________________
નવપદનાં પ્રવચનો વધતાં મોહનીયકર્મ ક્ષય પામ્યું. લોકાલોકપ્રકાશ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. સદ્ગુરુના કોઈ ઉપદેશ વચનોવિના માત્ર તેમનું દર્શન જ ઇલાચીને તુર્તજ ફળ્યું છે.
साधूनां दर्शनं पुण्यं, तीर्थभूता हि साधवः । तीर्थः फलति कालेन, सद्यः साधु समागमः ।।
તમે તામલીતાપસનું નામ સાંભળ્યું હશે ? આ તાલીતાપસ ઘોર તપસ્વી હતા. એના તપને અજ્ઞાનતપ કહ્યું છે. ઉપદેશમાળામાં આવે છે –
“सट्टि वाससहस्सा, तिसत्त खुत्तोदएण धोएण । अणुचिण्णं तामलिणा, अन्नाणतवुत्ति अप्पफलो ।।
उपदेशमाला गाथा ॥१०८।। આ રીતે તામલિતાપસનું ૬૦ હજાર વર્ષ જેટલા દીર્ધકાળનું તપ પણ અજ્ઞાનતપ છે. તો બીજી બાજુ તે ઈશાનેન્દ્ર થયા છે. ઈન્દ્ર નિયમા સમકિતી હોય. તો તેઓ સમ્યક્ત્વ પામ્યા કયાં? આ એક પ્રશ્ન છે. તેનો ઉત્તર બહુ મહત્ત્વનો છે. ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે.
બન્યું એવું છે કે તેઓ નદીકિનારે એક ઝૂંપડીમાં રહેતા હતા. છઠ્ઠના પારણે છઠ્ઠ કરતા હતા. પારણે ગામમાં જાય. અન્ત-પ્રાન્ત એટલે કે વધી-ઘટી લુખી-સુકી જે રસોઈ હોય તે લાવે. લાવીને તેને એકવીસ વખત પાણીથી ધુએ તે પછી તે સાવ નિરસ થયેલો આહાર વાપરે. સાવ એકાકી નિર્જન પ્રદેશમાં રહે. જન્મથી મિથ્યાત્વી દેવમાં દેવપણું માનતા હતા તેથી મિથ્યાત્વની શ્રદ્ધા હતી. અંતરંગ રીતે ભદ્રિકતા, ગુણાનુરાગ વગેરે ગુણો હતા. '
એક દિવસની વાત છે. સૂર્યોદય થઈ ગયો હતો. સ્નાન કરવા ઝૂંપડીની બહાર નીકળ્યા. સામાન્ય રીતે માણસ નજર નાંખે તેમ તેઓ જોવા લાગ્યા. ત્યાં દૂર એક સાધુનું વૃન્દ દેખાયું. નદીના કિનારે કીનારે, ધીમી ગતિએ, નીચી નજરે એ વૃન્દ ચાલ્યું જતું હતું. નદીકાંઠાના એ પ્રદેશમાં કયાંક ધાસ વગેરે વનસ્પતિ ઊગેલી હતી. કયાંક-કયાંક પાણીથી જમીન ભીનાશવાળી હતી. તેથી એ પૃથ્વીકાયના જીવો, અષ્કાયના જીવો અને વનસ્પતિકાયના જીવોની વિરાધના ન થાય, તે જીવોને કલામણા ન થઈ જાય તે માટે એ જીવો પ્રત્યેની કરુણાથી ધીમા ડગલે ને નીચી નજરે ચાલે છે. આને એક શબ્દમાં કહેવું હોય તો ઇર્યાસમિતિ કહેવાય. આ ઇર્યાસમિતિના પાલનપૂર્વક સાધુવૃન્દને જતા જોઇને તામલિ તાપસ વિચારે છે. અહો શોખનીય શ્રમUTધર્મ | સાધુના આચારના
પ૭ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org