________________
નવપદનાં પ્રવચનો અઢળક ઢળક આંસુડા ઢળે રે... વિનવે પ્રણમી પાય"
શ્રીપાળને પૂરું બોલવા દીધા વિના તે જ ક્ષણે મયણાએ શ્રીપાળના મોઢે હાથ લગાડીને કહ્યું,
"એક વચન કિમ બોલીએ, ઈણ વચને જીવ જાય"
કયું સત્વ...? કઈ તાકાત...? એ બન્ને કેવા આદર્શરૂપ છે. શ્રાવક અને દંપતિ બન્ને તરીકેનો આદર્શ આપણને શ્રીપાળ-મયણામાં જોવા મળે છે. એમણે આ ઓળીની આરાધના કરીને ફળ મેળવ્યું, પહેલા જ દિવસે આ ફળ મળ્યું છે.
અરિહંત સતત ઉપકાર કરવા તૈયાર છે. આપણે તેનો સ્વીકાર કરવા તૈયાર નથી. અરિહંતે તો દોરડું લંબાવેલું છે. પણ આપણે દોરડું પકડવા જ તૈયાર નથી.
સભા:- દોરડું દેખાતું નથી.
મોહ અંધાપાના એવા પડલ બાઝયા છે કે જેથી દોરડું દેખાતું નથી. શ્રીપાળ-મયણાની મનોભાવનાને નજર સામે રાખીને એવી ભૂમિકા તૈયાર કરવી છે. તેમના જેવો અરિહંતનો ઉપકાર સ્વીકારી શકીએ તેના માટે દૃશ્ય માતા-પિતા વગેરેના ઉપકારને સ્વીકારવો છે. બીજા દેશોમાં પણ કોઈ પણ માણસ કંઈ પણ કામ કરે તો Thanks You કહે છે. તમારો આભાર) તો જેણે હાડ-ચામ આપ્યા, જેણે રાત-દિવસ આપણી ચિંતા કરી, ભીનામાંથી સૂકામાં સુવરાવ્યાં તેના માતા-પિતાનો ઉપકાર કેટલો ? અને તો પછી અનંતના માતા-પિતારૂપ અરિહંતનો ઉપકાર કેટલો? મા છોકરા ઉપર કેવો ઉપકાર કરે? કેટલી કાળજી રાખે? એના કરતાં અનંતગણો ઉપકાર અરિહંતોએ કર્યો. એમના પ્રભાવે જ અહીં સુધી પહોંચ્યા છીએ, સાત રાજલોક ઉપર આવ્યા છીએ. “પંથ વચ્ચે પ્રભુજી મળ્યા હજુ અરઘે જાવું. “આપણને આજે પણ કોઈ સારો વિચાર આવે છે, સારુ કામ કરવાનું મન થાય છે. તે પણ અરિહંતના પ્રભાવે જ થાય છે એમ વિચારીને આવી આરાધનાના પહેલા દિવસે આજે અરિહંતમય બની જઈએ. તેનું જ નામ, તેનું જ ધ્યાન, તેની જ વાતો, કરીએ. આવતીકાલે સિદ્ધપદનો દિવસ, સિદ્ધ થયા વિના આ રઝળપાટનો અંત આવે તેમ નથી, તે સિદ્ધ થવા માટે શું કરવું? તે શાસ્ત્રકાર સમજાવશે. અગ્રે અધિકાર વર્તમાન.
શકિત છતે ભગવંતની
ભકિત કરે જે ન્યૂન પુણ્યાનુબંધી પુણ્યના
તે ફલ પામે ઊણ.
- પં. રૂપવિજયજી મહારાજ
૧૧ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org