણો પહેલો ભવ બનાવી દઈએ. આ પહેલો ભવ નકકી થયો તો છેલ્લો ભવ નકકી થઈ ગયો સમજવો. જયાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી પ્રભુ અને પ્રભુનું શાસન અવશ્ય મળે તેવી પ્રાર્થના કરીએ. આરાધનાના ફળ સ્વરૂપે તે જ માગીએ. દુઃખમાં સમાધિ અને સુખમાં બુદ્ધિ મેળવીને જીવન ખુમારીથી અને મરણ સમાધિથી મહોત્સવ રૂપ બનાવીએ. ભવો ભવમાં પ્રભુનું શાસન પામીને ઉત્તરોત્તર મંગળ માળા વરીએ એ જ.
નવ દિવસના પ્રવચનો દરમ્યાન પ્રમાદ, અજ્ઞાન કે મોહવશ જે કાંઈ જિનાજ્ઞા વિરુધ્ધ કહેવાયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુકકડું. જે ઉત્તમ છે તે પ્રભુકૃપાની પ્રસાદી છે જે ઊણું છે તે મારી ઉણપ છે – મને પણ આ પ્રવચન દ્વારા સ્વાધ્યાયનો લાભ થયો છે તેમાં શ્રીસંઘ નિમિત્ત બન્યો છે.
जैनम् जयति शासनम् ॥ ૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org